Charted ni Odis Notes - 12 books and stories free download online pdf in Gujarati

ચાર્ટડ ની ઓડિટ નોટસ - 12

# fb ચાર્ટડ ની ઓડીટ નોંટસ – ૪૫ #
# CA. PARESH K. BHATT #

***** આપણે અને ક્રાંતિકારી *****

નેપોલિયન , એલેકઝાન્ડર કે વધીને જુલિયસ સીઝર ને આજે સૌ યોદ્ધા તરીકે ઓળખે અને વધી ને ક્રાંતિકારી ઓ માં દાંતે કે વોલ્તેયર વગેરે જાણીતા નામો . આ પછી પૂછવામાં આવે કે પ્રાશ્ચાત્ય આ યોદ્ધાઓ કે ક્રાંતિકારીઓ સિવાય નામો જણાવો તો આનાથી વિશેષ નહી મળે અને ગુગલ માં શોધશો તો બે ચાર વધારે મળશે – એ પણ આપણા માટે તો અજાણ્યા જ હશે ! બાળકો ને પૂછો કે યુરોપ – અમરિકા ના યોદ્ધા - વીર પુરુષોના તને ખબર હોય તે નામ જણાવ તો કહેશે કે સુપર મેન , બેટ મેન , આયર્ન મેન , એક્વામેન , હલ્ક વેગેરે વગેરે . આ કાલ્પનિક યોદ્ધા ઓ થી એમની મહાનતા ની ઓળખ છે .
હવે જરા આપને પુછુ કે ભારત ના યોદ્ધા ઓ કે વીર પુરુષો ક્રાંતિકારી ઓ ના નામ આપો તો ?
ચન્દ્રગુપ્ત મૌર્ય , અશોક , ગુરુ ગોવીન્દ્સીહ , રાણા પ્રતાપ, શિવાજી , ઝાસી ની રાણી લક્ષ્મીબાઈ , તાત્યા ટોપે , બાજીરાવ પેશ્વા , નાના સાહેબ , વીર કુંવરસિંહ , વાસુદેવ બળવંત ફડકે આ બધા યોદ્ધા ઓ તો રાજા રજવાડા ના . એ પછીના સમય ના ક્રાંતિકારી ઓ માં ભગતસિંહ , સુખદેવ , લાલ લજપતરાઈ , બાલ ગંગાધર તિલક , બીપીન ચંદ્ર પાલ , ખુદીરામ બોઝ , પ્રફુલ્લ ચાકી, સત્યેન્દ્રનાથ બોઝ, અશફાક ઉલ્લા ખાન , ઉધમસિંહ , મદનલાલ ધીંગરા, શ્યામજી કૃષ્ણવર્મા , વીર સાવરકર, ગાંધીજી , સરદાર વલ્લભભાઈ , મહાદેવભાઈ દેસાઈ , કિશોરીલાલ મશરુવાળા , વિનોબા ભાવે , આચાર્ય ક્રિપલાની , પ્યારલાલ, આ વાંચતા હશો ત્યારે હું જે નામો ભૂલી ગયો હોઈશ એ નામો તમને યાદ આવતા હશે .આ બધા જ ખૂબ જ વિદ્વાન લોકો હતા.
હવે મારે જે વાત કરવી છે એ એ છે કે ... આપણા ક્રાંતિકારી ઓ એ ક્રાંતિ નું કામ તો કર્યું જ છે . પરંતુ તેમને જેલ થતી ત્યારે બધા જેલ માં ભેગા થાય એટલે દાજી ડાયરો જામતો ને જોક ને દુહા છંદ ની રમઝટ જામતી એવું ન હતું . લોકમાન્ય તિલક , યરવડા જેલ માં ૪૨-૪૩ ડીગ્રી તાપમાન માં બેસી ને તિલક નો “ કર્મયોગ “ નામના અદ્ભુત ગ્રંથ ની રચના કરી છે . ધુલિયા જેલ માં વિનોબા ભાવે એ ગીતા પર પ્રવચન આપ્યા ને ગ્રન્થ રચાયો “ ગીતાઈ પ્રવચન “ . કિશોરીલાલ મશરૂવાળા લોર્ડ મોર્લી નું ON COMMITMENT પુસ્તક પર નિબંધ તૈયાર કરે ને આપણ ને સત્યમય જીવન – નામનું અદ્ભુત પુસ્તક પ્રાપ્ત થાય. તો વળી ગાંધીજી નો પડછાયો બની ને રહેતા મહાદેવ ભાઈ ( એ પણ જે તે સમય ના ICS થયેલા હતા) એ લખેલ મહાદેવભાઈ ની ડાયરી ઓ . જવાહરલાલ નેહરુ એ લખેલ ડીસ્કવરી ઓફ ઇન્ડિયા આ બધું સર્જન આ લોકોએ જેલમાં બેસીને કર્યું છે . એ સમયે એરકન્ડીશન તો શું પંખા પણ ન હતા. લખવા માટે ઇન્ક પેન હતી બોલ પેન તો શોધણીજ ન હતી . હવે જો પરસેવાનું ટીપું પડે તો પણ કાગળ માં શબ્દ રેલાઇ જાય. આ પરિસ્થિતિ માં 500 થી 700 પાનાંના ગ્રન્થ લખવાના હતા અને એ પણ કોઈ કલ્પનાની નવલકથા નહિ કે ગમે તે લખીએ ચાલે. આવું સર્જન આ પરિસ્થિતિમાં જેલમાં કરેલું. આ સિવાય તો એમનું અન્ય સર્જન છે જ.
આપણા આ મહાન ક્રાંતિકારી ઓ એ અંગેજો ને ભગાડ્યા એટલી જ આપણ ને ખબર છે પણ તેમના ફ્રી ટાઈમ માં તેમણે કરેલા રચનાત્મક સર્જન ની આપણે નોંધ જ નથી લીધી .

આ 21 દિવસમાં આપણે શું કરીએ છીએ ને તેમણે શું કર્યું એ તફાવત આપણી ને એમની વચ્ચે છે . આ ૨૧ દિવસમાં એમના જેવું સર્જન ન કરીએ તો કઈ નહી પણ તેમનું સર્જન વાંચીએ તો પણ ઘણું છે .
अस्तु

Dt.28.03.2020.