Dill Prem no dariyo che - 17 books and stories free download online pdf in Gujarati

દિલ પ્રેમનો દરિયો છે - 17

દરીયાઇ લહેરોની સાથે જ મસ્તીમાં જુમતા પરી અને મહેર થોડીવાર માટે બધું જ ભુલી ગયા હતાં. પરીને કંઈક કહેવું હતું પણ તેના શબ્દો દિલમાથી બહાર ના નિકળી શકયા.

"પરી, જયારે તું મારી સાથે હોય ત્યારે ખબર નહીં કેમ મને અંદરથી કંઈક અલગ જ ફિલિગ આવે છે. તારો આ હસતો ચહેરો જોઈને એવું લાગે કે આખા દિવસનો થાક ઉતારી ગયો હોય. તું તારી બધી તકલીફો ભુલી આવી નોર્મલ જિંદગી કેવી રીતે જીવી શકે છે."

"કેમકે, મારી જિંદગીમાં હંમેશા બધુ જ સારુ જ બન્યું છે. હા મારા ઘરને છોડયા પછી મને એવું લાગયા કરે કે સાયદ હું તેમની સાથે હોત. પણ જયારે તું મારી સાથે હોય છે ત્યારે મને કોઈ જ વાત ની તકલીફ નથી રહેતી. થેન્કયું મહેર મારો બેસ્ટ ફેન્ડ બનવા બદલ. ખબર છે તને જયારે તું નહોતો ને હમણા તો મને તારી વગર બિલકુલ નહોતું ગમતું. આ તારી સાથે રહેવાની આદત મને એક દિવસ બહું ભારી પડશે. "

"ભારી, ઓ.......મેડમ ને હવે મારો સાથ ભારી લાગે છે. "

"નો.......મહેર, મને તારી સાથે હંમેશા આમ જ રહેવું છે. પણ, તું જાણે છે ને કે આપણો સાથ ખાલી ત્યાં સુધીનો જ છે. મહેર, તને મળ્યાં પછી જિંદગી શું છે તે ખબર પડી. જો તે દિવસે તું મને ના મળ્યો હોત તો શાયદ આજે હું એકલી થાકી ને હારી ગઈ હોત. પણ તારા સાથના કારણે હું થોડી હિંમત કરુ છું. મહેર, મારે આ કોમ્પિટિશનનું વિનર બનવું છે. તેની માટે હું બધું જ કરવા તૈયાર છું. પણ મારે તારા સાથની જરુર છે. હું આ મંજિલ સુધી તો પહોચી જાય પણ જો કોઈ ખોટા રસ્તે ચડી જાવ તો પ્લીઝ મને તું તે રસ્તે પાછી લઈ આવજે. "

"જ્યાં સુધી હું તને જાણું છું ત્યાં સુધી તો તું કોઈ એવો રસ્તો નહીં અપનાવે, પણ આ્ઈ પ્રોર્મિસ હું તારો સાથ કયારે નહીં છોડું." મહેરે પરીનો હાથ તેના હાથમાં લીધો. કોઈ અજીબ કરન્ટ બંનેના દિલને સ્પર્શી રહયો હતો. એક એવો અહેસાસ જે કંઈ પણ કહયા વગરનો ઘણુ બધુ કહી રહયો હતો. બંનેને એકબીજાની જરુર હતી પણ કંઈક મજબુરી તો કંઈક બીજું તેમને નજીક આવતા રોકતું હતું

સુર્ય તેની દિશામાં ઠળી રહયો હતો. વાતાવરણ થોડું બદલ્યું ને સાંજ થઈ. આકાશમાં અંધારું થયુને દરીયા પર પીળો પ્રકાશ રેલાઈ ગયો. ઉછળતો ને કુદતા દરીયાની સાથે આ રોમાંચક વાતાવરણ દરીયાઇ કિનારે ઊભેલા લોકોને આકર્ષિત કરી રહયું હતું. બધા પોત પોતાની મસ્તીમાં ખોવાઇ ગયા હતા ને પરી અને મહેર એકબીજાની વાતોમાં. જેમ જેમ રાત થતી ગ્ઈ તેમ તેમ વાતાવરણ વધું ઠંડુ બનતું જતું હતું. થોડીવાર ત્યાં બેઠા પછી બંને ધરે ગયા. કેટલા દિવસના થાકના કારણે મહેરને રૂમમાં જતા જ નિદર આવી ગઈ. પણ પરીને આજે પણ નિદર ના આવી.

આટલા દિવસ મહેરની યાદો તેને સુવા નહોતી દેતી ને આજે મહેરનો સાથ તેને સુવા નહોતો દેતો. અડધી રાત સુધી તેને તે તસ્વીરમાં ફેમિલી સાથે વાતો કરી. પછી કયારે નિદર આવી તે ખબર ના રહી ને સવાર થ્ઈ ગયું.

"ગુડ મોનિગ, હજુ પણ સપનું ચાલે છે....."

"કમોન, મહેર સુવા દેને...... "

"દસ વાગી ગયાં છે..... " મહેરના આ શબ્દો સાંભળતા જ તે ફટાફટ ઊભી થઈ ગઈ."ઓ....નો...સોરી, મારે સંગીત કલાસનો સમય થઈ ગયો. મહેર તારે મને પહેલા અવાજ લગાવી જોઈએ ને. હવે હું કયારે તૈયાર થાય ને કયારે પહોચી સ્ટુડિયો પર. " પરીને આમ ટેશન લેતા જોઈ મહેરને મજા આવતી હતી તે પરીને જોઈ હસતો હતો.

"તું હંસે છે..."

"હા.....તો....તું આમ ટેશનમાં વધારે ક્યુટ લાગે છે."

