Premi pankhida - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમીપંખીડા - ભાગ - 1

પ્રેમ ની શરૂઆત જ મિત્રતા થી થાય છે , એવી વાતો આપણે સાંભળી જ હોય છે ને આપણે આ વાત માનીએ પણ છીએ. તો એવા જ બે વ્યક્તિઓ ની વાત હું આ નવલકથામા કરવા માંગુ છું.

આ પ્રેમ ની શરૂઆત થાય છે કોલેજથી , આ વાત છે માનસી અને મન ની . માનસી અને મન પોતાનું 12 મું ધોરણ પૂરૂ કરીને કોલેજમાં એડમિશનનું ફોર્મ ભરવા આવ્યા હતા.
કોલેજમા ફોર્મ ભરવાની બે લાઈન લાગી હતી . એકબાજુ હતી છોકરીઓ અને બીજી બાજુ છોકરાઓ . હવે કહેવાય છે ને કે પહેલી નજરનો પ્રેમ , તો અહીં આવું જ થયું , મનએ માનવી ને પહેલી વાર કોલેજમા જોઈ અને એનું એ હસતું મોઢું મનના મનમા વસી ગયું . મન માનવી જોડે કોઈ વાત કરે કે તેનું નામ પૂછે અે પહેલાં માનવી ફોર્મ આપી ત્યાથી નિકળી ગઈ . હવે અહીં માત્ર મન નો એકતરફો પ્રેમ શરૂ થયો . હજી માનવી ને તો આ વાત ની ખબર પણ ન હતી . મન એ તો માનવી ને જોઈ પરંતું માનવી એ મન ને નહી.

હવે કોલેજ શરૂ થઈ જાય છે . ને બંનેના કોલેજનો પહેલો દિવસ હોય છે. કોલેજનો પહેલો દિવસ એટલે બધા ઉત્સાહમા હોય જ ને ! તો મન પણ ઉત્સાહથી કોલેજ વહેલો આવી જાય છે . માનવી ને સમય પર જ પહોંચવુ ગમતું તેથી એ હજી આવી નથી હોતી . કોલેજ શરૂ થવામા પાંચ કે છ મિનિટની વાર હતી ને માનવી તેની મિત્ર સાથે હસતા હસતા રૂમમા પ્રવેશ કર્યો મનની નજર માનવી પર પડી ને એ ખુશ થઈ ગયો ને વિચારવા લાગ્યો કે , આ પેલી જ છે જેને ફોર્મ ભરવાના દિવસે જોઈ હતી . માનવી પહેલી પાટલી પર બેસી ગઈ અને ક્લાસમા સર આવી ગયા.

મન એ વિચાયુઁ કે કોલેજથી નિકળીને તેનું નામ પૂછી લઈશ. ને પછી બંનેએ બધા લેક્ચર ભર્યા અને પછી કોલેજનો પ્રથમ દિવસ પૂરો થયો . માનવી ઝડપથી ઘરે જવા નીકળી ગઈ અને આજે મન માનવી જોડે વાત ના કરી શક્યો કે એનુ નામ પણ ના જાણી શક્યો.
મન ને માનવી પહેલી નજરમાં જ ગમી ગઈ હતી અને હવે મનને માનવી જોડે મિત્રતા કરવી હતી અને તેના મનમાં તેનું નામ પણ જાણવું એ જ લગન લાગી હતી . મન આખો દિવસ એ જ વિચારતો રહ્યો કે શું નામ હશે એનું ? મે એને જોયું . શું એને પણ મને જોયું હશે?? મન એ વિચારીને સૂઈ ગયો કે કાલે તો નામ જાણી જ લઈશ. બીજી બાજુ માનવી ને ભણવા સિવાય કોઈ બીજી વાત મા રસ નહોતો . કોલેજ જાય ને ભણીને ઘરે આવે એ જ એનો નિત્યક્રમ.

સવાર થાય છે અને મન ઉતાવળા મને ઝડપથી કોલેજ એ જ વિચારી આવે છે કે આજે તો આનું નામ હું જાણી જ લઈશ. મન તો સમય પહેલાં જ કોલેજ પહોચી જાય છે ને માનવી ની રાહ જોવે છે પણ માનવી તો સમય પહેલા આવતી જ નહીં. મન ખૂબ ઉત્સુક હતો તો એ દરવાજા સામે નજર રાખી બેસી રહ્યો. તો તેના મિત્રો આ બધું જોઈ રહ્યા હતા. મન નો બેસ્ટ ફ્રેન્ડ બોલ્યો ધીમેથી , ભાભી ના આવવાની રાહ જોવે છે. તો મન નું ધ્યાન તો દરવાજા પર તો તેનાથી અેકાએક હા બોલાઈ ગયું . તેનો મિત્ર હસવા લાગ્યો.

માનવી પણ ક્લાસમા આવી પણ મન કોઈ વાત ના કરી શક્યો કેમ કે એ તો સમય પર જ આવે . તો એ વિચારવા લાગ્યો આજે પણ કામ ના થયું અને નિરાશ થઈ ગયો.
પહેલું લેક્ચર પૂરૂ થયું તો બધાને ખબર પડી કે બીજા લેક્ચર -મા કોઈ આવાનું નથી . આ સાંભળી બધા ખુશ થઈ ગયા . ને સૌથી વધુ ખુશ તો મન થયો. કેમ કે એને હવે નામ જાણવાનો મોકો મળી ગયો હતો . હવે માનવી ને તો ભણવા સિવાય કોઈ કામ ગમતું ન હતું તો તે ઊભી થઇ બહાર જવા લાગી ત્યાં જ તેની મિત્ર રોશની એ બૂમ પાડી કીધું ,, ક્યાં જાય છે માનવી?? ને મન તો ત્યાં જ નજર રાખી બેઠો હતો તો એણે કીધું, અચ્છા માનવી નામ છે. એ પણ ખુશ થયો કે વગર મહેનતે નામ જાણી લીધું .

હવે નામ તો જાણી લીધું હવે મન માનવી સાથે મિત્રતા કરી શકશે કે નહી?? તે આપણે બીજા ભાગમાં જોઈશું.

આભાર.
_Dhanvanti jumani( Dhanni )