Kitlithi cafe sudhi - 20 books and stories free download online pdf in Gujarati

કીટલીથી કેફે સુધી... - 20

કીટલીથી કેફે સુધી
આનંદ
(20)

હીમાંશુ સાથે આપણી ભાઇબંધી જામી ગઇ છે. આગલા દીવસે મે સાંજે મજાક મા એ છોકરી વીશે વાત કરી. એ તો એટલો ઉત્સાહમા છે કે એને કીડનેપ કરીને લઇ આવવાની વાત કરે છે. પછી રાતે અમે મળ્યા નહોતા.

મે હીમાંશુને ફોન કર્યો.

“બોલ મેરે ગુજરાતી શેર. નામ-ઠામ મીલા યા નહી મેડમ કા...” મારી પહેલા જ એને કહી દીધુ.

“ભાઇ ઉસ લડકી કા નામ મીલ ગયા યાર...” હુ માંડ આટલુ બોલી શક્યો.

“કયા બાત કર રહા હે યાર...કેસે મીલા વો તો બતાદે અબ...” એણ તરત જ કહ્યુ.

“વો સામ કો બતાતા હુ અભી મે ને વોટસઅપ પે સ્ક્રીનસોટ ભેજા હે વો દેખો.” ઓફીસમા બેસીને વાત કરવામા હુ અચકાતો હતો.

“ચલ દેખ કે બતાતા હુ...ઓર હા સુન નામ તો બતા દે મેડમ કા...” હીમાંશુ બોલ્યો.

હુ અટકી ગયો. હુ કાઇ ન બોલી શક્યો. અચાનક જ કોઇ એ ભરતીના મોજા મા ધકેલી દીધો. હુ એનુ નામ ન બોલી શક્યો. મારી જાત પર મને ગુસ્સો આવે છે કે પછી હુ સપનાની દુનીયામા જીવતો થઇ ગયો છુ.

“વો મેસેજ મે હી હે વો દેખ લો ના યાર...” મારાથી બોલાઇ ગયુ.

“લડકી ભી ઇતના નહી શરમાતી હોગી યાર...કોઇ નહી ચલ સામ કો કરતે હે ચાય પે ચર્ચા...” એક જ ઝપાટે એણે જાણે મારા મનના ભાવ જાણી લીધા એવુ મને લાગ્યુ. આજા સામ કો...કરતે હે કુછ...”

મે ફોન રાખ્યો. મારા મનના ભાવ ધોવાઇ ગયા. હુ કેટલો અભીમાની માણસ છુ. આખી દુનીયાને મે કાયમ એક જ નજર થી જોઇ છે. કોઇ માણસ મારુ સારુ થતુ જોઇને આટલો ખુશ થઇ શકે એ મે આજે જાણ્યુ. દુનીયામા સારા માણસો પણ જીવે છે એનો પુરાવો મને મળી ગયો. હવે તો મને મારી જાત પર ખોટુ કર્યાની લાગણી આવે છે.

એને પણ મારી જેમ ચા પીવાનો શોખ છે. છેલ્લા બે દીવસથી અમે રોજ ચા પીવા જઇએ છીએ. એ મને રોજ પાઉડર વાળી ચા પીવડાવે છે. ચા ના પૈસા આપવાના થાય ત્યારે “ભાઇ બડાભાઇ જબ તક ખડા હો છોટે સે પેસા નહી લેતે યાર...”. કહીને મને અટકાવે છે.

આ માણસને વાત કરીને મને ખોટુ કર્યાની લાગણી નથી થઇ. હુ જ્યારથી અમદાવાદ આવ્યો ત્યારથી એક નકામી જીદ પકડીને બેઠો છુ.

“હુ ઇન્ટર્નશીપ માથી પાછો આવીશ ત્યારે “ઇપ્સા” અને “વી.વી.પી. કોલેજ” ના સર્વર અને સી.સી.ટી.વી. કેમેરા હેક કરીને બતાવીશ.” મને યાદ છે સેમેસ્ટરના છેલ્લા દીવસે હુ જ બોલ્યો હતો.

મને પહેલી વાર મારી વાત ખોટી લાગી. મારી વાત નો મને પડઘો પડયો. આ જે થઇ રહ્યુ છે એ ખોટુ છે. મારે લેપટોપની દુનીયામાથી ખરેખર બહાર આવવાની જરુર છે.

ઓફીસથી આવ્યો ત્યા સાડા સાત થઇ ગયા. આજે દેવલો મારા કરતા વહેલો આવી ગયો.

“શુ ક્યે તારી પ્રીન્સેસ...” મને જોતા જ બોલ્યો.

“શાંતી રાખ જે હો એવુ કાંઇ જ નથી...” મને ગુસ્સો આવ્યો એટલે મે સીધો એનો કાંઠલો પકડયો.

