Karuna - 3 books and stories free download online pdf in Gujarati

કરુણા - 3

જેવું કર્મ એવું ફળ

ગામમાં બહુ ભારે પૂર આવ્યું. નીચાણવાળા વિસ્તારો માં તો પાણીમાં ગરકાવ થઈ ગયા .પૂર નું તાંડવ ભયાનક હતું . થોડાં ઉંચાણવાળા વિસ્તારો જ ખાલી હવે બચ્યા હતા . ગામથી નજીક માં જ એક ઉચી ટેકરી હતી .ત્યાં એક આશ્રમ હતો .પૂર ના સંકટમાં જાનમાલને ખુબ જ નુકસાની થઈ હતી .તેમાં મદદરૂપ બનવા સ્વયંસેવકો ની એક ટુકડી આવી પહોચી .હાની થયેલા વિસ્તારોમાં દરેકને સ્વયંસેવકો દ્વ્રારા બચાવી ને આશ્રમ માં લઇ આવવાનો નિર્ણય કર્યો કારણ કે હવે ગામ માં લગભગ કોઈ ઘર બચ્યું ન હતું.બધું પૂર માં નાશ પામ્યું હતું.
એક માત્ર આશ્રમ જ ઉચી ટેકરી ઉપર આવેલ હોવાથી સલામત હતો .પૂર ના સંકટ થી બધું ગુમાવી ચુકેલા લોકોની સંખ્યા માં સતત વધારો થઈ રહ્યો હતો આશ્રમ માં તેઓને રાખવા માટે ખુબ જ વસ્તુઓની જરૂરિયાત પડતી હતી તે બધી વસ્તુઓ લાવવી ક્યાંથી ? તે એક મોટો પ્રશ્ન હતો .પૂર સંકટને કારણે ગામનો શેહરી વિસ્તારો સાથેનો સંપર્ક સાવ તૂટી જતા બહારથી જીવન જરૂરી વસ્તુઓ આવવામાં ઘણો જાય તેમ હતો.
આથી તાત્કાલિક ઘોરણે પ્રાથમિક વસ્તુઓ ભેગી કરવા માટે જે કઈ દાનમાં મળે તે લેવા માટે સ્વયંસેવકો નીકળી પડ્યા ઉચાઈ ઉપર આવેલા થોડાક ઘરો હજી બચ્યા હતા સ્વયંસેવકો ત્યાં જઈ પરિસ્થિતિ સમજાવી મદદ માટે કેહતા સહુએ યથાશક્તિ સહાય આપી.હવે થોડાક જ ઘર બચ્યા હતા એમાં એક ઘરે સ્વયંસેવકો પહોચિયા ઘરનો બાહ્ય દેખાવ અતિ શ્રીમંતાઈની ચાડી ખાતું હતું .એટલે જ આ ઘરમાંથી સારું એવું મળશે એવી આશા હતી ઘરે જઈ સ્વયંસેવકોએ આખી પરીસ્થિતિ સમજાવી શેઠ ઘરમાં હાજર ન હતા શેઠાણી એ જ આખી વાત સાંભળી પણ શેઠાણીના લોહીમાં જ જાણે મદદ કરવાની જરા પણ ઈચ્છા ન હતી સાવ કંજૂસ સ્વભાવ .પૈસા આપતા તો એમનો જીવ ચાલે તેમ ન હતો ઘરમાં ઘણું બધું હોવા છતાં કશું પણ આપી શકવાની ઉદારતા તેમનામાં હતી જ નહીં . ટુંકી વાતચીત માં સ્વયંસેવકો આ વાત પારખી લોધી એટલે એમણે પૈસા ની વાત છોડી વસ્તુની વાત કરી .ઘરમાં કઈ પણ વધારાની વસ્ત્તું હોય તો અત્યારે એ આપો એવી વાત તેમણે રજુ કરી .હવે શેઠાણી આ વાતને નકારી શકે તેમ ન હતા .શેઠાણી જો હવે ના પાડે તો બદનામી સહન કરવી પડે તેમ હતું અને આપતા જીવ ચાલે તેમ ન હતો ઘણી ગડમથલ મગજમાં ચાલતી હતી અચાનક શેઠાણી ની નજર ઘરમાં એક ખૂણામાં રખડતી સાવ ખબર ને અતીમેલી સાડી તરફ ગઈ
