કીટલીથી કેફે સુધી... - 26 (2) 312 676 કીટલીથી કેફે સુધીઆનંદ(26)કહેવા માટે તો ઘણુ છે મારી પાસે...પણ ન કહી શકુ તો ને તો કાઇ જ નથી...આટલુ લખ્યુ ત્યાં પેન અટકી ગઇ. પવનમા ઉડતા પન્નાની વચ્ચે પેન રાખીને ડાયરી બંધ કરી. જ્યારથી સાબરમતી સાથે સંબંધ જોડાયો ત્યારથી આવી હાલત છે. આજકાલ શાંતીથી બેઠા-બેઠા વીચારોમા ખોવાઇ જાઉ છુ. “આ તો વડોદરા વચ્ચે નડી ગયુ બાકી આખી કોલેજ મારાથી હેરાન હોત. તારો મોબાઇલ તો બાકી કેદી’નો હેક થઇ ગયો હોત.” પુજા અને જુહીને આ વાત કહીને થાક્યો. વળી મને કાયમ થતુ કે હેકીંગ શીખીને આગળ શુ કરવાનુ...પછી જવાબની જરુર ન પડતી. વાસ્તવમા તો મારી જાત ને શાંત્વના આપવા માટે કરતો.‘ફાઇનલી’ પાછો આવી ગયો. મારા સૌરાષ્ટ્રમા...મારા કાઠીયાવાડમા...મારા મોરબીમા…દીવસો શાંતીથી નીકળે છે. રોજ સાંજ પડેને યાદોને વાગોળ્યા કરુ છુ. કેફેની જગ્યા ફરી કીટલીએ લઇ લીધી છે. મોરબી આવ્યાને અઠવાડીયુ થયુ. આજે સવારના વહેલી ઉંઘ ઉડી ગઇ. કેમ એ મને ખબર નથી. અચાનક જ મનમા જુના વીચારો ફરીથી આવવા લાગ્યા. જ્યારે મને ક્મ્પયુટરમા આર્કીટેક્ચરના નામે એક શબ્દ નહોતો ખબર...મે માંગેલી મદદ માટે મને મળેલા શબ્દો કાઇ આવા હતા. “અત્યારે ના થાય હો...શુ ગમે ત્યારે હાલ્યા આવો છો. ગમે ત્યારે આવીને ઉભા હોય. હાથે શીખતા હોય તો...” આ શબ્દોના ઘા માથી કદાચ આટલો મોટો વડલો થયો હશે. મને બધુ ફરીથી દેખાવા લાગ્યુ. મે મારી જાતને આપેલી કમીટમેન્ટ. “કાઠીયાવાડમા આવીને કાઠીયાવાડીને કઇ જાય એ નો પોષાય. અત્યારે તો તે પાછો કાયઢો વાંધો નય પણ; એક દી’ તારે મારી પાસે આવવુ પડે એવુ નો કરી દઉને તો હુ કાઠીયાવાડી નકામો.” મારી અંદરથી નીકળેલી આગ જ હતી પણ; મે કરી દેખાડયુ. મારી પોતાની શરત “કોઇપણ માણસને કોમપ્યુટરની બાબતમા મદદ કરવાની ક્યારેય ના નહી કહુ.” આ વાતે મને અત્યાર સુધી જીવાડી રાખ્યો છે.થોડા દીવસો પહેલા અમે ‘સાઇલન્ટ ટ્રાફીક’ ની પહેલી ફોટો વોલ્ક કરી. દસ વાગ્યા એટલે કીટલીએ બેસવાનો ટાઇમ થઇ ગયો. હુ ચૈતન્યને લેવા જવાનો છુ. દર્શીત અને મીતીયો સીધા આવે છે. વંદનનો ફોન લાગતો નથી.કેસરબાગની સામે ‘કૌશીકભાઇની કીટલી’ છે. સવાર-સાંજ અમે ત્યા બેઠા હોય. મારા જેવા ચા પીધા રાખે. ભગાબાપા ગામડે ગયા પછી અમારી જગ્યા ફરી ગઇ. રોયલ પેલેસની નીચે ‘ભગાબાપાની કીટલી’એ છેલ્લે ચા પીવા વાળા અમે જ હોય. “જો કાંઇ હે આને આ ફોન કરો એટલે ઘરેથી હાલતા. તમને બેયને એલાવ ઘરે કોઇ સાચવતુ નય હોયને કા...” ચૈતન્ય એકટીવામાથી ઉતર્યા પહેલા બોલી ગયો. મીતીયો અને દર્શીત પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. “આવ-આવ રાજ્યા...