Karuna - 4 books and stories free download online pdf in Gujarati

કરુણા - 4

અગાઉ આપણે જોયું કે પૂરના સંકટના કારણે આખું ગામ પૂરના પાણીમાં ગરકાવ થઈ જાય છે. ઉચી ટેકરીઉપર આવેલા આશ્રમના સ્વયંસેવકોની મદદથી અમુક થોડાં લોકોને બચાવી લેવામાં આવે છે. તેમાંથી જે શેઠાણી હતા તે હવે એક શેઠાણી ના રહેતા સામાન્ય ગરીબ બની જાય છે.

એ જ વાતને આગળ વધારતા...........

સંકટમાંથી બહાર આવેલા એ નાનકડા ગામમાં ફરી લોકજીવન પુનઃજીવંત બની ગયું છે.એવામાં ઉનાળાની શરૂવાત થઈ ગઈ છે.ઉનાળાના ઘમ્ઘગતા તડકાઓ પડવા લાગ્યા છે. સાથે – સાથે હવે ગામમાં પાણીની પણ સમસ્યા અછતને દુર કરવા માટે પાણીના ટેન્કર બહારથી માગવામાં આવે છે.રોજ બધાની ત્યાં લાઈન લાગે.બધા બહેનો બેડાં લઈ લઈને ગોઠવાઈ જાય.જેમ રોજ બનતું આવે છે તેમ લાઈનમાં આગળ ગોઠવાવા માટે ઝઘડા થાય છે. વચ્ચે કોઈ ઘુસી જાય એટલે બોલાચાલી પણ થાય.આ રોજ નો નિત્ય ક્રમ બની જાય છે.

એવા માં શેઠાણી(જે હવે એક સામાન્ય ગરીબ છે) કયારથી પાણીનું બેડું લઈ પોતાની લાઈનમાં ઉભા હતા.આગળની બહેનોને પાણી ભરતા ભરતા ઘણી ખરી વાર થઈ ચુકી હતી .માટે એ શેઠાણી થોડાં અકળાયા. પાછો ઉનાળાનો તાપ ઘરે નાનકડા દીકરાને મુકીને આવ્યા હતા. એટલે સહેજે મગજનો પારો થોડો વધુ ઉપર હતો.ત્યાં એક બહેન કે જેની સાથે શેઠાણી ને સખત અણબનાવ હતો તે અચાનક વચ્ચે આવી ગયા.પેલા શેઠાણી બરોબર આગળ આવી પોતાનું બેડું પાણી ભરવા મૂકી દીધું. શેઠાણીનું મગજ ફાટ્યું.ગીચ જંગલમાં જાણે આગ લાગી હોય તેમ તે ભડભડ ભડભડ સળગી ઉઠ્યા.

શેઠાણી ખુબ જ ગુસ્સામાં આવી ગયા.ખુદ પોતાની જાત ઉપરનો કાબૂ ગુમાવી બેઠા અને ભયંકર ઝઘડો માંડી દીધો બોલાચાલી માંથી બેફામ ગાળાગાળી

ઉપર તે બંન્ને પહોંચી ગયા. વાત છેલ્લે મારામારી સુધી પહોંચી.અંતે બીજા અન્ય બહેનોએ વચ્ચે પડી માંડ માંડ ઝઘડો શાંત પડ્યો.

બન્ને બહેનોનો ગુસ્સો ઓછો થતો નથી.ને પેલા શેઠાણી ગુસ્સામાં જ ઘરે પાછા આવ્યા મગજ હજુ એટલું જ ગુસ્સામાં હતું. સામેવાળા બહેને કહેલા શબ્દો શેઠાણી ના મગજમાં હજી વધુ ગુસ્સો લાવતા હતા. ગુસ્સાની આગને સળગતી રાખવામાં આ જ વિચારો જાણે પેટ્રોલ નું કામ કરતાં હતા.

શેઠાણી એ ઘરે આવી જોયું કે સમય ઘણો વહી જવાને કારણે પોતાનો દીકરો રડી રહ્યો હતો.શેઠાણી એ તરત દીકરાને ઘવડાવવા લીધો શેઠાણી તો એ જ વિચારોમાં ખોવાયેલા છે. ગુસ્સા ની આગ ભડભડતી જ છે . ૧૫ મિનીટ વીતી હશે. શેઠાણી હજી એ જ વિચારોમાં મગજમાં ઘૂમતા હતા.પોતે અત્યારે શું કરે છે ? તેનું પણ તેને ભાન પોતના મગજ માં નથી. અચાનક પોતાના દીકરા તરફ શેઠાણી ની નજર ગઈ દીકરો લેશ માત્ર પણ હલન ચલન કરતો ન હતો. દીકરાનું આખું શરીર ઠંડુ પડી ગયું હતું.શેઠાણી ડરી ગયા.તરત જ શહેરમાં હોસ્પિટલમાં ડોકટર પાસે લઈ ગયા.પણ ઘણો સમય વીતી ગયો હતો. બાજી ડોકટરના હાથમાં હવે રહી ન હતી ડોકટરના મોઢામાંથી જયારે શેઠાણી એ “Sorry” શબ્દ સંભાળ્યો ત્યારે જાણે માથે આભ તૂટી પડ્યું. પોતાનો એકનો એક લાડકો દીકરો ખોવાનું દુઃખ કેમે કરી સહ્યું જતું ન હતું . શેઠાણી એ ખુબ જ દુઃખી ભાવે ડોકટર ને પૂછ્યું પણ આવું થયું કેવી રીતે ? ડોકટરે કીધું કે શરીર આખું લીલું કાચ જેવું થઈ ગયું હતું જાણે કોઈ ઝેરની અસરથી આવું થયું હોવું જોઈએ.

ઝેર ! પણ ઝેર એના શરીર માં આવે કયાંથી ? છેક સુધી તો રમતો હતો મેં ઘવડાવવા લીધો અને દસેક મિનીટમાં જ તેની આવી હાલત થઈ ગઈ આપ એને ઘવડાવતા હતા અને આવું બન્યું . હા ડોકટર ઘણા અનુભવી હતા તેમણે તરત જ પૂછ્યું શું તમે તે પહેલા કોઈની સાથે ખુબ જ અત્યત બેહદ ઝઘડો બોલાચાલી કરી હતી.? શેઠાણી બોલ્યા હા મારે ભયંકર બોલાચાલી થઈ હતી. તો ડોકટરે કહ્યું કે તો આ એનો જ પ્રતાપ છે. આપના એ ગુસ્સા એ જ આપનું પ્રેમના વાત્સ્લ્યાના પ્રતિક સમું અમૃત જેવા ધાવણ ને પણ ઝેર બનાવી દીધું. આ સાંભળી ને શેઠાણી તો પોતાની સૂધ્બુભ ખોય બેઠા.

તમે જોયુંને કે થોડાક અમથો ગુસ્સો પણ શેઠાણીના વહાલસોહ્યા દીકરાનો જીવ લઈ લે છે. ગુસ્સાને કારણે શેઠાણી એ પોતાનો દીકરો ગુમાવવાનો વારો આવે છે.

“ તમને એવું નથી લાગતું કે આપણે પણ આપણી નીજી જિંદગીમાં ગુસ્સાને કારણે ઘણા બધા સંબંધો ને બીજું ઘણું બધું ગુમાવીએ છીએ ? “

આપના પ્રતિભાવ અચૂકથી આપસો ...........