Premi pankhida - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમીપંખીડા - ભાગ -2

ભાગ 1 મા આપણે જોયું કે મનને માનવીનું નામ ખબર પડી ગઈ હતી . હવે મન માનવી સાથે મિત્રતા કેવી રીતે કરશે ? તે આપણે આ ભાગમાં જોઈશું.
_________________________________________
બીજા દિવસે રોજની જેમ મન કોલેજ વહેલો આવી જાય છે અને માનવીના આવવાની રાહ જોવે છે. માનવી પણ રોજ જેમ આવતી એમ સમય અનુસાર આવી જાય છે. મન તેને જોઈ ખુશ થઈ જાય છે. પહેલું લેક્ચર શરૂ થાય છે. માનવીનું સંપૂર્ણ ધ્યાન ભણવામાં હોય છે , જ્યારે મનના મગજમાં એક જ વિચાર હોય છે કે માનવી સાથે મિત્રતા કેવી રીતે કરું ? એ તો મારી સામે જોતી પણ નથી.

પહેલું લેક્ચર પૂણૅ થાય છે અને બીજું લેક્ચર શરૂ થાય છે. મનના મગજમાં વિચાર આવે છે કે તે પહેલા માનવીની મિત્ર પાસેથી માનવી વિશે બધું જાણશે ત્યાર પછી તે માનવી સાથે મિત્રતા કરશે . જેવા જ બધા કોલેજથી નિકળ્યા મનએ માનવીની બેસ્ટ ફ્રેન્ડ રોશની ને વાત કરવા ઊભી રાખી.

મનએ માનવીની મિત્ર રોશનીને ઊભી રાખી કહ્યું , હેલ્લો મારું નામ મન છે . તમારું નામ ? મન ખૂબ જ દેખાવડો હતો, માનવીની મિત્ર તરત બોલી મારું નામ રોશની . મન બોલ્યો ખૂબ જ સરસ નામ છે . મનએ તરત કહ્યું કે હુ તારી મિત્ર માનવી વિશે જાણવા માગું છું , શું તું મને જણાવીશ ? તો રોશની કહે છે કે , તુ કેમ માનવી વિશે જાણવા માંગે છે ? મન બોલ્યો કે એ કોઈ સાથે વાત નથી કરતી , ભણવામાં પણ હોશિયાર છે એટલે ખાલી પૂછું છું . રોશની એ કહ્યું કે , હું કેમ કહુ મારી મિત્ર વિશે કંઈ પણ ? જાત્તે પૂછ એને જે પૂછવું હોય તારે.

મન વિચાર કરવા લાગ્યો કે હવે કેવી રીતે મિત્રતા કરું માનવી સાથે . તેની મિત્ર પાસેથી પણ કંઈ જાણવા ન મળ્યું . મનને માત્ર એટલી જ ખબર પડી કે માનવીને ભણવું ખૂબ જ ગમે છે. મન પણ ભણવામાં હોશિયાર હતો , તેણે નક્કી કર્યું કે તે માનવી સાથે મિત્રતા કરી જ રહેશે .

મન અને માનવી બંનેના કોલેજના દિવસો આમ જ પસાર થવા લાગ્યા અને સેમેસ્ટર 1 ની પરીક્ષા પણ આવવાની હતી . અહી સુધી માત્ર મન જ માનવીને આેળખતો , માનવી મનને નહી.

પરીક્ષાનો પ્રથમ દિવસ હતો અને સંજોગથી મન અને માનવી નો પરીક્ષા નંબર એક જ વગૅખંડ અને એક જ પાટલી પર આવ્યો . મન વહેલો આવી પોતાની જગ્યાએ બેસી ગયો અને માનવી પણ સમય થયો એટલે પોતાની જગ્યાએ આવી બેસી ગઈ . જ્યારે મનની નજર બાજુમા પડી એ ખુશ ખુશ થઈ ગયો . બંનેએ શાંતિથી પેપર લખ્યું . હવે મન માનવી થી પહેલા પેપર લખી નિકળી ગયો અને બહાર ઊભો રહ્યો. જેવી માનવી પેપર લખી નિકળી તેવું જ મન એ એને રોકી કહ્યુ કેવું રહ્યું તારું પેપર ?? માનવી એ કીધું સરસ હતું , એમ કહીને ત્યાથી નિકળી ગઈ. મન વિચારવા લાગ્યો નામ પણ ના પૂછ્યું, કે પેપર કેવું રહ્યું તે પણ ના પૂછ્યું.

હવે બધાં પેપર આ રીતે પૂણૅ થયા ને મન પણ દરરોજ માનવી ને પૂછતો , કેવું રહ્યું તારું પેપર ? માનવી પણ હવે મન ને આ સાત દિવસમાં થોડું ઘણું ઓળખી ગઈ હતી. હવે પરીક્ષા પછી જેમ હતું તેમ સત્ર શરૂ થઈ ગયું . મહીના પછી પરીક્ષાના પરિણામ આવ્યાં જેમા માનવીએ પ્રથમ નંબર મેળવ્યો અને મને બીજો . માનવી પણ મનથી પ્રભાવિત થઈ કેમ કે એણે પણ પરીક્ષામાં સારા ગુણ મેળવ્યાં હતાં

બધાં સ્ટુડન્ટ્સ ને પોતપોતાના ગુણ મળી ગયા હતા અને બધાં ખુશ હતા આ સાથે દિવસ પૂણૅ થાય છે અને બધાં ઘરે જાય છે હવે બીજા દિવસે રોજની જેમ મન અને માનવી કોલેજ આવે છે . પહેલું લેક્ચર શરૂ થાય છે અને સર કહે છે કે બધાએ બે - બેના જૂથ બનાવી પ્રોજેક્ટ વકૅ કરવાનું છે. મન થોડો આવા કામ માટે આળસું હતો તો તે વિચારે છે કે શું વળી આ નવું આવ્યું ! પણ એટલામાં સર બોલ્યા , જેનો આ પરીક્ષામાં પ્રથમ અને બીજો નંબર મેળવ્યો હોય તે ઊભા થાય. મન અને માનવી બંને ઊભા થયા અને સરએ કીધું કે આ બંનેનું એક જૂથ . હવે બીજા જૂથ આ બંને બનાવશે.

જે મનને પ્રોજેક્ટ વકૅ નો કંટાળો આવતો હતો એ ખુશ થઈ ગયો. થાય જ ને ! માનવી અને મન એક જ જૂથ માં તે હતા . સર એ કહ્યું , આ પ્રોજેક્ટ તમારે દસ દિવસમાં આપવાનો રહેશે . મન તો એ વાત થી ખુશ હતો કે , દસ દિવસમાં તે માનવીનો ગાઢ મિત્ર બની જશે.

હવે મન માનવીનો ગાઢ મિત્ર બની શકશે કે નહીં તે ભાગ 3 મા જોઈશું

આભાર.

Dhanvanti jumani _ Dhanni