Baani-Ek Shooter - 17 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 17

“બાની”- એક શૂટર

ભાગ : ૧૭

બાનીનો શક સાચો હતો. એની કારને કોઈ તો પીછો કરી રહ્યું હતું. બાનીને એમ લાગ્યું કે પોતાની કારને પાર્ક કરતાં જ પીછો કરતી કાર આગળ જતી રહેશે પણ એવું થયું નહિ. થોડી સેંકેન્ડ માટે રાહ જોઈ પછી બાની જ કારમાંથી ઊતરી. એને ગોગલ્સ ચડાવ્યો. ત્યાં જ એની કારના થોડે અંતરે એક કાર પાછળ આવીને ઊભી થઈ ગઈ. અને એમાંથી નીકળ્યો ઈવાન. એ ભાગતો બાની પાસે આવ્યો. " કાર કેમ ઊભી રાખી?"

"એ #### કેમ!! તે ઠેકો લીધો છે અમારી પાછળ પાછળ ફરવાનો. અરે કેમ દિમાગ ચાટી રહ્યો છે." બાનીએ ગુસ્સે થતાં કહ્યું.

"બાની પહેલા તો તું કેટલી પ્રેમથી વર્તતી હતી. એક ગર્લફ્રેંડ ની જેમ..!! હવે તો તું ગાળ સિવાય આગળ વાત જ નથી કરતી." ઈવાને વાત બદલતા પોતાનો ગોગલ્સ આંખ પરથી કાઢતાં કહ્યું.

"ઈવાન તું પાછળ કેમ આવી રહ્યો છે એ કહે??" બાનીએ પૂછ્યું.

"મારે બીજું કામ પણ શું છે?" ઈવાને કહ્યું.

"તું..." બાની શૂઝ પહેરેલા પગ પછાડતી પોતાનાં કારમાં બેસી ગઈ. " એ લસ્ટ તને જોઈને પાગલ થઈ ગયો છે જેસ્સ. એ પાછળ ફરી રહ્યો છે કાર લઈને." સેફટી બેલ્ટ મારતાં બાનીએ કહ્યું. જાસ્મીને કશું કહ્યું નહિ. કેમ કે એની લાઈફમાં ઓલરેડી એટલા ટેંશન અવિનાશના લીધે હતાં કે હવે એને મૂડ જ થતું ન હતું કે દિલચસ્પી દેખાડીને વાત કરવી..!!

વીસેક મિનિટમાં એક સાંકડો રસ્તો દેખાતાં જ જગ્યા શોધીને કારને પાર્ક કરી. એના પાછળ ઈવાને પણ કાર પાર્ક કરી. નાછૂટકે હવે બાનીને ઈવાન માટે ઊભું રહેવું પડયું. ઈવાન ભાગતો આવ્યો, " શભૂંકાકાને ત્યાં જાય છે??"

ઈવાન પણ બાની સાથે બચપણમાં શભૂં કાકાને ત્યાં આવતો હતો. તેમ જ દિવાળીના સમયે દાદા દાદીના કહેવાથી મીઠાઈ કપડાં ગરીબ બાળકોને આપવા માટે તેઓ બંને ગયા વર્ષે જ આવી ગયા હતાં. સાંકડી ગલીમાંથી તેઓ શભૂંકાકાની ખોલીમાં પહોચ્યાં. બાનીએ દરવાજો ખખડાવી જોયો, " એ ડોહા..!!" બાનીએ અવાજ આપ્યો. અંદરથી ખાસવાનો અવાજ આવી રહ્યો હતો. દરવાજો ફક્ત આડો કરેલો હતો. બાનીએ ધીરેથી દરવાજો ખોલ્યો. શભૂં કાકો ત્યાં જ સામે ખાટલા પર સૂતેલો ખાસ્તો પડ્યો હતો. " કોણ છોટી મેડમ..??" એને ખાસ્તા જ પૂછ્યું.

"હમ્મ." બાની ખાટલા પર આવીને બેસી ગઈ અને માથા પર તાવ છે કે નહિ એ ચેક કર્યું. પરંતુ તાવ ન હતો. ઈવાને બાજુમાં પડેલું સ્ટુલ ખેંચીને જાસ્મીનને બેસવા માટે કહ્યું અને પોતે ઊભો રહ્યો.

"સાજો થઈશ એટલે આવીશ કામ પર." શભૂં કાકાએ એક ખોંખારો ખાતા કહ્યું.

"એ ડોહા તારામાં ચરબી ઘણી છે. તને કામ પર આવવા માટે કોણે કહ્યું જ છે પણ...!! દવા લાવ્યો કે નહિ??" બાની શંભૂ કાકા સાથે એવી રીતે જ વાત કરતી. એ રિસ્પેક્ટ આપીને વાત કરતી નહિ. એ મુફટ વાત કરતી. પણ આ એનો શભૂં કાકા માટેનો પ્રેમ હતો.

"દવા લાવ્યો. પણ સારું થતાં તો વાર લાગે ને..!!" શભૂં કાકા એ ધીમેથી કહ્યું પણ બાની મળવા આવી એની આ વાતની ખુશીની સીમા સમાતી ન હતી. એ ડોહાના ચહેરા પર મંદમંદ સ્મિત હતું.

"ક્યાં ગયો તારો બાપો. મેં સાંભળ્યું છે બહુ બાપ બનીને ફરતો છે ગલીમાં..!!" શભૂંકાકાનાં છોકરાને સંબોધતા પૂછ્યું.

