Khuni koun ? - 2 books and stories free download online pdf in Gujarati

ખૂની કોણ? - 2

વીતેલા અંક માં આપણે જોયું કે રાજકોટ માં શેરબજાર નીં એડવાઈઝરી કંપની ધરાવતા અબજોપતિ નિખિલ ની મોજ મસ્તી માં મસ્ત રહેતી એવી પત્ની નિરાલી ની એક સવારે હત્યા થઈ જાય છે. ઘર ના વફાદાર નોકર કમ કેરટેકર એવા કિશન કાકા તરત જ નિખિલ ને ફોન કરી ને માહિતી આપે છે, અને બીજો ફોન કિશન કાકા શહેર ના જાંબાઝ પોલીસ ઓફિસર અમિતાભ પંડિતને લગાવે છે.
હવે આગળ...
__________________

આજ ની ઘટના નાં બે વર્ષ પહેલાં ની વાત છે જ્યારે હજુ નિખિલ ના લગ્ન થયા ન હતા, ત્યારે નિખિલ અને નિરવ બંને સાથે શહેર નાં યાજ્ઞિક રોડ ખાતે આવેલી એક હોટેલ ના પ્રાંગણ માં થી ડિનર પતાવીને હજુ બહાર જ નીકળ્યા હશે ત્યાં જ નિખિલ ની ગાડી પર અચાનક ધસી આવેલા બે ગુંડા જેવા માણસો એ ધડા ધડ બે ગોળી ચલાવી પરંતુ સદનસીબે નિખિલ કે નિરવ ને કઈ થયું નહી. હજુ કોઈ કંઈ સમજી શકે ત્યાં તો બાઈક પર આવેલા તે બંને ગુંડા ભાગી નીકળવામાં સફળ થઈ ગયા. ઘટના સ્થળે અડધા કલાક માં જ પોલીસ ની એક ટીમ અમિતાભ પંડિત નીં આગેવાની માં આવી પહોંચી. આસપાસ ના સ્થળ ના નિરીક્ષણ બાદ અમિતાભ પંડિત નિખિલ અને નિરવ પાસે આવ્યા અને તેમને બનાવ વિશે પૂછતાં હંમેશા ની જેમ જ બેદરકારી ભરેલો જવાબ મળ્યો કે અમે કશું જાણતા નથી. અમિતાભ એ જોયું કે આટલી ગંભીર ઘટના છતાં નિખિલ ને ચેહરા પર જાણે કોઈ જ ભય કે ગભરામણ ના ભાવ જણાતા ના હતા. જ્યારે નિરવ ના ચેહરા પર થી ગભરામણ ના અને ભય ના ભાવ ઉડી ને આંખે વળગે એવા સ્પષ્ટ જોઈ શકાતા હતા. અમિતાભે આજુ બાજુ માં પૂછપરછ કરી પરંતુ કામ ની એવી કોઈ જ માહિતી ના મળી. નિખિલ તો આ ઘટના ભૂલી ગયો પરંતુ ઇન્સ્પેકટર અમિતાભ પંડિત માટે આ ઘટના ભવિષ્ય માં કોઈ મોટી મુશિબત ના એંધાણ રૂપ હતી આથી તેમણે નિખિલ અને નિરવ ને સાવધ રહેવા જણાવ્યું અને નિખિલ નો અલ્લડ સ્વભાવ જોતા અમિતાભે ખાસ વ્યક્તિગત રીતે કિશન કાકા ને બોલાવી ને નિખિલ અને તેના પરિવાર નું ધ્યાન રાખવા અને સાવધ રહેવા જણાવ્યું અને પોતાનો પર્સનલ મોબાઈલ નંબર આપી ને કહ્યું કે કોઈ પણ અણધારી ઘટના જેવું બને કે શંકા લાગે તો મને આ નંબર પર તરત જ સંપર્ક કરવો.
__________

આજ નો નિરાલી ની હત્યા નો દિવસ:

ઉપરોક્ત ઘટના ને ધ્યાને રાખી જેવી નિરાલી ની લાશ જોઈ કે તરત જ કિશન કાકા એ ઇન્સ્પેક્ટર અમિતાભ પંડિત ને તેના ખાનગી નંબર પર કોલ કરી ને બોલાવી લીધા.

