wishis is death books and stories free download online pdf in Gujarati

ઝંખના નું મોત...

ઝંખના નું મોત.....

કોલેજ કાળ એટલે યુવાની માં મુકાયેલું પહેલું કદમ,પરંતુ બધાંય માં એક અપવાદ રુપ યુવાન પણ હતો તેનું નામ હતું અહેસાસ મહેરા.કદાચ એને એના નામ મુજબ જીંદગી એ તેને નાનપણ માં કારમી ગરીબી નો અહેસાસ કરાવ્યો હતો ,તે તેના ગરીબ પિતાજી ને સામાન્ય નોકરી કરીને સહાય બાપ અને દિકરા એ બંને ઘર નું ગુજરાન ચલાવતાં.પરિસ્થિતિ એ તો તેને મહેનત કરવાની દિશા આપી હતી.કોલેજ માં તેની સાથે અભ્યાસ કરતાં મિત્રો પૈસા ઉડાવે કોલેજ ના લેક્ચર બંક મારે પણ અહેસાસ સામાન્ય પગાર ની નોકરી કરે..તે કોલેજ રેગ્યુલર ભરતો,તેની મહેનત અને અભ્યાસ પ્રત્યે રહેલી સજાગતા એ તો અહેસાસ ને કોલેજ નો ટોપર બનાવી ને રાખ્યો હતો,સામાન્ય યુવક યુવતી ઓના સપનાં થી આ યુવાન અલગ હતો,આ બધાંય થી પર હતો,તે પોતાના જીવન ને દુનિયા થી અલગ બનાવવા નિકળ્યો હતો.જયાં બધાંય ના વિચારો ખતમ થાય,ત્યાંથી આના વિચાર ની શરુઆત થાય.

સુંદર કસાયેલ શરીર નો બાંધો, ગોરો ચહેરો,સોનેરી આંખો,તેના લિસ્સા
વાળ.ક્લાસરૂમ પાસે આવી તેણે પૂછયું
"મેં આઇ કમ ઇન સર?

"તમે ક્યા હતા અત્યાર સુધી ! પરિક્ષા નજીક આવે છે,આ વખતે ફેલ થવાનો ઇરાદો છે,કે શું?"

આઇ એમ સોરી સો સર,‌ ઓફિસ માં અગત્યના પ્રોજેક્ટ ને લગતી ચર્ચા ચાલતી હતી,તો સર થોડું મોડું થઈ ગયું,આજ માટે હું બહુ દિલગીર છું

.અહેસાસ બીજીવાર આ નહીં ચલાવવા માં આવજો ધ્યાન રાખજો આ વાતનું, તમે આજ કોલેજ એટેન્ડ નહીં કરી શકો.અહેસાસ ઉદાસ મોં એ ઘર તરફ પ્રયાણ કરવા માંડ્યું ત્યાં જ કોલેજ આગળ યુવતીઓનું ટોળું હતું.

તેમાં એક સુંદરી અલગ તરી આવતી હતી,એની કાતિલ આંખો, તેની અણિયારી અને કાળી ભ્રમરો,ગોરું અને ભરાવ દાર શરીર,ગુલાબી ગાલ, તેના લાંબા અને કાળા વાંકળીયા વાળ,લાલ ગુલાબ ની પાંદળી જેવા હોઠ વાળી યુવતીનું નામ વિભાવરી ખંડેલવાલ હતું.તે શહેરના મોટા બિઝનેસ મેનની દિકરી હતી.તે દરેક ની મદદ કરવા માટે તત્પર રહેતી હતી.
અહેસાસ જરા જલ્દી માં હતો,તેની આંખો માં ચિંતા ના વાદળો છવાયેલાં હતાં,આજ કોલેજ નો દિવસ બગડયા નો વસવસો દિલ માં રહી ગયો.

અહેસાસ ને જોઈને કહેવા લાગી કે એક્સ ક્યુઝ મી !
પ્રિન્સીપલ ની ઓફિસ ક્યાં છે?

સપનાં ઓની દુનિયા થી પોતાની જાત ને પરત લાવતાં કહ્યું કે પહેલાં સીધે સીધા ચાલ્યા જવું અને ડાબી બાજું વળી જવું ત્યારે આવશે પ્રિન્સીપલ ની ઓફિસ.

વિભાવરી એ મધુર સ્મિત સાથે કહ્યું "ઓહ થેન્ક્યુ આપનુ શુભ નામ ?"

