Preet ek padchaya ni - 30 books and stories free download online pdf in Gujarati

પ્રિત એક પડછાયાની - ૩૦

સૌમ્યાકુમારી બેભાન થઈને ઢળી પડતાં જ બધાં આવી ગયાં... સંધ્યા બહું ચાલાક છે બધાનું ધ્યાન ન ગયું પણ એનું ધ્યાન તરત ગયું કે રાજકુમારીનાં હાથમાં એક કાગળ છે એમાં કંઈક લખાણ છે. બધાં થોડી એની આળપંપાળમાં હોય છે ત્યાં જ સંધ્યા એ કાગળ લઈને એની પાસે છુપાવી દે છે...પછી થોડીવારમાં રાજકુમારી ભાનમાં આવતાં એને એનાં કક્ષમાં લઈ જવામાં આવે છે.

સંધ્યા રાજકુમારીને થોડો આરામ કરાવીને પુછે છે. રાજકુમારી કેવું છે હવે ??

રાજકુમારી : સારૂં છે.. પણ..

સંધ્યા : રાજકુમારી માફ કરજો પણ મેં તમારાં હાથમાં રહેલો કાગળ વાંચી લીધો છે...

રાજકુમારી : પણ હવે શું ?? મને એમ થાય છે કે આ કાગળ પિતાજી એ લોકો સુધી પહોંચવા જ ન દઈએ તો ??

સંધ્યા : એવું કરવું મને યોગ્ય નથી લાગતું. કારણ કે એ કોઈ પણ રીતે ખબર તો પડશે જ ને. ત્યારે રાજપરિવાર નું નામ પર કલંક લાગે. સૌથી શ્રેષ્ઠ ઉપાય છે કે આપ રાણીસાહ્યબા ને વાત કરો.

રાજકુમારી એક કામ કરૂં પહેલાં હું વાત કરૂં. પછી આ ચીઠ્ઠી એમને આપી દઈશ..

સંધ્યા : હા બરાબર છે. હમણાં સાંજ સુધીમાં તો મહારાજા ને રાણીસાહ્યબા આવી જશે....

****************

આરાધ્યાને તેની મમ્મી સમજાવી રહી છે. બેટા હજું પણ એકવાર વિચારી લે. આ કંઈ આસાન કામ નથી. સંબંધો બાંધવા સહેલાં હોય છે પણ નીભાવવા બહું મુશ્કેલ હોય છે. મને અપુર્વ સાથે કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ દીકરા આપણે વર્તમાન સાથે પણ વિચારવું પડે ને. અત્યારના સંજોગો મુજબ ન કરે નારાયણ ને અપુર્વ પાછો ન આવ્યો તો ?? અને બીજા લગ્ન એટલે કોઈ સારો કુંવારો છોકરો તો ન જ મળે.

હજું સુધી ચુપ રહેલી આરાધ્યા બોલી, "મમ્મી ધારો કે મારાં લગ્ન થયાનાં થોડાં જ દિવસોમાં કદાચ એવું થયું હોત તો ?? તો તો અન્વયભાઈએ પણ લીપીને છોડી દેવી જોઈએ ને એમને તો ઘણીય સારી છોકરીઓ મળી જાય ને ??"

" બેટા હજું એકવાર વિચારી લે જો તું મક્કમ હોય તો હું તારી સાથે છું. બાકી થોડી ચિંતા ભગવાનને પણ કરવાં દઈએ ને...એ પણ આ સ્વાર્થી માણસોની કસોટી કરતો હોય છે. આપણે આપણું કર્મ કરવું બાકીનું ઈશ્વર ભરોસે છોડી દેવું."

આરાધ્યા કંઈ પણ બોલ્યા વિના એનાં રૂમમાં ગઈ. તેનાં મમ્મી-પપ્પા કંઈ પણ બોલ્યા વિના એકબીજા સાથે પ્રશ્નાર્થ નજરે એકબીજાની સામે જોઈ રહ્યા છે કે આરાધ્યા શું નિર્ણય કરશે‌ ??

થોડી જ વારમા જ આરાધ્યા એક સરસ લાલ કલરની સાડી પહેરીને બહાર આવી અને બોલી," ચાલો મમ્મીપપ્પા હું તૈયાર છે આજે ઈશ્વરને પણ મારો સાથ આપવો પડશે. રખે ને કંઈ એવું થશે તો તમે લોકો તો મારી સાથે છો ને જીવનભર તમારી સાથે રહીશ."