ખબર મળતા જ નિખિલ ઘરે આવી ગયો, આટલી ગંભીર ઘટના બની ગઈ હોવા છતાં નિખિલ ના ચેહરા પર જોઈએ એવો વિષાદ કે દુઃખ જોવા મળતું ના હતું. નિખિલ ના પપ્પા શેઠ રમેશદાસ અને મમ્મી શેઠાણી રમીલા કે જેઓ અમદાવાદ સેટેલાઇટ એરિયા સ્થિત પોતાના બંગલે રહેતા હતા, તેમને ફોન થી જાણ કરી દેવામાં આવી હતી. નિરાલી ના મમ્મી કૃતિકા અને તેના પપ્પા કેતન પણ નિખિલ ના ઘરે આવી ગયા હતા તેમનો રોઈ રોઈ ને ખરાબ હાલ હતો. કૃતિકા ના પપ્પા કેતન એ નિખિલ ની જ કંપની માં મેનેજર તરીકે કામ કરતા હતા.

થોડી વાર માં જ ઇન્સ્પેકટર અમિતાભ પંડિત અને તેનો ખાસ આસિસ્ટન્ટ એવો સબ ઇન્સ્પેકટર અભિમન્યુ રાઠોડ તેની ટીમ સાથે આવી પહોંચ્યા. સાથે ફોરેન્સિક વિભાગ ના બાહોશ ડોકટર ખાન પણ તેની ટીમ સાથે હાજર હતા. આવતા ની સાથે જ અમિતાભ અને ફોરેન્સિક ની ટીમ પોતાના કામે લાગી ગયા, અમિતાભ સીધો જ બાથરૂમ માં ગયો કે જ્યાં નિરાલી ની લોહીલુહાણ લાશ પડી હતી. અમિતાભ ની અનુભવી નજારો એ જોયું કે પોઇન્ટ બ્લેન્ક રેન્જ થી બે બુલેટ નિરાલી ના ખભા અને છાતી ના જમણા ભાગે છોડવા માં આવી હતી. સંઘર્ષ ના કોઈ પુરાવાઓ ના જણાતા અમિતાભ એ નિષ્કર્ષ પર આવ્યો કે ખૂન વખતે નિરાલી બાથરૂમ માં હશે અને તેની જાણ બહાર જ તેના પર ઓચિંતું ફાયરિંગ થયું હશે અને તેને બચાવ નો સમય પણ નહિ મળ્યો હોય. અભિમન્યુ પણ પોતાની તેજ નજરો થી મર્ડર સાઈટ ને જોઈ રહ્યો હતો. અચાનક અમિતાભ એ પૂછ્યું કે અભિમન્યુ શું લાગે છે? "સર, બે ગોળી વાગી છે, મને લાગે છે છાતી માં વાગેલી ગોળી થી જ તેનું ડેથ થઈ ગયું હશે, એન્ડ કોઈ ઘર્ષણ થયું હોય એવુંયે લાગતું નથી આથી કા તો ખૂની કોઈ જાણીતું હશે અથવા નિરાલી ને બચાવ નો કોઈ મોકો જ નહિ આપ્યો હોય." અભિમન્યુ ની વધતી જતી ગુન્હા શોધન આવડત જોઈ ને અમિતાભ ખુબ જ ખુશ થયો અને કહ્યું શાબાશ અભિમન્યુ, ચોકસ એમ જ થયું હોવું જોઈએ. ડોકટર ખાન પાસે જઈ ને અમિતાભે પૂછ્યું શું લાગે છે ખાન? અમિતાભ અને ડોકટર ખાન એ પચાસ કરતા પણ વધુ કેસ સાથે સોલ્વ કર્યા હતા અને બંને કલીગ ઓછા પરંતુ મિત્રો વધુ હતા. ડોકટર ખાન એ કહ્યું કે સ્ટ્રગ્ગલ નથી થયો અને ફિંગર પ્રિન્ટ નાં નમૂના લેવાઈ ગયા છે, ડેડબોડી નાં ડી.એન.એ સેમ્પલ પણ લેવાય ગયા છે. હવે મારું કામ લેબોરેટરી માં શરૂ થશે, તું તારું કામ પતાવી એન્ડ મીટ મી એટ લેબ (મને લેબ માં મળ).

