Pagrav - 14 books and stories free download online pdf in Gujarati

પગરવ - 14

પગરવ

પ્રકરણ – ૧૪

સવિતાબેન પર અચાનક સૌનકભાઈની નજર પડતાં એ દોડીને આવ્યાં...એમણે સાડીને એકદમ ખેંચીને દૂર કરી દીધી. ભગવાનની કૃપાથી સવિતાબેનને કંઈ ન થયું પણ આજે પહેલીવાર પૂજાનો દીવો હોલવાઈ જતાં એ ગભરાઈ ગયાં. ને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યાં કે હે ભગવાન સમર્થને સલામત રાખે...!! ને થોડાં દિવસમાં આ ઘટનાં ભૂલાઈ ગઈ...!!

સમર્થ અને સુહાની બંનેનું વતન ડભોઈ. સમર્થ એ લોકોનું એક ઘર પણ ગામમાં છે‌. પણ એનાં મમ્મી પપ્પાની જોબને કારણે એ વર્ષોથી બહાર જ રહે છે‌. ગામમાં એક જૂનું ઘર છે પણ વર્ષોથી ક્યારેય આવતાં ન હોવાથી એ એવી જર્જરિત સ્થિતિમાં જ હતું. આ વખતે સવિતાબેન અને સૌનકભાઈની બંનેની સમર્થનાં લગ્ન કરવાની ઈચ્છા એમનાં એ ગામમાં છે. આથી એમણે લગ્નનાં થોડાં મહિનાઓ પહેલાં જ આખું ઘર નવું બનાવવાનું શરું કરી દીધું હતું...બંને જણાં ઘરનું બધું જોવાં માટે દર અઠવાડિયે આવી જાય અને બાકી અશોકભાઈ તો હતાં જ એમણે કામની દેખરેખની જવાબદારી ઉપાડી દીધી છે.

હવે તો લગ્નનાં દિવસો બહું નજીક આવી ગયાં છે. ઘર આખું તૈયાર થઈ ગયું છે‌. સમર્થની હાજરીમાં ઘરનું કથા કરાવીને વાસ્તુ કરવાની ઈચ્છા હતી પણ નજીકનાં લગ્ન અને સમર્થની ગેરહાજરીને કારણે એ શક્ય નહોતું. એમણે એક દિવસ સારો દિવસ જોઈને સુહાનીને ઘરે બોલાવી લીધી. ને એ દિવસે વાસ્તુ કરવાનું નક્કી કર્યું. પણ બધાંનાં આશ્ચર્ય વચ્ચે સવિતાબેન અને સૌનકભાઈએ ઘરનો ઘડોને મુહૂર્તની બધી જ વિધિ સુહાની પાસે કરાવી. એમણે કહ્યું , " ભલે અમારી દીકરી નથી પણ સુહાની અમારી ઘરની દીકરીને લક્ષ્મી બનીને જ આવવાની છે તો પછી એ જ આ બધું એનાં હાથે જ થાય..."

સુહાનીને પરિવારજનો સાથે મળીને સમર્થને પસંદ આવે એવી એની પોતાની અને ઘણી બધી સમર્થની પણ લગ્નની તૈયારી કરી દીધી છે....!!

આ બધું જ પતાવીને સુહાની પૂના આવી કે બીજાં દિવસે ન્યુઝમાં જોતાં ખબર પડી કે રશિયાએ એક પરમાણું બોમ્બનું પરીક્ષણ શરું કર્યું....એ પરીક્ષણ તો થયું પણ એમાંથી એવું કંઈ ડેમેજ થયું છે જેમાંથી ઘણાં પશુ પક્ષીઓને હાનિ થવા લાગીને મૃત્યુ પામ્યાં... એમાં હાજર રહેલાં અસંખ્ય લોકો મૃત્યુ પામ્યાં. પણ બચી ગયેલાં લોકો ઘરે તો ગયાં પણ એમનામાંથી એવું કંઈ ઉત્પન્ન થવા લાગ્યું એમને આખા શરીરમાં દાહ થવાં લાગી...વળી જેને જેને અડે એમની પણ આ જ સ્થિતિ...એ સેન્ટર અને નજીકનાં વિસ્તારમાં લાખો લોકો કામ કરતાં હોવાથી એમાં ઘણાં લોકો સપડાઈ ગયાં...!! મોટી સંખ્યામાં લોકો મરી રહ્યાં છે...કોઈ શબને ઉપાડનાર પણ નથી.

