Charted ni Odis Notes - 16 in Gujarati Comedy stories by Ca.Paresh K.Bhatt books and stories PDF | ચાર્ટડ ની ઓડિટ નોટસ - 16 - સંરક્ષણ ક્ષેત્રે ક્યારે આત્મનિર્ભર ?

ચાર્ટડ ની ઓડિટ નોટસ - 16 - સંરક્ષણ ક્ષેત્રે ક્યારે આત્મનિર્ભર ?

# ચાર્ટડ ની ઓડીટ નોટ્સ -70 #
# CA.PARESH K.BHATT# ___________________________
સંરક્ષણ ક્ષેત્રે ક્યારે આત્મનિર્ભર ?
___________________________

રાફેલ વિષે મારે વિશેષ કઈ નથી લખવું કેમકે મારા કરતા આપ સૌ સવિશેષ જાણો છો . મારો આજના આર્ટીકલનો હેતુ સાવ અલગ જ છે .ભારત માટે એક આનંદ નો ઉત્સવ ચાલી રહ્યો છે ખાસ કરીને ટી.વી ચેનલો પર વિશેષ દેખાય છે . ક્યારેક એકના એક મેસેજ જ બધે રીપીટ થતા હોય છે . રાફેલ થી ભારતની સરક્ષણ શક્તિ ખુબજ વધી છે . તેમાં બે મત નથી . ભારત માટે ખુબ આનંદ નો વિષય છે .
ભારતે ૨૦૧૪ માં મંગલ યાન મોકલ્યું તેના ખર્ચ નું બજેટ ૧૦૦ મીલીયન ડોલર હતું અને ખર્ચ તેના કરતા ઓછો થયો તે હતો ફક્ત ૭૪ મીલીયન USD હતો ત્યારે યુ.એસના વોલ સ્ટ્રીટ જરનલે કહ્યું કે યુ.એસ.એ જો આજ પ્રોગ્રામ અમલ માં મુકે તો તેનું બજેટ ૬૭૧ મીલીયન USD થાય . આ ઉપરથી નક્કી થાય કે ભારત ની કીમત અંદાજે ૧૦ ગણી ઓછી હોય છે .
# CA.PARESH K.BHATT #

ફ્રાંસની વસ્તી ફક્ત ૬.૭૦ કરોડ ની છે અને ભારતની વસ્તી ૧૩૬ કરોડ ની . ઇઝરાયલ ની વસ્તી ફક્ત ૮૮.૮ લાખ છે એટલે કે એક કરોડ કરતા પણ ઓછી . ભારત આઝાદ ૧૯૪૭માં થયું આપણી જ સાથે ઇઝરાયલ પણ આઝાદ થયું છે . ફ્રાંસ ની વસ્તી આપણા કરતા ૦.૦૫ % છે અને ઇઝરાયલ તો ૦.૦૦૬% જ છે . છતાં આપણે તેની પાસે સરક્ષણ માટે જઈ ને ઉભા રહીએ છીએ .આજે ૭૩ વર્ષ પછી આપણે હજુ પણ ડીફેન્સ વેપન્સ માટે યુરોપ અમેરિકા કે ઇઝરાયલ પર નિર્ભર છીએ . આપણે ૭.૮૭૮ બિલીયન યુરો ના રાફેલ ખરીદ્યા છે . જેની ભારતીય રૂપિયામાં કીમત ૬૯,૨૦૯.૦૨ કરોડ રૂપિયા ( એટલે કે રૂ.૬૯૨૦૯૦૦૦૦૦૦૦) આજના ભાવે થાય . ભારત આજ રફાલ જો પોતાના દેશમાં બનાવે તો જેમ મંગલ યાન ની કીમત ૧૦% જ થઇ તેમ આ કીમત પણ કદાચ ૧૦% એ પડે . ખરેખર આપણે આટલા વર્ષો પછી પણ ડીફેન્સની બાબતમાં પગ ભર ન થઈએ એ શરમ જનક કહેવાય . આપણી સાથે નું આઝાદ થયેલું ઇઝરાયલ આજે આપણ ને શસ્ત્રો વહેચે . એ આશ્ચર્ય ન કહેવાય ? વિશ્વના બધાજ દેશ પાસે વોર મીનીસ્ટ્રી છે જયારે આપણી પાસે જ કેમ ડીફેન્સ મીનીસ્ટ્રી છે ?. વોર એટલે યુધ્ધ અને ડીફેન્સ એટલે બચાવ કરવો . આપણે શું બચાવ કરવા વાળા જ છીએ આપણી પાસે એટેક કરવાની તાકાત નથી ? આપણે અહિંસાના સિધ્ધાંત ને ચોક્કસ વર્યા છીએ પણ તેનો મતલબ આપણે કોઈ પર શું હુમલો કરવા સક્ષમ નથી ? વોર મીનીસ્ટ્રી કેમ નહી ? ડીફેન્સ મીનીસ્ટ્રી શા માટે ? આપણા પર કોઈ હુમલો કરે તો આપણે ફક્ત બચાવ કરી શકીએ એમ ? આપણે આઝાદ થયા ત્યારે બુધ્ધ અનુયાયી અશોક નું ચક્ર શા માટે રાષ્ટ્ર ધ્વજમાં ? કૃષ્ણ નું સુદર્શન ચક્ર કેમ નહી ? જયારે આઝાદ થયા ત્યારે બુધ્ધ ધર્મી ૨% કરતા પણ ઓછા હતા તો શા માટે ૭૦% હિંદુ ધર્મી નું પ્રતિક સુદર્શન ચક્ર કે રામનું ધનુષ્ય ન રાખ્યું . આપણી લડાયક વૃતિ જ આ બધી વાતો થી ખત્મ કરી નાખી છે પરિણામે આપણે ખાલી ડીફેન્સ જ કરતા રહ્યા . એટેક કરવાની તો આપણી તાકાત જ નથી . ઇઝરાયલ આઝાદ થયું એટલે એમણે વિશ્વમાં રહેતા બધાજ યહુદીઓ ને બોલાવી લીધા અને સૌ પ્રથમ રાષ્ટ્ર ભાષા તરીકે એમની પ્રાચીન હિબ્રુ ભાષા કરી . આજુ બાજુ માં બધે જ આરબ રાષ્ટ્ર અને સતત અસ્તિત્વનો સંઘર્ષ એમ છતાં આટલો વિકાસ કર્યો . અને આપણે આતંકવાદ ની સામે ફક્ત ડીફેન્સ ડીફેન્સ રમ્યા કરીએ છીએ . રાફેલ આવ્યા ત્યારે ભારતની થીંક ટેંકે રાજી થવાની જગ્યાએ કપાળ કુટુવું જોઈએ કે આજે ૭૩ વર્ષના થયા છતાં આપણે સંરક્ષણ માટે પણ અન્ય દેશ પર નિર્ભર રહીએ છીએ . કોઈ ગેર સમજ ન કરતા કે રાફેલ નો આનંદ નથી એમ નહી . વાત નું તત્વ સમજ જો .
# CA.PARESH K.BHATT #

