Karuna - 5 books and stories free download online pdf in Gujarati

કરુણા - 5 - સત્ય.....

સત્ય…..
સત્યને સમજ્વા માટે કુદરત – પ્રકુતિ આપણને કેટકેટલા સંકેતો આપે છે પણ આપણે આ સંકેતો સમજ્વાનો પ્રયત્ન કરતા જ નથી ,પછી આપણે ઇશ્વર – અલ્લાહ ,સર્વે પોત પોતાના ભગવાનને ફરિયાદ કરી છીએ કે ભગવાન આપણા કામ કે ફરિયાદ સાંભળતા નથી . ઇશ્વર તો આપણને ઘણા સંકેતો ને સંદેશાઓ આપે છે સત્યના માર્ગે ચાલવાના પણ આપણે જ જડ બુધ્ધિ કયાં કઇ સમજીએ છીએ ,આવા જ સત્યના સંકેતો – સંદેશો આપણા બધાના જીવનમા આવ્યા હશે પણ આપણે તેને ના સમજ્યા એટલે આવેલી ને મળેલી ઘણી સારી તકો આપણે ગુમાવી બેઠા છે. આવી જ સત્ય સાથે જોડાયેલી થોડી પ્રેરણાદાયી વાર્તાઓ આજે હું તમારા માટે લાવ્યો છું આ બધી નાની નાની વાતો બધાના જીવનમા કયારેક ને કયારેક કોઇ ઘટના સ્વરૂપે ,કોઇ વાર્તા સ્વરૂપે,કાં પછી જીવંત વાસ્તવિક પરિસ્થિતિ ઘટના સ્વરૂપે ઘટી જ હશે.....
“સારા ને ખરાબનો ભેદ”
આપણી આજુ-બાજુમા ઘણા પ્રકારના વ્યક્તિઓ જોવા મળે છે સારા-ખરાબ કયારેક ખુબ જ તોફાની તો કોક એક્દમ મોજીલા મીજાજ વારા તો કયારેક સાવ ઉદાસીમા ખોવાયેલ તો અમુક તો ખુબ હવામા ઉડતા,તેમાથી અમુક તો ખુબ જ વિચારોમા ખોવાયેલા રહેતા હોય છે . વ્યક્તિનુ વર્તન ભલે બદલાતુ રહે પણ દરેક વ્યક્તિનો મુળભુત સ્વભાવ હોય છે. જે વ્યક્તિગત મુળ જ રહે છે તેમા કોઇ બદલાવ આવતો નથી.જેવી રીતે આપણુ ઘર બની ગયા બાદ આપણે તેની દિવાલોમા ફેરફારો કરતા રહિએ છીએ કલર કરાવીએ છીએ પણ તેનુ મુળરૂપ તેનો પાયો એનો એ જ રહે છે.એ પાયો જ ઘરને ટકાવી રાખે છે દિવાલમાથી પોપડા પડે પણ પાયામા કોઇ પરિવર્તન નથી આવતુ .આપણે ઉપરથી ભલે બદલાઇ જાયે પણ આપણો મુળ સ્વભાવ આપણો પાયો આપણુ અસ્તિત્વ અંદરથી એનુ એ જ રહે છે.સારા છે એ સારા જ રહે છે ને ખરાબ છે તે ખરાબ જ રહે છે આપણી અંદર જે હમેંશા છે એ જ આપણી મુળ પ્રાક્રુતિ છે. આપણે કેવા છીએ એની સાબિતી આપે છે.
