Apradh - 3 books and stories free download online pdf in Gujarati અપરાધ ભાગ - ૩ (112) 5k 5.7k 2 નિકુલ ની હાલત તો અવિનાશ કરતા પણ વધારે ખરાબ હતી.એરકન્ડિશનર દ્વારા થયેલા ઠંડા વાતાવરણમાં પણ તે પરસેવે રેબઝેબ હતો. આ વખતે ડો.તન્ના ઘરે આવીને જ નિકુલને પ્રાથમિક સારવાર આપી ગયા હતા. 'મને તો કંઈક અશુભ ઘટના ના અંદેશા લાગે છે.'વિરલ બોલ્યો. નિકુલે આ વખતે વિરલની વાત નો વિરોધ ના કર્યો. ડો.તન્નાની સારવાર બાદ તે સ્વસ્થ જણાતો હતો. આવી રીતે દરરોજ તે ઘરમાં એક પછી એક એમ બધા જ વ્યક્તિઓ સાથે આ ઘટનાનું પુનરાવર્તન શરૂ રહ્યું. અને એક દિવસ તેઓને સમાચાર મળ્યા કે તેમના પિતરાઈ ભાઈ કેતનનું મૃત્યુ થયું છે. તેથી તેમના કાકાના ઘરે ગયા અને તેમનાં ભાઈ ના મૃત્યુનું કારણ જાણીને નિકુલને પરસેવો છૂટી ગયો. જે ધટના તેઓની સાથે છેલ્લા કેટલાક દિવસોથી બનતી હતી તેવીજ ધટના આ લોકો સાથે પણ બની હતી. નિકુલ કેતનના નાના ભાઈ કેશવ પાસે ગયો અને જણાવ્યું કે અમારી સાથે પણ કંઇક અજીબ ધટના બની રહી છે અને પોતાની સાથે બનેલી ધટના તેણે વિસ્તારમાં કહી સંભળાવી. તેના પ્રત્યુત્તરમાં તેને જે સંભાળવા મળ્યું તેનાથી ભયનું એક લખલખું તેના શરીર માંથી પસાર થઈ ગયું. ત્યારબાદ ત્યાંની બધી વિધિ પતાવીને નિકુલ તેના પરિવાર સાથે પોતાના ઘરે પાછા ફર્યા. "હા તો શું વાત કહેવાની છે?" વિરલે મૌન તોડતા નીકુલ ને કહ્યું.બધાની નજર અત્યારે નિકુલ તરફ હતી અને બધા તેની બોલવાની રાહ જોતા બેઠા હતા. ઘરે આવીને જ્યારે બધા પોતપોતાના રૂમમાં જવા લાગ્યા ત્યારે નીકુલે બધાનેહોલમાં બેસવાનું કહ્યું હતું. નિકુલે વાત કહેવાની શરુઆત કરી "આપણી સાથે જે ધટના પાછલા થોડાંક દિવસોથી બની રહી છે તેવીજ ધટના તે લોકો સાથે છેલ્લા કેટલાક મહિનાઓથી બની રહી છે એટલુજ નહિ છેલ્લા એક મહિનાથી તો ખૂબ જ વિચિત્ર અને ખતરનાક ધટનાઓ બની રહી છે." આટલું કહેતા નિકુલને પરસેવો વળી ગયો. તેને હાથ લંબાવીને પાણીનો ગ્લાસ ઉચક્યો અને એક જ શ્વાસે આખો ગ્લાસ પૂરો કરી નાખ્યો. "સ્પષ્ટ શબ્દોમાં શું થયું એ કહે વાતને ગોળ ગોળ ના ફેરવ" અવિનાશે કહ્યું. તે ખુબજ થાકી ગયો હોય તેવું તેના ચહેરા પરથી લાગતું હતું. નિકુલે વાત આગળ વધારી"તેઓને ઘરમાંથી કોઈ સ્ત્રીના રડવાના અવાજ સંભળાતા તો ક્યારેક જોરજોરથી હસવાના અવાજો સંભળાતા.તેઓ જ્યારે રાત્રે સુતા ત્યારે ભયંકર સ્વપ્ન આવતા.તેઓ જમવા બેસતા ત્યારે થાળીમાં ભોજનની બદલે હાડ- માંસ દેખાતા.પાણી પીતા તો તેમાં જાણે પાણી નહીં પણ લોહી હોય તેવું તેઓને લાગતું.તેઓએ પાણીની ટાંકી,પાણીની લાઈન તથા પાણીનું ફિલ્ટર બધું પ્લંબર પાસે ચેક કરવી જોયું પણ ક્યાંય કશું મળ્યું નહિ." "અરે પણ તે કેતન નો ભ્રમ પણ હોઇ શકે ને!" અવિનાશ નીકુલની વાત કાપતા બોલ્યો."અને આમ પણ તે હોરર મૂવી જોવું વધુ પસંદ કરતો." "તમારી વાત સાચી ભાઈ કે કેતન હોરર મૂવી વધુ જોતો અને તેને ભ્રમ થયો હોય પણ ઘરના બીજા સભ્યોને પણ એવોજ અનુભવ થયો છે તો બધાને એકસાથે તો ભ્રમ ના જ થાય"નિકુલે પ્રત્યુતર આપ્યો "હું..." અવિનાશના ગળા માંથી અવાજ નીકળ્યો. "તો શું કેતન ભાઈનું મૌત કુદરતી રીતે નહિ પણ બીજી કોઈ રીતે થયું છે?"નિકુલની પત્નીથી પૂછાઈ ગયું "હા, તેઓએ આત્મહત્યા કરી છે." નિકુલે જવાબ આપ્યો. "ના હોય,યાર કેતન તો જિંદાદિલ માણસ હતો.એ આત્મહત્યા કરે એવું મને નથી લાગતું." "તમારી વાત મુદ્દાની છે મોટાભાઈ,પરંતુ આજ હકીકત છે જે મને કેશવે જણાવી છે. તેના કહેવા મુજબ તે લોકો ક્યાંક બહાર જવાનું વિચારતા હતા અને કેતનભાઈ ને બહાર આવતા વાર લાગી તેથી તેઓ તેમના રૂમ પાસે ગયા" (ક્રમશઃ) ‹ Previous Chapterઅપરાધ ભાગ-૨ › Next Chapterઅપરાધ - ભાગ - ૪ Download Our App More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Keyur Pansara Follow Novel by Keyur Pansara in Gujarati Horror Stories Total Episodes : 15 Share NEW REALESED Love Stories भाग्य दिले तू मला - भाग ८० Siddharth Love Stories स्पर्शबंध.. जुळले मन बावरे ? - 15 Pradnya Jadhav Motivational Stories नराधम पिसाळले Ankush Shingade Short Stories तुटलेल्या पारंब्या Nagesh Horror Stories जोसेफाईन - 9 Kalyani Deshpande Spiritual Stories अध्यात्म रामायण गिरीश Magazine कचरा Gajendra Kudmate Moral Stories मला स्पेस हवी पर्व १ - भाग १४ Meenakshi Vaidya Motivational Stories व्हि आय पी संस्कृती मोडीत निघावी? Ankush Shingade Love Stories भाग्य दिले तू मला - भाग ७९ Siddharth