ડોકટર ખાન ના ગયા બાદ અમિતાભ નિરાલી ના રૂમ થી નીચે આવ્યો જ્યાં નિખિલ, નિરાલી ના મમ્મી તથા પપ્પા અને અન્ય સંબંધીઓ આવી ગયા હતા. અમિતાભ સીધો જ કિશન કાકા પાસે ગયો. "તો કિશન કાકા, શું થયું હતું મને વિસ્તાર થી જણાવો". કિશન કાકા એ કહ્યું કે રોજ સવાર ના ક્રમ મુજબ દસ વાગ્યે હું ચા લઈ ને નિરાલી વહુ ને આપવા ગયો જોયું તો તેઓ તેમના બેડ પર ના હતા. હું પાછો વળતો જ હતો ત્યાં મે બાથરૂમ નો દરવાજો ખુલ્લો જોયો, કુતુહલવશ મે અંદર જોયું ત્યાં વહુ બેટા બાથરૂમ માં.... આટલું બોલતા બોલતા કિશન કાકા રોવા માંડ્યા. અમિતાભ હવે નિખિલ તરફ વળ્યો, "તો તમને શું લાગે છે મિ. નિખિલ?" હું શું કહું? મને તો હજુ આ બધું શું થઈ ગયું એ જ નથી સમજાતું. રોજ સવાર ના ક્રમ મુજબ હું કસરત, નાસ્તો પરવારી ને પોણા આઠ એ તો મારી ઓફિસે પહોંચી ગયો હતો. દસ ને દસ મિનિટે કિશન કાકા નો ફોન આવ્યો ને હું તરત જ અહી આવી ગયો. એકદમ જ સ્વસ્થતા ધારણ કરી ને નિખિલ બોલી રહ્યો હતો. "તમને કોઈ પર શંકા છે?" અમિતાભે જ્યારે પૂછ્યું ત્યારે નિખિલ બે ઘડી વિચારી ને કહ્યું કે મને નથી લાગતું કે બિઝનેસ ની નાની મોટી સમસ્યાઓ ના લીધે કોઈ નિરાલી નું ખૂન કરે. રૂટીન પૂછપરછ તથા અન્ય લોકો ના નિવેદન લઈ અને અન્ય તપાસ પતાવી અમિતાભ તથા અભિમન્યુ પોલીસ સ્ટેશન જવા રવાના થયા.

