Apradh - 9 books and stories free download online pdf in Gujarati

અપરાધ - ભાગ - ૯

વિલાસની ચીસ સાંભળી હવન કુંડ તરફ દરેક વ્યક્તિએ નજર કરી.
અત્યારે હાજર દરેકને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો.
હવનના ચારેય ખુણા પર કળશ પ્રગટ થયા હતા અને દરેક કળશ માંથી લોહી છલકાઈને બહાર આવતું હતું.
ધીરે ધીરે તે લોહી સમગ્ર હવન કુંડ ને ઘેરવા લાગ્યું અને પળવારમાં જ માટી મા પરિવર્તિત થઈ ગયું.
થોડીવાર ની ચૂપકીદી બાદ અવિનાશ થોથવાતા અવાજે બોલ્યો "કોઈ પણ આ માટીને સ્પર્શ ના કરતા."
“બધા ઘરની બહાર નીકળો.” અવિનાશ દર મિશ્રિત અવાજમાં બોલ્યો.



ઘરના બધા જ સભ્યો ઘરની બહાર આવેલા બગીચામાં આવ્યા.



“તો શું કેતનભાઈ સાથે પણ આવી જ ઘટનાઓ બનતી હતી?” થોડા સમયના મૌન બાદ અનીતાએ પ્રશ્ન કર્યો .



આપણી હાલત પણ કાજલ જેવી થશે?



“ભાઈ તમે ચિંતા ના કરો આપણી સાથે એવું કશું જ નહીં થાય.” નીકુલ આશ્વાસન આપતા બોલ્યો.



“આપણે લોકો આ ઘર છોડીને જતાં રહીએ તો?” વિલાસ નિરાકરણ આપતા બોલી.



“”મને તો આજ ઈલાજ નથી લાગતો.” વિરલે કહ્યું.



“પણ પ્રયાસ કરવાં શું જાય છે?” અવિનાશે કહ્યું.



“તો એમ કરીયે”



“એક કામ કરીયે આપણે થોડા દિવસો માટે આપના ફાર્મ હાઉસમાં જતાં રહીએ તો!”



વિલાસનો સુજાવ બધાને પસંદ પડ્યો.



“પણ છે તો એ આપનું જ ને!”

“એટલે તું કહેવા શું માગે છે નીકુલ?” વિરલે નીકુલને પૂછ્યું.



“હું એમ કહું છું કે જો આ અગોચર શક્તિને આપણી સાથે વેર હસે તો એ આપણી માલીકીની કોઈ પણ જગ્યાએ આપણો પીછો નહીં છોડે.”



“એ વાત વિષે તો મે વિચાર્યું જ નહીં”



“આપણે લોકો આ શહેર છોડી દઈએ અને થોડા સમય માટે ક્યાક ભાડે રહેવા માટે ચાલ્યા જઈએ તો કેવું રહેશે?”



“હં.... એજ ઠીક રહેશે, અવિનાશ તારા ધ્યાનમાં તો કોઈ ઘર હસે જ તું તપસ કાર બાજુના શહેરમાં કોઈ ઘર ભાડે મળે તો.”



“ભલે, મોટાભાઈ”



***



ઈ.સન.: ૧૯૭૫



“સાહેબ વિરૂભા તો જાણે ગાયબ જ થઈ ગયા છે, તેમના ઘરે મે તપાસ કરી પણ તેઓના ઘરે તો તાળું છે.” હવાલદાર દમોદરે ઇન્સ્પેટર રાજીવને જાણ કરી.



“તો તે આસ-પડોશમાં તપસ કરી કે નહીં?”



“”તપાસ તો કરી પણ કોઈ તેમના વિષે કઇં જંતુ નથી.”



“તેમના પરિવારમાં કોઈને ખબર છે તેમના વિષે?”



“ના સાહેબ, તેમના પરિવારમાં પણ કોઈને કશું જ જાણ નથી.”



“મને તો કઈક ગરબડ લાગે છે, તમે તપાસ કરો અને મને રિપોર્ટ કરો અને અટેંડન્સ રજીસ્ટર મોકલાવો. ”



“જી સાહેબ” આટલું કહીને દામોદર રાજીવની કેબિનમાથી નીકળી ગયો.



ઇન્સ્પેટર રાજીવની આંગળીઓ અટેંડન્સ રજીસ્ટરના પન્ના પલટાવી રહી હતી અને જે દિવસે વિરૂભા ડ્યૂટી પરથી ઓફ થયા તે દિવસના પેજ પર આવીને અટકી.



ગહન વિચાર કર્યા બાદ તેઓએ રજીસ્ટર બાજુ પર મૂક્યું અને બીજા કામોમાં વ્યસ્ત થઈ ગયા.



અને અચાનક જાણે કઇક યાદ આવ્યું હોય તેમ ઉભા થઈને બહાર આવ્યા અને કહ્યું “ દામોદર આવે એટલે સૌ પ્રથમ મારી પાસે મોકલજો.”



@@@@@@@@



“બોલો સાહેબ શું કામ હતું?” દમોદરે કેબિનમાં દાખલ થતાં પુછ્યું.



“તમને ખબર છે કે વિરૂભા ક્યાં રસ્તેથી પોતાના ઘર તરફ જતાં હતા?”

“હા સાહેબ પણ તેનાથી શું?”



“હવે તો એ રસ્તો જ આપણને જવાબ આપશે.”



“ચાલો તેઓ જ્યાંથી જતાં હતા તે તરફ આપણે એક લટાર મારતા આવીએ”



“ભલે તો હું ગાડી તૈયાર કરાવું છું.”



“અરે મે લટારનું કહ્યું એમાં ગાડીનું શું કામ છે?, ચાલીને જઈશું.”



“જેવી તમારી મરજી.”



“તો ચાલો જઈએ.” આટલું કહીને રાજીવ પોતાની જગ્યા પરથી ઊભા થઈને ચાલવા લાગ્યા, દામોદર પણ તેમની સાથે જોડાઈ ગયો.



(ક્રમશ:)