Premi pankhida - 8 books and stories free download online pdf in Gujarati

પ્રેમીપંખીડા - ભાગ 8



પ્રકરણ 7 મા આપણે જોયું કે મન માનવી અને તેના મિત્રોની ગરબા સ્પર્ધાની તૈયારી થઈ ચૂકી હતી અને બધા ખૂબ જ ઉત્સાહમા હતા પરંતુ મન તો માનવી ને ચણિયાચોળીમાં જોવા માટે ઉત્સાહ હતો, હવે આગળ.......

______________________________________

જે દિવસે કોલેજમાં ગરબાની સ્પધૉ હોય છે, બધા કોલેજ આવી જાય છે, હવે મનના ઈંતજારનો અંત થવાનો હોય છે. માનવી આજે ચળીયાચોળી પહેરીને આવવાની હોય છે. મન અને તેના બધાં મિત્રો કોલેજ આવી ગયા હોય છે પરંતુ , માનવી હજી આવી હોતી નથી.

મન માનવીને ફોન કરીને કહ્યું, ક્યાં છે યાર માનવી તું?? અમે બધાં આવી ગયા છીએ ખાલી તું જ નથી આવી. જલ્દી આવ હવે.
માનવી કહે છે કે, બસ પાંચ જ મિનિટમાં આવી, રસ્તામાં જ છું.

મન એ કહ્યું સારું આવી જા, અમે રાહ જોઈએ છીએ.

મન તો હવે માનવીને ચળીયાચોળીમાં જોવા માટે કોલેજના ગેટ પર નજર રાખી બેઠો હતો કે માનવી આવે અને તે માનવીને ચળીયાચોળીમાં જોવે .

માનવીએ કોલેજના મુખ્ય ગેટથી પ્રવેશ કર્યો મનની નજર માનવી પર પડી , મન માનવીને જોતો જ રહી ગયો. તેની નજર માનવી પર જ જાણે અટકી ગઈ હતી. માનવી એ સરસ વાદળી રંગની ચળીયાચોળી પહેરી હતી અને વાળ તેના ખુલ્લા, સરસ આભૂષણો માનવીનું આ સુંદર રૂપ મનના હદય મા વસી ગયું હતું.
માનવી મન ના નજીક આવી અને કહ્યું શું થયું મન?? ક્યાં ખોવાઈ ગયો?

મન બે મિનિટ તો કંઈ બોલ્યો જ નહી, માત્ર માનવી ને જોઈ રહ્યો. મન અચાનક બોલ્યો માનવી તું ખૂબ જ સુંદર લાગે છે આજે પહેલી વાર તને ચળીયાચોળીમા જોઈ. મન એ કહ્યું કે તું સરસ લાગે છે.

માનવી હસી ને કહ્યું , થેન્ક યૂ મન , તે પણ વાદળી કેડીયું જ પહેર્યું છે . આપડું તો મેચિંગ થઈ ગયું એમ કહી બધા મિત્રો હસવા લાગ્યા . માનવીએ કહ્યું મન તુ પણ આમા સારો લાગે છે.

માનવીના મોઢે પોતાની તારીફ સાંભળીને મન તો ખુશ ખુશ થઈ ગયો.

માનવીએ કહ્યું ચાલો હવે ગરબા કરવાના છે કે નહી, એમ કહી બધાં હોલમાં જાય છે.

મન માનવી અને તેના મિત્રો ગરબાની સ્પર્ધા માં હોલમાં જઈને પોતપોતાની જગ્યાએ બેસી જાય છે અને ગરબા સ્પર્ધા ની શરૂઆત થાય છે જુદા જુદા ક્લાસ ના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હોય છે. સૌપ્રથમ પ્રથમ વર્ષના વિદ્યાર્થી ઓમાં સેમેસ્ટર એક ના વિદ્યાર્થીઓ પોતાનો ગરબાનુ પર -ફોર્મન્સ લઇને રજૂઆત કરે છે તેમની રજૂઆત ખૂબ જ સારી હોય છે અને બધા તાળીઓ પાડે છે. માનવી તો પોતાના વારાની રાહ જોઈને બેઠી હોય છે તે ગરબા માટે ખૂબ જ ઉત્સુક હોય છે.

ત્યારબાદ સેમેસ્ટર 2 ના વિદ્યાર્થીઓએ પોતાના ગરબા પરફોર્મન્સની રજૂઆત કરી . તેમની રજૂઆત પણ ખુબ જ સરસ હોય છે. તેના પછી સેમેસ્ટર -3 ના વિદ્યાર્થીઓએ ગરબા ની રજૂઆત કરી એમનું પણ ખૂબ જ સારુ પર્ફોમન્સ હોય છે બધા જ તેમને પણ તાળીઓથી વધાવી છે હવે આખરે મન માનવી અને તેના મિત્રોના પરફોર્મન્સની વારી આવે છે અને તે લોકો ખુબ જ સારા ગરબા કરે છે બધા ખૂબ જ ખુશ થઇ જાય છે.

છેલ્લે હવે સેમેસ્ટર પાંચ અને છ ના વિદ્યાર્થીઓ જ ગરબા પર્ફોમન્સ બાકી હોય છે અને તે પણ પોતાની રજૂઆત કરે છે. ત્યારબાદ સામે બેઠેલા જજ તેમની જણાવે છે કે, હવે એક 30 મિનિટ ના બ્રેક બાદ તે વિનર ઘોષિત કરશે ત્યાં સુધી બધા માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે તો બધા કેન્ટીનમાં જઈને નાસ્તો કરી લે અને વિનર જાહેર થયા બાદ આપણે એક કલાક માટે બધા સ્ટુડન્ટ્સ ને ગરબા કરવાની છૂટ આપી છે જેમાં તમે બધા જોડે ગરબા કરી શકશો. તો આપણે મળીએ છીએ એક બ્રેક પછી.