શું લાગે છે અભિમન્યુ?, ખૂની કોણ હોવો જોઈએ? અમિતાભે ચા ની ચૂસકી લેતા લેતા અભિમન્યુ પાસે થી તેના વિચારો જાણવા સવાલ કર્યો. "મને તો કઈ સમજાતું નથી સર, ઘર માં માત્ર ત્રણ જ લોકો રહે છે, નિખિલ, નિરાલી અને કિશન કાકા. નિખિલ ના કહેવા મુજબ તે તો સવારે પોણા આઠ એ જ ઓફિસે જવા નીકળી ગયો હતો, નિરાલી દસ વાગ્યા પહેલાં તો ઉઠતી જ ના હતી અને કિશન કાકા પર શંકા કરવા જેવું કંઈ લાગતું નથી." હા પણ નિખિલ ભાડે થી હત્યારો રાખીને પણ નિરાલી નું ખૂન કરાવી શકે ને, અમિતાભે શંકા રજૂ કરી. જવાબ માં અભિમન્યુ એ કહ્યું કે, પણ નિખિલ આવું શા માટે કરે? "અભિમન્યુ, મે તને નિખિલ ની સોસાયટી ના સીસીટીવી ફૂટેજ નું કહ્યું હતું એ આવી ગયા છે?" અભિમન્યુ ફૂટેજ ની સીડી ચલાવતા કહ્યું કે હા સર હમણાં જ આપણા એક કોન્સ્ટેબલ આ સીડી દઈ ને ગયા છે. બન્ને એ તીક્ષ્ણ નજરે ફૂટેજ તરફ નજર માંડી અને નાના માં નાની માહિતી પણ નોંધવા માંડ્યા. અચાનક સાડા પાંચ આસપાસ એક કાળો પડછાયો નિખિલ ના ઘર પાસે જોવા મળ્યો, જે ગેટ કૂદી ને અંદર ગયો અને બરાબર વીસ મિનિટ બાદ પાછો ઉતાવળે ભાગતો પાછો આવ્યો. પણ તેનો ચેહરો બરાબર દેખાતો નાં હતો. અભિમન્યુ, આ ફૂટેજ માં તો ચહરો વ્યવસ્થિત નથી દેખાતો પણ માન કે ના માન મને આજ હત્યારો હોય એવું લાગે છે, એક કામ કર સોસાયટી ની બહાર ના મેઈન સીસીટીવી ના ફૂટેજ ને તપાસીએ એમાં જરૂર આપણને તેનો ચેહરો જોવા મળશે. અભિમન્યુ એ તરત જ બીજા ફૂટેજ ને ચકાસવા માંડ્યું. છ વાગ્યા માં પાંચ મિનિટ ની વાર હશે ત્યારે બરાબર એ જ વ્યક્તિ ફૂટેજ માં જોવા મળ્યો જે નિખિલ ના ઘર માં થી બહાર આવતો જાણતો હતો, ચેહરો પણ બરાબર દેખાતો હતો. તેની ફોટોપ્રિન્ટ કાઢી ને તેની તપાસ કરાવવા માં આવી. નિખિલ, નિરાલી ના મમ્મી તથા પપ્પા અને કિશન કાકા તથા આજુબાજુ ના પાડોશીઓ ને ફોટો બતાવાયો પણ કોઈ તેને ઓળખતું ના હતું.

આથી હવે અમિતાભ ને લાગ્યું કે નક્કી આ કોઈ સોપારી કિલર હોવો જોઈએ. તેણે અભિમન્યુ ને એ દિશા માં તપાસ કરવા જણાવ્યું અને ત્રીજા જ દિવસે અભિમન્યુ વિજયી સ્મિત ધરાવતો આવી પહોંચ્યો અને કહ્યું કે સર, આ ફોટો માં નો વ્યક્તિ એ કુખ્યાત સોપારી કિલર અસલમ છે જે પહેલા હનીફ માટે કામ કરતો હતો પણ છેલ્લા બે વર્ષ થી સ્વતંત્ર સોપારી લે છે. મે આપણાં ખબરીઓ ને કામે લગાડી દીધા છે, ટૂંક સમય માં જ અસલમ આપણાં હાથ માં હશે. અમિતાભે કહ્યું, "શાબાશ અભિમન્યુ, આપણે અસલમ ને તો પકડી જ લઈશું પરંતુ મને એક સવાલ ફરી ફરી ને સતાવે છે કે અસલમ એ તો કોઈ નાં કહેવા થી ખૂન કર્યું છે, પરંતુ વાસ્તવ માં સાચો ખૂની કોણ?"
__________

શું લાગે છે આપને, સાચો ખૂની કોણ હશે?
કોના કહેવા થી અસ્લમે નિરાલી નું ખૂન કર્યું હશે?
શું નિખિલ નો કોઈ હાથ આ ખૂન માં હશે?

અનેક સવાલો, રહસ્યો અને કાવતરાઓ થી ભરેલી આ વાર્તા ખૂની કોણ? ના હવે પછી આવનારા અંકો માં આ તમામ સવાલો નાં જવાબ મળી રહેશે.

મિત્રો તમારા અભિપ્રાયો જણાવવા માટે મને મારા મેઈલ આઈડી hardik.joshiji2007@gmail.com પર અભિપ્રાયો મોકલી આપો અથવા મારા વોટ્સએપ નંબર ૯૨૨૮૨૭૬૩૫૪ પર પણ મેસેજ કરી શકો છો.