એક ફ્રેન્ડ પાસે થી જાણવા મળે છે કે અહેસાસ આપણા જ ક્લાસ માં અભ્યાસ કરતો હતો આપણી કોલેજ નો ટોપર છે,અને તે તેના પિતા ને આર્થિક મદદ મળે તે માટે કોલેજ ની સાથે નોકરી પણ .
અહેસાસ નો પરિવાર પંજાબ ચાલ્યો ગયો.તે લોકો ત્યાં સેટલ થઈ ગયાં,ત્યાં તે સેટલ થઈ ગયો.તેની આવડત અને મહેનત થી ક્રાઇમ બ્રાન્ચ માં ઓફિસર તરીકે તેની નિમણુક પણ થઇ ગઈ.તેનું પંજાબ માં મોટું નામ હોય છે, તે અહેસાસ ના લગ્ન માટે સારા સારા ઘર થી માંગા આવવાં લાગ્યાં,પણ તેના દિલ માં વસી વિભાવરી વસી ગઈ હતી.

એક કન્યા પર પસંદગી ઉતારવામાં કેતકી કૌર દેખાવે બહુ સામાન્ય,શરીરે પાતળો બાંધો, ચહેરે થોડી ભીનેવાન એટલું સુંદર ન કહી શકાય તેનું વ્યક્તિત્વ બહુ આકર્ષક હતુ.તે મલ્ટીનેશન કંપની માં મેનેજર તે સ્વભાવે બહુ શાંત અને વ્યવહારુ હતી.તે અહેસાસ અને કેતકી ની સગાઈ નક્કી થઈ.ઘડિયા લગ્ન લેવાયાં.પંજાબી કેતકી અહેસાસ સમજુ પત્ની પામી ને ખુબ જ ખુશ હતો.અહેસાસ ના માતા પિતા બહુ ખુશ હતા,તેવો દિકરી જેવી પુત્રવધૂ મેળવીને તે પોતાની જાતને ભાગ્યશાળી માનતા હતા.કેતકી ને તેમને પોતાની પુત્રવધૂ નહીં પણ પોતાની દિકરી જ માની હતી.

પણ વિધાતા ને કંઈ અલગ મંજુર હતું,અહેસાસ એ ક્રાઇમ બ્રાન્ચ ની ઓફિસ માં હતો,ત્યાં જ એક સુંદર સ્ત્રીતેની પાસે મદદ માંગવા આવી,
તે વિભાવરી.

અહેસાસ તેને શાંત પાડતા કહે છે" બોલ શું થયું તને કોનાથી બચાવું !

મારા માતા પિતા પણ આ દુનિયા માં રહ્યા નથી.મને જાણવા મળ્યું કે તુ ક્રાઇમ બ્રાન્ચ માં ઓફિસર તરીકે તુ પંજાબ માં નિમાયેલો છે.પ્લીઝ મને તું મદદ કર.તારી પાસે હું મોટી આશા લઈ ને આવી છું.મારા નજર માં એક મોટા વકીલ એક કેસ હાર્યા નથી ,તુ એમને તારા આ કેસ ની વાત કર એ તારી મદદ કરશે,અને મારું નામ આપજે તારી ફી પણ નહીં લે.અહેસાસ અનેવિભાવરી મળવા જાય છે,બધી જ વાત સાભળી મદદ કરવાની તૈયારી બતાવે છે.જજનો ફેસલો વિભાવરી ની તરફેણમાં માં આવે છે, અને કેસ જીતી જાય છે, પણ વિભાવરી ના સાસુ-સસરા અને પતિ હિંમત ન હારતા તે સુપ્રિમ કોર્ટ માં અરજી આપે છે,તેમાં પણ વિભાવરી કેસ જીતી જાય છે.

અહેસાસ ઓફિસ માં હોય છે ત્યારે એક ફોન ની રીંગ વાગે છે.જે તેની દુનિયા બદલી નાંખે છે,વિભાવરી ખંડેલવાલ ને જાણો છો.

મી.અહેસાસ મેહરા એ તમને મળવાની આખરી ઇચ્છા દર્શાવે છે. કેતકી એક સ્ત્રીની મનોવ્યથા જોઇ શકતી ન હોવાથી તે પણ જાય છે, વિભાવરી બાળક ને જન્મ આપે છે,અહેસાસ કેતકી ની મંજુરી થી જીવન મરણ ની વચ્ચે ઝોલા ખાઈ રહેલી વિભાવરી ની માંગ ભરીને તે પોતાની પત્ની બનાવે છે, જીવતે જી હું તારી ન થઈ શકું તો કંઈ નહીં તારા માટે મરી તો શકું ને,એટલો તો મને હક છે ને?
કેતકી મને મારી ભુલ સમજાય છે. આપણા આ બાળક સાચવજે.અને તેનુ મૃત્યુ થાય છે.

શૈમી ઓઝા લફ્જ