"ખંડરમાં સૂટ્ટો મારતો હશે." શભૂંકાકાની આંખોમાં સાફ દિકરા માટે વિલાપ દેખાઈ રહ્યો હતો.

"કાકા હું કેદારને આજે ઉઠાવીને લઈ જાઉં છું. એમ કેમ યુવાન થઈને પડી રહે...!! તું એમ પડ્યો પડ્યો મરી જશે તો ચાલશે. પણ આટલી ઉંમરમાં પણ તને જ જોવું પડે તારા દિકરાને..!! તો તારો બાપ થવાનો ફાયદો ખરો..!! તારે કામ પર આવવાની જરૂર નથી. એનું ગોઠવું છું." શભૂંકાકાનું દુઃખ બાની પોતાનું સમજતી. એમ તો બાની ઈવાન પણ સૂટા મારતા જ જીવન ખપાવી રહ્યાં હતાં પરંતુ શભૂંકાકાની જેવી કંડીશન એમના લાઈફમાં હતી નહિ.

"હું એને લઈને આવું છું. પછી તને ડૉ. ત્રિવેદી પાસે લઈ જાઉં. તું એની દવા પીય ને નાચતો થઈ જશે." બાની ઉઠીને શભૂં કાકાનાં પૂરા સફેદ થઈ ગયેલા વાળ પર પ્રેમથી હાથ ફેરવતી બહાર જતી રહી. જાસ્મીન ઈવાન પણ સાથે જ ગયા.

એ ગલીમાંથી બહાર આવીને મોકળા મેદાન જેવી જગ્યા પર આવી. તડકો સખત હતો. ત્રણેયે ગોગલ્સ લગાવેલા હતાં.

"યાદ છે ઈવાન આ માહોલ આ જગ્યા આ માટી...." બાની હરખાઈને કહેવા લાગી. બાની કેદારને ગોતવા માટે આ બાજું શોધતી આવી ચઢી હતી. બચપણ બાદ એ કેટલા વર્ષોથી આ જગ્યા પર આવી ન હતી. એ આવતી તો ફક્ત શભૂં કાકાની ખોલીમાં જતી અને ફરી મળીને જતી રહેતી. પરંતુ શભૂં કાકાની ખોલીના થોડે દૂર આવેલી આ ખંડર અને બંજર જમીનથી બચપણની એ ઘટના બાદ એ દૂર જ રહેતી હતી.

પરંતુ અત્યારે ઘણું બધું ચેન્જ થઈ ગયું હતું. ખંડર તરફ પહોંચતા પહેલા મોટું મેદાન જેવી બંજર જમીન આવતી. પરંતુ અત્યારે આ જમીન ઘણી સાફસુથરી લાગી રહી હતી. એક ક્રિકેટનું મેદાન લાગતું હોય તેમ પીચ પણ બનાવી રાખી હતી. અને સાથે જ ઈટથી કોર્ટ પણ કરી દીધી હતી. બાની ખૂબ હરખાઈ રહી હતી.

એ ઈટની ચણેલી દિવાલો જે છ ફૂટ જેટલી હશે એના પર એક છોકરો સ્ટંટ કરી રહ્યો હતો અને બીજા છોકરા છોકરી યો યો કહીને એ કેટલો સારો સ્ટંટ કરી રહ્યો છે એમ કહીને ઉત્સાહ વધાવતાં હતાં. બાની આગળ વધે એ પહેલાં જ ત્યાં ધ્યાનથી ઊભી રહીને એ સ્ટંટ નિહાળવા લાગી.

એ સ્ટંટ કરનાર છોકરો દૂરથી પહેલા ભાગતો પછી જોરથી દિવાલ પર ભાગતો ચડી જતો અને પછી એના પરથી જ પૂરું ઊંધું શરીર કરીને એવો છલાંગ જમીન પર મારતો કે એ સીધો જ આવીને ઉભો થઈ જતો.

એના પછી બીજા છોકરાએ પણ એવું જ કર્યું પણ એની સ્પીડ પહેલા છોકરા કરતાં વધું હતી. એવી રીતે ચારેક જેટલા છોકરાઓએ વારાફરતી એવાં જ સ્ટંટ કર્યા. બાનીએ આ બધું જ ધ્યાનથી ઊભી રહીને નિહાળ્યું. એનું બચપણ એને યાદ આવી રહ્યું હતું. એને યાદ આવી ગયું કે એને તો કેટલા બધા ડેન્જરર્સ સ્ટંટો કર્યા હતાં. એને અદમ્ય ઈચ્છા થઈ આવી કે મને પણ આ સ્ટંટ કરવું છે.

બાનીએ પોતાનો ગોગલ્સ સીધો કર્યો. એને ઈવાન અને જાસ્મીન ભણી નાક ફૂલવતા પૂછ્યું," શું કહો છો?? હું કરી શકીશ ને??"

"બાની એ બધા સ્ટંટબાજો છે. એ લોકોની રોજની પ્રેક્ટિસ છે. તારે હાડકા ભાગવા હોય તો શભૂંકાકા સાથે ડૉ. ત્રિવેદી પાસે તું પણ જજે..." ઈવાને શાનમાં સમજાવતાં કહ્યું.

"ઈવાન મેં પ્રેક્ટિસ કરીને જ ઘણું બધું ખોયેલું છે. શું કહે છે જેસ્સ??" દિવાલ પર ભાગતું જઈને પછી આખું શરીરને ઊંધું વાળીને સીધા ઊભા રહેવું એ સ્ટંટ માટે બાનીએ પોઝિશન લેતાં કહ્યું.


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)

Share

NEW REALESED