આપણી તદન થર્ડ ક્લાસ શિક્ષણ વ્યવસ્થા માં હજુ પણ બદલ નહી લાવીએ તો આવતા બીજા ૭૩ વર્ષ પણ આપણે અન્ય ઉપરજ આધારિત રહીશું . આટલા વર્ષો પછી રીસર્ચના નામે આપણે સાવ ઝીરો . આવું ગોખણ પટ્ટી નું ભણતર લીધા પછી યુવાન ક્યાંય એટેક કરી શકે કે વોર કરી શકે એવી વૃતિ તેનામાં નિર્માણ ન થાય કે પછી આવું શિક્ષણ આપીને આવી કોઈ ટેકનોલોજી પણ નિર્માણ ન કરી શકે . તો પછી આવા શિક્ષણ પાછળ દેશના કરોડો યુવાનોની યુવાની હોમી દઈએ છીએ અને ખર્વો રૂપિયાની હોળી કરીએ છીએ . જરા તો આ દેશની થીંક ટેંક વિચારો !

એજ રીતે આપણે ૭૩ વર્ષની આઝાદી પછી આપણા અબજો ને ખર્વો રૂપિયા વિદેશમાં ફક્ત ને ફક્ત સરક્ષણ માંટે. જતા રહે એ કોઈ ભારતની થીંક ટેંક નથી વિચારતી . બધાજ ટી.વી . પર રાફેલ ના વખાણ કરશે . પણ જે રીતે માં ની પાસે પડોશણના છોકરાના વખાણ થાય તો માં રાજી ન થાય . એમ ભારત માતા પણ આ વખાણ થી રાજી નહી થતી હોય કે , જે દેશને મેં આટલું બુદ્ધિ ધન આપ્યું છે એ દેશના લોકો પાડોશીના દીકરાના આટલા વખાણ કરે છે ? પોતાના રક્ષણ માટે બીજા દેશ ઉપર આધારિત છે ? પોતાનું ધન વિદેશમાં જતું રહે છે ? છતા આ દેશની એક પણ થીંક ટેંક કે પત્રકાર આ વિષે હરફ પણ ન ઉચ્ચારે ?
# CA.PARESH K.BHATT #

Let’s Think Differently .

अस्तु .

Dt.29.07.2020.

Rate & Review

Urmi Chauhan

Urmi Chauhan Matrubharti Verified 3 years ago