થોડાં દુઃખી થતાં આરાધ્યાનાં મમ્મી અને પપ્પા પણ એની સાથે ચાલ્યાં. આખરે તાંત્રિકે તેની વિધિ મુજબ એ અપુર્વનાં ફોટા સાથે તેનાં લગ્ન કરાવી દીધાં...ને પછી તેમણે કેટલીક વસ્તુઓ સાથે રાખવાં અને ત્યાં પહોંચવા માટે કઈ રીતે પહોંચવું એ બધું જ સમજાવી દીધું. અને આરાધ્યાને લોકો ઘરે આવી ગયાં.

ઘરે આવતાં જ આરાધ્યા બોલી, "પપ્પા હવે હું એ જગ્યાએ જઈ શકું ને ??"

આરાધ્યાનાં પપ્પા : " હું મતલબ?? લગ્ન કરાવી દીધાં એટલે અમારી ફરજ થોડી પુરી થઈ જાય છે. હજું અમારે તને અપુર્વ સાથે મળાવીને એની અમાનત તેને સોંપવાની છે...આપણે જ જઈશું હમણાં એકાદ કલાકમાં જ નીકળીએ."

થોડીવારમાં બધું જ જરૂરી ચીજવસ્તુઓ લઈને આરાધ્યા અને તેનાં પપ્પા ત્યાં પહોંચવા રવાનાં થયાં.....

***************

સૌમ્યાકુમારી રાણીનાં કક્ષમાં એમનાં મનની વાત કરવા માટે આવ્યાં... મનોમન ખુશ જણાઈ રહ્યાં છે. પણ વાત કરવામાં થોડો અચકાટ પણ થઈ રહ્યો છે...તેમને જોતાં જ રાણી બોલ્યાં, શું થયું રાજકુમારી ?? કંઈ દ્વિધામાં હોય એવું કેમ લાગી રહ્યું છે ??

રાજકુમારી : "મારે તમને એક બહું જરૂરી વાત કરવી છે...અને આ એક પત્ર છે એ આપ પછી વાંચી લેજો‌."

પ્રિયંવદા : " હા બોલોને."

રાજકુમારી આગળ બોલવાં જાય એ પહેલાં જ એક સેવિકા એ અંદર આવવાની પરવાનગી માગી અને તેમને ઝડપથી સભાકક્ષમાં પધારવા કહ્યું.

" રાજકુમારી થોડીવાર પછી આપનાં રૂમમાં આવીને આપની સાથે વાત કરૂં"....કહીને એ ચીઠ્ઠી ત્યાં ટેબલ પાસે મુકીને બહાર નીકળ્યાં.

રાજકુમારી કંઈ નહીં પછી વાત કરીશ એમ વિચારીને ફરી એમનાં કક્ષમાં જતાં રહ્યાં....

***************

રાણી બહાર સભાખંડમાં આવ્યાં તો રાજા વિરાજસિંહ અને રાજા ધન્વંતરી વાતો કરી રહ્યાં છે. રાણીએ એમને આવકાર્યા. પછી એ પણ ત્યાં બેઠાં.

થોડી વાતચીત પછી રાજા વિરાજસિંહ બોલ્યાં," તો પછી આપે શું વિચાર્યું ?? આપે કોઈ નિર્ણય કર્યો ?? "

રાજારાણી બંને સાથે બોલ્યાં, " શેનો વિચાર ?? શેનો નિર્ણય ??"

વિરાજસિંહ : " મેં આપને ખાસ પત્ર મોકલાવ્યો હતો સવારે. કેમ આપને નથી મળ્યો ?? "

રાણી : "અમે બહાર ગયેલાં હતાં હમણાં જ આવ્યાં થોડાં સમય પહેલાં. કદાચ મને રાજકુમારી આપવા આવ્યાં હતાં પણ હું એ વાંચું એ પહેલાં મને અહીં બોલાવી."

વિરાજસિંહ : " કંઈ વાંધો નહીં. હું જ આપને જણાવી દઉં. આપણે હવે એકબીજા સાથે સંબંધો સારાં થઈ ગયાં છે. આપણે હવે આપણાં સંતાનોનાં ભવિષ્ય વિશે આગળ કંઈ વિચારીએ તો ??

ધન્વંતરીરાજા : "શેનું ભવિષ્ય ?? મને કંઈ સમજાયું નહીં."

" આપણાં આ સંબંધોને એક બીજું નામ આપીએ તો ??"

