Adhuro prem - 14 books and stories free download online pdf in Gujarati

અધુુુરો પ્રેમ - 14 - પ્રણયરાગ

પ્રણયરાગ

પલક વીશાલ સાથે પોતાની પહેલી"મુલાકાત"સંતોષ જનક ન રહી.પોતાના મનમાં કેટલાય સવાલો હતાં પણ વાત અવળા પાટે ચડી ગ્ઈ. અને મનની વાત મનમાં જ રહી ગઈ.પલકને થયું કે પોતે કોઈ વણવિચાર્યુ પગલું તો નથી ભરી લીધું ને.સતત એના મનમાં ચિંતા ઘેરાઈ રહી.પરંતુ હવે કશું થઈ શકે તેમ પણ નહોતું. આ કોઈ એવું તો કામ નથીકે ન ફાવે તો બદલી નખાશે.જે કાઈ થયું છે એમાં પોતાની પણ સંમતિ એટલી જ હતી.સતત મુંજાયા કરે છે.આકાશ સાથે પોતાના ઘર તરફ આવે છે.ને પલકે અચાનક આકાશનને કહ્યું કે આકાશ ગાડી રોકીદે.જેથી આકાશે ગાડીને ઉભી રાખી.પલકે કહ્યું કે આકાશ સામે આઈસ્ક્રીમની દુકાને લ્હાવો લે મારે આઈસ્ક્રીમ ખાવો છે.આકાશે ગાડીને દુકાને લ્ઈ લીધી. બન્ને આઈસ્ક્રીમની દુકાને ગયા. પલકે બે આઈસ્ક્રીમ નો ઓર્ડર કર્યો. પછી પલકે કહ્યું આકાશ તને કેમ લાગે છે.આ માણસ સાથે મને ફાવશે તારું શું માનવું છે.એટલે આકાશે કહ્યું જો પલક આ તારી અને વીશાલની વચ્ચે ની વાત છે. આમાં કોઈ ત્રીજા વ્યક્તિને વચ્ચે ન નાખવો જોઈએ. મને ખબર છે કે તે મને લ્ઈને વીશાલ સાથે જીભાજોડી કરી એ બીલકુલ ઉચીત નહોતી. કારણકે કોઈ પણ વ્યક્તિ પોતાની થનાર પત્ની સાથે કોઈ ત્રીજા વ્યક્તિ ને પસંદ નથી કરતી. જો મારું માનતી હોય તો તારે આકાશ ને પ્રેમથી સંભાળવો પડશે.એના મનમાં કોઈ શંકા કે કુશંકા ઘર ના કરી જાય એનું પુરેપુરો ખ્યાલ રાખવો પડશે.
પલક આકાશની વાતને ધ્યાનપૂર્વક સાંભળી રહી છે. એને આકાશની વાતોમાં તથ્ય લાગ્યું. આકાશે વાત આગળ વધારી ને કહ્યું કે પલક એ વાત સાચી છે કે તું મને બહુ જ ગમે છે. પણ એ વાત હવે ગૌણ થઈ ગઈ છે. એનું તારા જીવનમાં ખુબ ઉંડો પ્રભાવ પડશે.એ વાત ને તારે પણ ભુલવીજ પડશે.મને એવું લાગે છે કે ઉંડે ઉંડે હજીયે તું મારા વીશે વિચારી રહી હોય એમ લાગે છે.જો તારે તારું જીવન આરામ દાયક પસાર કરવું હોય તો તારે વીશાલની વાતને બરાબર સમજવી પડશે.અને એના વીશ્ર્વાસને જીતવો પડશે નહીંતર મને ડર છે કે બાજી બન્યા પહેલા જ બગડી જશે.તારે નીર્ણય કરવાનો છે.આ કાઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથીકે થોડી વારમાં સમેટાઈ જાય. જો આ મારી વાત ને તારા અંતર સુધી ઉતારી લે નહીંતર પાછળથી તારે ખૂબ જ પસ્તાવવાનો વારો આવશે.પછી તું ક્યાયનીય નહી રહે.
આકાશને વચ્ચે રોકીને પલકે કહ્યું કે જો એવું થાય તો તું તો છોજ મને સંભાળવા માટે હે ને આકાશ ? આકાશ પલકની સામે જોઈ રહ્યો. પછી (આકાશે થોડું વિચારી)જો પલક એકવાર તારા લગ્ન થઈ ગયા બાદ હું તો શું પણ તને તું પણ નહી સંભાળી શકે.આ વાત મોઢેથી બોલવી સહેલું છે.પણ જયારે જીવનમાં જીવવાની આવે તયારે ભલભલાને મોતીયાં મરી જાય છે. અને જીવન નરક જેટલું જ અઘરું થઈ પડે છે.હજી તારામાં એટલી પીઢતાં નથી એટલે તને વાતની ગંભીરતા નથી.એક વખત તું સાસરે જ્ઈશને પછી તને ખબર પડશે કે કેટલી વીશે સો થાય છે.
પલક આકાશ સામે જોઈને હસવા લાગી.એને થયું કે આકાશ કેટલો સમજદાર થઈ ગયો છે. કાલ સુધી મારી સાથે ગાંડપણ કરતો હતો ને આજે કોઈ વડીલોની જેમ મને સલાહ આપી રહ્યો છે. હું એને કેટલો બચપના કરતો હોય ત્યારે સમજાવતી હતી ને આજે મને કેમ વાત કરવી એમ સમજાવી રહ્યો છે.પલકે આકાશને કહ્યું કે આકાશ તું મને ભુલી શકીશ (આકાશે પલકની વાત નો જવાબ ન આપ્યો)કહ્યું કે હવે આપણે જવું જોઈએ ઘણો સમય થઈ ગયો છે. મારાભાભી અને તારા મમ્મી બન્ને રાહ જોતા હશે.આકાશના મૌને પલકને ઘણુંબધું સમજાવી દીધું. એણે કહ્યું આકાશ તે મારી વાતનો જવાબ ન આપ્યો ?એટલે આકાશે કહ્યું પલક હવે એ વાત પણ કરવી એ આપણ બન્ને માટે હાનીકારક છે.જે જેના નશીબમાં હોય એજ થવાનું છે. હવે એ વાત ને ઈશ્વર ઈચ્છા સમજીને આપણે સ્વીકારી લેવી જોઈએ.(બન્ને ઘર તરફ આગળ વધ્યા)