આ મારા પરમ મિત્ર હરિશની આ વાત છે . એ પોતાના કામ માટે પોતાના ગામથી બીજા ગામે કામ અર્થે રોજ્બરોજ અપડાઉન કરતો હતો . પોતાની કારમાં સવારે જાય અને રાતે પાછો આવી જાય ઘરેથી નીકળે ત્યારે મમ્મી રોજ એને ટિફિન ભરી આપે . એક સવારે ઘરેથી ટિફિન લઈને એ નીકળ્યો . હાઇવે પર ગયો ત્યારે એને યાદ આવ્યું કે , આજે તો ઓફિસમાં મિટિંગ પછી બધાની સાથે જમવાનું છે . મમ્મીએ જે ટિફિન આપ્યું છે એ તો પડયુ રહેશે અને રાત વળી તે પડયુ પડયુ બગડી જશે . આ વિચાર ચાલતો હતો ત્યાં જ તેને રસ્તા પર એણે એક પાગલ માણસને જોયો . વધેલા વાળ , વધેલી દાઢી , ફાટેલાં ટુટેલા કપડાં અને અતિ ખરાબ હાલતમાં એ રસ્તાના કિનારે બેઠો હતો . પાગલને જોઈને એ ઊભો રહ્યો ને ટિફિન લીધું . એ પાગલ માણસ પાસે બેસીને એને જમાડવા લાગ્યો પાણી પીવડાવ્યું . પેલો પાગલ માણસ એની મસ્તીમાં મોજથી જેટલું આપ્યું એ બધુ ખાઈ ગયો ને પાગલે જમી લીધું પછી એ કારમાં બેસીને ચાલ્યો ગયો પાગલને જમાડીને એને એક અદભુત આનંદની લાગણી થઈ એને મજા આવી ગઇ. રાતે ઘરે આવીને હરિશે તેની મમ્મીને દિવસ આખાની બધી વાત કરી છેલ્લે એટલું કહ્યું કે મમ્મી એ પાગલને તો શું થયું હશે એની મને ખબર નથી , પણ મને એને જમાડીને બહુ સારું લાગ્યું . બીજા દિવસે હરિશ કામ પર જવા માટે નીકળ્યો હતો ત્યારે તેના મમ્મીએ એકને બદલે બે ટિફિન આપ્યાં ને હરિશને કહ્યું કે આ લે જતી વખતે પેલા પાગલને જમાડતો જજે ત્યારે હરિશને પણ આશ્ચર્ય થયું . તમારી સંવેદના જ્યારે તમારી ને અન્યે વ્યક્તિને સ્પર્શે ત્યારે સાંનિધ્ય પણ સાર્થક થતું હોય છે . એ ઘરેથી નીકળ્યો રસ્તા પર પેલો પાગલ મળ્યો . પેલા માણસે એને જમાડયો ને ત્યાર બાદ આ ઘટના તો રોજિંદી બની ગઈ રોજ બે ટિફિન લઈને નીકળવાનું અને પેલા પાગલ માણસને જમાડવાનો
રોજ ની જેમ હરિશ આજે પણ બે ટિફિન લઈને નીકળ્યા જ્યા પાગલ ઊભો રહેતો એ જગ્યાએ પહોંચ્યા પણ ત્યા એણે જોયું કે પાગલ તો આજે ત્યા હતો જ નહીં થોડો સમય હરિશ ત્યા જ ઉભો રહ્યો એવામાં સામેથી એક માણસ આવ્યો . એને જોઈને એની આંખો પહોળી થઈ ગઈ અરે ! આ તો એ જ પાગલ માણસ ! પણ આજે તો સરસ નવા કપડાં પહેરીને આવ્યો છે દાઢી કઢાવી નાખી છે . વાળ પણ સરસ રીતે કાપ્યા છે પાગલમાણસનાં તો એકેય લક્ષણ જોવા નથી મળ્તા એ માણસ નજીક આવ્યો . હરિશ ને ગળે વળગી ધ્રુસકે ધ્રુસકે રડી પડયો . તેણે કહ્યું , હું પાગલ નથી હું પણ સામાન્ય માણસ જેવો જ માણસ છું . મને મારી આખી જિંદગીમાં ખરાબ અનુભવો જ થયા છે . કોઈએ મારી સાથે સારું વર્તન કર્યું નથી . બધાએ દગો , નફરત અને બદનામ કર્યો છે મને . ખરાબ અનુભવો પછી મેં નક્કી કરી નાખ્યું હતું કે , હવે માણસની જેમ નહીં , પાગલમાણસની જેમ જીવવું છે . એટલે હું પાગલની જેમ જ રહેતો હતો તમારું રોજનું વર્તન જોઈને સમજાયું કે , દુનિયામાં બધા લોકો ખરાબ નથી હોતા તમારા જેવા સારા પણ હોય છે . તમારા સારાપણાએ મને સારો માણસ બનાવ્યો છે . તમને ભવિષ્યમાં મળે કે ન મળું પણ તમને જિંદગીભર યાદ રાખીશ . તમે યાદ આવશો ત્યારે મને એવો અહેસાસ થશે કે દુનિયામાં સારા માણસોની કમી નથી .

