Karuna books and stories free download online pdf in Gujarati

કરુણા


પાંચેક વર્ષના એક બાળકને વિદેશની એક મોટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો . બાળકને પેટનો દુઃખાવો ઊપડ્યો હતો . શરૂઆતમાં ઘરનાં બધાંએ એ દુઃખાવાનેસામાન્ય ગણીને ફેમિલી ડૉક્ટરની દવા લઈ જોઈ , પરંતુ દુઃખાવો વધતો જ ગયો એટલે બધાની ધીરજ ખૂટી . છેલ્લે જ્યારે દુઃખાવો અસહ્ય બની ગયો ત્યારે એ લોકો બાળકને હોસ્પિટલમાં લઈ આવ્યા હતા . વિદેશમાં એવો નિયમ છે કે જ્યારે નવો દર્દી દાખલ થાય ત્યારે સૌથી પેહલાં મુખ્યનર્સ તપાસ કરે , એની વિગત નોંધ તેમજ એની . પરિસ્થિતિનો અંદાજ લગાડે અને એ પછી જ ઇમરજન્સી ડૉક્ટરને બોલાવંવામાં આવે . આ બાળકને તપાસ્યા પછી નર્સને લાગ્યું કે એનું એપેન્ડિક્ષ પાકી ગયું છે અને હવે કોઈ પણ ક્ષણે એ ફૂટી શકે છે . જો એવું બને તો બાળકની જિંદગી માટે મોટું જોખમ ઊભું થઈ જાય . આવું બનતું જ અટકાવવા માટે એનું ઑપરેશન જેમ બને તેમ જલદી કરી નાખવું પડે . નર્સે બને તેટલી ઝડપથી ઇમરજન્સી ડૉક્ટરને બોલાવ્યા . બાળકને તપાસ્યા પછી એમને પણ નર્સે કરેલું નિદાન બરાબર લાગ્યું . બાળકના પિતા તેમજ સગાં-વહાલાંને બોલાવીને ઇમરજન્સી ડૉક્ટરે એની તબિયત અંગે ચર્ચા કરીને ઑપરેશનની જરૂરિયાત અંગે જણાવ્યું . એ ઑપરેશન માટે મુખ્ય સર્જનને બોલાવવા પડશે . એ પણ કહ્યું .

બાળકના પિતાએ પરિસ્થિતિની ગંભીરતા પારખીને ઑપરેશન માટે સંમતિ આપી . નર્સે પણ એના હાથ નીચે કામ કરતા સ્ટાફને ઑપરેશન અગાઉની તૈયારીઓ કરવાનું કહી દીધું . બધા ઝડપથી કામે લાગી ગયા . એ પછી મુખ્ય સર્જનનો સંપર્ક કરો કરવાનો પ્રયાસ કર્યો . પરંતુ એમનો સંપર્ક ન થઈ શક્યો . થોડીવાર પછી નર્સે ફરી વખકે જ પ્રયત્ન કર્યો , પરંતુ એક નિષ્ફળ રહ્યો . એ પછી નર્સે વારંવાર મુખ્ય સર્જનનો સંપર્ક કરવા માટે એનાથી બને તેટલી મહેનત કરી જોઈ . પરંતુ ગમે તે કારણ હોય , એમનો સંપર્ક કેમેય કરીને થતો જ નહોતો . સર્જન વગર ઑપરેશન કરવું શક્ય નહોતું . આ બાજ બાળકને દુ : ખાવો વધતો હતો . મુખ્યનર્સના મોં પર ચિતાની રેખાઓ હવે સ્પષ્ટ દેખાતી હતી . એણે ફોનને બદલે પેજર પર મૅસેજ મોકલી જોયો .