“બસ પણ હવે મસ્તી કરુ છુ...” થોડો દુર જઇને બોલ્યો. “તો ખારો કેમ થયો હે ઇ તો કે...”

“તારે શુ લેવા દેવા...” મે નાની આંખ કરીને બુમ પાડી.

“હાલ ચા પી આવી. શાંતી થાય તને.”

“નથી પીવી જા ને ચા...” મે ફરી બુમ પાડી.

“ઓલી...કયે તો પી લે ને...” મારાથી દુર જતા બોલ્યો. “જો આવુ જ થાય છોકરીમા પડો ને એટલે...”

“તુ જા તારી ઘરવાળી હારે વાત કરી આવ...” મે એને બહાર મોકલી દીધો.

“એ હા તુ કે એમ બસ...” દરવાજો ખોલવા ગયો. “આજે જાવાનુ હો કબીર સીંઘ જોવા કાઇ પ્લાન નો કરતો બીજુ...”

એ બહાર નીકળ્યો. હુ મનમા ખુશ થાઉ છુ અને બધાને ગુસ્સે છુ એવુ દેખાડુ છુ. મને હવે મારા મનના ભાવ દેખાત થઇ ગયા છે.

બધુ કામ સાઇડમા કરીને હીમાંશુના રુમમા ગયો. દરવાજો અડધો ખુલ્લો છે. એ.સી. નો પવન મારા રુમ સુધી આવે છે. ટીવી ચાલુ પડયુ છે. પલંગ પર સુઇને એ પેન થી કાઇ લખી રહ્યો છે.

“અરે મેરે ગુજરાત કે સેર.” બેઠો થઇને ફોન હાથમા લીધો. “કયા હાલ મેડમ કા યાર...”

“કુછ સમજ નહી આ રહા યાર...” મારાથી કહેવાઇ ગયુ.

“Ms. Nirvani Gadhi…” પાણીની બોટલ મારી તરફ ફેકી. “કયા ચંગા નામ હે યારા...ફોટો ભી ચંગી દીખ રહી હે બસ થોડી બડી હો તો મજા આયે દેખને મે...”

“અબ દેખો...” મારા ફોનમા સેવ કરેલો ફોટો મે બતાવ્યો.

“કયા કમાલ કા આદમી હે રે તુ.” મારી સામે વીચીત્ર રીતે જોયુ. “યાર તુ હેકીંગ ભી કર લેતા હે. તુજસે સંભાલ કે રહેના પડેગા યાર. મેરા ફોન હેક મત કર લેના.”

“પુરી કોલેજ કી વાટ લગા શકતા હુ. તો ક્યા મે અપને લીયે તો ઇતના કર હી શકતા હુ ના.” હુ તળીયા વગરની મારી વાતોનુ ગર્વ લેવા મંડયો.

“યાર કીતની સહી દીખતી હે યાર...વાહ મેરે ગુજરાત કે શેર કયા પસંદ હે...” મારાથી વધારે હરખ એને હતો.

“મેસેજ-વેસેજ કીયા યા નહી.”

“નહી યાર...” હુ બોલવામા અચકાતો હતો. અજાણ્યા માણસને મેસેજ કરવો એ વાત મારા ગળે ઉતરે એમ નથી.

“કુછ ગલત હો ગયા તો...” આ બધી વાત મને મારા પાયા વગરના સીધ્ધાંતોથી વીરુધ્ધ લઇ જઇ રહી છે.

“અબે કયા લડકીઓ કી તરહ સરમા રહા હે.” મારા હાથમાથી એને ફોન ખેંચી લીધો. “અબ શાંતી સે ખડા રહીયો.”

“અબે લેને કે દેને ન પડ જાયે.” મને હવે ખરેખર બીક લાગવા માંડી છે. મે એની પાસેથી ફોન પાછો લેવા પ્રયત્ન કર્યો. એને મને રોકી દીધો. આટલા દીવસમા એ માણસને એટલો તો જાણી ગયો કે કઇ ખોટુ નહી કરે.

“અભી એક મેસેજ ટાઇપ કરતે હે.” મારા ફોનમા એનુ પેઇજ ઓપન કર્યુ. “કહા મીલા થા તુ ઉસસે.”

મે આખી સ્ટોરી એને સંભળાવી. હુ એને મેસેજ મોકલવાની ના પાડતો હતો.

એણે મને જ ફોન આપ્યો “ચલ તુ હી સેન્ડ કર અબ.”

મારા હાથ ધ્રુજવા લાગ્યા. આટલા ઠંડા રુમમા પણ મને ગરમી થવા લાગી. હુ મારા સીધ્ધાંતને તોડવાથી એક જ ડગલુ દુર હતો.

