Ek bhool - 2 books and stories free download online pdf in Gujarati

એક ભૂલ - 2

એક ભૂલ.. પાર્ટ 2


મીરા નક્કી કરેલ સ્થળ.. એક ગાર્ડનમાં પહોંચી ગઈ. નવ ને બદલે સાડા નવ વાગી ગયા હતા. મીરા આરવને શોધી રહી હતી.

અચાનક પવન ની એક લહેરખી આવી. મીરાના હૃદયનાં ધબકારા વધી ગયાં. મીરાને એક અલગ પ્રકારનો અહેસાસ થવા લાગ્યો અને એ જાણતી હતી કે આરવ જ્યારે એની આસપાસ હોય ત્યારે જ એને આવું થાય અને તેણે પાછળ ફરીને જોયું તો સાચે આરવ તેની સામે ઊભો હતો.

બે વર્ષ પછી અંતે તેણે આરવને જોયો. આરવને જોઈ તેને થયું કે સમય બસ અહીં જ થોભી જાય જ્યાં સુધી હું આરવ ના ચહેરા ને મારા મનમા ન ભરી લવ. કોલેજ પુરી કર્યા પછી તો આરવ તેના પપ્પાના બિઝનેસ મા લાગી ગયો. અને થોડાક જ દિવસ મા તો એને તેના પપ્પાએ અમેરિકામાં બીજી બ્રાંચ ચાલું કરી અને આરવને ત્યાં મોકલી દીધો. બસ એ પછી થી અમે મળ્યા જ નહીં. અને આજે.. આજે એ મારી સામે છે...

આરવ : "ઓ હેલો મૅડમ, ધ્યાન ક્યાં છે તમારું.. હું ક્યારનો તને બોલાવું છું ને તું કોના વિચારો મા ખોવાઈ ગઈ.. કે પછી ઉંમર ને લીધે તારા કાને કામ કરવાનું બંધ કરી દીધું, ને જરાક ટાઈમ જો પુરી અડધી કલાક મોડી છો.. મને તો હતું કે મારા આવવાની વાત સાંભળી મારી પેલાં તું પહોંચી જઈશ પણ લાગે છે અહીં તો કોઈ ને કાંઈ પડી જ નથી... " આટલું બોલી આરવ મોઢું બગાડી બીજી બાજુ જોવા લાગ્યો.

(આરવ નો અવાજ સાંભળી તરત પોતાના વિચારોના મોજાને શાંત પાડી મીરાએ આરવને જવાબ આપ્યો.)

મીરા : એલા તું જરાક શ્વાસ લઇ લે.. આવતાવેત કેટલું બોલી ગ્યો. મારો બોલવાનો વારો તો આવવા દે.

આરવ : પણ તને વિચાર કરવા માંથી ટાઇમ મળે તો તું બોલ ને.. એક તો મોડું આવવું અને પાછું મારું ખોટું નામ શું આપે..

મીરા : હા હવે સોરી બસ.. ચાલ એ તો કે તું ઈન્ડિયા ક્યારે આવ્યો.. તું આવવાનો હતો ને મને કીધુંય નહીં તે. કે પછી કેવું જરૂરી નો લાગ્યું હે. (મીરા સહેજ ગુસ્સામાં બોલી)

આરવ : અરે હું તો બે દિવસ પહેલા જ ઓફિસના કામથી આવ્યો.. આવીને બધું કામ પતાવી સહુથી પહેલાં તને મળવાનો પ્લાન બનાવ્યો. મારે એક ખૂબ જ જરૂરી વાત કરવી છે તારી સાથે.

મીરા : હા બોલ ને શું કહેવું છે તારે. (મીરા ને આરવ ની વાત પરથી લાગી રહ્યું હતું કે આરવ કોઈક ચિંતામાં છે)

આરવ આગળ કશું બોલવા જાય એ પહેલાં જ તેના મોબાઇલ ની રિંગ વાગે છે. આરવ ના મોબાઇલ સ્ક્રીન પર નામ વાંચતા જ તેના ચહેરા પર ચિંતા ની રેખા ઉપસી આવે છે. અચાનક જ આરવ ને આટલો ટેન્શનમાં જોઈ મીરાએ તેને પૂછ્યું,

"શું થયું, કેમ આટલો ટેંશન મા આવી ગયો, કોનો કોલ છે? બધું બરાબર જ છે ને?"

આરવ તરત જ પોતાની જાતને સાંભળતા બોલે છે,

"અરે કઈ ટેંશન જેવું નથી, તું ચિંતા ના કર.. અહીં બેસ, હું હમણાં જ વાત કરી આવું, એક જરૂરી કોલ છે, ઓકે."

મીરા : હા સારું.

મીરા કશું સાંભળી ન શકે એ માટે આરવ થોડો દૂર જાય છે અને કોલ રિસીવ કરે છે ત્યાં સામે છેડેથી ભયાનક ગુસ્સામાં અવાજ આવે છે,

"સાલા, તને શું લાગે છે કે તું ત્યાં એને મળીશ અને મને અહીં ખબર નય પડે, બોવ મોટી ભૂલ છે આ તારી, જલ્દી ત્યાંથી નીકળ અને ખબરદાર જો આજ પછી એને ક્યારેય મળ્યો છે તો.. તારી ઉપર મારી નજર છે જ અને અત્યારે પણ રાખેલી જ છે એટલે હવેથી કોઈ હોંશિયારી નહીં અને જા જઈ ને કહી દે કે આજ પછી ના તો તારી સાથે વાત કરે ના તો તને મળવાની ટ્રાય કરે અને યાદ રાખજે જો કાંઈ પણ કેવાની કોશિશ કરી તો રાધિકા સાથે સાથે તારી બેન નું પણ આવી બનશે."

આટલું બોલી ફોન કટ થઈ ગયો. આરવ કશું બોલી ના શક્યો. તેની આંખ મા આંસુ આવી ગયાં પણ એની વાત માન્યા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ ન હતો તેની પાસે કેમ કે રાધિકા અને આરવ ની બહેન.. બંને ની જીંદગી નો સવાલ હતો. અંતે તે મન મક્કમ કરી મીરા પાસે આવ્યો.

મીરા : થય ગઈ તારી વાત, બોલ હવે શું હતું.

આરવ : જો મીરા, મારે તને ખાલી એટલું જ કહેવું છે કે આજ પછી ક્યારેય મને મળવાની કોશિશ કરતી નહીં અને ક્યારેય મારો કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરતી નહીં. રાધિનું ધ્યાન રાખજે. આજથી તું તારા રસ્તે ને હું મારા રસ્તે.

આટલું કહી આરવ ત્યાંથી ચાલતો થઈ ગયો. મીરા હજુ સમજી નહોતી શકતી અચાનક આ શું બોલી ગયો. તેણે આરવને રોકવાની કોશિશ કરી પણ તે ચાલ્યો ગયો, એકવાર પણ પાછળ ફરી મીરા સામું જોયુ પણ નહીં. મીરા ત્યાં ને ત્યાં જ રોઈ પડી. મન મા જાણે કેટલાય સવાલો નું ઘોડાપુર આવી ગયું. તે ત્યાં જ બેસી રહી.

એટલામાં ત્યાંથી એક છોકરો નીકળે છે. તેનું ધ્યાન મીરા તરફ પડે છે એટલે તે તરત મીરા પાસે આવે છે અને પૂછે છે,

"આર યુ ઓકે?"

પણ મીરા કશો જવાબ આપતી નથી એટલે તે છોકરો તેની પાસે રહેલી પાણીની બોટલ મીરા તરફ આગળ કરે છે. મીરા બોટલ લઈ એક ઘૂંટડો પાણી પી ને તે છોકરા તરફ જુએ છે. ચહેરો થોડો જાણીતો લાગે છે પણ તે ઓળખી શકતી નથી અને તે એમ પણ દુ:ખી હોવાથી તે કશું વિચારી શકે એવી પરિસ્થિતિમાં પણ નહોતી. હવે આગળ કોઈ કશું બોલે તે પહેલાં તે પેલા છોકરાને થેન્ક યુ બોલી બોટલ પાછી આપીને જતી રહે છે.

મીરા ઝડપથી પોતાની ગાડી લઈ ઘરે પહોંચે છે. ગાડીનો અવાજ આવતાં સુમિત્રાબહેને રાધિકાને કહ્યું,

"જા તો રાધિ, દરવાજો ખોલ. મીરા આવી ગઈ લાગે છે."

