Khuni koun ? - 5 books and stories free download online pdf in Gujarati

ખૂની કોણ? - 5

નિરાલી અને તેના પપ્પા કેતન ના હત્યા કેસ માં અમિતાભ પંડિત ને બે સોપારી કિલર અસલમ અને સુંદર નું પગેરું મળ્યું હતું પરંતુ પોલીસ તેમના સુધી પહોંચે તે પહેલાં જ બંને ને ઝેર આપી ને મારી નાખવા માં આવે છે. હવે આગળ...
__________

સવાર ના સાડા અગિયાર વાગ્યા છે અને અમિતાભ પોલીસ સ્ટેશન માં પોતાની ઓફિસ માં બેઠો છે. નિરાલી ની હત્યા ને આજે બે અઠવાડિયા વીતવા આવ્યા હતા અને કેતન ની હત્યા ને પણ આઠ દિવસ વીતી ગયા હતા. અસલમ અને સુંદર ના મૃત્યુ ની સાથે જ અમિતાભ આ કેસ અંગે એક નિરાશા માં સપડાઈ ગયો હોય તેવું લાગતું હતું. તેને કંઈ સૂઝતું નહોતું કે કઈ રીતે આગળ વધવું. ત્યાંજ અભિમન્યુ ઓરેન્જ જ્યુસ ના બે ગ્લાસ લઈ ને અમિતાભ પાસે આવ્યો, આ લ્યો સર જ્યુસ પીવો અને ક્યાં વિચારો માં ખોવાયેલા છો મને પણ જણાવો. "અભિમન્યુ, હું નિરાલી, કેતન હત્યા કેસ વિશે વિચારી રહ્યો છું. આપણે હજુ આ કેસ માં કોઈ જ પ્રોગ્રેસ પર નથી. મને તો એ જ નથી સમજાતું કે શું આપણે આમાં આગળ વધી પણ શકીશું કે નહિ?" અમિતાભ ની ચિંતા ને સમજતો હોય તેમ હિંમત આપતા અભિમન્યુ બોલ્યો "સર, તમે આમ નિરાશ શા માટે થાવ છો? મને આપના પર સો ટકા વિશ્વાસ છે કે તમે આ કેસ માં જરૂર થી કઈક કલું મેળવી જ લેશો. બાય ધી વે સર, તમે એ દિવસે ખબરી બંટી ને મળ્યા હતા, તેની પાસે થી કઈ કામ ની માહિતી મળી?" "હા અભિમન્યુ, બંટી ને મળ્યો હતો અને તેને પોતાનું કામ ખૂબ સારી રીતે કર્યું પણ છે, નિખિલ વિશે ઘણી માહિતી મેળવી છે પણ તેમાંથી કેસ ને આગળ વધારે એવી માહિતી ના બરાબર છે. હા, રમેશ દાસ અને તેની કંપની વિશે થોડી અચરજ જગાડે એવી વાત જરૂર થી જાણવા મળી." અભિમન્યુ વાત ને અડધે જ રોકતા બોલ્યો, એ શું સર? જવાબ માં અમિતાભ વાત ને આગળ વધારતા બોલ્યો, " બંટી એ કહ્યું કે રમેશ ની કંપની માં ૭૫% ની ભાગીદારી એક ટ્રસ્ટ ની છે અને તે ટ્રસ્ટ ના ટ્રસ્ટીશ્રીઓ માં રમેશ અને કેતન ની ભાગીદારી છે." અમિતાભ ની વાત સાંભળી અભિમન્યુ આશ્ર્ચર્ય થી બોલી ઉઠ્યો, "શું? પોતાની જ કંપની માં એક ટ્રસ્ટ ની ભાગીદારી અને તેના ટ્રસ્ટી વળી રમેશ દાસ પોતેજ?" "હા અભિમન્યુ, અને એના કરતાં પણ વધુ આશ્ચર્ય એ વાત નું કે કેતન પણ તેમાં ભાગીદાર છે." અને સર, તોયે કેતન તો નિખિલ ને ત્યાં મેનેજર તરીકે કામ કરતો હતો, વાત કઈં સમજાતી નથી, અભિમન્યુ એ અચંબા સાથે પોતાની વાત મૂકી. "હા અભિમન્યુ, એ જ વાત તો મને પણ થોડી અચરજ ભરેલી લાગે છે. મને લાગે છે કે રમેશ દાસ ને આ બાબતે મળવું પડશે."
___________

