Premi pankhida - 11 books and stories free download online pdf in Gujarati

પ્રેમીપંખીડા - ભાગ 11

Bhag 11

પ્રકરણ 10 માં જોયું કે મન માનવીની માફી માંગી લે છે અને માનવી પણ તેને માફ કરી દે છે હવે પાછી બંનેની મિત્ર પહેલા જેવી થઈ જાય છે. હવે આગળ.......

_______________________________________

મન અને માનવી ની મિત્રતા ખૂબ જ ગાઢ બની ગઈ હતી હવે બંને એકબીજાને ખૂબ જ સારી રીતે સમજતા હતા અને તે એકબીજાને મુશ્કેલીમાં પણ મદદ કરતા મનના મનમાં કોઈ પણ વાત હોય તો તે બધું જ માનવીને કહેતો અને જો માનવીના મનમાં કોઈ પણ વાત હોય તો તે મનને કહેતી.

રિયા પ્રત્યેનું માનવીનું વર્તન જોઈને મનને એ તો ખબર પડી ગઈ હતી કે માનવી પણ તેને પસંદ કરે છે. પરંતુ મનને એ નહોતી ખબર કે માનવી તેને પ્રેમ કરે છે કે નહીં . તેથી તે હજી પણ પોતાના મનની વાત માનવીને કહી શકતો નથી . બીજી બાજુ માનવી પણ મનને ક્યાક ને ક્યાંક પસંદ કરતી હતી , પરંતુ તેને તે વાતનો આભાસ પણ ન હતો . બંને એક સારા મિત્ર ની જેમ મળતા વાતો કરતા , એકબીજા સાથે સમય વિતાવતા અને ઘરે આવીને પણ એકબીજા સાથે ફોન પર કે મેસેજ પર વાત કરતા.

મન અને માનવી દરરોજની જેમ કોલેજ જાય છે. આજે કોલેજ પછી બધાં મિત્રો કેન્ટીનમા બેસી વાતો કરતા હોય છે.

એક મિત્ર બોલ્યો કે, ચાલોને આપણે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવીએ.

બીજા મિત્રો એ પણ કહ્યું કે, હા સાચી વાત છે. બહુ સમય થી ક્યાંય પણ ગયા નથી ચાલો આપણે જઈએ . રિયા પણ ત્યાં જ બેઠી હોય છે તી પણ કહે છે કે , હા ચાલો જઈએ . બધા મિત્રો ફરવા જવા માટે ની સલાહ આપે છે.

મન કહે છે કે, આપણું કોલેજમાં આ છેલ્લું વષૅ છે , અને આપણે હજી સુધી સાથે મૂવી જોવા નથી ગયા. તો આપણે મૂવી જોવા જઈએ.

મન ના બધાં મિત્રો પણ હા કહે છે, રિયા સ્વભાવે ચંચળ હતી તેથી તે પાછી અલગ થી બોલી, હા હું પણ આવીશ. મને મૂવી જોવાનો ખૂબ જ શોખ છે. મન તારો આઈડિયા મસ્ત છે.

માનવી આ સાંભળી થોડું મોઢું બગાડે છે કારણ કે તેને તો મન અને રિયાની મિત્રતા ગમતી જ નથી હતી. માનવી કંઈ કહેતી નથી ચુપચાપ બધું સાંભળે છે.

મન કહે છે કે, તો નક્કી રહ્યું આપડે બધાં સાંજે છ વાગ્યા ના શો મા જોઈશું.

બધાં મિત્રો હા પાડે છે અને છ વાગ્યે મળવાનું નક્કી કરે છે.

બધા મિત્રો છ વાગે મળવાનું નક્કી કરીને પોતાના ઘરે જાય છે અને બધા ખૂબ જ આનંદમાં હોય છે કે સાંજે તે બધા મુવી જોવા જશે. માનવી પણ ખુશ હોય છે કે, તે તેના મિત્રો સાથે મુવી જોવા જશે પરંતુ તેના મનમાં રિયા માટે થોડો ગુસ્સો ભરાઈ જાય છે. તે વિચારે છે કે, રિયા મન સાથે વધારે ચીપકે છે આ વાત માનવીને ગમતી નથી.

બધા મિત્રો સાંજે છ વાગે જ થિયેટર મા પહોંચી જાય છે. મન પણ માનવી ને લઈને આવે છે, અને બધા મિત્રો થિયેટર ની અંદર પ્રવેશે છે બધા મિત્રો બેઠા હોય છે. મુવી શરૂ થવામાં દસેક મિનિટની વાર હોય છે. મન અને માનવી એકબીજાની બાજુમાં બેઠા હોય છે એટલામાં રિયા આવે છે અને તે પણ મનની બાજુમાં બેસી જાય છે. આ વાત માનવીને ગમતું નથી હવે મનની એક બાજુ માનવી બેઠી હોય છે અને બીજી બાજુ રિયા.