રાધિ ઉભી થઈ ને દરવાજો ખોલે છે. મીરાનો ઉતરી ગયેલો ચહેરો જોતા રાધિકા ને અંદાજો આવી જાય છે કે આરવ અને મીરા વચ્ચે કાંઈક તો થયું છે, ત્યાં પાછળથી સુમિત્રાબહેન આવે છે એટલે હાલમાં રાધિકા મીરાને કશું પુછતી નથી.

સુમિત્રાબહેન : આવી ગઈ મીરા, ચાલ જલ્દી હાથપગ
ધોઈ લે અને જમવા બેસી જા. અને રાધિ તું રૂમમાંથી તારા પપ્પા ને બોલાવી આવ જા.

રાધિકા જાય છે અને મીરાએ સુમિત્રાબહેનને કહ્યું,

મીરા : ના મમ્મી, હું નેહાની ઘરે ગઈ હતી ને તને તો ખબર જ છે.. એનાં મમ્મી મને ભૂખી ના જ આવવા દે એટલે હું જમીને જ આવી છું અને હવે હું રૂમમાં જાવ છું ઘડીક વાર સૂઈ જાવ છું.

આટલું તો પરાણે સ્માઈલ કરી મીરા માંડ બોલી શકી,કે જેથી સુમિત્રાબહેનને ખબર ન પડે. તે તરત જ પોતાના રૂમમાં જતી રહી અને બહાર વરસતા ધોધમાર વરસાદની સાથે સાથે પોતાની આંખોને વરસાવતા વરસાવતા ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી.

~~~

"મીરા દી જલ્દી ઊઠો, આ વરસાદ પડવાનો હજી ચાલું જ છે ને એટલે આપણાં ઘરમાં કેટલું બધું પાણી ઘુસી ગયું, જલ્દી ઊઠો ને જુઓ."

રાધિકાની વાત સાંભળી મીરા ઝડપથી ઊભી થઈ અને રૂમમાંથી નીકળી ને બહાર હૉલમાં ગઈ. તરત પાછી આવી રાધિકાનો કાન પકડી ને બોલી,

"પાણી ઘુસી ગયું હે.. તું મને રમાડે છો, નાની છો પણ મારાથી વધે એમ છો."

"અરે દી, કાન તો મૂકો મને દુઃખે છે. ને એમ પણ તમારી સાથે મસ્તી ન કરું તો કોની સાથે કરું." રાધિકાએ મીરા ને કહ્યું.

"હા બાપા કર ને, તું ય શું મને યાદ કરીશ." આટલું બોલી મીરા હસવા લાગી.

મીરાને હસતી જોઈ રાધિ ને આનંદ થયો. તેણે મીરા ને કહ્યું,

"તમે હસતાં જ સારા લાગો છો, સવારની જેમ લટકેલ મોઢે જરા ભી સારાં નથી લાગતા. અને મને કહેશો કે શું થયું તમારી વચ્ચે."

રાધિકાની વાત સાંભળી મીરાને ફરીથી સવારની વાત યાદ આવી ગઈ. ચહેરો પાછો ફિક્કો પડી ગયો. મીરાને જોઈ રાધિકાએ કહ્યું,

"પ્લીઝ દી બોલો, વાત શેર કરશો તો ઉકેલ આવશે. "

મીરા બોલવા જાય એ પહેલાં જ તેના પપ્પા, મોહનભાઈએ
મીરા, રાધિકા અને સુમિત્રાબહેનને બોલાવ્યા. ત્રણેય આવ્યા એટલે રાધિકાએ પૂછ્યું, "શું થયું પપ્પા, અમને કેમ બોલાવ્યાં."

"અરે મારી પાસે એક એવા સમાચાર છે કે તમે જાણીને
ખુશ થઈ જશો અને મીરા ખાસ તો તારા માટે છે."

આ સાંભળી ત્રણેય વિચારવા લાગ્યાં કે એવી તે વળી શું વાત છે.


વધુ આવતાં ભાગમાં..

વાંચવા બદલ ખૂબ ખૂબ આભાર..