રાવલને તો કેવાનુ નો હોય. નો કઇ તોય હાયલા આવે.” મીતીયો મારુ નામ બોલે એટલે કાઇ અલગ જ સુર સંભળાય. એ ઉભો થયો ને મારી સાથે હાથ મીલાવ્યો. “સાચુને દર્શીત હસ્તી કેવાય કે નય હવે બરોડાવાળા મોટા માણસો.”“રેવા દેને ભાઇ હુ માંડ ભુલવાની ટ્રાય કરુને તુ પાછો યાદ કરાવેશ...” હુ થોડો ચીડાઇ ગયો.“હયશે હાલો...ચા પીવાની બાકી લાગે...” મારા મગજને ઠેકાણે લાવવાની રીત એ બધાને ખબર છે. “કાકા ચા લાવો તો બે...”“શુ ક્યે મીસ ગાંધી રાજ્યા...” મીતીયાને માંડ બંધ કરાવ્યો ત્યા દર્શીત બોલ્યો. “હાલો હવે કેદી ખુશખબર આપવાની...” દર્શીતને બોલે ત્યારે એને આજુબાજુના વાતાવરણની ગંભીરતા કયારેય દેખાતી નથી. ગમે એવી પરીસ્થિતી હોય એને જે બોલવુ હોય એ બોલી જ નાખવાનો. એને વધારે કાંઇ કહેવાનો કોઇ અર્થ નથી એ ઘણી સારી રીતે જાણે છે. એ જે બોલે અને કરે એમા એનો ખરાબ ઇરાદો હોઇ જ ના શકે એ ધારે તોય કોઇને હેરાન કરી શકે એમ નથી. એ એના સ્વભાવમા જ નથી. ગમે તેવી મજાક કરો તોય બીજા દીવસે ડ્રીમયુગા પર ડોલતો આવી જ ગયો હોય.“ભાઇ ચા પીવા દે...” મે ચાનો કપ હાથમા લીધો. ચા પીવા ગયો ત્યા જયલા નો ફોન આવ્યો. મે ફોન ઉપાડીને કાને રાખ્યો.“બોલોને સાયબ કેમ આજે ગરીબ માણસોને યાદ કયરા...” એની સાથે વાત કરવાની મારી આજ રીત છે. હુ ઉભો થયો.“તમારા વગર અમારો થોડીને ઉધાર થાવાનો...અત્યારે છો ક્યા એ તો કે...” એણે હસતા-હસતા કહ્યુ.“મોરબી જ હોયને ચા પીવા આયવો તો હાલ પીવી હોય તો...” હુ ખુશ થઇને બોલ્યો.“હવે રાજકોટમા પગલા કેદી માંડવા છે. આવ એટલે એક ખાસ કામ છે.”“હમણા જ જ્યુરીમા આયવો તો તુ નોતો ત્યારે તો...” હુ ઉભો થઇને થોડો આગળ ગયો. જ્યુરીના દીવસે છ મહીના પછી કોલેજ જવાનુ થયુ. સવારે ગયો તો અને સાંજે પાછો આવી ગયો. જ્યુરીના કારણે વધારે કોઇને મળી નહોતો શક્યો.“હવે આપડે મીલાન્જ છે હમણા ઇ તો ખબરને...” એણે હસવાનુ શરુ કરી દીધુ.“હા એલા...ઇપ્સામા જ ભણુ છુ. નવરચનામા નથી વયો ગયો...” મે સામે કહ્યુ.“હવે સાંભળ મારી હમણા જ વાત થઇ સીનીયર સાથે કે કલચરલ્સ વાળી જે નાઇટ હોયને એમા આપણને અડધી કલાક આપે છે. તો એમા વીચારતો તો કે ઓપનમાઇક જેવુ રાખી. જુનીયર્સમાય કેટલાય લખે છે. બધાને કાઇક નવુ મળે. તો તુ પર્ફોમ કરીશને...” એને એક સાથે મને વાત કરી દીધી.“જોઉં હાલ કઉ તને...” મારાથી બોલાઇ ગયુ. મીલાન્જનુ કામ કોલેજમા કેટલાય દીવસથી ચાલે છે પણ; મારે મારા રજાના દીવસો ઘરે જ વીતાવવા છે. મને કેટલાયના ફોન આવે છે. હુ બધાને આવવાની ના કહીને થાક્યો છુ.