“એસે તો ઉસકો હજારો લડકો કે મેસેજ આતે હોંગે. ઇસકી કયા ગેરેંટી હે યે વાલા વો દેખેગી ભી...” હુ ભાન ભુલી ગયો છુ. હવે જે વાત કરુ છુ એ સીધી હદયમાથી આવે છે. એની વચ્ચેથી મગજ નામનો પડદો કોઇએ દુર કરી દીધો છે. હુ મન અને હદયથી પારદર્શક થઇ ગયો એવુ મને લાગે છે.

“અબે સાલે અભી નહી ભેજા તો જીંદગી ભર કે લીયે અફસોસ કરતા ફીરેગા. રોયેગા વો અલગ સે. કયા પતા હજારો મે સે તેરા મેસેજ દેખ લે. વેસે ભી તેરે પાસ કોઇ ગેરેંટી નહી કી તુ ઉસસે ફીર મીલેગા.”ખરેખર મોટા ભાઇની જેમ એ મને સલાહ આપી રહ્યો હતો. ખબર નહી કેમ હુ શાંતીથી સાંભળતો રહ્યો. બીજો કોઇ મને આવી રીતે સલાહ આપે તો મને એનાથી ઉપરવટ થતા એક જ સેકન્ડ લાગે.

“પર યાર વો લડકી હે. મેને તો આજ તક કભી કીસી લડકી સે બાત નહી કી હે. દેખો ઉસકી સકલ ઓર મેરી સકલ. તુમ્હે લગતા હે વો દેખેગી ભી.” મારા મનની બધી વ્યથા હુ ઠાલવી બેઠો.

“અગર સકલ દેખ કે લડકીયા ઇમ્પ્રેશ હોતી ના તો અભય જેસો કી શાદી કેસે હોતી. સોચ એક બાર.” એ ઉભો થઇને મારી પાસે આવ્યો. “એક કામ કરતે હે ચલ ચાય પીને ચલતે હે.”

મારા ના પાડવા છતા મને પરાણે ચા પીવા લઇ ગયો. મારો ફોન એને ફરીથી મારી પાસેથી લઇ લીધો. હુ એક્ટીવા હલાવુ છુ. થલતેજ પહોચ્યા ત્યા એને મેસેજ ટાઇપ કરી નાખ્યો.

“અભી બોલતા હુ રહેને દો મુજસે નહી હોગા.” હુ ઉદાસ મન સાથે બોલ્યો.

“તુજે સુનના હે તો સુન. અભી નહી કીયા તો કભી નહી કર પાયેગા. યહી મોકા હે હાથ સે મત જાને દે...” થોડીવાર માટે તો મારામા નવી જાન આવી ગઇ.

“પર વો લડકી હે. ઓર મુજે પહેચાનતી ભી નહી હોગી.” મે ફરી એજ વાત ચાલુ કરી.

“અબે ઝ્યાદા સે ઝ્યાદા ક્યા કરેગી બ્લોકના...યા ફીર ગાલી દેગી...તુ લકી હે તેરે પાસ મૌકા તો હે...” મને ચા નો કપ આપતા કહ્યુ.

“એક કામ કર ડર લગ રહા હે તો દુસરે આઇડી સે મેસેજ કર...”

“હા વો સહી રહેગા...” મે બીજુ આઇડી ખોલી આપ્યુ.

મને પુછયા વગર એને મેસેજ મોકલી દીધો. પછી મને ફોન પાછો આપ્યો.

“ભેજ દીયા હે રીપ્લાય આયે તો બતાના...” મારી ખભે હાથ રાખીને બોલ્યો.

મારાથી વધારે એ મારા માટે ખુશ હતો. ગુજરાતની બહાર પણ આટલા ભરોસાપાત્ર માણસો હોય છે. આજે મારી આંખે મે જોયુ.

ચા પુરી કરીને પાછા રુમે ગયા. મે હીમાંશુને ઇંગ્લીસ ગુજરાતી ટ્રાન્સલેસન મા મદદ કરી. નવ વાગ્યા એટલે અમે “કબીરસીંઘ” જોવા ગયા.

મુવી પત્યુ ત્યા સુધીમે રીપ્લાયની રાહ જોયા કરી. દર દસથી પંદર મીનીટે મેસેજ બોક્સ ફરી-ફરીને જોયા રાખુ છુ. આખુ મુવી પત્યુ તોય કાઇ રીપ્લાય ન આવ્યો.

રાહ જોવા શીવાય મારી પાસે કોઇ રસ્તો નથી.

ઘરે આવતી વખતે અમે પાછા ચા પીવા રોકાયા.

મે ફરી એક વાર મેસેજબોક્સ ચેક કર્યુ.

(ક્રમશ:)