"જા... હવે આમ મસકા મારવાનું બંધ કર ને મને તૈયાર થવા જવા દે. તું ગાડી શરૂ કર ત્યાં સુધીમાં હું આવી."

"જો હુકમ, મેડમ..... હવે તમે અમારા ટીચર ગણાવ"

"જાને......હવે....."મહેરને રસ્તાથી સાઈટ કરતા તે ફટાફટ બાથરૂમમાં નાહવા માટે ગ્ઈ ને મહેર નીચે ઉતર્યા. હજુ તો તેને ગાડી શરૂ પણ નહોતી કરી ત્યાં પરી ગાડી પાસે પહોંચી ગઈ.

"ચલે." ગાડીમાં બેઠતા પરી બોલી. મહેરે ગાડી શરૂ કરીને તે સ્ટુડિયો પર પહોંચ્યા. કલાસ પહેલાથી શરૂ થઈ ગયો હતો. પરીએ એટલા દિવસમાં ક્લાસને બહું સારી રીતે સંભાળ્યો હતો. બધા સ્ટુડન્ટ સાથે તેને દોસ્તી કરી લીધી હતી. જેમ બધા મહેરના દિવાના હતા. તેમ હવે પરીના થઈ ગયા હતાં. મહેરને આજે કલાસમાં ખાલી પરીની તારીફ જ સંભળાવા મળી.

આજનો આ દિવસ થોડા વધારે મસ્તી ભર્યા રહયો. કલાસમાં બધાએ બહું જ મસ્તી કરી. છોકરીઓ બધી પરીના ગૃર્પમાં રહેતી ને છોકરા મહેરના. હંમેશા પરી જીતતી ને મહેર હારતો પણ મજા વધારે તેમાં મહેરને આવતી હતી. થોડી ખીચ તાણ વચ્ચે ક્યારેક ક્યારેક બંને લડી પણ પડતા હતા. કલાસ પુરો થયો ને મહેર તેના કામમા લાગી ગયો ને પરી તેની પ્રેકટિસમાં. આખો દિવસ આમ જ પુરો થયો.

આજે સુપરસ્ટાર કોમ્પિટિશનનો પહેલો દિવસ હતો. પરીને આજે કોમ્પિટિશનનો એક હિસ્સો બની તે મંચ પર જવાનું હતું. જેનો તેને હંમેશા ઈતજાર હતો. કેટલા દિવસથી ટીવી પર તેમની એડ બતાવી રહયા હતાં. ને પરીને તેનું લાઇવકાસ્ટ બનવા જવાનું હતું આજે. આખી દુનિયા આજે તેને સાંભળવાની હતી. તેમાં તેનો પોતાનો પરિવાર પણ તેને સાભળવાનો હતો. આજે એક પરિવારને તેની ખોવાઈ ગયેલી બેટી મળવાની હતી તે પણ આટલા મોટા મંચ પર.

આયના સામે સજ થતી પરીના વિચારો આંખના આસું બની વહી રહયાં હતાં. ને પાછળ ઊભેલો મહેર તેને જોઈ રહયો હતો. " ડર લાગે છે...!!"

"ના, આ ખુશીના આંસુ છે. જે પળ મે હંમેશા માગી હતી તે પળ મારી સામે છે. પણ, આ ખુશી પરિવાર વગર અધુરી લાગે છે. "

" આજે તારા પરિવારને તારા સમચાર મળી જશે. જયારે તું સુપરસ્ટારના મંચ પર ઊભી રહી તારા મધુર અવાજથી કંઈક ગાતી હશો ત્યારે તારો પરિવાર તને આવી રીતે જોઈ ખુશ થતો હશે."

"ખુશી તો મારા કરતાં તેમને વધારે હશે. પણ, શાયદ તેમને મારુ અહીં આવવું, આ મંચ પર જવું ના ગમ્યું હોય તો તે મને આવી રીતે જોઈને ખુશ કેવી રીતે થઈ શકે.."

"પરી, અત્યારે આ બધું વિચારવાનો સમય નથી. તારે જો કંઈક કરવું જ છે તો, લોકોની વાતો ભુલી તારે આગળ વધવુ જોઈએ. આજે તને કંઈક સાબિત કરવાનો મોકો મળ્યો છે. જો તું આમ જ વિચારતી રહીશ તો તારુ સપનું લોકોના વિચાર સાથે જ ખતમ થઈ જશે."

"મહેર, મને લોકોની નથી પડી. મને મારા ફેમિલીનું ટેશન છે. તે અત્યારે મારા વિશે શું વિચારતા હશે. એક તો બે મહિનાથી મે તેમને કોઈ મારા સમાચાર નથી આપ્યાં. ને અાજે તે મને આમ મંચ ઉપર જોશે."

"પરી, સમય પર વિશ્વાસ રાખ. તે બધું જ બરાબર કરી દેશે. તું ખાલી તારી મંજિલ સુધી પહોંચવાની તૈયારી રાખ. રસ્તો એના મેળે જ ખુલતો રહશે."

" થેન્કયું મહેર, મને અહીં સુધી લ્ઈ આવવા માટે." પરીએ તેમના આસું લુચ્યા ને તે ઊભી થઈ મહેર પાસે આવી.


♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
પરી અને મહેરનું નજીક આવવું, તેમની દોસ્તીમાં લાગણીનું જાડવું શું બધું પરીની જિંદગી ને બદલી રહ્યું છે....?? એક દોસ્તી સુધીનો સફર તો બંને માટે બેસ્ટ છે પણ શું મોહબ્બત થયા પછી પણ બંને એકબીજાને સમજી શકશે..?? આજે શરૂ થયેલા પરીના આ કોમ્પિટિશનનું શું પરિણામ આવશે તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે... (ક્રમશઃ)