samajnu aabhushan stree in Gujarati Women Focused by ભૂપેન પટેલ અજ્ઞાત books and stories PDF | સમાજનું આભૂષણ સ્ત્રી

Featured Books
Share

સમાજનું આભૂષણ સ્ત્રી

* * * * * * * * * * * * * *
પેહલા વડવા ઓ કહેતા કે સ્ત્રીની લાજ , અને સંસ્કાર એના ઘૂંઘટ માં રહેલા હોઈ છે.એ પાલવ ને માથે નાખી ને પોતાના ચેહરા ને ઢાંકે તો જ મર્યાદામાં રહે એવું કહેતા. સ્ત્રી પોતાની પ્રતિભા ની સાથે જ પોતાની વેદના, લાગણી , પ્રેમ , સંવેદના અને અવાજ ને દિલ ના ખૂણા માં છુપાઈ ને રાખતી હતી. તે સમાજના રીતરિવાજ અને મર્યાદા ના બંધનમાં એવી તો બાંધવા માં આવતી કે ક્યારે પણ પોતાનું ડોકિયું ઘરની બહાર ન કાઢી શકતી. આવા સામાજિક રિવાજો ની વચ્ચે પણ સ્ત્રી ની ઉમદા પ્રતિભા ને ન તો ગુંઘટ રોકી શક્યો કે ન રિવાજો. જ્યારે જ્યારે દેશને બલિદાન ની જરૂર પડી છે ત્યારે માતૃભૂમિ ની રક્ષા માટે સંતાન ને પીઠ પર બાંધી ન તલવાર ખેંચીને રણ મધ્યે ઉભી રહી છે.ગુજરાતની ભૂમિ પર જ્યારે અફગાની મોહંમદ ઘોરી એ આક્રમણ કર્યું ત્યારે હાથી ની સવારી સાથે ગોદ માં બાળક લઈને યુદ્ધના મેદાનમાં વિજય નાદ થઈને નાયિકા દેવી એ ઇતિહાસ બનાવ્યો. પોતાના સંતાન ને વીર અને શૂરવીર ના પાઠ શીખવતી જીજીબાઇ નું હાલરડું આજે પણ ઘર ઘર માં ગુંજે છે. ક્યાં આવી વીરાંગના ને નડી, લાજ , મર્યાદા કે પછી સમાજ ના રિવાજો.

સંસ્કારો થી સમાજ ને શોભવતી અને વાત્સલ્યના પ્રવાહ માં પ્રેમની પરાકાષ્ઠા ને બિરદાવતી સ્ત્રી સમાજ માં સહનશીલતા અને સવેદના ના ઘરેણાં સમાન રહી છે. ગાંધી હોઈ કે સરદાર હોઈ , શિવજી હોઈ કે મહારાણા હોઈ, અબ્દુલ કલામ હોઈ કે વીર ભગતસિંહ હોઈ, દેશ ના આવા તારલા ત્યારે જ જગમગતા થયા છે જ્યારે એક સ્ત્રી એ પોતાની જિંદગી ને હોમી છે. સ્ત્રીએ સંસ્કાર નું સિંચન કરીને સમાજ બનાવે છે. કેટ કેટલીક વિપત પરિસ્થિતિ ને હૈયા મા દબાવીને પ્રેમના ઝરણાં થી વહે છે.

સ્ત્રી કમજોર નથી કે સ્ત્રી અભાગી નથી, સ્ત્રી દર્દનો પર્યાય નથી , એતો સવેંદનાથી પ્રજલિત જ્યોતિ છે જેના થી સમાજ ને પ્રકાશ મળે છે. સ્ત્રી પર થતા અત્યાચારો થી સ્ત્રી કમજોર ગણવી યોગ્ય નથી પણ કેટલીક પરંપરા ની ભીતર સમાજ ને બચાવવા માટે ખુદ ને આગ માં હોમી ને રાખ થઈ જાય છે, પણ સમાજ સૂસભ્ય રહે છે. બળાત્કાર ના ભોગની યાતના માં ખુદ એટલી બળે છે કે એની છાયામાં પુરુષ ખુદ ની વાસના સંતોષી લે છે . સવાલ બળાત્કારનો નથી પણ સમાજ માં રહેલી ગંદકી નો છે. જેને સાફ પણ સ્ત્રી જ કરે છે. સૌની સંભાર રાખવા વાળી પ્રેરણા મૂર્તિ ના મન અને દિલ માં રહેલી આશા , અપેક્ષા અને લાગણી ની વ્યથા પુરુષ તો નહિ સમજે પણ બીજી સ્ત્રી પણ નથી સમજી શકતી. ઓફિસ માં એક સ્ત્રી સાથે થતી જાતીય સતામણી ને બીજી સ્ત્રી પણ તે જ સ્ત્રી ને દોષ ભાવ થી જુવે છે અને બદનામી આપે છે. આજ છે વ્યથા સમાજ ની...

સ્ત્રી સાહસ છે, પ્રેમ છે, સહનશીલતા છે, પ્રેરણા છે, જગમગતી સંસ્કારની જ્યોતિ છે, વીરાંગના છે, સમાજનું આભૂષણ છે.સ્ત્રી ને કમજોર સમજવાની ભૂલ ન કરો કે એના પર અત્યાચાર કરવાની , સ્ત્રી એટલા માટે ચૂપ છે કે તારા ઘરની આબરૂ સાચવે છ. સ્ત્રી કુદરતની પ્રેમસભર ઝરણું છે જેમાં સમાજ સંસ્કાર અને સભ્યતા થી જીવિત છે.

** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **


લટકતી લટને વાકળીયો વાળતી,

ઠેકડા ભરતી ,લટકો કરતી જાય છે.

દીદાર પર સ્મિત રેલાવતી ને,

ઉપવન ને ખીલવતી જાય છે.

રાહમાં તરસ્યાં બેઠા છે યૌવન હૈયા,

નજર મિલાવી, તરસ વધારતી જાય છે.