“શિક્ષક અને વિર્થી”

એક શિક્ષક ને એક શિલ્પકાર બન્ને એક સમાન છે એક દેશ નુ ભાવી ઘડે છે તો બીજો બેડોળ પથ્થરમાથી ઇશ્વરની મુર્તિ બનાવે છે તેને એક મૂર્તિનું સર્જન કરવું હતું મૂર્તિ બનાવવા માટે તેણે વિશાળ બેડોળ પથ્થર લીધો અને તે પથ્થર એકદમ બેડોળ હતો મૂર્તિ બનાવવાની જગ્યાએ તેણે પથ્થર ગોઠવ્યો પથ્થરની પૂજા કરી દીવો કર્યો તિલક કર્યું શક્તિની આરાધના કરી . બીજા દિવસે પણ શિલ્પકારે એવું જ કર્યું ત્રીજા દિવસે પણ એ જ રીતે પૂજા કરી . આ દૃશ્ય જોઇને શિલ્પકારના મિત્રએ પૂછ્યું , “ તું આ શું કરે છે ? આવા બેડોળ પથ્થરની પૂજા ? શિલ્પકારે કહ્યું , “ તને જે પથ્થર લાગે છે એમાં મને મૂર્તિના દર્શન થાય છે એ મૂર્તિ મારા મનમાં છે , જે આ પથ્થર મને આપવાનો છે . હું પથ્થરને રીઝવું છું અઠવાડિયું પૂજા કરીને જ્યારે હું પહેલું ટાંકણું મારીશ ત્યારે એ મને ઘાટ આપવાનું શરૂ કરશે . એક એક ટાંકણે ઘંટારવ સંભળાયને તો જ મૂર્તિ પૂજવાલાયક બને . મૂર્તિ બને એ પછી તો બધા પૂજવાના જ છે . મને તો ખબર જ છે કે આમાં કેવી મૂર્તિ છે આપણી નજીકની વ્યક્તિઓમાં પણ એવી કોઇક મૂર્તિ એવી કોઇ પ્રતિભા એવી કોઇ ખૂબી , એવી કોઇ અલૌકિકતા હોય છે એની આગોતરી જાણ હોય એ જ સંબંધનો સાચો શિલ્પકાર બની શકે છે ઘણા લોકો ખાણમાં પથ્થરો તોડનારાની પ્રકૃતિવાળા હોય છે વિસર્જનની વૃત્તિવાળા સર્જનને ન સમજી શકે કેન કંઇ સર્જી શકે . આવી જ રીતે એક શિક્ષક પણ સમાજના બેડોળ પથ્થર સમાન રીતે જીવતા વિર્થી ને એક મહાન વ્યક્તિ બનાવવા માટે દિવસ રાત એક કરી સતત પ્રયત્ન કરી રહ્યા છે . તે કોઇ શિલ્પકાર થી ઓછા નથી. બસ બધા વ્યક્તિનો જોવાનો નજરીઓ અલગ અલગ હોય છે. ઘણા લોકો ને ખરાબમા સારૂ ને ઘણાને સારૂ મા પણ ખરાબ દેખાતુ હોય વ્યક્તિઓ ના જોવાના નજરીઓ અલગ અલગ હોય છે.
દુનિયામાં બે પ્રકારનાં લોકો હોય છે એક જેને દરેક વાતમાં શંકા જાય છે તેઓને દરેક વાતમાં ખરાબ વિચાર પહેલો આવે છે . બીજા પ્રકારના લોકો રમત રમી લેવા મા માને છે થઇ થઇને બોહ શું થઇ જવાનું છે ? જિંદગી થોડી હારી જવાનાં છીએ ? જોખમ લીધા વગર કોઇ સફળ થયું .

