Baani-Ek Shooter - 13 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 13

“બાની”- એક શૂટર

ભાગ : ૧૩


"એહ હું શું કામ તને બોલાવું એહાન..??" બાનીએ અદબ વાળીને ગુસ્સાથી કહ્યું.

"ઈવાનનો મેસેજ હતો કે બાની મળવા બોલાવે છે. પ્રેન્ક વિડિઓ શૂટની ચર્ચા કરવા માટે.." એહાને સરળતાથી કહ્યું.

"યા. મને પણ એ જ મેસેજ હતો કે એહાન મળવા માંગે છે. બાની અને જાસ્મીન સાથે પ્રેન્ક વિડિઓ શૂટની ચર્ચા કરવા માટે.." બાનીએ કહ્યું. જાસ્મીન ચૂપચાપ ઊભી હતી.

ત્રણે જણ ચૂપચાપ ગુસ્સામાં ઊભા હતા.

"ઓહ તો આ ઈવાન મહાશયનું કામ છે. હું જાણી ગઈ. એને શા માટે આવું કર્યું. એકદમ લસ્ટ છે સાચે..!!" બાનીએ કહ્યું ત્યાં જ ઈવાન સામે આવતો દેખાયો.

"ઈવાન..####.!! તારી પાસે સમય છે. મારી પાસે સમય છે. પણ #### આ જાસ્મીન અને એહાનનો ટાઈમ ખોટી કેમ કરી રહ્યો છે." બાની જાણી ચૂકી હતી કે એહાન એમના જેમ ન હતો સમયનો બરબાદ કરવાવાળો. ના તો જાસ્મીન એવી હતી કે કસમયે ક્યાં પણ મુલાકાતો કરી લેવી.

" શું કરું તને નાનો અમથો પણ પરિચય કરાવા જોઈએ કે નહીં જાસ્મીન સાથે..!!" ઈવાન નફ્ફટ થઈને બોલ્યો.

"ઈવાન...!! તું જરા પણ નહીં સુધરશે?? શું સમજે છે પોતાને? અને તું શું જાણે છે જાસ્મીન કે પછી એના લાઈફ વિશે?? એના લાઈફમાં ઑલરેડી ઘણા અપ્સ ડાઉન ચાલી રહ્યાં છે. હું એને મારી સાથે રાખું છું બીકોઝ પોતાની લાઈફમાં ચાલતા ટેન્સમાંથી એ બહાર નીકળી શકે." બાનીએ ગુસ્સાથી બધું જ કહી દીધું.

ઈવાનનું જરા પણ સાંભળવા માગતી ન હતી બાની.

"લીસન, જાસ્મીન ઓલરેડી મેરીડ છે. એક થર્ડ ક્લાસ # સાથે. સાલો ### નીકળ્યો. જે પણ પ્રોબ્લેમ્સ સ્ટાર્ટ થયા છે એ ઓલા અવિનાશ નામનાં બચ્ચાંથી. તારું પત્તુ બીજે ક્યાંક અજમાવજે. જાસ્મીનને બક્ષ તું." જાણે બાની જ જાસ્મીન હોય તેવી રીતે હાથ જોડીને સર્વસ્વ જાસ્મીનનું દુઃખ પોતાના માથે લેતા બાની બોલી. આના પરથી ઈવાન સાથે એહાન પણ સમજી ગયો હતો કે જાસ્મીન બાનીની કેટલી કરીબી મિત્ર હતી.

"સોરી. પણ હું જસ્ટ ફ્રેન્ડશીપ કરવા માગતો હતો." ઈવાને બાવડાં ઉલાડતા કહ્યું.

"ફ્રેન્ડશીપ!! હા હા." બાની હસી પછી કહ્યું," જાસ્મીન તને નથી જાણતી. હું તો જાણું છું ને તને?? બેટર છે મારી જાસ્મીનથી તું દૂર રહે." ઈવાનને સમજાવતાં બાનીએ કહ્યું.

"ઓકે. તો હું નીકળું. ઈવાન યાર વિડિઓ એડિટ કરવાનો છે. અડધું કામ છોડીને આવ્યું છું." ઈવાન બાનીની મચમચ જોઈને એહાને કહ્યું.

"હા અમે પણ જઈએ છે. ફરી એવું કરતો નહીં. તું આપણાં ગ્રુપ સાથે મસ્તી કરને યાર. જાસ્મીનને વચ્ચે કેમ લાવે છે. ચાલ પછી મળીએ ગલીમાં." પ્રેમથી બાનીએ સમજાવતાં ઈવાનને કહ્યું.

"ઓકે બાય ઈવાન." એહાને ઈવાનને કહ્યું પણ બાની જાસ્મીનને બાય પણ ન કર્યું. કે ના એમના તરફ નજર કરી. એ બંનેને વગર જોયે જ ત્યાંથી નીકળી ગયો. જ્યારે ઈવાનની નજર જાસ્મીન પર જ ટકેલી હતી. બાની એહાનની અક્કડને જોતી રહી ગઈ. ઘડીભર એ વિચારમાં પડી ગઈ કે બાની કે જાસ્મીન જેવી છોકરીથી એ અંજાતો ન હોય એટલે આ બંધો કેવો હશે..!!

"બાની.." જાસ્મીને કહ્યું.

"હં..ચાલ નીકળીએ." વિચારોથી અળગી થતા બાનીએ કહ્યું.

"અ બે. તું કયું ખડા હૈ. જા ના ઘર પે." એકીટશે જાસ્મીનને જોતો રહેલો ઈવાનને ધબ્બે મારતા બાનીએ કહ્યું.

"તમે જાઓ. હું નીકળું છું." ઈવાને નારાજ થઈને કહ્યું.

બાની જાસ્મીન ત્યાંથી જતા રહ્યાં. પરંતુ ઈવાને જાસ્મીન જેવી છોકરી બીજે કશે જોઈ જ ન હોય તેમ એનો દિવાનો થઈ ગયો હતો.

****

બાની જાસ્મીનને ઘણી વાર સમજાવી ચૂકી હતી કે અવિનાશથી ડિવોર્સ લઈ લે. પણ એને શેનો ડર સતાવતો હતો એ તો એ જ જાણતી હતી. જાસ્મીને બાનીને વચ્ચે એમ કહીને શાંત કરી દીધી હતી કે અવિનાશને મેં ફરી ચાન્સ આપ્યો છે અને એ મારી સાથે રહેવા આવ્યો છે ત્યારથી બાની એના પર્સનલ લાઈફ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો નહીં. છતાં તેઓ એકમેકને મળતાં ફરતાં અને જ્યાં ત્યાંની વાતો ફરીને છૂટા પડતા.

બીજી તરફ જાસ્મીન બાનીનો પ્રેન્ક વિડિઓ વાયરલ થતા જ એહાનનું યુટ્યુબ ચેનલ ભારે ચાલી રહ્યું હતું. એવા જ દિવસોમાં બાની અને જાસ્મીન કુલ થવા કારમાં ફરવા નીકળ્યા હતા.

****

“ભાઈ, તું કાંદા બટાટા લઈ લે ત્યાંથી, હું બીજું બધું લઈને આવું છું. અને હા ભાવતાલ કરવાનું ભૂલતો નહીં.” એહાનના બાઈક પરથી ઉતરતાં મોમે કીધું. જ્યારે એહાન ફ્રી હોય ત્યારે ઘરવખરીનો સામાન લેવા માટે હંમેશા પોતાની મોમ સાથે આવતો.

“મોમ મેં કેટલીવાર કીધું છે મને નહીં ફાવે આ બધું.” એહાને અકળાઇને કહ્યું.

“શું, નહીં ફાવે? નહીં ફાવે કહીને દર વખતે લાવે જ છે ને. બેટા એન્જિનીંયર જ બનવાનું પુરતું થોડું છે. તારા સંસારમાં કામ લાગશે.” એટલું કહી એહાનનાં મોમ પલ્લવીબેન ત્યાંથી ભાજીમાર્કેટમાં જતા રહ્યાં.

“મોમ..!!” પરંતુ એહાનનું સાંભળે કોણ ? એ એટલું બબડતો કાંદા બટાટાની લારીએ પહોંચ્યો અને કહ્યું. “ ભાઈ કાંટા બટાટા પાંચ કિલો.”

એટલી જ વારમાં ભાજીમાર્કેટનાં રસ્તા પરથી જાસ્મીન જે બાનીની કાર ચલાવી રહી હતી. અને એના બાજુમાં બાની બેસી હતી. તેઓ બંને ધીમી ગતિથી કાર લઈને જઈ રહ્યાં હતાં.

“ઓય રૂક રૂક રૂક જેસ્સી. એહાન લાગી રહ્યો છે ને એ..?? આજકાલ પ્રેન્ક વિડિઓ બનાવીને બહુ છવાઈ ગયેલો છે એટલે લાગે છે એણે ઘમંડ છે. આપની સાથે પણ પ્રેન્ક કર્યો હતો યાદ છે ને તને..? એક બે વાર મુલાકાત પણ થઈ છે આપણી સાથે. ઈવાનના ગ્રુપનો ફ્રેન્ડ પણ છે. મેં એને કેટલી વાર જોયો છે ઈવાન સાથે. ખાલી અમથો વિડીઓમાં લાગે કે બહુ ફટુ છોકરો છે દિલદાર છે વાતડિયો છે પણ રિયલમાં એવું નથી. જરા પણ વાત ના કરે ઓન્લી સ્માઈલ સિવાય. ચાલ આજે એની બરાબરની ખેંચીએ. એમ પણ આપણાને કામ શું છે? ” એહાનને જોતા જ બાની એકધારું બોલી ગઈ.

બાની બેસ્ટ ફ્રેન્ડ જાસ્મીન સાથે ફરવા જ નીકળી હતી. ક્યારેક બાની પોતાની મજા માટે તેમ જ જાસ્મીનને પણ મજા પડે એવું કામ કરી લેતી. જાસ્મીનનાં ચહેરા પર એના દ્વારા કોઈ સ્મિત ફરકાતું તો બાનીના ખૂશીનો પાર રહેતો ન હતો. ક્યારેક જાણતા હમઉમ્ર દોસ્તો સાથે મજાક કરી લેતી હતી. પરંતુ એહાન સાથે મજાક કરવું પથ્થર ને તોડવું બરાબર હતું..!! જાસ્મીને કાર રસ્તાની એક ધારે પાર્ક કરી. કારમાંથી ઉતરતાં જ બાનીએ જાસ્મીનને એક આંખ મારી. એહાનનું ધ્યાન ન પડે એવી રીતે બંને આવીને એના પાછળ ઊભા થઈ ગયા. ત્યાં જ જાસ્મીન બાજુની લારીને ત્યાં મોટા અવાજમાં કહેવાં લાગી, “ ભૈયા ટમાટર કૈસે દિયા?”

તો પણ એહાનનું ધ્યાન ખેંચાયું નહીં. આ જોઈ બાની ધીમેથી એહાનના પાછળ ઊભી થઈ ગઈ અને એના ખભા પર જોર જોરથી થપથપાવતાં કહેવાં લાગી, “ ભૈયા કાંદે બટાટે કૈસે દિયે?”

એહાન ગુસ્સેથી કહેવાં જતો હતો કે હું શું કાંદા બટાટા વેંચવાવાળો દેખાઉં છું? પરંતુ પાછળ જોતાં જ એનો ગુસ્સો ઓગળી ગયો અને થોડો શરમાઈ ગયો પછી તરત જ કહેવાં લાગ્યો, “ બાની..તું...અહિયાં !!”

“થેંક ગોડ તને નામ તો યાદ છે...!! હા અમે થોડું કુલ થવા માટે ફરવા નીકળ્યા છે. તો ફન તો કરવું જ રહ્યું. એટલે અમે વિચાર્યું કે જરા તારી ખેંચીને આવીએ.” બાની સરળ સ્વભાવની હતી એના મનમાં કંઈ રહેતું નહીં. જે હોય તે સામે કહેતી.