આ કપરાં સમય દરમિયાન રશિયાએ ચીનની મદદ લઈને આ વસ્તુનો પ્રયોગ ફરીવાર અમેરિકા ભારતની વ્યાપારી સરહદી બોર્ડર પર છુપી રીતે કરાવ્યોને એની ખતરનાક અસર અમેરિકાનાં વોશિંગ્ટન પર થઈ...સમર્થનો સમગ્ર પ્રોજેક્ટ વોશિંગ્ટનમાં જ કાર્યરત હોય છે...!! બધાંનાં જ કોન્ટેક્ટ બંધ થઈ ગયાં અચાનક...અમેરિકાએ પોતાનાં દુનિયા સાથેનાં મોટાં ભાગનાં કોન્ટેક્ટ, મિડીયા બધું જ અચાનક રદ કરાવી દીધું...ને એ સાથે દુનિયાની શકલ બદલાઈ ગઈ !!

સુહાની ત્રણ દિવસથી સમર્થને ફોન કરવાનો પ્રયત્ન કરી રહી છે પણ ફોન બંધ... બીજાં એક કંપનીનાં નંબર પર પણ પ્રયત્ન કર્યો‌..પણ સમગ્ર લાઈન બંધ...!!

ઈન્ટરનેશનલ ન્યુઝ દ્વારા ખબર પડી કે અમેરિકાને શંકા છે કે રશિયા અને ચીનની સાથે ભારતે એમને આ હુમલા માટે સાથ આપ્યો છો. એણે દુનિયાની મહાસત્તા બનવું છે...આથી એ અમેરિકાને માનવીય અને આર્થિક રીતે પાયમાલ કરવાં ઈચ્છે છે...અમેરિકાએ આ બદલો સીધો જ અમેરિકામાં વસતાં ભારતીયો અને રશિયનો પર લેવાનું નક્કી કર્યું...સાથે એણે પોતાનાં ન્યુક્લિયર સેન્ટરને બમણો વેગવાન બનાવીને એના મોટાં સાયન્ટિસ્ટોને દબાવ કરીને આ રીતનો બીજો બોમ્બ બનાવીને પરીક્ષણ માટે એ જ બોર્ડર પર ફરી કરવાનો આદેશ અપાયો‌..સાથે જ આખાં અમેરિકાની નેટવર્ક સિસ્ટમ બંધ કરાવી દીધી.

અમૂક જરુરી સેન્ટરો સિવાય બધું જ બંધ...!! ને વિના કાલે વિપરિત બુદ્ધિ એમ કરીને એણે પોતાનાં અસંખ્ય લોકોને એ વિસ્તારોની નજીક રાખી દીધાં છે. એનાં પ્લાન મુજબ એ બોમ્બ નંખાયો‌...લાખો લોકો માર્યાં ગયાં... કેટલાંય લોકો અપાહિજ બની ગયાં...પણ આમાં એક વસ્તુ રશિયા કરતાં ખતરનાક બની કે જે લોકો ફરીવાર હુમલામાં સંકમ્રિત બન્યાં એ લોકોને માનસિક અસર પણ થવાં લાગી.ને જ્યાં જ્યાં એ લોકો સંપર્કમાં આવે ત્યાં આખાં શરીરની દાહ, માથાનો દુખાવો, ચક્કર આ બધાં લક્ષણો જોવાં મળ્યાં.

