miracle old tample - 17 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય પુરાણી દેરી - 17

ભાગ-17
રહસ્યમય પુરાણી દેરી - 17

(આગળના ભાગમાં જોયું કે મણીડોશી બાળકીને લઇને વડ પાસે પહોચી જાય છે. મુખી અને પ્રવીણભાઈ વચ્ચે કરશનભગત ની વાતું ચાલુ હતી. કરશનભગત અને ઘનાભાઈ ઘર અંદર બેઠા હતાં ત્યારે વાલજીની પત્ની આવે છે અને એક દિવસ...)

મુખીજી થોડા શાંત થયા પછી બોલ્યા,

*** થોડા સમય પહેલા...

એક દિવસ વાલજી ની પત્ની કરશનભગતનાં ઘરે થોડા ઉછીના રૂપિયા માંગવા જાય છે, પંરતુ તેનાં ઘરે કરશન ભગત સાથે ઘનો પણ બેઠો હતો.

બને લોકો વાતુંમાં ગૂંચવાયા જ હતાં કે વાલજીની પત્ની ત્યાં ઉંબરે આવી પહોચી. પરન્તુ કરશન ભગત અને ઘનાભાઈ વાતુમાં એવાં ગૂંચવાયા હતાં કે આસપાસનું કાઈ ભાન જ નહતું. ત્યાં વાલજીની પત્નીએ કાન દઇ સાંભળ્યું.

"જો કરશન, મે મારી બોલી(વચન) મુજબ મારુ કામ પુરુ કર્યું છે, હવે તુ તારું કામ પુરુ કરી દે." ઘનાભાઈએ કરશન ભગત સાથે હાથ મેળવતા કહ્યુ.

કરશન ભગત બોલ્યો " તમારી વાત થાય, તમે તો મુખીયાનાં ઘરનાં.."

ત્યાં જ વાત કાપતા ઘનાભાઈ બોલ્યા, " અમારી રગોમાં શેરનું ખૂન દોડે છે, બોલી આપી મતલબ જાન આપી એમ સમજો"

કરશનભગત ઘનાભાઈ ની પીઠ થબથબાવતાં બોલ્યા "ભાઈ, એમ તો અમે પણ બોલીનાં કાચા નથી, અને વાત રહી તમારી બોલીની તો તમે બોલી નાં પાક્કા જ છો પણ તોય તમે તમારી બોલીથી થાપ ખાઈ ગયા."

ઘનાભાઈ કરશન ભગતનો હાથ પોતાના પીઠ પરથી દુર કરી, કરશન ભગત કંઇક પોતાની વાતથી પલટી નો જાઇ એવાં રંગથી ગુસ્સામાં બોલ્યો " એટ્લે તમે કહેવા શુ માંગો છો, મે બોલી તોડી એમ, તમે કહ્યુ એમ કોઈને ભણક પણ નો લાગવા દીધી અને કામ પતાવી દીધું, અને તમે..."

ફરીથી કરશન ભગતે વાત કાપતા ઘનાભાઈનો હાથ પકડી ઝડપથી બોલ્યા, " થોડુ ધીરે બોલો, જો આ વાતની કોઈને ભણક પણ લાગી જશે ને તો તમારો જ ભાઈ આપણને બન્ને ને સમશાનમાં સુવડાવી દેશે."

"પણ તમે તમારી વાત થી બદલી જાવ અને મારા બોલી પર શક કર્યો છે, અમારાં કુળમાં માથું કાપીને આપી દઇ પરંતુ બોલી નો બદલે." આહોશમાં આવી ઘનાભાઈ બોલી ગયા.

ઘનાભાઈ ને શાંત પડતાં કરશન ભગત બોલ્યો , " અરે તમે બોલીનાં પાક્કા જ છો, મે કહ્યુ હતુ એમ જ કર્યું છે. પરંતુ મારુ કહેવાનું એમ હતુ કે તમે કહ્યુ કે બોલી માં અમે અમારી જાન આપી દઇ, પરંતુ અહિયાં તો તમે બોલીમાં જાન લઈ લીધી."