એ જ દિવસે સાંજ નાં સાત વાગ્યા હશે, નિખિલ ના બંગલે ઇન્સ્પેકટર અમિતાભ શેઠ રમેશ દાસ ને મળવા માટે આવી પહોંચ્યા હતા. બપોરે જ અમિતાભે ફોન કરી રમેશ દાસજી ને મળવા માટે સમય લઈ લીધો હતો જેથી તેનો અને રમેશજી નો સમય ના બગડે. એક લાંબા બ્રાઉન કલર ના ગાઉન માં રમેશ દાસ પોતાની આરામ ખુરશી પર ચિરૂટ નાં કશ મારી રહ્યા હતા અને અમિતાભ સામે પડેલી ચા ના કપ ને ન્યાય આપી ચુક્યો હતો. રમેશ દાસ એ જ વાત ને આગળ વધારી, " હા તો ઓફિસર, તમે કહેતા હતા કે તમારે મારી સાથે કોઈ વાત કરવી હતી. શું વાત હતી જણાવો." અમિતાભ એ સીધા જ મુદ્દા પર આવતા વાત શરૂ કરી, "રમેશજી અમારી તપાસ માં એક વાત સામે આવી છે કે આપની કંપની માં ૭૫% ની ભાગીદારી એક ટ્રસ્ટ ની છે અને તે ટ્રસ્ટ ના ટ્રસ્ટીશ્રીઓ માં આપ અને કેતન ભાગીદાર છો." વાત ને આટલે અટકાવી અમિતાભ રમેશ ના પ્રતિભાવ જાણવા જીણવટ ભરેલી નજર રાખી ને રમેશજી સામે જોયું. પરંતુ રમેશજી ના ચેહરા પર કોઈ જ એવા શંકાસ્પદ ભાવ જોવા નાં મળ્યા. રમેશ દાસ એ અમિતાભ ને કહ્યું કે, "ઓફિસર, આઇ ડોન્ટ થિન્ક કે આ વાત ને નિરાલી બેટા કે મારા મિત્ર કેતન ના મૃત્યુ સાથે કઈ લેવા દેવા નું હોય. છતાં પણ તમે જાણવા જ માગતા હોય તો તમારા સંતોષ ખાતર હું તમને જણાવી દવ કે આજ થી ત્રીસ વર્ષ પહેલાં જ્યારે મારા પિતાજી શેઠ અભય દાસજી નું અવસાન થયું ત્યારે તેની વસિયત મુજબ ૨૫% સંપતિ મને મળી અને બાકી ની ૭૫% સંપતિ એક ટ્રસ્ટ માં ચાલી ગઈ કે જે ટ્રસ્ટ નાં પોતે ટ્રસ્ટી હતા, પાછળ થી તેમણે મને પણ એ જ ટ્રસ્ટ માં ટ્રસ્ટી બનાવ્યો હતો. ટ્રસ્ટ ની સેવા ની કામગીરી માં પિતાજી ના અવસાન બાદ રોક લાગી ગઈ આથી મે અને કેતન એ ટ્રસ્ટ ની સંપતિ મારી જ કંપની માં રોકવા નું નક્કી કર્યું પરંતુ પિતાજી ની વિલ મુજબ ટ્રસ્ટ ને બરખાસ્ત કરવું શક્ય ના હતું આથી અમે ટ્રસ્ટ ને એમજ રાખી ને તેના રૂપિયા મારી જ કંપની માં રોકી દીધા. અને કેતન ને આજીવન કંપની માં મેનેજર તરીકે રાખવા નું નક્કી કર્યું. અમારી મિત્રતા અને ભાગીદારી ને વધુ મજબૂત કરવા અમે અમારા સંતાનો નિખિલ અને નિરાલી ના લગ્ન પણ કરાવ્યા. તો ઓફિસર આમ વાત છે, હવે મને જણાવો આમાં તમારા ખૂન કેસ ની તપાસ માં કામ માં આવે એવી કોઈ વાત આપને લાગતી હોય તો."