મે ફોન મુક્યો અને વીચારતો રહ્યો. થોડીવાર બેસીને અમે ઘરે નીકળા.ફાઇનલી મીલાન્જ આવી ગયુ. પહેલા બે દીવસ મે ચક્કર લગાવી. મને વધારે કાંઇ રસ પડતો નથી. મે મારો પોર્ટફોલીયો એકઝીબીશન માટે આપી દીધો. હુ સવારે જતો અને સાંજે પાછો મોરબી આવતો રહેતો.ત્રીજો દીવસ મારે રાત રોકાવી પડી. મારો અડધો સામાન આવી ગયો છે. એટલે રુમ પર જ રોકાવાનો છુ. સવારથી બપોર આંટા માર્યા. અગીયાર વાગે “ભુમીકા” આવે છે. એને મળીને બપોરે રુમે નીકળી જઇશ એવો મે પ્લાન કર્યો છે.આજે પહેલીવાર એને મળ્યો. એકઝીબીશનથી લઇને કેન્ટીન સુધી અમે કોલેજમા ફર્યા. છેલ્લે અમે કેન્ટીનમા થોડો ટાઇમ બેઠા. હુ એને પહેલીવાર મળ્યો એટલે બોલતી વખતે મારો અવાજ ફરી ગયો પણ; ચા પીધા પછી બરોબર લાગવા માંડયુ. મારી કલ્પના કરતા અલગ પ્રકારના ડોકટરને હુ મળ્યો. બપોરના કાઇ કામ નહોતુ એટલે હુ રુમે જવા નીકળ્યો. રીક્શામાથી એજીચોકે ઉતર્યો ત્યા જયલાનો ફોન આવ્યો.“ભાઇ તુ આવેશને આજે પર્ફોમ કરવા. એક કામ કર જલ્દી ઉપર આવ થીસીસ વાડા સ્ટુડીયોમા ન્યા મીટીંગ છે આપડે જેટલા પર્ફોમ કરવાના છીએ એ બધાની...” જયલો બોલ્યો.મે એને હા કે ના તો કીધુ જ નહોતુ. તોય એને હા પાડી એમ સમજી લીધુ. “હુ એજી ચોકે આવી ગયો...” “પાછો આવી જા ન્યાથી જલ્દી...”“આવવુ પડશે...” મે કહ્યુ. હુ કોઇ જુનીયરને અત્યાર સુધી નથી મળ્યો. મને વાંધો જ એ વાતનો હતો.“હા ભાઇ તારા વગર થોડુ હાલશે. આ બધા સ્ટેજ પર કોઇ દીવસ બોયલા નથી. એટલે આવી જા...”“હા હાલ આયવો પંદર-વીસ મીનીટમા...” કહીને મે ફોન રાખી દીધો.નહોતી પાડવાની ત્યા હા પાડી દીધી. મને મનોમન થયુ કે ખોટુ થઇ ગયુ.ફાઇનલી સાંજ પડી. બધા જમવામા પડયા છે. સ્ટેજને જોઇને મારા ધબકારા વધી રહ્યા છે. જયલો સ્ટેજ પર ચઢીને માઇક ગોઠવવાની જગ્યા સમજાવે છે. જેવો મને જોયો એવો ઉપર બોલાવ્યો. એક નજર કરી તો ખાલી ખુરશીઓ જોઇને મારા ધબકારા વધવા લાગ્યા. અત્યાર સુધીમે કેફેમા પર્ફોમ કર્યુ છે. આટલા માણસોની વચ્ચે પહેલીવાર ઉભો થવા જઇ રહ્યો છુ. વીચારીને પણ મને બીક લાગે છે.હુ તરત નીચે ઉતર્યો. સ્ટેજની નીચે ગયો ત્યા કોઇએ મને બોલાવ્યો. પાછળ ફરીને જોયુ તો હકીમુદ્દીન સર અને એનુ પરીવાર પહેલી જ લાઇનમા બેસેલા હતા. કવિતા લખવાના કારણે સર સાથે મારા સંબંધ બીજા કરતા સારા હતા. સરે મને બોલાવ્યો.“શુ ક્યે રાજ...આજે તો કાંઇ અલગ જ લુકમા દેખાઇ રહ્યો છે.” એમની બોલવાની રીતથી ભલભલા માણસો પ્રભાવીત થઇ જાય છે. “કેમ છો સર...” મને અચાનક જ બોલાવ્યો એટલે હુ ચોંકી ગયો.