આ બધી ગતિવિધિ જોઈ રહેલ બાળકના પિતાની ધીરજ હવે ખૂટતી જતી હતી . એને હવે ગુસ્સો પણ આવવા લાગ્યો હતો , એને થતું હતું કે એક બાળક આટલું બધું સિરિયસ હોય અને જવાબદાર સર્જનનો સંપર્ક પણ ન થાય એ તો વળી કેવું ? લૉબીમાંઆમથી તેમ ખાંટા મારી રહેલ એ માણસનો ગુસ્સો ધીરે ધીરે વધતો જતો હતો . સર્જન આવે તો આમ કહી દઈશ અને તેમ કહી દઈશ એવા વિચારો હવે એના મગજમાં સ્થાન લેવા લાગ્યા હતા . બરાબર એ જ સમયે મુખ્ય સર્જન દોડતા દોડતા આવી પહોંચ્યા . એકદમ ઝડપથી એમણે પોતાનો ડ્રેસ બદલ્યો અને નર્સ પાસે જઈને બધી વિગત જાણી . એ પછી બાળકને તપાસવા ઉતાવળે એના રૂમ તરફ ગયા . રૂમની બહાર જ એ બાળકનો પિતા , ધૂંઆપૂંઆ થતો ઊભો હતો . ડૉક્ટર હજુ રૂમમાં પ્રવેશે એ પહેલા જ એ બોલ્યો , “ ડૉક્ટર ! તમે આવવામાં આટલી બધી વાર લગાડી પરંતુ તમને ખ્યાલ પણ છે કે મારો દીકરો . ખૂબ જ સિરિયસ છે ? આટલો બધો સમય લેવાતો હરી એક ઇમરજન્સી કેસને , તપાસવામાં ? તમને તમારી જવાબદારીનું પૂરું ભાન હોય એવું મને તો લાગતું નથી . હૉસ્પિટલ તમારા જેવા બેજવાબદાર માણસોને કામે જ શું કામ રાખે છે એ જ મને તો સમજાતું નથી ! ” અને આવા તો કેટલાય મેણાં - ટોણાં ભરેલાં વાક્યો એ માણસ બોલી . ગયો . મુખ્ય સર્જન કાંઈ જ ન બોલ્યા . એના એક પણ મેણા કે વ્યંગનો એમણે જવાબ જ ન આપ્યો . બસ ! એ ફક્ત એની સામે જોઈને હસ્યા . પછી એમણે કહ્યું કે , ‘ Misra ! I am very sorry ! હું ખરેખર ખૂબ જ દિલગીર છું ! હું મારા ઘરે હાજર નહોતો . પેજરમાં સંદેશો જોતા વેંત મારાથી જેટલું જલદી બની શકે એટલું જલદી આવવા મેં પ્રયત્ન કર્યો છે . છતાં તમને પડેલ માનસિક તકલીફ બદલ ફરી વખત તમારી માફી માંગું છે . તમને વિનંતી કરું છું કે તમે હવે જો શાંત થયા હો તો મને રૂમમાં દાખલ થવા દો જેથી હું મારું કામ શરૂ કર્યું . " ‘ શાંત થઈ જાઉં ? ' બાળકના પિતાએ રીતસરનો ઘાંટો પાડ્યો , મારો દીકરો મરણપાથરી પડ્યો છે અને તમે મને શાંતિ રાખવાનું કહો છો ? જો અત્યારે મારા દીકરાની જગ્યાએ તમારો પોતાનો દીકરો મરવા પડ્યો હોત તો તમે શાંતિ રાખી શકત ખરા ? મારી જગ્યા એ તમારી જાતને જરાક મૂકી તો જુઓ , પછી કહો કે મોતના ઉંબરે . ઊભેલા સંતાનને દરદથી કણસતો અને તડપતો જોઈને કઈ રીતે શાંતિ રાખી શકાય છે ! " એ માણસ હવે ગુસ્સાથી ધ્રુજવા માંડ્યો હતો . પરંતુ એણે બાજુમાં હટીને ડૉક્ટરને રૂમમાં જવાનો માર્ગ કરી આપ્યો . પરંતુ મુખ્ય સર્જનના ચહેરાના ભાવો પરથી એવું જરાય લાગતું નહોતું કે આ માણસના ગુસ્સાની એમને કોઈ અસર થઈ હોય . એ ફક્ત એ માણસ સામે જોઈને ફરીથી હસ્યા , પછી રૂમમાં દાખલ થઈને એમણે બાળકને તપાસ્યો . પરિસ્થિતિની ગંભીરતા જોઈને એમણે નર્સને જેમ બને તેમ જલદી એ બાળકને ઑપરેશન થિયેટરમાં લઈ જવાની સૂચના આપી . પછી એ પેલા માણસ તરફ વળે અને સહેજ પણ વિચલિત થયા વિના બોલ્યા , ભાઈ ! હું બધું જ જાણે છે . દીકરા પ્રત્યેની તમારી લાગણી , એની પીડા , એના રોગની ગંભીરતા બધાની મને બરાબર ખબર છે , પરંતુ ઘણી બધી બાબતો આપણા હાથમાં નથી હોતી . એટલું યાદ રાખો કે ડૉક્ટર પણ એક માણસ જ છે . એ જીવન નથી આપી શકતા , ફક્ત જીવન બચાવવાનો પ્રયત્ન કરી શકે છે . હું પણ તમારા દીકરાને સાજો કરવા મારાથી