“પુત્રને પિતાનો સાથ”
એક માછીમારે તેના પુત્રને એક દિવસ તેણે કહ્યું કે તું મારી સાથે માછીમારી કરવા બહુ આવ્યો હવે તારે તારી રીતે માછીમારી કરવા જવાનું છે છોકરાને ડર લાગતો હતો એ હોડીને દરિયામાં ઝૂકાવી જ શકતો નહોતો માછીમાર પિતાએ પૂછયુ દિકરા તને શેનો ડર લાગે છે ? દીકરાએ કહ્યું હુ જાળ ફેકુ પછી પણ માછલીઓ નહીં આવે તો ? ” પિતાએ કહ્યું શા માટે નહીં આવે ? આવશે જ તુ તારી જાત પર ભરોસો ને વિશ્વાસ રાખ આમ છતાં જો ન આવે તો બીજા દિવસે ફરી વખત પ્રયત્ન કરજે દીકરાએ બીજો ભય વ્યક્ત કર્યો હોડી ઊંધી વળી જશે તો? પિતાએ કહ્યું કે તો તુ તરીને કાંઠે આવી જજે એક વાત યાદ રાખ જ્યાં સુધી તું દરિયામાં ડુબકી નહીં લાગવીશ ત્યાં સુધી તારા હાથ કઇ લાગવાનું નથી એ પાકુ છે હવે થોડુંક જુદી રીતે પણ વિચાર ! માછલીઓ મળવાની જ છે હોડી ડૂબવાની જ નથી મને સફળતા મળવાની જ છે . એવો વિચાર કર કે મારા પિતા કરતાં પણ વધુ માછલીઓ પકડીશ દરિયો એને જ કંઇક આપે છે જે એની સાથે બાથ ભીડે છે કુદરત ને પ્રકૃતિ એને મદદ કરે જ છે જેનામાં કંઇક કરી છૂટવાની તમન્ના ઓ ને ઇચ્છાઓ હોય છે .

“જીવનમા થોડું પરિવર્તન પણ જરૂરી છે...”
એક યુવાન જિંદગી માયાળથી કંટળી ને એક સાયકોલોજીસ્ટ પાસે ગયો પોતાના જીવનની સારી ખરાબ બધી વાત સાયકોલોજીસ્ટને કરી. સાયકોલોજીસ્ટ ને તે યુવાને કહ્યું કે બધા જ મારાથી દૂર થઇ ગયા છે . સાયકોલોજીસ્ટ કહ્યું એ તો બધુ એવું જ હોય આ સામે ઝાડ છે એને જો એમાં એકેય પાંદડું નથી હમણાં જ પાનખર પૂરી થઇ છે પાનખરમાં બધા જ પાંદડા ખરી ગયા વસંત હતી ને ત્યારે આખું ઝાડ પાંદડાઓથી લહેરતુ હતું જેવી પાનખર આવી કે પાંદડા એક પછી એક ખરી ગયા અમુક મિત્રો અમુક સંબંધો પાંદડા જેવા હોય છે જેવી પાનખર આવે કે એ બધા ખરી જાય છે જિંદગીમાં પણ ક્યારેક પાનખર જેવો સમય આવવાનો પાનખર આવે ત્યારે માણસો પરખાઇ જતા હોય છે બીજી એક વાત યાદ રાખવા જેવી છે ગમે એવી પાનખર આવે ને તો પણ ડાળીઓ ક્યારેય સાથ નથી છોડતી .કેટલાંક સંબંધો ડાળીઓ જેવા હોય છે એને સારા કે ખરાબ સમયથી કોઇ ફેર પડતો નથી સાયકોલોજીસ્ટ કહ્યું આપણે એ નક્કી કરવાનું હોય છે કે આપણી આજુબાજુમાં છે એમાંથી કેટલા પાંદડા છે અને કેટલી ડાળીઓ છે ? પાંદડા વધુ હોવાના ડાળીઓ ઓછી જ હોવાની જે હવે સાથે નથી અથવા તો જે ચાલ્યા ગયા છે એની ચિંતા ન કર જે છે એની માવજત કર પાંદડાઓનું તો એવું છે ને કે વસંત આવશે એટલે પાછા આવી જશે ઝાડની જિંદગીમાં પાંદડાની અવરજવર ચાલતી રહે છે પાનખરમાં કોઇ ઝાડને તમે રોતું જોયું છે ખરાબ સમયમાં થોડાક લોકો દૂર થઇ જાય એનાથી દુ : ખી થવાનું થોડું હોય ?