“મે એવુ સાંભળ્યુ છે કે તુ મારી મીમીક્રી કરવાનો છે...” એકદમ જ એમને કહ્યુ.“ના સાયબ એવુ કાઇ નથી...” હુ ડરી ગયો. મને થયુ અચાનક જ એમને કઇ રીતે ખબર પડી ગઇ.“હાલ એક્ટીંગ કર એટલે પાસ...” મારી સામે જોઇને ફરી એમને કહ્યુ. મારી બીક વધી ગઇ. પછી મને અચાનક યાદ આવ્યુ. રુષીએ સાંજે મને મીમીક્રીનુ પુછયુ હતુ. એનુ જ કામ હોય. એ જ મીમીક્રી કરવાની પરમીશન લઇને આવ્યો હોવો જોઇએ.મનમા વાતો કરતો આગળ ચાલ્યો ત્યા પ્રકાશસરે મને રોક્યો. “તુ તો ઓલો જ ને જે બઉ બધુ લખે છે...”હુ હા પાડવા જ જતો હતો. ત્યા દેવાંગ સર અમારા પ્રીન્સીપલ પાછળથી આવ્યા. “એ તો બઉ જ બધુ કરે છે. બરોબરને...” મારી સામે જોઇને સર હસવા લાગ્યા. હુ અવાચક થઇ ગયો. મારા વીશે આ બધાને આટલી બધી કઇ રીતે ખબર હોઇ શકે. જમવાનુ મોડુ ચાલુ થયુ એટલે આખુ ટાઇમટેબલ લેઇટ થશે. દેવાંગસરે રુષીને માઇક ચાલુ કરવા માટે કહ્યુ. પહેલુ જ પર્ફોમન્સ અમારુ હતુ. સ્ટેજ પર ખુરશીઓ લાઇનમા ગોઠવાયેલી હતી. એક પછી એક બધાને જઇને બોલવાનુ છે. મારો વારો ચોથો છે. પણ પહેલા ત્રણ પર્ફોમન્સ પત્યા ત્યા સુધી બધા ખોટો અવાજ અને ચીસો પાડી રહ્યા હતા. એમા અડધા ઉપર તો એવા છે જેને કાઇ કરવુ પણ નથી અને નવુ કરે એ બધાને રોકવા છે. મારો વારો આવ્યો ત્યા સુધી મને ચીંતા વધી રહી હતી.છેલ્લે મારો વારો આવ્યો. હુ મીલાન્જના સ્ટેજ પર ઉભો છુ. માઇક મારી સામે છે. હુ માંડ-માંડ બોલી શક્યો. સ્ટેજ પરથી સામે જોવામા થોડીવાર મને બીક લાગી. પણ થોડી સેકન્ડમા નોરમલ થઇ ગયો. એક પછી એક લખેલી રચના બધાને સંભળાવતો ગયો. મારી કોલેજમાથી મને આટલી તાળીઓ પહેલી વાર મળી. એ સ્ટેજ પર ઉભા રહેવાનુ મારુ સપનુ પુરુ થયુ. મારો વારો પત્યો. હુ અટક્યો. સ્ટેજ પરથી નજર કરી. થોડી સેકન્ડ સુધી જોતો રહ્યો. અત્યાર સુધી તો મે ક્યારેય નહોતુ વીચાર્યુ કે હુ આ સ્ટેજ પર ચઢીસ. હુ સારામા સારી બોલ્યો પણ કાઇક ખુટયુ એવુ લાગ્યુ. સ્ટેજ પરથી ઉતર્યો.“હવે મોટા સ્ટેજ ની જરુર પડે આ તો નાનુ પડે...” અર્પીતા અને ક્રુપાલીએ આવીને કહ્યુ ત્યારે હુ પાછો જાગ્યો એવુ મને લાગ્યુ. હુ વીચારતો હતો કે આટલુ સારુ પર્ફોમન્સ થયુ તોય મને રાજીપો કેમ નથી. વીચારતા-વીચારતા કેન્ટીન બાજુ ગયો. હુ ધુલા પાસે ઉભો રહ્યો ત્યા મને કાંઇક સંભળાયુ. મને થયુ ભણકારા વાગતા હશે. મે ધ્યાન ન આપ્યુ. “રાજ કયા છો મારા ભાઇ...બધાય રાહ જોવે છે...” મે ફરી સાંભળ્યુ. “રાજ ઠોરીયા જ્યા હોય યા થી દોડીને સ્ટેજ પર આવે...”રુષીનો અવાજ સાંભળીને દોડીને આગળની તરફ ગયો. હુ ફરીને આવ્યો એટલે કોઇ જોઇ ગયુ અને રાળ પાડીને કહી દીધુ. “આ આવી ગયો જો...