Dill Prem no dariyo che - 23 books and stories free download online pdf in Gujarati

દિલ પ્રેમનો દરિયો છે - 23

પળભર માટે ખાલી પરી મહેરને જોય રહી હતી. દિલ જોરજોરથી ધબકતું હતુ ને તે ખાલી તેમાં શ્વાસ લ્ઈ રહી હતી. તેને મહેરને જે કહેવું હતું તે શબ્દો હોઠ સુધી પહોંચી ફરી ગળાની અંદર ચાલ્યા જતા હતા. ફરી એકવાર તે કોશિશ કરતી ને ફરી તે શબ્દો બની વિચરાઈ જતા હતા. આંખમાં દેખાતો પ્રેમ, હદયની લાગણી બનીને વહી રહયો હતો ને તે મહેર સામે એક અહેસાસ ભર્યા હદયે જોઈ રહી હતી. શબ્દો બહાર નિકળતા જાણે ડરતા હોય તેમ તે કંઈક બોલવાની કોશિશ કરે જતી.

"પરી, શું વાત છે....તું ખાલી ખામોશ રહી મને જોતી રહીશ કે કંઈ વાત પણ કરી...." મહેરના શબ્દોએ તેના શબ્દોને એક અવાજ આપી.

"મહેર, મારા પપ્પાએ મારો સંબધ નકકી કરી દીધો છે."

"તો... તેમા હેરાન થવાની શું વાત છે તે તો સારી વાત કહેવાયને"

"ઓ.....સારી વાત કહેવાય...!!!જે વ્યક્તિને હું ઓળખતી પણ નથી, જેના વિશે હું જાણતી પણ નથી, તેની સાથે મારે આખી જિંદગી જીવવાનું.. તને ખબર છે, મારા પપ્પાએ આ સંબધ મારા જન્મતાની સાથે જ કરી દીધો છે. જે હવે મારુ કોમ્પિટિશન પુરુ થવાની રાહ જોવે છે. જે પુરુ થતા જ પપ્પા મારા લગ્ન તે ઘરમાં કરી દેશે"

" તને લાગે છે તારા પપ્પા તારા માટે કોઈ ખરાબ છોકરાને પસંદ કરે...??"

"" મારી ખુશી માટે તે આખી દુનિયા સામે લડી શકે તે મારા માટે કયારે ગલત કરી જ ના શકે. એવું નથી કે તેમને મને મારી ખુશી જાણવાની કોશિશ ના કરી. તેમને મને એક મોકો પણ આપ્યો...પણ હું તેમની ખુશી આગળ મારી ખુશી વ્યક્ત ના કરી શકી.... મહેર મારે આ બંધનમાં નથી બધાવવું,

" એક ના એક દિવસ તો તારે બંધાવું જ પડશે ને તો પછી તેમાં શું ખરાબી છે જે તને પસંદ નથી."

"વાત પસંદ ના પસંદની નથી મહેર.... "

"તો પછી તને શું પ્રોબ્લેમ છે.... "

" પ્રોબ્લેમ એ છે મહેર કે હું તને પ્રેમ કરુ છું... આ્ઈ લવ યુ "તેના શબ્દો દરીયાની તે લહેરો સાથે જ હવામાં ઉછળી પડયા ને મહેરના દિલ અને દિમાગ વચ્ચે ફસાઈ ગયા. જેમ દરીયો ભરતી ઓટ આવવાથી ઉછળી પડે તેમ મહેરનું દિલ પણ પરીના આ શબ્દોથી ઉછળી પડયું પણ તે ખામોશ બની પરીને ખાલી સાંભળતો રહયો.

"મહેર, મારે આ પ્રેમની દુનિયાથી હંમેશા દુર રહેવું હતું. પણ તું મારી જિંદગીનો પ્રેમ કયારે બની ગયો તે મને ખ્યાલ જ ના રહયો. તારી સાથે દોસ્તીની તે પળો જીવતા મને પ્રેમનો અહેસાસ થયો. તારા મળ્યાં પછી મારી જિંદગી કેટલી બધી બદલાઇ ગઇ. હું ખુદ બદલાઈ ગઈ. તારી સાથે બેસી દિલની બધી જ વાતો કરવી, ખુશીની પળો દુઃખની પળો તારી સાથે વગર કંઈ વિચારે જ વિતી જાય છે. તારા ચહેરો જોઈ મારુ સવાર થવુ, તારી સાથે વાતો કર્યા પછી મારી રાત થવી, તારી વાતો સાંભળી દિલને ખુશી મળવી, તને એકપળ માટે પણ ના મળુ તો મારા દિલની ધડકનો થભી જવી, તારા વગરની એક પળ પણ મને ભારી લાગે છે તો આ જિંદગીની બધી જ પળો હું કોઈ બીજા સાથે કેવી રીતે વિતાવું. યાદ છે મે તને એક દિવસ કહેલું કે જે દિવસે મને પ્રેમનો અહેસાસ થશે તે દિવસે હું તને આવી ને પહેલા કહીશ પણ હું તને કહી ના શકી. મહેર, હું જાણું છું પ્રેમ જિંદગીનો સૌથી ખૂબસુરત અહેસાસ છે. પણ હું તને ચાહવા છતા પણ તને મારી જિંદગીનો હિસ્સો નહીં બનાવી શકુ..." તેની આખાના આસું ગાલને સ્પર્શ કરીને નીચે દરીયાના પાણીમા ભળી વહી જતા હતા ને મહેર તેના વહેતા આસું ને જોઈ રહયો.