બનતા બધા પ્રયત્નો કરી છૂટીશ . એટલે હવે ગુસ્સો ભૂલીને તમારો દીકરો જલદીથી સારો થઈ જાય એવી પ્રાર્થના કરવા માંડે એટલું કહીને ડૉક્ટર ઑપરેશન થિયેટર તરફ વળ્યા . હા ! પોતાને જ્યારે કાંઈ લાગતું - વળગતું ન હોય ત્યારે આવું બધું બોલવું ખૂબ જ સહેલું હોય છે , એ તો પોતાનો દીકરો પીડાતો હોય તો જ માણસને ખબર પડે કે પેલો માણસ જોરથી બોલ્યો . એના અવાજમાં હજુ ગુસ્સો તેમજ નારાજગી એમ ને એમ જ ભરેલાં હતાં . ડૉક્ટર ઊભા રહી ગયા . પાછળ જોયું . ઘડીક કાંઈક બોલવાનો વિચાર કર્યો . પછી કોઈ પણ પ્રતિભાવ આપ્યા વિના એ માણસ સામે ફરી એકવાર હસીને ઑપરેશન માટે જતા રહ્યા . ઑપરેશન પૂરા બે કલાક ચાલ્યું . મુખ્ય સર્જન બહાર આવ્યા . ઑપરેશન થિયેટરનો ડ્રસ કાઢીને ઝડપથી એમણે પોતાનો ઘરનો ડ્રેસ પહેર્યો . પછી બહાર જવાની ઉતાવળમાં ઝડપથી પગલાં ઉપાડ્યાં વેઈટિંગ લોંજમાં બેઠેલા પેલા છોકરાના બાપને લગભગ દોડતા જ કહેતા ગયા કે , ‘ તમારા દીકરાનું ઑપરેશન સુખરૂપ પતી ગયું છે . એ જોખમની બહાર છે . હવે કોઈપણ પૂછવું હોય તો મુખ્ય - નર્સને પૂછી લેજો ! મારે જવું પડે તેમ છે ! ” આટલું કહીને ધડામ દઈને બારણું ખોલીને એ બહાર દોડી ગયા . | " ખરી બેદરકાર છે આ ડૉક્ટર પણ ! " પેલા છોકરાના પિતાએ કહ્યું .
“ આવો . બેજવાબદાર ડૉક્ટર મેં આજ સુધી નથી જોયો . મારી સાથે મારા દીકરાની તબિયત અંગે બે મિનિટ વાત કરવામાં એનો કેટલોક સમય બગડી જાત ? અમારા મનની પરિસ્થિતિનો એને અંદાજ પણ હશે ખરો ? આને તો સાવ જડ અને અભિમાની ડૉક્ટર જ કહેવો પડે પછી નર્સની સામે ફરીને એણે કહ્યું , ‘ નર્સ ! તમે આવા જડ સાથે કામ કઈ રીતે કરી શકો છો ? અરે ! તમે કોઈ એને સમજાવતા કેમ નથી ? મને લાર્ગે છે કે મારે જ મેનેજમેન્ટને ફરિયાદ કરવી પડશે " " ભાઈ ! " નર્સ બોલી . એની બંને આંખમાંથી શ્રાવણ - ભાદરવો વહેતા હતા , ‘આ ડોકટર જેને તમે અભિમાની અને જડ કહો છે એમને તમે બરાબર જાણો પણ છે ખરા ? ગઈકાલે એમનો દીકરો એક રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે એ વાતની તમને ખબર છે ? એમનો દીકરો બરાબર તમારા દીકરા જેવળો જ હતો . આજે એની અંતિમક્રિયા હતી એટલે ડોકટર સાહેબ ઘરે નહોતા . એટલા માટે એમના ઘર પર એમનો સંપર્ક નહોતો થઈ શકતો .આપણે પેજર પર સંદેશો ત્યારે દફનવિધિ માટે એ લોકો હજુ કબ્રસ્તાનસુધી પહોચ્યા જ હતા .તમે જાણતા જ હસો કે આપણા શહેરનું મુખ્ય કબ્રસ્તાન બીજા છેડે છે . એટલે ત્યાંથી એમને અહીં પહોચતા ટ્રાફિકના કારણને ખાસ્સી વાર થઈ ગઈ .અત્યારે પણ તમારા દીકરાની જિંદગી બચાવીને એ ઝડપથી કબ્રસ્તાન જવા માટે નીકળ્યા છે . છેલ્લા ત્રણ કલાકથી ત્યાં બધા ડોકટર સાહેબના દીકરાની દફનવિધિ માટે રાહ જોઇને બેઠા છે .અહિયાં થી ત્યાં પહોચી ને સર પોતાના વહલા દીકરાને વિદાય આપશે ! એ કેવી અદભૂત વ્યક્તિ છે કે તમને એમણે આ અંગે કઈ વાત પણ કરી નહિ ! હું એમને સલામ કરું છું ! એ આગળ ન બોલી શકી . ધ્રુસકે ધ્રુસકે રડી પડી .
પેલો માણસ હતપ્રભ બની ગયો . નીચું જોઈ ગયો . હવે એની પાસે બોલવા માટે કોઈ શબ્દો ન હતા . એવું લાગતું કે બે પળ પહેલા જોરજોરથી તાડુકતા એ માણસની જાણે કોઈએ વાચા જ હરી લીધી હતી !
આજુબાજુ ઊભેલા બધા ની આંખોમાં પણ આંસુ હતા. !