આધુનિક ઘણીય દવાઓ હોવાં છતાં સારવારનું એવું પરિણામ નહોતું આવતું...લોકો બે ચાર દિવસ જીવીને મરવા લાગ્યાં . અમેરિકનો પણ અઢળક સંખ્યામાં મર્યા સાથે રશિયનો, ભારતીયો પણ આમાં સપડાયા. સરહદી લોકો દેશનાં અંદરના ભાગમાં પોતાનાં વતનો તરફ આવવા લાગ્યા. પણ પછી થોડાં દિવસોમાં સામાન્ય દેખાતાં લોકોને આ બધી તકલીફો થવા લાગી. એ લોકો જેટલાં લોકોનાં સંપર્કમાં આવે એ બધાં પણ આનો ભોગ બની જતાં.. થોડાં દિવસોમાં ખબર પડી કે આ તો ફક્ત સંપર્કથી નહીં શ્વાસોશ્વાસ દ્વારા પણ ફેલાવા લાગ્યું છે...ત્રણ ચાર દેશોની આ વાતમાં ધીમે ધીમે આખી દુનિયા સપડાઈ ગઈ. સામે જ રશિયન લોકો પણ એ જ રીતે પોતાનાં પીડીતોને બીજે બીજે ફેલાવીને વધું રોગનો ફેલાવો કરતાં રહ્યાં. દેશમાં બધું ધંધા પાણી બંધ કરવાની ફરજ પાડવી પડી.

આ દરમિયાન સુહાની પણ જોબમાં રજા પડતાં વહેલીતકે ઘરે આવી ગઈ. આજે દસ દિવસ થઈ ગયાં પણ સમર્થનો કોઈ જ સંપર્ક નહોતો થયો... આવાં એક નહીં પણ અસંખ્ય ભારતીયો સંપર્ક વિહોણા બની ગયાં... સુહાનીનાં અને પરિવારજનોનાં બહું ખરાબ હાલત થઈ ગયાં.

સુહાનીએ એનાં કંપનીનાં મેઈન સર સાથે વાત કરીને સમર્થ વિશે કંઈ માહિતી મેળવવા કહ્યું પણ એમને પણ ખાસ કંઈ સરખો કે સંતોષકારક જવાબ ન આપ્યો‌.

આથી સવિતાબેન અને સૌનકભાઈની ચિંતા વધી ગઈ. લોકો હવે જુદી જુદી જગ્યાએથી પોતાનાં દેશમાં પરત ફરવા લાગ્યાં છે હવે એ ભારતનાં ઘણાં રાજ્યોમાં પણ ફેલાવા લાગ્યો છે. ધીમેધીમે ભારતમાં પણ બધું જ બંધ કરવામાં આવી રહ્યું છે એ સમયે સૌનકભાઈએ પૂના જઈને સમર્થની કંપનીમાં જાતે તપાસ કરવાનું નક્કી કર્યું. એ કંપનીનાં મોટાં ભાગે ફોરેન બિઝનેસ કરે છે‌. એક પોલીસ ઓફિસરની મદદ લઈને આવાં તંગ વાતાવરણમાં પૂના પહોંચી ગયાં.

કંપનીમાં પહોંચતાં જ અમૂક લોકો દ્વારા ખબર પડી કે વિદેશી ધંધાઓને કારણે ટોપ પરની ભારતની કંપની અંદરખાને એનો ધંધો ચાલુ જ છે...સૌનકભાઈએ બહું મથામણ પછી સમર્થના મેઈન બોસ પાસે મળવાની પરમિશન લીધી. ને એમને મળવા પહોંચી ગયાં...

બોસ સાથેની મુલાકાતમાં ખબર પડી કે નવાં અપડેટ મુજબ એમણે ઘણાં બધાં ભારતીયોને ત્યાં જ શુટાઉટ કરી દીધા છે તો કેટલાક બંદી બનાવાયા છે...એ લોકોને પરત ફરવાની પરમિશન મળે છે જે આ સંક્રમિત લોકોનાં સંપર્કમાં આવીને પોતાનાં દેશ પરત ફરવા તૈયાર હોય....જેથી આ તફલીક અસંખ્ય ભારતીયોમાં ફેલાવે. અને કોઈ સારવારની શોધ ન થઈ હોવાનાં કારણે ઢગલાબંધ ભારતીયો આમાં હોમાઈ જાય...!!