" સોરી....મહેર, આજે મારી લાગણીને હું ના રોકી શકી......" પરીના શબ્દો પુરા પણ નહોતા થયા તે પહેલાં જ મહેરે તેને ગળે લગાવી હક કરી લીધો.

"આ્ઈ લવ યુ ટુ.....જરુરી નથી કે બીજી વાર પ્રેમ ના થઈ શકે.....જે ફીલિંગ તારા દિલમાં છે તે મારા દિલમાં પણ છે. " શબ્દો થંભી ગયાં ને દિલ દિલ સાથે વાતો કરવા લાગ્યું. અહેસાસથી ધબકતા બે દિલ બધું જ ભુલી ગયા ને પ્રેમ ઇશક ના જુનુનમાં ખોવાઈ ગયાં.

ઉછળતા દરીયાના મોજાની લહેરો બંનેના અહેસાસને ભીજવી રહી હતી. ઢળતી સાંજનો સૂર્ય પણ બે દિલને મળતા જોઈ થંભી ગયો હતો. આકાશમાં પીળો પ્રકાશ પથરાઇ ગયો ને દરિયાની લહેરો વચ્ચે પરી અને મહેર એકબીજાની બાહામાં પ્રેમની પહેલી પ્રપોઝને સ્વીકારી રહ્યા હતા. આખુ વતાવરણ તેના આ પ્રેમનું સાક્ષી બની મહેકી રહયુ હતી. થોડીવાર માટે બધું જ થંભી ગયું. ધડકતા દિલ સિવાયનો બીજો બધો જ અવાજ બંધ થઈ ગયો ને બે દિલ અંદર જ ઘણી વાતો કરી ગયા.

મહેરે એક હાથ પરીના એક ગાલ પર મુકયો પછી બીજો હાથ બીજા ગાલ પર મુક્યો. પરીના ચહેરાને તેને બંને હાથથી થામી લીધો. દિલ જોરજોરથી ધબકી રહયું હતું. પરીની આખો બંધ થઈ. તેના ચહેરા પરની રેખા ખીલી રહી હતી. જેમ વસંતને આવતી જોઈ ધરતી ખીલી ઉઠે. ધીમેધીમે મહેર તેના ચહેરાને તેની નજીક લઇ જ્ઈ રહયો હતો. હદયમાં એક મધુર સ્નેહ સંગીતની ધુન ગુજી ઉઠી ને મહેરે ધીમેકથી પોતાના હોઠ પરીના ગુલાબી હોઠ પર મુકી દીધા. આખા શરીરમાં અહેસાસની લાગણી પ્રસરી ગઈ. ચાર હોઠ મળતા જ શરીર કંપી ઉઠયું. આ કંપન બે દિલને એક કરે તે પહેલાં જ પરીની આખ ખુલીને તે મહેરથી દુર ખસી ગઇ. "નો... મહેર..... ઇટ ઈઝ રોન્ગ વિધ યુ"

ખુશીમાં ફરી ખામોશી ભળીને પરીની આખો આસુંથી છલકાઈ ગઇે. તેના ચહેરા પરની તે નિખરેલી લાગણી પળમાં જ વિખરાઈ ગઈ. વિચારો ફરી શરૂ થયા ને દિલ અહેસાસ ભુલી ગયું. સંધ્યા ઢળતી જતી ને આકાશમાં અધારુ થઈ રહ્યું હતું. બંને સામે હોવા છતાં પણ ચહેરો જુકાવીને ઊભા હતા. કોઈ કંઈ જ બોલતું ના હતું. બંનેની ચુપી ખામોશ વિચારોની વચ્ચે ખોવાઈ ગઈ હતી.

"સોરી, પરી......" તેનાથી કંઈ ભુલ થઈ ગઈ હોય તેમ મહેર જુકેલી નજરે પરી પાસે માફી માંગતા હતો. તેની પણ આખોમાં ખામોશી હતી.

"મહેર, આ કેવી લાગણી છે જે તને સમજવા છતા પણ નથી સમજી શકતી. હું તને પ્રેમ કરુ છું, તુ મને કરે છે, પણ કોઈ એવી પરિસ્થિતિ જે આપણને એક થતા રોકે છે. તારા માટે આખી દુનિયા કુરબાન કરવા તૈયાર છું. પણ, તેના સંસ્કારોનું છું જે મને જન્મોથી મળ્યા છે. આ્ઈ એમ રીયલી સોરી મહેર પણ, હું તને ખોટો દિલાસો આપી તારી લાગણી સાથે રમી ના શકુ. જયારે હું જાણું છું મારી જિંદગી પહેલાથી કોઈ બીજા સાથે જોડાઈ ગઈ છે." આટલું કહીને તે તેની ભીની આખો લઇ ત્યાથી નિકળી ગઈ ને મહેર તેને જતા જોઈ રહયો.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
પરી અને મહેરે એકબીજાને પ્રપોઝ તો કરી દીધું પણ શું તેનો આ પ્રેમ એકબીજા માટે યોગ્ય છે...?? શું કામ પરી હજુ પણ પ્રેમથી ભાગે છે....??? શું પરીના આ શબ્દો સાંભળી મહેર તેની લાગણીને સમજી શકશે....?? શું થશે તેના આ પ્રેમનું તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે.....(ક્રમશ :)