રાજારાણી સમજી ગયાં કે રાજા વિરાજસિંહને એક જ રાજકુમાર છે એટલે એ સૌમ્યાકુમારી માટે જ વાત કરી રહ્યાં છે. એટલે પ્રિયંવદારાણી બોલ્યાં," તમારી વાત બરાબર છે પણ અમારે રાજકુમારી સાથે વાત કરવી પડે પછી જ અમે કંઈ નિર્ણય લઈ શકીએ. "

"પણ શું વાંધો છે ?? બંને રાજપરિવારનાં સંતાનો છે. બંને સુંદર અને સુશીલ છે. એકબીજા સાથે શોભે એવાં છે. તો પછી શું વિચાર કરવાનો ??"

પ્રિયંવદા :" એ બરાબર પણ અમે રાજકુમાર અને રાજકુમારી વચ્ચે ક્યારેય ભેદભાવ રાખ્યો નથી. એમને બંનેને એમની ઈચ્છા મુજબ જીવવાનો હક આપ્યો છે. તેમને આ બાબતે કહેવું એ અમારી ફરજ છે પણ તેમને ગમે એ રીતે જીવનસાથી પસંદ કરવાનો એમનો હક છે. અમે તેમને વાત કરીશું એમની ઈચ્છા હશે તો અમને કંઈ વાંધો નથી."

ધન્વંતરીરાજા : "હા રાણી બરાબર કહે છે. અમે રાજકુમારી સાથે વાત કરીને જવાબ આપને જણાવીશું."

વિરાજસિંહને મનમાં થોડો ગુસ્સો તો આવ્યો પણ કંઈ પણ વધારે બોલીને છેક સુધી આવેલી વાત બગાડવી યોગ્ય ન લાગી એટલે રાજકુમારી માટે લાવેલી કિંમતી વસ્તુઓ લઈને પાછો તેનાં નગરમાં ફર્યો........


**************

રાજારાણી બંને રાજકુમારીનાં કક્ષમાં આવ્યાં. રાજકુમારી ત્યાં કક્ષમાં ઝરૂખા પાસે ઊભા રહીને બહાર લહેરાતી ઠંડી પવનની મોજ માણી રહ્યાં છે....તેઓ સુંદર વસ્ત્રો, લાંબા છુટ્ટા રાખેલાં વાળ, અને શણગાર સાજે સુંદર લાગી રહ્યાં છે.

ધન્વંતરીરાજા બોલ્યાં, "આ કાળજાના ટુકડાને હવે પારકાં ઘરે કેમ મોકલાશે ?? એક દીકરીનો પિતા આવું કેવી રીતે સહી શકશે ??"

પ્રિયંવદા : " સ્વામી અઘરું તો છે પણ આ દુનિયાનો નિયમ છે. તે ચાહે રાજાની દીકરી હોય કે રંકની પણ દીકરી તો સાસરિયે જ શોભે."

પછી બંને અંદર પહોંચ્યાં. 'રાજકુમારી' એવી બે વાર બુમ પાડતાં પણ રાજકુમારી એ કંઈ પ્રત્યુતર ન આપ્યો એટલે રાણીએ તેમની સમીપ જઈને તેમની પીઠ પર હાથ મુકતાં તેઓ એકદમ વર્તમાનમાં આવ્યાં...એ જોઈને રાણી બોલ્યાં, " ક્યાં ખોવાઈ ગયાં રાજકુમારી ?? "

રાજકુમારી પોતાનાં ચહેરાનાં ખુશીનાં ભાવો છુપાવવાનો પ્રયાસ કરતાં બોલ્યાં, "કંઈ નહીં બસ એમ જ"

પ્રિયંવદા : " તમે મને કંઈ મહત્વની વાત કરવાનાં હતાં એ બોલો"

રાજા : " પછી અમારે પણ તમારી સાથે એક મહત્વની વાત કરવાની છે."

રાજકુમારી : ના પિતાજી પહેલાં તમે બોલો પછી હું વાત કરૂં"

રાજકુમારીને થોડું પિતાની હાજરીમાં આવી વાત કરતાં અચકાટ થાય છે વળી એમને એમ છે કે હજું તો રાણીએ ચીઠ્ઠી જોઈ નહોતી એટલે એ આવી વાત કરશે એનો તો અંદાજ જ નથી...એટલે રાણીને કહેવા કહ્યું પહેલાં એમની વાત.

રાણી તેમને રાજકુમાર કૌશલની બધી વાત કરે છે. આ વાત કરતાંની સાથે જ સૌમ્યાકુમારીનુ મોઢું ઉતરી ગયું....તે કંઈ બોલ્યાં નહીં.

પ્રિયંવદા રાજકુમારીનો ચહેરો જોઈ બોલ્યાં, "તમને નાં ગમતું હોય તો પણ બેજીજક કહેજો."

