Baani-Ek Shooter - 20 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 20

“બાની”- એક શૂટર

ભાગ : ૨૦


જાસ્મીને કશો પણ જવાબ આપ્યો નહીં.

"અરે બોલને જેસ્સ શું થયું?"જાસ્મીનને ઢંડોળતા બાનીએ પૂછ્યું. એમાં જ ઘણા બધા મેસેજ ટોન જાસ્મીનનાં મોબાઈલથી વાગી રહ્યાં હતાં.

કેદાર અને ઈવાન બેડરૂમનાં દરવાજા પર જ ઊભા હતાં. મોબાઈલ પહેલા સાયલન્ટ પર મૂકી દઉં એ ઈરાદાથી બાનીએ જાસ્મીનનો ફોન હાથમાં લીધો. તે સાથે જ ઢગલાબંધ વોટ્સએપ પર અવિનાશના મેસેજ હતાં. બાનીએ ઝડપથી એક પછી એક મેસેજ વાંચવા લાગી. એમાં કેટલાં બધા ધમકીભર્યા મેસેજ હતાં કે, "તને ડિવોર્સ તો નહીં આપું. પણ તારું ખૂન જરૂર કરી દઈશ." એવા ઘણાય ધમકીભર્યા મેસેજ વાંચતા બાનીનું ખૂન ગરમ થઈ રહ્યું હતું. તો જાસ્મીનની શું હાલત થઈ હશે?? આ બધું જ વાંચીને સમજતાં બાનીને વાર ના લાગી..!! બાની પહેલા પોતે સ્વસ્થ થઈ.

"બે દિલથી કમજોર છોકરી...!! આટલું ફક્ત વાંચીને તને ચક્કર આવવા લાગી??" જાસ્મીનને પોતાનાં તરફ ફેરવતાં બાનીએ કહ્યું.

"શું વાંચી લીધું જાસ્મીને?" દરવાજાને ત્યાં ઊભેલા ઈવાને કહી પાડ્યું.

"તારા લગ્ન થયા છે?? ડિવોર્સ જેવા નિર્ણયમાંથી તું પસાર થયો છે? નહીં ને તો ચૂપ રે." બાનીએ અવિનાશનો ગુસ્સો ઈવાન પર ઠેલવી નાંખ્યો. "એહ ઉઠને. પાગલ છોકરી." જાસ્મીન ઓશિકામાં મોઢું નાંખીને રડતી જતી હતી. ઈવાન અને કેદાર દરવાજે ઊભા રહીને ચૂપ થઈને જોતાં રહ્યાં.

"ઓય્ય તમે બંને હોલમાં જઈને બેસો. મને જાસ્મીન સાથે વાત કરવી છે." બાનીએ ઈવાન કેદારને કહ્યું. બંને હોલમાં સોફા પર જઈને બેસી ગયા.

"જાસ્મીન...પ્લીઝ મારી વાત માની લે. હવે રાહ શેની જોય છે. પ્રૂફ માટે તારી પાસે ઘણું બધું છે. ડિવોર્સ લઈ લે..!! એને આપવા જ પડશે!!" બાનીએ કહ્યું તે સાથે જ જાસ્મીન ઊઠીને બાનીને વળગી પડી, " આવું બધું મારી સાથે જ કેમ...!! ક્યાં સુધી બાની...ક્યાં સુધી...!!" મનમાં ધરબી રાખેલી વેદના જોરથી ભેખડો તાણીને ઠેલવતાં જાસ્મીને કહ્યું.

"અવિનાશ એકવાર તને મુક્ત કરી દે. પછી તારી લાઈફ..!!" બાનીએ કહ્યું પણ ત્યાં જ જાસ્મીન કહેવા લાગી," પણ બાની મેં મારું કરિયર ક્યારે બનાવું. મને આ જ બધા ઝંઝટમાં પડી રહેવું હોય તો..!"

"અરે તું આમાંથી પહેલા છૂટી જા. જાસ્મીન તું સમજ મને એબ્રોડ પણ જવાનું છે. પાસપોર્ટ પણ તૈયાર છે. હું તને પણ સાથે જ લઈ જતે. પણ કમ્બક્ત આ અવિનાશ..!!" બાનીએ બે ચાર ગાળ ભાંડતા કહ્યું. " હું એબ્રોડ ચાલી જાઉં એના પહેલા આ બધું પતાવ. એટલે હું તને જોઈતી હેલ્પ પણ કરી શકું. એટલી કમજોર નહીં બન યાર. તું કેવી રીતે જીવશે. તને ખબર જ છે તારા આગળ પાછળ કોઈ નથી." બાનીએ સમજાવ્યું.

