miracle old tample - 25 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય પુરાણી દેરી - 25


રહસ્યમય પુરાણી દેરી - 25

(આગળનાં ભાગમાં જોયું કે મણીડોશી મુખીને બાળકી આપી અને ઘનાભાઈને બાહર મોકલે છે.)

પ્રવીણભાઈએ કહ્યુ કે " ક્યાં ગયો છે ઘનો ?"

મણીડોશી એ પ્રવીણભાઈ સામે જોતાં કહ્યુ કે " ઘનો, આ ગામને બચાવા માટે ગયો છે.?

ગામ લોકો અંદરાઅંદરી વાતું કરવા લાગ્યા કે ઘનાભાઈ ગામને બચાવશે. જેને આજ લગી ગામનાં બધાં માણશોને લૂંટવાનું જ કામ કર્યું છે. એક છે આપણો મુખી જે ગામ પાછળ પોતાનો જીવ આપી દેશે અને એક છે એનો નાનો ભાઈ જે ગામને લૂંટવાનું જ કામ કરતો. પરંતુ આજે તેં ગામ ને બચાવશે. ગામ અંદર કલબલિ ચાલુ થઈ ગઈ.

ત્યાં જ પ્રવીણભાઈએ કહ્યુ કે " મણી બહેન તમે એનાં પર કેમ વિશ્વાસ કરી શકો. એ તો તમને ખબર જ છે ને..."

વાત કાપતા જ ગામનાં થોડા લોકો એ કહ્યુ "એનાં બદલે ગમે તે બીજા કોઈ વ્યક્તિને મોકલો"

ત્યાં જ બધાં લોકો એક સાથે બોલવા લાગ્યા કે " હા, હા, બીજા કોઈ વ્યક્તિ ને મોકલો"

મુખીજી એ થોડો ગુસ્સો વ્યકત કર્યો અને કહ્યુ કે "ભૂલો નહીં તમે લોકો, ઘનાની રગ રગ અંદર પણ મુખીયાનાં ખાનદાની ખૂન વહે છે. હવે મારો ભાઈ ગયો છે તો સફળ થયા વગર પાછો તો આવશે જ નહીં. મણી બહેને એને મોકલ્યો છે તો કંઇક વિચારીને જ ભારોષો કર્યો હશે.

મણીડોશીએ ડબકુ પુરતા કહ્યુ કે " સાચી વાત છે મુખી તે પાછો નહીં આવે સફળ થયા વગર. તેના સિવાય બીજો કોઈ વ્યક્તિ આ કામ નો કરી શકે. તેં એક જ એવો વ્યક્તિ હતો કે ત્યાં આપણાં ગામનું સફળ કામ કરીને આવશે."

મુખીજી મણી બહેનની વાતને ભાર દઈને સાંભળી પરંતુ મણીડોશી શુ કહેવા માગતી હતી તે કાઈ સમજી નો શક્યા. ગામનાં બધાં લોકો વિચારમાં પડી ગયા કે ઘનામાં એવું તો શુ હશે કે બીજા કોઇનામાં નથી.

ત્યાં જ પ્રવીણભાઈ બોલ્યા કે " પણ અત્યારે વાત તો એ છે કે ઘનો ગયો છે ક્યાં?"

મણીડોશી એ ગામનાં મંદીર (પુરાણી દેરી) સામે આંગળી ચીંધીને કહ્યુ કે આ મંદીર ને ફરીથી સ્થાપના કરવા માટે ઘનો મૂર્તિ લેવા ગયો છે. મૂર્તિ એવી જગ્યા પર છે જયાં ઘનો જ જઇ શકે એમ છે. ત્યાં કોઈ અજાણ્યા નો સામનો કરવો પડશે.

ત્યાં પ્રવીણભાઈ એ જોરમાં કહ્યુ કે "અજાણ્યા નો સામનો, તો તો મને કહેવું હતુ ને એક ઝાપટે ઊંધો કરી નાખું ગમે એને"

ત્યાં જ ગોવિંદભાઈ બોલ્યા કે "મૂર્તિ તો હુ અને મોહન લેવા ગયા હતાં તો ઘનાને કેમ ખબર હશે કે મૂર્તિ ક્યાં મળે છે.?"

" તમે જે મૂર્તિ લઈ આવ્યાં હતા ઘનો ત્યાં નથી ગયો. તે મૂર્તિકાર તો બહુ સમય પહેલા જ મરી ગયો હતો. અને પ્રવીણભાઈ તમે એક ઝાપટે માણસને ઊંધા કરી શકો પરંતુ આત્માને ઝાપટે નો પતે. ઘનો હવે પોતાની લડાઈ આત્મા સાથે કરવા ગયો છે." મણીડોશી એ કહ્યુ.

મુખીજી એ મણીડોશી સામે બેબૂનીયાદ આરોપ લગાવતા કહ્યુ કે " તમે ત્યારે તે મૂર્તિની સ્થાપના કરવા દીધી હોત તો આજે બધાં ખુશ હોત. અને આવું કાંઇ બન્યુ જ નો હોત."

મણીડોશીએ હાસ્ય કરતા મુખીને કહ્યુ કે " સાચી વાત ત્યારે જ મે મૂર્તિની સ્થાપના કરવા દીધી હોત તો આજે આ ગામ જ સમશાન બની ગયું હોત. આ ગામનું નામ નિશાન જ હોત નહીં."

મુખીજીની આંખો ચકળવકળ થાવા લાગી અને કહ્યુ કે " શું હતું એ મૂર્તિમાં? અને તમને કેમ ખબર કે મૂર્તિકાર મરી ગયો છે ?"

ત્યાં પ્રવીણભાઈ પણ બોલ્યા કે "મૂર્તિકાર મરી જ ગયો છે તો ઘનો મૂર્તિ લેવા ક્યાં ગયો છે ?"

ક્રમશ...

(આગળ જાણવા માટે બન્યા રહો "રહસ્યમય પુરાણી દેરી" ની રોમાંચક સફર સાથે.)

કૃપા કરીને વાંચી મને અભિપ્રાય આપશો એવી આશા. તમારો પ્રતિભાવ મારા માટે એક પ્રેરણા છે.

પ્રિત'z...💐