જલ્દી આવી જા સ્ટેજ ઉપર...” હુ કાઇ પણ કહુ એ પહેલા એને માઇકમા બોલી દીધુ.મને ત્યારે ખબર જ નહોતી કે સ્ટેજ પર કેમ બોલાવે છે. જો ખબર હોત તો કદાચ ત્યા જ ના કહી દેત. હુ સ્ટેજની નજીક ગયો. “કેમ શુ કામ છે એ તો કે પહેલા...” અત્યારે બધા માણસો મારી સામે જોઇ રહ્યા છે. “તુ ઉપર તો આવ એટલે કઉ હમણા...” એટલુ બોલીને એ સ્ટેજની બીજી બાજુ આવી ગયો. કોઇપણ રીતે એ મને સ્ટેજ પર ફરીથી ચઢાવીને માનવાનો હતો.સ્ટેજની બીજી બાજુ ખુરશી પરથી ઉપર ચઢયો. હુ હજી એજ વીચારુ છુ કે માણસો મારા વીશે શુ વીચારતા હશે. મારી રચનાઓના મળેલા ખોટા વખાણથી હુ પરીચીત હતો. “રાજ ઠોરીયા જેનુ તખ્ખલુસ આનંદ છે. કાયમ બધાને આનંદમા રાખવા મથતો હોય છે. આજે આપણને આનંદ કરાવશે.” મને સ્ટેજ પર ચઢતો જોઇને એ બોલ્યો.“મને કેમ બોલાયવો...” હુ ધીમેથી બોલ્યો.“જો આ અત્યારે થોડો ટેન્શનમા છે. હમણા સરખો થઇ જાવાનો...” મારા ખભે હાથ રાખીને મને સ્ટેજની વચ્ચે લઇ ગયો. મને માઇક આપીને પોતે સાઇડમા ઉભો રહી ગયો.હુ માઇક પકડીને બધાની સામે જોતો રહ્યો. આ વખતે મને જરાય ગભરામણ કે બીક જેવુ ન લાગ્યુ. “આજે હકીમ સર અને એનો સહપરીવાર બેઠા છે. આજે એની સામે બતાવી દે તારો ટેલેન્ટ...” આટલુ બોલ્યો ત્યા હુ સમજી ગયો.“બધા જોઇ લેજો. સર હવે કેટી આપે તો એની જવાબદારી...” કહીને એ ગાયબ થઇ ગયો.હુ સ્ટેજ પર માઇક લઇને ઉભો રહ્યો. બધા જાણે મારા બોલવાની જ રાહ જોઇ રહ્યા હતા. “સર કેટી નો આપતા પ્લીઝ...” મારાથી આ જ શબ્દો નીકળ્યા. હુ આટલુ બોલ્યો ત્યા એકદમ અવાજ થવા લાગ્યો. દેખાવ પુરતા કે સારુ લગાડવા માટે નહી. જેવો અનુભવ પહેલી વખત સ્ટેજ પર મે કર્યો હતો. મારુ મન હવે કોઇના દીલમાથી નીકળેલા અવાજો પારખી શકે છે. “સમાજ બદલ રહા હે...” આટલુ માંડ બોલ્યો. બધા ખુશ થઇને બુમો પાડવા લાગ્યા. મને મારા અવાજ પર વીશ્વાસ ન આવ્યો. ખાલી આટલા જ શબ્દોમા બધા મને ઓળખી ગયા.મને અચાનક કોઇ ડાયલોગ યાદ જ ન આવ્યા. એટલે જે મનમા આવ્યુ એ બોલી ગયો.“હકીમ સર જ્યુરી લેવા આયવા હોય ત્યારે કાઇ આવો સીન હોય.” હુ પુરેપુરા જોશમા આવી ગયો. “સમાજ બદલ રહા હે તો હમ ક્યુ નહી બદલે...”પહેલા કરતા પણ વધારે બુમો સંભળાઇ રહી છે. બધીજ બાજુથી...સીનીયર...જુનીયર...ફેકલ્ટી...બધા જ મારા માટે તાળીઓ પાડી રહ્યા છે. આ એક સેકન્ડ મને લાગી કે મારી જાત સાથે ભટકાઇને આવી ગયો. મે કરી બતાવ્યુ. મારા ક્લાસમાથી બધા સીટી મારી રહ્યા હતા. કદાચ ગર્વથી બધાને કહેવા કે આ અમારો ભાઇબંધ છે.