શેઠાણીએ એ સાડી લઇ સ્વયંસેવકો ના હાથમાં આપી દીધી સ્વયંસેવકોના મોથા ઉતરી ગયા ઘણી આશા હતી પણ અંતે મન મનાવીને તેઓ જતા રહ્યા કારણ કે હવે અહી કશું પણ કહેવું વ્યથ હતું કદાચ કોઈક કટોકટી ના સમય માં આ સાડી કામમાં આવી જાય તેમ સમજી તે સાડી તેમણે સાચવી રાખી જયારે વસ્તુઓની અતિ અછત હોય ત્યારે તો કયારેક હલકી વસ્તુ પણ આશીર્વાદ રૂપ બની જાય છે
આ બાજુ પૂર ઘટવાના બદલે વધતું જ જતું હતું ઘીરે ઘીરે એ પૂર ના પાણી ઉચાઈ વાળા વિસ્તારો માં પણ પોહાચ્વા લાગ્યા હવે આ શેઠાણી ના બંગલાનો વારો પણ આવી ગયો પૂર ના પાણીએ તેમના ઘરને પણ તબાહ કરી નાખ્યું કશું બચાવવા જાય તે પહેલા તો બધું પૂર ના પાણી માં તણાઈ ગયું હવે તો જીવ બચાવવો ભારે પડી જાય તેમ હતું સ્વયંસેવકોની મદદથી માંડ માંડ બચ્યા અને માત્ર પહેરેલા કપડે શેઠાણી આશ્રમમાં પહોચી ગયા પોતાનું ઘર સોવથી છેલ્લે ડૂબ્યું હતું માટે પોતાના પહેલા આખું ઘમ આશ્રમમાં આવી ચુક્યું હતું વસ્તુઓ બધી વપરાઇ ચુકી હતી ખાસ તો પોતે જે કપડા પહેર્યા હતા તે પણ હવે સાવ ગંદા પાણીથી લથપથ થઈ ગયા હતા અને ઘણી જગ્યા થી થોડાં ફાટી પણ ગયા હતા એટલે પોતાને કપડાની જરૂરિયાત હતી
તેમણે પોતાની પરિસ્થિતિ પહેલા સ્વયંસેવકો ને જણાવી કપડા આપવા વિનંતી કરી આ સ્વયંસેવકો તો બહેને કરેલા ખરાબ વ્યવહાર ને જાણતા પણ ન હતા અને બહેનને ઓળખતા પણ ન હતા તેઓને મન તો આશ્રમમાં આવેલ દરેક વ્યક્તિ એક સમાન હતા માન આપવા પાત્ર હતો એટલે જ બહેનની ખરાબ પરિસ્થિતિ જોઈ તેઓને પણ આખો આશ્રમ ફેન્દાવાનું ચાલુ કર્યું પણ માણસોના પ્રમાણમાં ચીજ વસ્તુઓ નો જથ્થો ખુબ જ ઓછો હતો અને માણસો ઘણા હતા એટલે એક પણ કપડાની જોડી બચી ન હતી .
સ્વયંસેવકો નિરાશ થયા અચાનક એક સ્વયંસેવકના મનમાં એક વિચાર આવ્યો કે એક કંજૂસ શેઠાણી એ એક જૂની ખરાબ અતિ મેલી સાડી આપી હતી તરત જ તે સાડી લઇ તે શેઠાણી પાશે જાય છે અને ગળગળા સ્વરે કહે છે બહેન ! અત્યારે કોઈ જ કપડા બચ્યા નથી બસ આ એક સાડી જ બચી છે અને એ સાડી જોઈ એ બહેન ધ્રુસકે ધૂસકે રડવા લાગ્યા આખરે પોતે જે સાડી આપી હતી તે જ મેલી ફાટેલી ખરાબ તૂટેલી સાડી પોતાને પહેરવાની આવી
ઈશ્વર નો સિધાંત છે તમે જેવું બીજા સાથે કરો છો તેવું જ તમારા સાથે થઈ છે .એટલે જ તમારા સારા સમય માં બીજા ની જરૂરિયાત મંદ લોકો ની મદદ કરો ઈશ્વર તમારા ભાગ્ય નું યોગ્ય ફળ તમને આપી જ દેશે ..........................કર્મશ: