Padchhayo books and stories free download online pdf in Gujarati

પડછાયો

માનવ રહસ્યમય છે. મન , હ્રદય અને આત્મા સાથે વાર્તાલાપ કરતો રહે છે.N.R.I. એક છોકરી ગુજરાતમાં અભ્યાસ માટે આવે છે. તે અહીંયા હોસ્ટેલમાં રેહત્તી હોય છે. અમેરિકા માં મોટી થયેલી છોકરી મુક્ત વિચારો ધરાવતી હોય છે. તેનું નામ મીની હોય છે.

મીની આ જ વર્ષે ભારત માં આવી હતી અને છ જ મહિના પછી કોરોના ની મહામારી આવી. બધી જ કોલેજ અને સ્કૂલો બંધ થઈ ગઈ. મીની ને હોસ્ટેલ માંથી એક ભાડા ના ઘર માં શિફ્ટ થઈ ગઈ.મીની માટે આ એક કષ્ટ દાયક દિવસો હતા, કેમ કે મીની ના જીવનમાં ક્યારે પણ આવા દિવસો નહોતા જોયા. તે કલ્પના અને રહસ્યમય વારતાઓમાં ખુબજ રસ ધરાવતી હતી.તે પોતાનો સમય વિતાવવા માટે આવી જ રહસ્યમય સભર પુસ્તકો સાથે લઈ ને આવી. દિવસ પસાર કરવા માટે વાર્તાની પુસ્તક વાંચ્યા કરતી હતી. થોડા દિવસ સુધી એવી જ રીતે ચાલ્યા કર્યું.

પાંચ દિવસ પસાર થઈ ગયા. મીની રાત્રી નો ભોજન કરીને સૂતી હતી. અચાનક આજુ બાજુ અવનવી ઘટના બનવા લાગી. જાણે કોઇ હોય એવું લાગવા લાગ્યું. મીની પથારી માંથી ઊઠીને ઘરમાં બધે જ ફરી વળે છે પણ કોઈ નથી હોતું. મીની ઘોર નિંદ્રામાં માં હતી , અચાનક અવાજ આવે છે , hello mini!. મીની અવાજ સાંભળતા ની સાથે જ આખ ખુલી જાય છે અને સામે એક પડછાયા સ્વરૂપ માં કોઈ પુરુષ દેખાય છે.તે પડછાયો નજીક અને નજીક આવી રહ્યો હોય છે. પથારી ની બાજુ માં પડેલી ખુરશી માં બેસે છે. "કોણ છો?" મીની પૂછે છે. "તારા જ હ્રદય ની લાગણી છું.તારા પ્રેમમાં છું." મીની સાંભળી ને અચમભા માં પડી જાય છે. જોર જોર થી બૂમો પાડે છે,પણ નિર્થક નીવડે છે. મીની ગભરાઈ જાય છે,અને બેભાન થઈને પડી જાય છે.

સવાર ના સાત વાગ્યા હતા.મીની ની આંખ ખુલે છે.રાતે જે ઘટના બની તે ઘટના જરા પણ યાદ નથી હોતી. કૉફી બનાવી ને પીવે છે.માથા પર થી બોજ હલકો થઈ ગયો હોઈ એવું લાગ્યા કરે છે,અને શરીર પર જાણે સ્ફૂર્તિ નો અનુભવ થાય છે.મીની ન્હાઈ ને ફ્રેશ થઈ જાય છે. ફરી તે પુસ્તક વાંચવા લાગી જાય છે. સવાર થી સાંજ અને રાત થઈ જાય છે.ગઈ કાલ ની જેમ જ રાતે અવાજ સંભળાય છે , "hello mini!" . અને બાજુ ની ખુરશીમાં બેસે છે. મીની આજે થોડી હિંમત કરીને કડક અવાજ માં કહે છે કે,પોલીસ ને કોલ કરીશ." સામે થી પ્રત્યુત્તર આવે છે, કેમ તારા પ્રેમી ને તડપાવે છે? ગઈકાલ તો માત્ર તારા શરીર ને જ ચૂમ્યું હતું. મદિરાપાન જેવો છે તારો નશો.યુવાની ની રંગત માં તારું યૌવન અને સૌંદર્યવાન છે.બસ તને ચાહવાની કામના થઈ ગઈ છે. તારા રૂપ ને તારા ચેહરાની મદમસ્ત હોઠના રસ ને પીવાની ગેલછા જાગી છે." મીની આવું સાંભળી ને બહુ જ ડરી જાય છે. પથારી થી ઉભી થવાની પ્રયત્ન કરે છે પણ નિષ્ફળ નીવડે છે. મીની જોડે આવી ઘટના રોજ બને છે અને રોજ પેલો પુરુષ આવે છે,બેસે છે અને રૂપ ના વખાણ કરે છે. મીની ને પણ તે અજાણ્યા માણસ થી પ્રેમ થઈ જાય છે. સવારે ઊઠે એટલે જાણે રાતે કશું જ અઘટિત થયું નથી એવું જ લાગે અને શરીરમાં સ્ફૂર્તિ લાગ્યા કરે.

આવા ઘણા દિવસ પસાર થઈ જાય છે. મીની ની દિવસ દરમિયાન એકલી જ ઘર માં રહે છે. ન આજુ બાજુ, ન સામે કે ન રોડ પર કે શેરી માં માણસ સુદ્ધા ન જોવા મળે. મીની ની આ એકલતા જેમ દિવસ પસાર થાય તેમ બહુજ ઘા કરતા જતા હોય છે. મીની નો સહારો માત્ર ને માત્ર તે પુસ્તકો જ હતા. તેની આ એકલતા ના લીધે જ તે પુરુષ ની સાથે લગાવ થઈ જાય છે. તે પુરુષ રાતે આવતો, પણ દિવસ દરમિયાન ઓજસ રેહતો. મીની તે વ્યક્તિના પ્રેમ માં ગાંડીતૂર થઈ જાય છે. તેણી સાથે વાતો કરતી, તેણી સાથે પ્રેમ કરતી ,વહાલ કરતી, મજાક મસ્તી કરતી અને પછી સૂઈ જતી.મીની ને ધીરે ધીરે અનુભવવા લાગ્યું કે રાત્રે કંઇક અજુકતું એની જોડે બનતું હોય.

મીની જોડે ઘણા દિવસ સુધી આ ઘટના બનતી રહી.પણ, એક રાત એવી આવી કે તે માણસ આવ્યો જ નહિ. મીની રાહ જોઈ ને સુઈ ગઈ. બીજો દિવસ .. ત્રીજો દિવસ.. એમ ઘણા દિવસ પસાર થાય છે પણ તે માણસ નો કોઈ પતો જ નથી હોતો.મીની સવારે ઊઠે છે એનું માથું ભારે લાગે છે અને જાણે શરીર માં અસહ્ય પીડા હોઈ તેવો અનુભવ થાય છે.મીની રાતે શું બની રહ્યું છે તે યાદ કરવા નો પ્રયત્ન કરે છે પણ એને સમજી શકાય તેવી ઘટના નજરે નહિ આવતી.

રાત પડી.મીની રાહ જોઈ રહી હોઈ છે કે ક્યારે તે પુરુષ આવે , પણ કોઈ જ ભાસ નથી થતો. તે મુરજાવા લાગે છે, દિવસે ને દિવસે કરમાવા લાગે છે. જાણે જિંદગી કોઈને છીનવી લીધી હોઈ આવું પ્રતીત થાય છે.મીનીના શ્વાસોશ્વાસ ની ક્રિયા પણ મંદ ગતી પકડે છે, એવી અવસ્થા માં સપડાઈ જાય છે કે જાણે કોમા માં જતી રહી હોઈ. અંતે મીની પોતાના શ્વાસ ગુંટાઈ જાય છે અને પોતાની આત્મા વિલીન થઇ જાય છે. આમ, મીની નો રહસ્ય અધૂરું રહી ગયું કે "કોણ હતું જેના લીધે પોતા ની અવદશા થઈ પડી?".

જિંદગીને એકલતા પ્રાણ ઘાતક હોય છે. માનવી ને જ્યારે અન્ય માનવી થી દુર કરી દેવામાં આવે તો તેનું જીવવું મુશ્કેલ હોઈ છે.તે સામાજિકતા થી દૂર નથી રહી શકતો.બસ, આ જ ઘટનાનો મીની શિકાર બને છે. શું સંસાર માં માનવ જ સામાજિક હોઈ છે? શું પ્રાણી ઓ કે પક્ષીઓ માં સામાજિકતા નથી હોતી? આજે પ્રાણીઓ પોતાનું અસ્તિત્વ આજ કારણ થી ખોઈ રહ્યા છે.