રિયા મનની બાજુમાં બેઠી હોય છે. આ વાત માનવીના ગુસ્સાનું કારણ બને છે અને એ મન જોડે વાત નથી કરતી. આખી મુવી પૂરી થવા આવે છે, પણ માનવી મન સાથે વાત નથી કરતી . મન તેની સાથે વાત કરવાનું પ્રયત્ન કરે છે, પણ માનવી ચૂપચાપ બેસી રહે છે. મનને એ સમજાતું જ નથી કે, માનવી ગુસ્સો કયા કારણ એ કરે છે.

મુવી પુરી થયા બાદ મન માનવી ને કહે છે કે, ચાલ માનવી હું તને ઘરે મુકી આવું. માનવી કહે છે કે કોઈ જરૂર નથી હું એકલી જતી રહીશ.

મન કહે છે કે રાતના સાડા નવ વાગી ગયા છે. હું તને એકલી નહીં જવા દઉ . તને ઘરે મૂકીને જ મારા ઘરે જઈશ એટલે અત્યારે ખોટી જીદ નહીં કર.

માનવી કોઈ પણ જવાબ આપતી નથી અને ચૂપચાપ મન સાથે જાય છે. મન માનવીની તેના ઘરે મૂકીને પોતાના ઘરે જાય છે. રસ્તામાં પણ માનવી મન સાથે કોઈપણ પ્રકારની વાત કરતી નથી .

મન ઘરે જતા આખા રસ્તા દરમિયાન એ જ વિચારે છે કે , માનવી ને શું થયું ? તેનું વર્તન અચાનક કેમ આવું થઈ ગયું. મેં તો કંઈ કર્યું પણ નથી . મનને કઈ સમજાતું નથી તે ઘરે જઈને સૂઈ જાય છે.

બીજા દિવસે મન અને માનવી કોલેજમાં આવી છે અને પોતાની જગ્યાએ બેસી જાય છે . માનવી મનની સામે જોતી પણ નથી અને મનને તો એ જ સમજાતું નથી કે, મારી ભુલ શું છે ? માનવીનું આવું વર્તનનું કારણ શું છે ? તે વિચારે છે કે કોલેજ પછી હું તેની સાથે વાત કરીને તને પૂછી લઈશ . આમ વિચારી તે લેક્ચર ભરે છે.

કોલેજ પછી મન માનવીને ઊભી રાખે છે. મન માનવીને પૂછે છે કે શું થયું તને ? તું કેમ આટલો બધો ગુસ્સો કરે છે મારા પર.

માનવી કહે છે કે તને શું ?? તુ જા તારી નવી ફ્રેન્ડ પાસે .થિયેટર માં પણ તું એની પાસે જ બેઠો હતો ને હવે અહીં શું કરે છે જ્યાં ત્યાં તેની સાથે વાત કર મારે તારી જોડે વાત નથી કરવી.

મન માનવી ને કહે છે કે , હું થોડી એની પાસે બેઠો હતો એ મારી પાસે આવીને બેઠી. ને બેઠી તો શું થયું તો આટલી વાત ઉપર કેમ ગુસ્સો કરે છે.

માનવી મનને કહે છે કે, હવે તો તું તારી નવી મિત્રોનું જ પક્ષ લઇશ ને. એમ પણ તું મને તારી બેસ્ટ ફ્રેન્ડ માને છે જ ક્યાં. આમ કહી માનવી ત્યાંથી જતી રહે છે.

મનનો મિત્ર અને રિયા ત્યાં આવે છે તે લોકો મનને ચિંતામાં જોવે છે તો મનનો મિત્ર તેને પૂછે છે કે શું થયું ? તુ કેમ આમ ચિંતામાં છે . રિયા પણ પૂછે છે કે, બહુ ચિંતા માં દેખાય છે શું થયું છે??

મન કહે છે કે મને માનવી નું વર્તન સમજાતું નથી. અત્યારથી તે અલગ જ વર્તન કરે છે . હવે ગઈકાલે આપણે મુવી જોવા ગયા ત્યાં રિયા મારી બાજુમાં બેઠી એ વાતને લઈને માનવી મારાથી ખૂબ જ ગુસ્સે છે અને મેં તેને કહ્યું કે એ બાજુ માં બેઠી તો શું થઈ ગયું તો ઉપરની તે મારા પર વધારે ભડકી ગઈ અને એ જતી રહી . મને ખબર જ નથી પડતી કે એને શું થયું છે.

રિયા મનને કહે છે કે, માનવી તને પ્રેમ કરે છે તેથી તારું મારી સાથે બેસવું એને ગમ્યું નહીં . તેથી એ તારો પર ગુસ્સે થઈ ગઈ.

મન કહે છે કે, એ બધી મને ખબર નથી પણ એ મારાથી ગુસ્સે હોય તો મને ગમતું નથી . મારે તો તેને મનાવી જ પડશે , તેથી હું તો એના ઘરે તેને મનાવવા માટે જાઉં છું. ચાલો મળીએ કાલે એમ કહીને મન માનવીના ઘરે જાય છે.

મન માનવીના ઘરે આવી જાય છે, હવે મન માનવીને મનાવી શકશે કે નહીં. એ બધું આપણે ભાગ 12 માં જોઈશું.

આભાર
_Dhanvanti jumani( Dhanni)