પલકે ઘેર પહોંચી ને પોતાના રુમમાં જ્ઈને તરતજ વીશાલને ફોન કર્યો. અને પહેલાં તો પોતે કરેલી વાતની માફી માંગી. ને કહ્યું આપણે પહેલી વખત મળ્યા ને એ પણ ઠીકથી વાત પણ ન કરી આઈમ સોરી વીશાલ. સામે થી વીશાલે કહ્યું કે કોઈ વાંધો નહિ પલક પણ તે આ વાત ને ક્લિયર કરીને મારું દીલ જીતી લીધું. પલક હવે મને તારી સાથે વાત કરવી ગમશે બોલ શું કહેવું છે તારે.પલકને પણ અહેસાસ થયો કે હા હવે વીશાલે બરાબર વાતને વળાંંક આપ્યો. જેથી પલક એની સાથે મીઠી મીઠી વાતોમાં વળગી પડી. એકબીજાને શું શું ગમે છે એકબીજાની ચોઈસ શું છે વગેરે વગેરે. લગભગ એકાદ કલાક પછી વીશાલે કહ્યું પલક એક વાત કહેવી છે તું કહે તો કહું ?ને પલકે કહ્યું હા કહોને વીશાલ હવે બન્ને વચ્ચે થોડી અંડરસ્ટેન્ડીંગ ઘણીખરી બની ચુકી હતી. તેથી વીશાલે કહ્યું પલક "i love you"તું હવે ખરેખર મને ગમવા લાગી છે. મારે તને રેસ્ટોરન્ટમાં જ કહેવું હતું પણ બીજી વાતોમાં ન કહી શક્યો.બસ તું મારી સાથે આવીરીતે જ વાત કરજે મને એજ ગમશે.
પલકે પણ "પ્રણયરાગ"ઉલેચવા માંડ્યો અને કહ્યું કે વીશાલ હું પણ ખરા દિલથી તમને પ્રેમ કરું છું. આપણે આપણું જીવન એવું સુંદર બનાવીશું કે લોકોને આપણા જીવનની ઈર્ષ્યા થવા લાગે. વીશાલે કહ્યું જયારથી તું મને મળીને ગ્ઈ છેને પલક તારી છબી મારી આંખોથી ઓઝલ થતીજ નથી.તારી ખૂબ જ યાદ આવે છે પલક હું હજી તારા ફોટાને જ જોયા કરું છું. પલકે કહ્યું કે સારું જોયા કરો એમ સમજજો કે હું તમારી સાથે જ છું. અને હા એક આજે તમારે નોકરી ઉપર નથી જવાનું પલકે વાતને બદલી નાખી. એટલે વીશાલે કહ્યું પલક તું ભુલી ગ્ઈ આજે તને મળવા માટે મેં રજા મુકી છે.હવે હું અહીંથી સીધો જ ઘેર જ્ઈશ.ઠીક છે તમે તમારી તબિયત સાચવજો.હા જરૂર વીશાલે કહ્યું અને હા પલક તું પણ તારી તબિયત સાચવજે.અને અવારનવાર ફોન કરતી રહેજે અને હાં એક ખાસ વાત હવે જયારે મળવા આવે ત્યારે કોઈ વચેટીયાને સાથે લીધા વગર જ આવજે.
વીશાલની આ છેલ્લી વાત સાંભળી ને પલકના નેણ ચડી ગયા. એને હાડોહાડ લાગી ગયું. આકાશ વીશે કોઈ બોલે એ પલકને બરદાસ્તની બહાર આવી જાય છે. વીશાલે જયારે વચેટીયાની વાત કરી ત્યારે પલકને ખૂબ જ ગુસ્સો ચડી ગયો પણ વળી પાછી વાત બગડી જવાના ડરથી પલકે પોતાના ગસ્સાને દબાવી લીધો અને વીશાલને કહ્યું સારું અને બાય કે કશું કહ્યા વગર જ ફોનને મુકી દીધો. અને મનમાં બડબડાટ કરવા લાગી. એને કશુંક તો ખોટું થશે જ એવો ભાસ થઈ ગયો.એને એક વાત પાક્કી થઈ ગઈ કે આ માણસ બહુજ શક્કી સ્વભાવનો છે એની વાતોથી બરોબર નક્કી થઈ ગયું. પલકે મનોમન કહ્યું કે યાર હજીતો મને એના પ્રત્યે જરા પણ પ્રેમ ન હોવા છતાં પણ એના જવાબમાં i love you to પણ કહ્યું અને મારા હ્લદયમાં વીશાલ પ્રત્યે જરાય પ્રેમનો અનુભવ થયો નથી. છતાંય પણ મે "પ્રણયરાગ"નું વીના કારણે રટણ કર્યું. છતાં પણ આ માણસ મને સમજી ના શક્યા.અને વાતને અંતે મને એની એક વાતથી દુઃખ આપી ગયો............ક્રમશઃ



("પલક પોતાની જાતને કેવીરીતે સંભાળશે ...શું વીશાલ પલકને સમજી શકશે ?જોઈશું ભાગ:-15 વેદના)