સૌનકભાઈ : " પણ સર આવી સ્થિતિમાં તો કોણ ભારત પરત ફરીને પોતે તો મરે જ પણ પોતાનાં સ્વજનોને , દેશજનોને મારવાં કોણ તૈયાર થાય ?? "

સમર્થનાં સર મિસ્ટર અગ્રવાલ બોલ્યાં," છે ઘણાંય લોકો આવવાં તૈયાર અને આવી પણ ગયાં છે એવું વિચારીને કે આની અસર દરેક વ્યક્તિમાં નથી રખે ને એમનાં પર કોઈ અસર ન થાય ને એમનું જીવન બચી જાય... આવાં લોકો અહીં પરત આવ્યાં છે એનાં કારણે તો આજે ઈન્ડિયામાં પણ દિવસેને દિવસે કેસ વધી રહ્યાં છે..."

સૌનકભાઈ : " હું સમર્થને ઓળખું છું ત્યાં સુધી એ પોતાનો જીવ જોખમમાં મૂકી દેશે પણ પોતાનાં પરિવારને કે દેશજનોની મુશ્કેલી વધે એવું કંઈ પણ એ જાણી જોઈને તો ન જ કરી શકે...."

સૌનકભાઈનું મનોબળ હવે નબળું પડી ગયું. એ બોલ્યાં, " તો હવે કંઈ થાય એમ નથી સર ?? સમર્થ અમારો એકનો એક દીકરો છે... આવતાં મહિનાનાં અંતમાં તો એનાં લગ્ન છે..."

મિસ્ટર અગ્રવાલ : " વડીલ હું આપની વાત સમજું છું. પણ અત્યારે અમેરિકામાં વાસ્તવિક રીતે શું બની રહ્યું છે એ અમને પણ કંઈ જ ખબર નથી...જે લોકો પરત ફરે છે એ લોકો ત્યાંથી એમની રીતે જ પરત ફરે છે... ત્યાંનો કોઈ જ કોન્ટેક્ટ નથી. એકવાર સમર્થ સાથે વાત થાય તો અમારી કંપની કોઈ પણ રીતે ગમે તેટલાં પૈસાની ચિંતા કર્યાં વિના એમને પાછાં લાવશે...એની સાથે જ બીજો એક એનો કલીગ પણ એક મહિના પછી ત્યાં ગયો છે. એ અને સમર્થ બંનેની સાથે પરત ફરવાની ટિકીટ કરેલી જ છે... એમાં પણ સૌથી વધુ અસર પામેલાં અને ત્યાંથી ગવર્નમેન્ટે ઈન્ડિયન લોકોને કેદ કર્યાં છે એ શહેરોમાં લંડન, ન્યુયોર્ક, અને વોશિંગ્ટન જ મુખ્ય છે..."

સૌનકભાઈ : " તમારું બધું કામ વોશિંગ્ટનમાં જ છે ને ?? "

મિસ્ટર અગ્રવાલ : " જી હા...તમે ચિંતા ન કરો...અમને પણ અમારાં એમ્પ્લોયની ચિંતા હોય છે. કંઈ પણ જાણકારી મળશે તો હું આપને પર્સનલી જણાવીશ‌...બસ...આપ અત્યારે શાંતિથી ઘરે જાવ..."

ને પછી સૌનકભાઈ ભારે હૈયે અગ્રવાલ પર ભરોસો રાખીને કેબિનમાંથી બહાર નીકળ્યાં કે તરત જ લગભગ બત્રીસેક વર્ષની ઉંમરનો એ ફુટડો અગ્રવાલે એક ખંધું સ્મિત કરીને પોતાની રોલિગ ચેર ફેરવી અને પોતાની ટેબલની પાછળનાં ભાગમાં રહેલાં ડ્રોઅરમાંથી એક ફોટો કાઢીને હાથમાં લઈને એક અટ્ટહાસ્ય કરવાં લાગ્યો... એનાં પડઘાં જાણે આખાં રૂમમાં ગુંજવા લાગ્યાં..!!

અગ્રવાલ શું ઈચ્છે છે ?? એ જાણી જોઈને સમર્થ પાછો ન આવે એવું ઈચ્છી રહ્યો છે ?? એણે કોનો ફોટો કાઢ્યો હશે ?? સમર્થને મોકલવાનો એનો કોઈ ખાસ મકસદ હશે ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૧૫

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......