“ લાગણી ને પ્રેમની હુંફ ”
મારા એક વિર્થી એ મને પુછયુ કે સર મારામાં તમને શું ખામી ખરાબી લાગે છે ? આ વાત સાંભળી મેં કહ્યું કે તારામાં શું ખરાબી છે એ તો હું તને કહીશ પણ પહેલાં મને એ કહી લેવા દે કે તું આ જે પૂછે છે એ તારી સારી વાત છે તારે તારામાં સુધારો કરવો છે . તારામાં એટલું બધું સારું છે કે તું બહુ આગળ જય શકે છે જીવનમા બસ એક - બે વાત છે એને સુધારી લે તો તું ખરાબ છે એમાંથી બેસ્ટ હોશિયાર થઈ શકે છે .આપણા બધા ની આદતો પણ એવી છે કે મોકો મળે એટલે મોઢામોઢ ચોપડાવી દેવાની ન હોવી જોઈએ કોઈ કદાચ તમને એની ખામી પૂછે તો એનું ગૌરવ કરજો એની લાગણીની અદબ જાળવજો .તમારા પ્રત્યે લાગણી છે એટલે તમને પૂછે છે ક્યારેક આપણે આપણા લોકોની સારી વાતોને ગંભીરતાથી લેતા નથી એટલે એ આપણને ગંભીરતાથી લેવાનું બંધ કરે છે આપણું મહત્વ ઘટાડવામાં મોટાભાગે આપણે જ કારણભૂત હોઈએ છીએ આપણને આપણું જે માન સાન્માન હોય એનું ગૌરવ જાળવતા આવડવું જોઈએ કોઈ તમારું માનતું હોય તો એનો આદર કરો નજર અંદાજ કે અનાદર કરવાની શરૂઆત આપણને અણગમતા કરી નાખે છે દુનિયામાં કશું જ વ્યવસ્તિતિ કે સરખુ નથી કે કોઈ જ વ્યક્તિ સંપૂર્ણ નથી દરેક મહાન માણસના પણ કોઈ ને કોઈ ખરાબ પોઇન્ટ મળી જ આવે છે કુદરત પણ ક્યારેક તો સારા નરસાનું મિશ્રણ જ લાગે જુઓને ક્યાંક રણ આપ્યું છે તો ક્યાંક જંગલ તો ક્યાંક કુદરતી લીલીચ્છમ હરીયાળી આપી છે તો ક્યાંક વેરાનીરણ ને કયાક ફૂલ સાથે કાંટા પણ આપ્યા છે સુદંધ વગરનાં ફૂલ પણ તેણે બનાવ્યાં છે અને અમુક પથ્થરો તરી શકે એવા પણ આપ્યા છે આ દુનિયામા દરિયાનાં મોજાં ક્યાં એકસરખાં હોય છે એક પહાડમાં પણ કેટલી બધી જાતના પથ્થર હોય છે જો સમગ્ર વિશ્વમાં કંઈ જ એક સમાન નથી તો આપણે ક્યાંથી એક સરખા ને એક સમાન હોવાના આપણામાં પણ કોઈ ને કોઈ ખામી હોવાની જ છે આ ખામીઓ સુધારવાનો પ્રયાસ કરવો એ પ્રામાણિક તૈયારી એ જ માણસમાંથી સારા માણસ બનવાની પ્રક્રિયા છે દરેક માણસ સારો જ હોય છે આપણે બસ આપણામાં જે અયોગ્ય છે એને દૂર કરવાની ખેવના હોવી જોઈએ.
મારાં જીવનમા ઘટેલી ,સાંભળેલી ને જીવંત વાસ્તવિક પરિસ્થિતિ ઘટનાઓ જે તમારા સમક્ષ “ સત્ય ”….. ના શીષક સાથે રજુ કરી છે . આશા રાખુ છું કે આ વાર્તાઓ,ઘટનાઓ આપને પસંદ પડશે....આપના સુચનો અને પ્રતિભાવો અચુક આપશો... આપના સુચનો – પ્રતિભાવો મારા લેખન કાર્ય માટે પ્રેરણારૂપ બનશે.....
આવી જ અન્ય પ્રેરણારૂપ વાર્તાઓ અને જીવંત પ્રંસગો સાથે ફરી મળશું.......
“ રાધે રાધે ”
“ જય દ્વારકાધીશ ”