love trejedy - 15 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ - 15

હવે આગળ,
ભણવામાં મન લગાવી હું આગળ વધ્યો. હવે રજા પડી હું બપોરે 3 વાગ્યે અમરેલીના બસ સ્ટોપ પર પહોંચ્યો.બસ આવી ગઈ હતી બસમાં હું બારી પાસે બેઠો પણ આજે મન ટબોડું વ્યાકુળ હતું દિલ થોડું કાજલને યાદ કરીને ફરી તેની યાદોમાં ખોવાઈ જતું.ફરી સવારની વાત રિપીટ થવા લાગી. હવે હું ફરી કાલ માટે રાહ જોવા લાગ્યો ઘરે પહોંચી હું મિત્રો સાથે ફરવા લાગ્યો. રાત્રે ઘરે પોચી જમીને હું બેઠો હતો ફોન પર વાત કરતો હતો મામા ને તેની સાથે . વાત પતાવીને હું ફરી કાજલની સાથેની મુલાકાતમાં ખોવાયો . સવારે આજે પણ હું થોડો મોડો જાગીને હું પેલી જ બસમાં જવાનો વિચાર કર્યો પેલી સવારની વહેલી બસમાં હું ના ગયો અને કાજલ જે બસમાં આવે છે તે બસની રાહ જોવા લાગ્યો . બસની રાહ જોતા જોતા પેલી બસ નિકળી ગઈ હું તે બસને જોતો જ રહ્યો.પણ દર હતો મને કે આજે કાજલ વહેલી જતી ના રહે તો સારું .હું બીજી બસ આવીને તેમાં બેઠો બસ ધીમે ધીમે આગળ વધી મારા વિચાર પણ આગળ વધવા લાગ્યા કાજલ આવશે કે નહીં અને આવશે તો તેની સાથે શુ વાત કરીશ . બસ હવે કાજલ ના ગામ પહોંચી હું દરવાજા થી પાછળની સીટ પર બેઠો હતો પણ મેં જે મનમાં વિચાર્યું હતું તેવું કાઈ જ ન બન્યુ ના કાજલ આવી . હું ફરી તેની રાહ જોતો જ રહી ગયો. આઈટીઆઈ પહોંચ્યો અને તેના જ વિચાર કરવા લાગ્યો પણ બહુ વિચાર કરી શકું તેમ ના હતો કેમ કે એકબાજુ મારે મારુ કરિયર બનાવવાનું હતું અને બીજી બાજુ કાજલ ની યાદો સતાવતી હતી. માંડ માંડ મેં ભણવામાં ધ્યાન આપ્યું ને ફરી ભણવા લાગ્યો પણ એટલું બધું ભણવામાં હું ધ્યાન આજે ના આપી શક્યો ખબર જ નહોતી પડતી મને કે હું આટલો બધો તેની તરફ કેમ ખેંચાવ છું. બપોરે રિશેષ પડતા હું આજે ફરી ભાવેશ સાથે અમરેલી બસ સ્ટોપ ઉપર પહોંચી ગયો . હું ફરી કાજલની જોવા માટે ઉતાવળો બન્યો ફરી એકવાર આજે મને નિરાશા મળી. ના કાજલ જોવા મળી ન તેની મિત્ર કોઈ પણ . પણ બસ અચુક તેના સમય પર આવી અને અને બસને ફરી કાલની જેમ જોતો જ રહી ગયો મને એવું લાગ્યું કે ભગવાનને પણ મંજુર નથી લાગતું મારુ ને કાજલનું મિલન ફરી હતાશ થઈ ગયો અને બસને જોતા રહી ગયો બસ જતી રહી પણ આજે કૈક અલગ જ ફીલિંગ આવતી હતી ખબર નહીં કેમ આજે મન બીજી જગ્યા એ જ જતું રહેતું હતું શુ હતું એવું કાજલમાં કે હું તેના તરફ આટલો બધો ખેંચાય રહ્યો હતો .એક આકર્ષણ હતું કે બીજું કાંઈ ખબર જ નહોતી પડતી .હું તેની રાહ અને તેના વિચારો માનમાંથી દૂર જ કરી શકતો ન હતો .પહેલીવાર કોઈ છોકરી પ્રત્યે આટલો બધો લગાવ મને થયો હતો આ પહેલા ક્યારેય આવું બન્યું ના હતું બીજા સાથર શેર પણ કરી શકતો ન હતો . આજનો દિવસ તો માંડ માંડ કરીને પસાર કર્યો હું ફરી આઈટીઆઈ આવીને ભણવામાં મન લગાવ્યું અને ભણવા લાગ્યો બપોરે 3 વાગ્યે રજા પડી ને ફરી તે પ્લેટફોર્મ 5 પર આવી ગયો બસની રાહ જોવા લાગ્યો પણ બસ આજે થોડી મોડી હતી તો તેની રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ હતો જ નહીં.અને કરી પણ શું શકીએ આપણે .
બસ આવીને ફરી હું અને કાજલ જે સીટ પાર બેઠા હતા તે સીટ પર જય બેઠો અને તેની યાદ ના સહારે ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી મારુ ગામ આવતા મારા મિત્રે મને જગાડ્યો અને હું નીચે ઉતરી ઘર તરફ ચાલવા લાગ્યો અને મારો મિત્ર તેના ઘર તરફ ચાલવા લાગ્યો બંને ના રસ્તા અલગ હતા . પણ એક ગામના હોવાથી ઓળખતા હતા . ઘરે જઈ ફ્રેશ થઈને શોપ પર જવા લાગ્યો .