જાસ્મીને પોતાનાં અશ્રુધારાને લૂછી નાંખતા કહ્યું, " મારા આગળપાછળ તું જ તો છે. જેનો એટલો સધિયારો મળતો હોય. પ્રેમ હિંમત સાથ સહકાર દુઃખમાં પણ તું સાથે જ હોય પછી હું એકલી છું એ તો વિચાર પણ નથી આવતો." જાસ્મીને બાની પર વિશ્વાસ દેખાડતાં કહ્યું અને બાનીનો સીનો લાગણીઓથી ગદગદ થઈ ગયો. બંને ભેટી પડ્યા, " તું નિરાંતે જા એબ્રોડ. મારી ચિંતા ના કર. ડિવોર્સ તો હવે થઈને જ રહેશે." જાસ્મીને કહ્યું.

બીજી વીસ મિનીટ જાસ્મીન સાથે ગાળ્યા બાદ બાની, કેદાર ઈવાન સાથે જતી રહી.

****

શભૂંકાકાની નોકરી પર કેદારને વોચમેન તરીકે રાખ્યો. કેદાર હવે સુધરી ગયો હતો. શભૂંકાકા ખૂશ હતાં કે કેદાર એનો દીકરો સારા માર્ગે બાનીના લીધે ચડ્યો..!!

જાસ્મીને એક મહિલા લોયર મિનાક્ષી શેઠ નામની કરી જે એનો કેસ સંભાળી રહી હતી. સાઈટ પર એ એડ ફિલ્મો પણ કરવા લાગી જેમ એને સમય મળતો એ પ્રમાણે એ પોતાનાં શેડ્યુલ ગોઠવતી.

કેટલાક પ્રેન્ક વીડિયો શૂટ દરમિયાન બાની પણ ઈવાન સાથે કેમરાના બેક સાઈડ ઉભી રહેતી. આ બધી જ મુલાકાતો દરમિયાન બાની પોતાનું દિલ એહાન પર હારી ચુકી હતી. બાનીને એહાન પસંદ પડી ચુક્યો હતો. એક તરફ ડેડને આપેલું પ્રોમિસ તો બીજી તરફ એહાનને મનોમન ચાહવું..!!

બાની તથા બાની સાથે સંકળાયેલ બધાની લાઈફનો ફ્લો સારો જઈ રહ્યો હતો. એબ્રોડ જવા માટે બાનીનો વિઝા ટિકીટ બધું જ તૈયાર થઈ ગયું હતું. પોતાનાં ડેડના કહેવાથી ઈવાન લકીના મોમ ડેડને પણ મળીને આવી. અત્યાર સુધી આખા ગ્રૂપને એ કેટલી વાર પણ મળી ચુકી હતી. શભૂં કાકાને સંભાળજે એવી કેટલી બધી શિખામણ કેદારને આપી દીધી હતી. પોતે સીધો રહેજે એમ પણ રીતસરની ધમકી કેદારને આપી દીધી હતી. તેમ જ શભૂંકાકાને બસ્તીમાં મળીને આવી હતી. પોતાના ગ્રુપે એના માટે એક નાની પાર્ટી પણ રાખી. એ બધું જ અટેન કરી ઍન્જોય કર્યું. હવે તો એને જાસ્મીનનું પણ ટેંશન ન હતું કેમ કે ફેંસલો જાસ્મીનના પક્ષમાં જ આવવાનો હતો એટલું તો નક્કી લાગતું જ હતું. પરંતુ તો પણ એબ્રોડ જવાની તૈયારીમાં જ બાનીનું દિલ બેચેન થઈ રહ્યું હતું. આવતીકાલે એની ફલાઈટ હતી. પણ દિલ દિમાગ રાત્રે બે વાગ્યે લડી રહ્યાં હતાં.

લાઈફમાં બધું જ મેળવીને રહેતી બાનીના દિમાગમાં અનેકો વિચાર અત્યારે આવ જા કરી રહ્યાં હતાં.

એનું દિલ તો ફક્ત એના વન સાઈડેડ લવ વિષે જ વિચાર કરી રહ્યું હતું, “શું એહાનને આવતીકાલે એરપોર્ટ પર મૂકવા આવશે ત્યારે કહી દઉં મારા દિલની વાત..!! કાલે હું સામે ચાલીને કહી તો શકું, મારી રીતે પ્રપોઝ પણ કરી શકું. પણ શું એ પણ મને લવ કરતો હશે? એ કોઈ બીજાને ચાહતો હશે તો..? ના પાડી તો હું જીરવી શકીશ એ વાત ને..? એ ધક્કામાંથી પોતાને ઉગારી શકીશ..?” જે હોય તે...પણ એહાન મારી ચાહત છે. પહેલી ચાહત છે. હું એણે એક વાર પણ ન પૂછી શકું તો મારી ચાહતનું અપમાન થશે!! હું એણે પૂછીશ. પૂછીને રહીશ .!! શું કરવું બાની ? એબ્રોડ જવા પહેલા એણે બધું કહીને જાઉં? તો પછી ડેડ સાથે થયેલા પ્રોમિસનું શું ? ના રહેવા દે એક વાર એબ્રોડ જઈ પોતાની લાઈફ માણીને આવ પછી એહાનને મારા પ્યારનું ઈઝહાર કરીશ. પણ ત્યાં સુધી એ સીંગલ રહેવાનો છે? ડેડનાં પ્રોમિસ નું શું??”