“અમે..!!” એહાને પૂછ્યું અને આજુબાજુ જોવા લાગ્યો કે બીજું કોણ છે બાની સાથે.

“મિટ માય બેસ્ટ ફ્રેન્ડ જાસ્મીન. ઓળખો જ છો ને..!!” બાનીએ જાણી જોઈને જાસ્મીનનો હાથ ખેંચીને જાણે એહાનને એણી સુંદરતા દેખાડતી હોય તેમ સામે લાવી.

એહાને થોડી સ્માઈલ આપી અને હલ્લો કહ્યું.

“મેં કીધું તું ને એહાન સ્માઈલ સિવાય વધારે વાત નથી કરતો.” જાસ્મીન તરફ સહેજ ડોકું કરતા બાનીએ કહ્યું.

“એહાન શું અહિયાં જ ઊભો છે કોથમીર મરચાનો મસાલો લીધો કે નહીં? ” એહાનના મોમ બંને હાથમાં સામાનથી ભરેલા થેલા લઈને પાછળથી મોટેથી બરાડા પાડતા ચાલતાં ધીરે ધીરે આવી રહ્યાં હતાં.

એહાને ખાટું મોઢું કરી ઊભેલી બાની અને જાસ્મીનના વચ્ચે રહેલી જગ્યામાંથી મોમ તરફ જોયું. બન્ને ફ્રેન્ડોએ એકસાથે પાછળ ડોકું ફેરેવ્યું. એહાનના મોમ નજદીક આવી ગયા, “ ચાલ હવે મોડું થાય છે.”

“મોમ મારી ફ્રેન્ડોને મળો. બાની અને જાસ્મીન.” તે એટલું બોલી શક્યો પરંતુ હસું કે રડું એવી સ્થિતી હમણાં એહાનની થઈ ગયેલી હતી.

“હા, બધું ઠીક ચાલે છે ને ભણવાનું?” એહાનની મોમ એટલું કહી જાણે એહાનને કહી રહી હોય કે ચાલ હવે કેટલો ઊભો રહેવાનો.

“બાની ફક્ત બે મિનીટ.” એટલું કહી એહાને પોતાના મોમના હાથમાં રહેલા થેલાને પકડી લીધા અને પોતાની કાંદા બટાટાની થેલી પણ સાથે જ પકડી. તે સાથે જ એના બાવડાનાં મસલ ફૂલેલા દેખાવા લાગ્યાં. જે પહેલી વાર બાનીએ ધ્યાનથી નોટિસ કર્યું હતું.

“મોમ ચાલો હું તમને રિક્ષામાં મૂકી આવું છું.” એમ કહીને એહાને જતા રિક્ષાવાળાને ઊભો રાખ્યો.

“અરે આપણે બાઈક પર જવાના છે ને..? ઓલી બંને છોકરીઓને બેસાડવાનો છે કે શું ?” એહાનની મોમે રિક્ષામાં બેસતા ડોકું બંને છોકરી ભણી કરતાં કહ્યું. પરંતુ બંને દેખાઈ નહીં.

“મોમ તમે જાઓ. હું આવું છું. એટલો બધો સામાન બાઈક પર ન આવી શકે. કેટલી વાર કીધું કે બાઈક પર સામાન રખાય તમને ઉંચકાય એટલો જ ખરીદી કરજો.” એહાન એક પછી એક સામાન રિક્ષામાં મુકતો જતો હતો.

“ચલો રિક્ષા.” એહાને રિક્ષાને રવાને કરી. અને વળીને બાની અને જાસ્મીન જે જગ્યે ઊભેલા હતાં ત્યાં આવી પહોંચ્યો. પરંતુ બંને દેખાયા નહીં. એટલી જ વારમાં થોડે દૂરથી કોઈ રાડો પાડતો છોકરાનો અવાજ સંભળાવા લાગ્યો. એહાનની નજર તે દિશામાં ગઈ. તેણે જોયું કે જાસ્મીનના હાથમાંથી એ છોકરો મોબાઈલ ખેંચીને ફેંકી રહ્યો હતો.


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)