“ઇઝ ધીસ યોર વર્ક ગાઇઝ...મને તો એ જ ખબર નથી પડી રહી કે સ્કુલ તમારા જેવા ડોબા આર્કીટેક્ટસ શા માટે પેદા કરી રહી છે...ગધેડા છો અરે બોલો...ગધેડા છો...કઇ બ્રીડના છો...” હુ એક જ શ્વાસે બોલી ગયો. મારામા આટલી હીમ્મત ક્યાથી આવી એ મે જાણવા પ્રય્ત્ન નથી કર્યો.આટલુ બોલીને હુ અટક્યો. બધા જોરજોરથી તાળીઓ પાડી રહ્યા છે.“વન્સ મોર...વન્સ મોર...” બધી બાજુથી સંભળાઇ રહ્યુ છે. સીટીઓ વાગી રહી છે. હકીમસર અને એનો પરીવાર તાળીઓ પાળી રહ્યા છે. હુ બસ ઉભો રહીને જોતો રહ્યો.“જોયુને અમારા આનંદનુ ટેલેન્ટ...” અચાનક રુષી આવી ગયો. “આપડે ખાતરી કરી જોવો હવે સાયબના મોઢે સાંભળી...”એટલુ કહીને સર પાસે માઇક લઇ ગયો.“સર કય દયો હવે તુ પાસ...” મારી સામુ આંગળી બતાવીને.“હવે તુ પાસ...” સર એટલુ જ બોલ્યા. ત્યા ફરીથી ‘વન્સમોર...વન્સમોર’ ચાલુ થયુ.મે પણ ફરીથી “હવે તુ પાસ...” કહ્યુ. “ભુલ થઇ હોય તો સોરી સર...” કહીને હુ બીકનો માર્યો ફટોફટ નીચે ઉતરી ગયો.નીચે ઉતર્યા પછી પણ બધા એ એટલા વખાણ કર્યા કે મારો દીવસ સુધરી ગયો. કોલેજમા આવ્યા પછીનો મારો સૌથી સારો દીવસ આ હતો. “એલા ટોપા અમે કેટલી રાળ પાડી ગૌરવસરની કર એક્ટીંગ સાંભળે તોને...પણ આમા મોજ પડી ગઇ ભાઇ...એક નંબર...” જીગ્નેશે આવીને કહ્યુ.હુ એટલો ખુશ હતો કે ‘ચા’ પીવા નીકળી ગયો.પાછળ ગયો ત્યા શ્રેયા મળી ગઇ.ચા તો ન મળી આજે કોફીથી કામ ચલાવવુ પડયુ.હુ એટલો ખુશ હતો કે ‘ચા’ ની જગ્યાએ ‘કોફી’ પી ગયો.(ક્રમશ:) ‹ Previous Chapter કીટલીથી કેફે સુધી... - 25 › Next Chapter કીટલીથી કેફે સુધી... - 27 Download Our App Rate & Review Send Review Ashi Rupala 4 months ago siddhi Mistry 8 months ago More Interesting Options Short Stories Spiritual Stories Novel Episodes Motivational Stories Classic Stories Children Stories Humour stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Social Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Anand Follow Novel by Anand in Gujarati Novel Episodes Total Episodes : 30 Share You May Also Like કીટલીથી કેફે સુધી... - 1 by Anand કીટલીથી કેફે સુધી... - 2 by Anand કીટલીથી કેફે સુધી... - 3 by Anand કીટલીથી કેફે સુધી... - 4 by Anand કીટલીથી કેફે સુધી... - 5 by Anand કીટલીથી કેફે સુધી... - 6 by Anand કીટલીથી કેફે સુધી... - 7 by Anand કીટલીથી કેફે સુધી... - 8 by Anand કીટલીથી કેફે સુધી... - 9 by Anand કીટલીથી કેફે સુધી... - 10 by Anand