બાનીએ અણજાણતા જ પ્રોમિસ કરી તો લીધું પણ પછતાવામાં હવે ઘણું બધું વિચાર કરીને દિમાગની નસો ફાડી રહી હતી. હવે શું થવાનું છે એણે સમજ જ પડી રહી ન હતી જ્યારથી ડેડને ભૂલમાં જ પ્રોમિસ કરી દીધું ત્યારથી..!!

બાનીએ બધો જ વિચાર છુટો મૂકી દીધો. આવતીકાલે જોઈશ એમ કહીને પોતાના મનને મનાવી લીધું. અને શાંતિ થી સૂવાનો પ્રયત્ન કર્યો.

****

જાસ્મીન સવારે જ બાનીના બંગલે આવી પહોંચી હતી. બાનીએ ઍરપોર્ટ પહોંચવા પહેલા દાદા દાદીના આશીર્વાદ લીધા. મોમ ડેડને તો જ્યારથી સમજણી થઈ ત્યારથી ક્યારે પગે લાગી હશે એ પણ યાદ ન હતું. પણ દાદા દાદીના ઠપકાથી નીચે વળી પગમાં નમીને મોમ ડેડના આખરે આશીર્વાદ લીધા ખરા..!! પરંતુ કશુંક અજુગતું લાગી રહ્યું હતું બાનીને...!! એની છઠ્ઠી ઈંદ્રિય એને સંકેત આપી રહ્યું હોય તેમ એ પોતે કાયમ માટે જ દૂર જઈ રહી હોય તેમ અંદરખાનેથી એક મોટો ખાલીપો લાગી રહ્યું હતું. સતત એને અજુગતું કશુંક ઘટવાનું હોય એનો ભાસ અનુભવાતું હોય તેમ જણાઈ રહ્યું હતું...!! બાનીએ પોતે જ એબ્રોડ જવાની ઈચ્છા દર્શાવી હતી. બધું જ એની ઈચ્છા અનુસાર જ થઈ રહ્યું હતું. તો પણ મન ઉચાટ અનુભવી રહ્યું હતું.

ટીપેદ્ર બાનીને એક દિવસ પહેલા જ મળીને ગયો હતો. એને પહેલા જ કહી દીધું હતું કે એ એરપોર્ટ નહીં આવે..!!

"બાની રેડી...!!" ઈવાને આવતાની સાથે જ બૂમ મારી.

ભારી હ્ર્દયથી બાનીએ બંગલો છોડ્યો. મેઈન દરવાજે જ બાનીને જોતાં જ કેદારે સલામ ઠોકી. એ જોતાં જ બાનીને પોતાનો શભૂંકાકો યાદ આવી ગયો. બાનીએ કેદારને માથા પર ટપલી મારતાં કહ્યું, " સલામ કેમ ઠોકે બે..!!" હંમેશા બાની પર ગુસ્સે રહેતો કેદારની આંખો આજે નમ દેખાઈ રહી હતી.

****

ઍરપોર્ટના બહાર ઈવાન બાનીનું ગ્રુપ આવી પહોંચ્યું હતું. એહાન પણ બેસબરીથી ઈંતેઝાર કરી રહ્યો હતો.

બાની ઍરપોર્ટ પર આવી પહોંચી. બધા ફ્રેન્ડોને પ્રેમથી હગ કર્યું. એહાન બાનીની આંખો મળી. બાનીને હંમેશની જેમ આજે પણ એહાનની આંખોમાં પોતાના માટેનો કશો જાતનો પણ પ્રેમ દેખાતો ન હતો..!!

બાની જાસ્મીન હગ કરીને ખૂબ રડ્યા... જાણે જિંદગીમાં પાછા મળવાના જ ન હોય તેમ....!!

"મારું આખું ગ્રુપ છે તારી સાથે.." બાનીએ જાસ્મીનને કહ્યું.

ભારે હૈયેથી તેઓ બંને છૂટા પડ્યા.


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)