"હા, હા, તમારી એ વાત મુદ્દાની હો કરશન ભગત, મે બોલીમાં જાન આપવાનું કહ્યુ હતુ પરંતુ અહિયાં તો મણીનાં પતીની જાન લઇ લીધી" ઠંડા પડી ઘનાભાઈ બોલ્યા.

ત્યાં જ શુ....શુ.... નાક પાસે આંગળીનો ઇશારો કરતા કરશનભગત બોલ્યા , "તમને હમણાં જ કહ્યુ કે એ વાત ક્યારેય નહીં બોલતાં. અત્યારે દીવાલને પણ ભણક લાગી જાય છે, એને પણ કાન આપ્યાં છે."

બને ખળખળાટ કરતા હસી પડ્યા, આટલું સાંભળતા વાલજીની પત્નીનાં પગ અને હાથ કાંપવા લાગ્યા. તેને પોતાના ઘર તરફ જવું હતુ પરંતુ પોતાના દિલના ધબકારા એટલાં વધી ગયા કે શ્વાસ પણ માન માન લઈ શકતી હતી.

*** વાસ્તવિકતા માં...

ત્યાં જ પ્રવીણભાઈ એ મુખીજી ને રોક્યા અને કહ્યુ, " મુખી, તમે આગળ વઇ ગયા, ક્યાં ખોવાઇ જાવ છો. હજુ તો મણીબહેનનાં પતી જીવતાં હતાં."

મુખીજી પોતાની આંખનાં ડોળાને ઉપર તરફ રહેલા નળીયામાં ફેરવવા લાગ્યા. અને વિચાર્યું કે " હું સાચે જ આગળ વઇ ગયો" અને પછી પ્રવીણભાઈને કહ્યુ "હા, હુ થોડો આગળ વઇ ગયો હતો."

ત્યાં જ પ્રવીણભાઈ પોતાની આતુરતા બતાવતા ઉતાવળથી બોલી ગયા, " મુખીજી, એક દિવસ શુ પણ એક દિવસ? " પરંતુ મુખીજીનો તો જીવ પોતાની વંશજ બાળકી પર જ હતો.

અહિં મુખી અને પ્રવીણની વાત જામી હતી અને આખું ગામ ઘસઘસાટ સુઈ રહ્યુ હતુ, ત્યાં મણી ડોશી પોતાનો લોહી વારો હાથ લઈ વડનાં થડ પાસે જાઇ છે.

પથ્થર દ્રારા કરેલ લીટા ઉપર મણી ડોશી પોતાના આંગળી રાખે છે અને કંઇક શબ્દો બબળવા લાગે છે. થોડા સમય પછી આંગળી લઈ પોતાનાં હાથનાં પંજાનો વચ્ચેનો ભાગ થડ પર ભીંસે છે. લોહી વડની પડેલી કરચલીની તિરાડમાં ધીરે ધીરે નીચે તરફ વહેવા લાગે છે.

થોડા સમયમાં જ મણીડોસી બાળકીની બાજુમાં બેસી ફરીથી મંત્રોચ્ચાર કરે છે.

ત્યાં જ પ્રવીણભાઈ ફરીથી આતુરતા પૂર્વક મુખીજી ને કહે છે " મુખીજી, એક દિવસ પણ શું એક દિવસ? "

ક્રમશ...

શુ હતી બોલી ઘનાભાઈ ની?
શુ આપ્યું હતુ કરશન ભગતે ઘનાભાઈની બોલી ને બદલે?

રહસ્ય જાણવા માટે જોડાઇ રહો " રહસ્યમય પુરાણી દેરી" ની રોમાંચક સફર સાથે...😊

પ્રિત'z...💐