રાજકુમારીને થયું એકવાર મારાં મનની વાત કહેવામાં શું વાંધો છે. પછી તો મારાં નસીબમાં હશે તે થશે.

" જો આ સંબંધનો અસ્વીકાર કરવામાં આપને વાંધો ન હોય તો હું આપને મારાં મનની વાત જણાવું. બાકી મારી ઈચ્છા નાઈચ્છાનો કોઈ મતલબ જ નથી રહેતો. "

રાજા: " હા બોલો. ભલે મારાં માટે રાજ્ય અને પ્રજા મારાં માટે ભગવાન સમાન છે પરંતુ પરિવારની ખુશી એ પણ એક પતિ અને પિતા તરીકે મારી ફરજ છે. "

રાજકુમારી કોઈ પણ પ્રકારનો વિલંબ વિના બોલ્યાં, " મારી રાજકુમાર સિંચન સાથે વિવાહ કરવાની ઈચ્છા છે. પરંતુ મને એમનાં વિશે બાકી કંઈ વધારે ખબર નથી. હું એવું ઈચ્છું કે તમે લોકો બધી તપાસ કરાવીને તમને યોગ્ય લાગે તો જ હું જ હા પાડીશ. બાકી તમારો જે નિર્ણય હશે એ મને મંજૂર હશે."

રાજા હસીને બોલ્યાં, " હમમમ... રાજકુમાર તો સરસ છે અમને પણ ગમી ગયો છે."

રાજકુમારી : "તમે ઓળખો છો ??"

પ્રિયંવદા : " અમે તમારાં માતાપિતા છીએ. સ્પર્ધા વખતે તમે મળ્યાં હતાં અને તમને બંનેને એકબીજા સાથે વાતો કરતાં પણ અમને આપને નીહાળ્યા હતાં. એટલાં માટે જ અમે રાજા વિરાજસિંહને કોઈ પણ પ્રકારે આ સંબંધ માટે હા પાડશુ એવી વાત કરશું એવું કહ્યું નથી."

રાજકુમારી થોડાં શરમાઈ ગયાં. ને પછી ખુશીથી તેમનાં માતાપિતાને ભેટી ગયાં. ત્યાં જ પાછળથી સૌમ્યકુમાર આવીને હસતાં હસતાં બોલ્યાં, "વાહ આ આ મારી બહેના આટલી મોટી થઈ ગઈ મને તો ખબર જ ના પડી. મને તો બધી જ વાત કરનારી હવે બેન હવે છુપારૂસ્તમ બની ગઈ... કંઈ વાંધો નહીં હવે તો કેટલાં દિવસ...."

રાજા બોલ્યાં, "અહીં આવો તો પહેલાં તમે."

" રાણી આમ કેમ છુપાઈને સાંભળતા હતાં. અંદર આવીને નાં સંભળાય??" કહીને એમણે સૌમ્યકુમારનો કાન ખેંચ્યો.

રાજા : " કુમાર અમે તમને આ બધી તપાસ કરવાની જવાબદારી તમને જ સોંપવાના હતાં. હવે તમે આવી જ ગયાં છો તો સ્વીકારી જ લો. અને તમારી બહેનાને મનગમતાં રાજકુમાર સાથે મળાવી દો. પણ આપણે અત્યારે આપણાં સિવાય કોઈને પણ જ્યાં સુધી બધી તપાસ ન થાય કોઈને વાત કરવાની નથી. બધું જ બરાબર હોય એ જાણ્યાં પછી જ કંઈ વાત કરવાની છે. અને કાલે જ તપાસ માટેની શરૂઆત કરી દેવડાવો."

પ્રિયંવદા : " રાજા વિરાજસિંહને શું જવાબ આપીશું ?? કંઈક તો કહેવું પડશે ને?? એમને તો ભારે ઉતાવળ છે. "

થોડીવાર બધાં ચુપ રહ્યાં બાદ રાજકુમારી બોલ્યાં," મને એક વિચાર આવ્યો છે. જો આપની સંમતિ હોય તો એવું કહી શકાય.....

શું હશે રાજકુમારીનો વિચાર ?? રાજકુમાર સિંચન શું રાજકુમારીને યોગ્ય હશે ખરાં ?? વિરાજસિંહ જો આ સંબંધ માટે ના થશે તો ચુપ રહેશે ખરાં ?? કે કોઈ નવો પેંતરો અજમાવશે ?? આરાધ્યાને તેનાં પપ્પા 'દીદાર હવેલી' પહોંચી શકશે ખરાં ??

શું થશે આગળ ?? જાણવાં માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૩૧

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....