બધા સ્ટુડન્ટ્સ કેન્ટીનમાં નાસ્તો કરવા માટે જાય છે અને ત્યાં નાસ્તામાં સમોસા રાખવામાં આવે છે અને સમોસા મન ને ખૂબ જ ભાવતા હોય છે . મન તો ખુબ જ ખુશ થઇ જાય છે. માનવી અને તેના મિત્રો ચર્ચા કરતાં હોય છે કે આ સ્પર્ધામાં કોણ જીતશે ?? ત્યારે જ મન કહે છે કે , માનવી આપણે જ જીતીશું . જોયુ નહીં તે કે આપણા પર્ફોમન્સ બાદ કેવી જોરથી તાળીઓથી વાગતી હતી . મને વિશ્વાસ છે કે આપણે જ જીતીશું .


30 મિનિટ નો રિસેસ ટાઈમ પૂરો થાય છે અને બધા પાછા હોલમાં ગોઠવાઈ જાય છે. બધા સ્ટુડન્ટ જાણવા ઉત્સુક હોય છે કે, આ સ્પર્ધામાં કોણ જીત્યું અને કોણ નહીં, એટલામાં બધા પ્રોફેસર અને જજ પણ પોતાની જગ્યાએ ગોઠવાઈ જાય છે અને બધા સ્ટુડન્ટને આવકારે છે અને પ્રોફેસર વિધિ મેડમ સ્પર્ધાના પરિણામ જાહેર કરવા માટે સ્ટેજ પર આવે છે અને તે સૌપ્રથમ ત્રીજો નંબર ની ઘોષણા કરે છે અને કહે છે કે સેમેસ્ટર 6 ના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં તૃતીય ક્રમાંક મેળવ્યું છે અને દ્વિતીય ક્રમાંક સેમેસ્ટર-1 ના વિદ્યાર્થી ઓએ મેળવેલ છે અને જેને આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે તે મન માનવી અને તેના મિત્રો છે.

માનવી તો ખુશ ખુશ થઈ જાય છે. પ્રોફેસર સાહેબ તેમને સ્ટેજ પર પોતાનું ઈનામ લેવામાટે બોલાવે છે . મન માનવી અને તેના બધા મિત્રો ઇનામ લેવા માટે સ્ટેજ ઉપર જાય છે અને તેમના કોલેજ ના પ્રિન્સિપલ તેમને 2001 રૂપિયાનું ઇનામ આપે છે . ત્યારબાદ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓ ને પણ ઇનામ આપવામાં આવે છે અને હવે બધા સ્ટુડન્ટને સૂચના મળે છે કે , બધા જ સ્ટુડન્ટ આપણા કોલજના ગ્રાઉન્ડમાં ખૂબ જ આનંદ ને ઉલ્લાસથી ગરબા કરી શકે છે , જેનો સમયગાળો એક કલાક નો રહેશે એક કલાક માં બધા સ્ટુડન્ટને પોતપોતાના ઘરે જવાનું રહેશે.

બધા જ વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડમાં ભેગા થાય છે, અને ખૂબ જ આનંદથી ગરબા કરે છે. મનને પણ માનવી સાથે ગરબા કરવાની મજા પડે છે . જે મન ને ગરબા કરવા માં કોઈ પ્રકારનો રસ ન હતો તે માનવી સાથે ખુબજ ખુશી સાથે ગરબા કરી રહ્યો હતો . આમ કોલેજમાં નવરાત્રીની ઉજવણી પૂર્ણ થાય છે. મન , માનવી તથા બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે જાય છે.

માનવી ઘરે આવીને કોલેજ ની બધી વાતો પોતાના મમ્મીને કહે છે અને તે કહે છે કે હું આજે ખૂબ જ ખુશ છું. આજે અમે ગરબા સ્પર્ધા માં જીત્યા પણ અમને ખૂબ જ મજા આવી અને આમ કહીને માનવી પોતાના રૂમમાં જાય છે.

માનવી પોતાના રૂમમાં જાય છે ત્યાં જ મન નો ફોન આવે છે અને મન માનવી સાથે વાતો કરવા બેસી જાય છે અને થોડી -વાર બંને વાતો કરીને ફોન મૂકે છે.

મન તો આજના દિવસથી ખુબ જ ખુશ હોય છે. મન ઘરે જઈને પણ માનવી વિશે જ વિચારતો હોય છે. માનવીનું ચણિયાચોળીમાનું રૂપ મનના હૃદય માં વસી ગયું હોય છે. મન માનવી સાથે આજે વિતાવેલી પળો ને જ યાદ કરતો હોય છે. આમ બંનેનો આ દિવસ ખૂબ જ યાદગાર બની જાય છે. હવે પાછો દરરોજની જેમ બીજા દિવસથી કોલેજ જવાનું હોય છે.

હવે આગળ શું થશે ?? ને મન અને માનવીની આ સ્ટોરી ક્યાં સુધી જશે . એ બધું આપણે ભાગ 9 મા જોઈશું.

આભાર

_Dhanvanti jumani(Dhanni)