રમેશ દાસ ની વાત ને સંભાળી રહ્યા બાદ અમિતાભે એક મિનિટ વિચારી ને કહ્યું, "પરંતુ મને એક વાત સમજ માં ના આવી કે આપના પિતાજી અભય દાસજી એ આપને ૨૫% સંપતિ જ શા માટે આપી અને બાકી ની રકમ ટ્રસ્ટ માં આપવા નો શો મતલબ?" આ સવાલ સાંભળ્યા બાદ રમેશજી બે મિનિટ શાંત થઈ ગયા અને ચેહરા પર વિષાદ અને અશ્રુ મિશ્રિત અવાજ સાથે બોલ્યા, "ખરેખર તો અભય દાસજી મને એક રૂપિયો પણ ના આપે તો પણ હું એમના ચરણો ને મારા અશ્રુઓ થી ધોવ તોયે ઓછું છે. કારણકે હું અભય દાસજી નો દીકરો નથી. એમણે તો આ અનાથ ને દતક લીધો હતો, અને એમના દીકરા કરતાં પણ વધુ પ્રેમ આપ્યો હતો." આટલું બોલતા બોલતા રમેશજી ની આંખો માં થી આંસુઓ ની ધાર વહેવા લાગી. થોડી વાર તેમને શાંત થવા દઈ ત્યાર બાદ અમિતાભે પૂછ્યું, "રમેશજી જો તમને કઈ પ્રોબ્લેમ નાં હોય તો મને આખી વાત જણાવશો, જો આપને યોગ્ય લાગે તો જ." પાસે પડેલા પાણી નાં ગ્લાસ માં થી પાણી પી અને સ્વસ્થ થયા બાદ રમેશ દાસ એ વાત ને આગળ વધારી, "સ્યોર ઓફિસર, બટ પ્લીઝ આ વાત ને આપના સુધી જ રાખજો. નિખિલ પણ આ વાત વિશે જાણતો નથી. હું તેને દુઃખી કરવા નથી ઈચ્છતો." આપ નિશ્ચિંત રહો, આશ્વસ્ત કરતો અમિતાભ બોલ્યો. રમેશ દાસ એ કહ્યું, "આજ થી પાત્રીસ વર્ષ પહેલાં ની વાત છે, જ્યારે મારી ઉંમર માત્ર ૨૩ વર્ષ ની હતી અને હું અભય દાસજી ની કંપની માં જોડાયો. થોડા સમય માં જ મારી કામ પ્રત્યે ની નિષ્ઠા અને પોતાના પ્રત્યે મારો કાળજી અને પ્રેમ યુક્ત વ્યવહાર જોઈ ને અભય દાસજી એ મારા કંપની માં લાગ્યા નાં ચાર વર્ષ બાદ જ મને પોતાના દતક પુત્ર તરીકે અપનાવી લીધો. આમ પણ અભય દાસજી ને પોતાનું કોઈ સંતાન ના હતું. અને તેમના પત્ની નું પણ ઘણા વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું. તેમણે જ મારા લગ્ન રમીલા સાથે કરાવ્યા અને મને તેમની સંપતિ માં ૨૫% નો વારસદાર પણ બનાવ્યો. હવે તમે જ કહો ઓફિસર, આવા આદરણીય વ્યક્તિ ને ભગવાન જ કહેવાય ને કે જેણે એક અનાથ ને સગા મા બાપ કરતા પણ વધુ પ્રેમ આપ્યો." રમેશ ની પૂરી વાત સંભાળી રહ્યા બાદ અમિતાભે ઘડિયાળ માં જોયું તો રાત્રિ ના સવા આઠ વાગી ગયા હતા, રમેશજી નો આભાર માની અમિતાભ ત્યાંથી ઘરે જવા રવાના થયો.
___________

સવારે જ્યારે સાડા દસ એ અમિતાભ પોતાની ચેમ્બર માં પહોંચ્યો ત્યાંજ અભિમન્યુ અંદર પ્રવેશ્યો. "સર, શું માહિતી મળી રમેશ દાસ પાસે થી?" અમિતાભે કહ્યું, "કેસ સંબંધી લિંક મળવા ના બદલે નવી જ વાર્તા સામે આવી છે, રમેશ દાસ એ એમના કહેવાતા પિતા અભય દાસજી નો દતક પુત્ર છે." અભિમન્યુ આશ્ચર્ય સાથે સાંભળી રહ્યો. આખી વાત અમિતાભે અભિમન્યુ ને કરી, વાત પૂરી કરી બંને ચર્ચા કરી જ રહ્યા હતા ત્યાં જ અમિતાભ નો ફોન રણક્યો. જેમ જેમ વાત આગળ વધતી ગઈ તેમ તેમ તેના ચેહરા પર આશ્ચર્ય ના ભાવ પણ વધતા ગયા જે અભિમન્યુ થી ના છૂપાઈ શક્યા. જેવો ફોન મૂક્યો તરત જ અમિતાભ બોલ્યો, "અભિમન્યુ, ખેલ આપણે સમજીએ છીએ તેના કરતાં ઘણો અટપટો અને ઘણા આવરણો ધરાવનારો છે." અભિમન્યુ વાત ને સાંભળવા માટે અધીરો બન્યો હતો.
____________

અમિતાભ ને કોનો ફોન હશે અને તે ક્યાં ખેલ અને તેના અટપટા હોવા વિશે ની વાત કરી રહ્યો હતો?
શું અમિતાભ ના હાથ માં કોઈ નવો ક્લું આવ્યો હશે?
આખરે કોણે નિરાલી અને કેતન નું ખૂન કર્યું હશે?
વાંચો"ખૂની કોણ?" નો આવતો અંક.

મિત્રો, આશા રાખું છું કે તમે વાર્તા ને એન્જોય કરી રહ્યા હશો. તમારા અભિપ્રાયો જણાવવા માટે મને મારા મેઈલ આઈડી hardik.joshiji2007@gmail.com પર અભિપ્રાયો મોકલી આપો અથવા મારા વોટ્સએપ નંબર ૯૨૨૮૨૭૬૩૫૪ પર પણ મેસેજ કરી શકો છો.