Premi pankhida - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમીપંખીડા - ભાગ 6

પ્રકરણ 5 મા આપણે જોયું કે બધાં દિલ્હી પહોંચી જાય છે અને આરામ કરી બીજા દિવસથી ફરવાનું હોય છે. હવે આગળ.......
_______________________________________

સવાર પડતા જ બધાં સ્ટુડન્ટ્સ ઝડપથી તૈયાર થઈ જાય છે. મન અને માનવી પણ તૈયાર થઈ આવી જાય છે. તેમના પ્રોફેસર તેમને જણાવે છે કે,આજે આપણે કુતુબ મિનાર પ્રવાસ માટે જવાનું છે તો દરેક સ્ટુડન્ટ્સ સાથે રહે અને પોતાનું ધ્યાન રાખે . બધા ઉત્સાહ થી બસમાં બેઠાં અને બસ ઉપડી કુતુબ મિનાર જવા . ત્રીસ મિનિટ માં તો બધાં કુતુબ મિનાર પહોંચી ગયા . બધાં બસ થી ઉતરીને ફરવા લાગ્યાં . મન અને માનવી પણ સાથે ને સાથે ફરતા હતાં

મન અને માનવીએે સાથે ઘણીબધી સેલ્ફીઓ પણ લીધી . મન તો જાણે માનવીમાં જ ખોવાઈ ગયો હતો . તેને માનવી સામે બીજુ કોઈ દેખાતું જ ન હતું . બપોરે પછી બધાં જમ્યાં ને પાછું ફરવા લાગ્યા . બધાં જ સ્ટુડન્ટ્સ સાંજ સુધી ફરે છે પરંતુ બધા ખૂબ જ ઉત્સાહ મા જ હોય છે. છેલ્લે સાંજે સાત વાગ્યે પ્રોફેસર કહે છે કે હવે અહીથી નિકળી જમીને પાછું હોટલ પહોંચવાનું છે તેથી બધાં ઝડપ થી બસમા બેસી જાઓ . બધા બસમાં બેસી જાય છે. મન અને માનવી પણ પોતાની જગ્યાએ બેસી જાય છે.

મન માનવી ને કહે છે કે, માનવી સોન્ગસ્ સાંભળીશ??

માનવી એ કહ્યું તું સોન્ગ ગાઈ સંભળાવે છે કે શું?? 😁😁

મન એ કહ્યું ,તુ પણ શું માનવી, અત્યારથી ખૂબ મજાક કરે છે. મારા મોબાઈલમા સરસ ગીતો છે .ચાલ આપણે બંને સાંભળી એ.

માનવીએ કહ્યું સારુ, સાંભળીશ પણ સોન્ગ મને જૂના સાંભળવા ગમે છે. છે જૂના સોન્ગસ્??

મન એ કહ્યું પાંચ જ મિનિટ હાલ જ ડાઉનલોડ કરી લઉ . મન જૂના ગીતો ડાઉનલોડ કરે છે અને એક જ ઈઅરફોનથી બંને સોન્ગસ્ સાંભળે છે. માનવી જૂના સોન્ગસ્ સાંભળી ખુશ હતી અને મન માનવીને જોઈ . પ્રેમ મા તો એવું જ હોય ને બીજાની ખુશી થી આપણ ને ખુશી મળે . અહી પણ એવું જ હતું.

થોડીવારમાં બધાં હોટલ જમવા ના સ્થાન પર પહોંચી ગયા અને બધાં જમીને પોતપોતાના રૂમમા સૂવા માટે જતા રહ્યા. હવે બધાં રાહ જોતા હતા કે, બીજો દિવસ થાય અને તે બીજે ફરવા જાય.

સવારે બધાં સ્ટુડન્ટ્સ ઝડપથી ઊઠી તૈયાર થઈ ને આવી જાય છે અને પ્રોફેસર તેમને જણાવે છે કે આજે આપણે એમ્યુઝમેન્ટ પાર્કમાં જવાનું છે, જ્યાં તમે આખો દિવસ ફરી ફરી થાકી જશો અને તમને ખૂબ મજા આવશે. ત્યાં જુદી જુદી રાઈડ્સ પણ છે , તમને ખૂબ જ મજા આવશે , હવે બધાં ધ્યાનથી બસમાં બેસી જાઓ . બધા બેસી જાય છે અને બસ ઉપડે છે એમ્યુઝમેન્ટ પાર્ક જવા.

એક કલાકમાં બધાં એમ્યુઝમેન્ટ પાર્ક પહોંચે છે અને તેમના પ્રોફેસર દરરોજની જેમ સૂચનાઓ આપે છે . બધા સ્ટુડન્ટ્સ ઉત્સાહથી પાકૅમાં પ્રવેશે છે . મન અને માનવી પણ સાથે જ અંદર આવે છે . મનને રાઈડ્સમા બેસવું ખૂબ જ ગમતું અને માનવીને તો બિક જ લાગતી મન એ તો નક્કી જ કર્યું હતું કે તે તો બધી જ રાઈડ્સમાં બેસશે . આગળ એક મોટી રાઈડ્સ હતી, મન એ કહ્યું માનવી ચાલ આ રાઈડમા બેસીએ.

માનવીએ કહ્યું, તું જા મારે નથી આવવું મને તો બીક લાગે છે.

મને કહ્યું એમા શાની બીક, હું છું ને ચાલ ને મારી ખૂબ જ ઈચ્છા છે.

માનવી તો પણ ના જ કહે છે અને કહે છે તું જા હું તને અહીથી જોઈશ.

મન એ કહ્યું સારૂ મારે પણ નથી જવું.

માનવી આવું સાંભળીને, મન ને રાઈડ્સમા બેસવા હા પાડે છે અને મન ખુશ થઈ જાય છે .

મન અને માનવી રાઈડ્સમા બેસે છે, અને માનવીને બીક લાગે છે તેથી તે મન નો હાથ પકડી બેસી જાય છે ,જેવી જ રાઈડ ઉપર જાય છે તેવી માનવી બૂમો પાડે છે અને મન આ વાતની મજા લે છે.

માનવી નીચે ઉતરીને કહે છે કે , મન મને તો ખૂબ જ બીક લાગી પણ સાચે મજા પણ આવી. હું આવી રીતે ક્યારે પણ રાઈડ્સ મા બેસી નથી . ખૂબ જ મજા આવી ગઈ થેન્ક યૂ મન . પછી બધા વૉટરપાકૅ મા મજા લેવા જાય છે . મન અને માનવી પણ વૉટર પાકૅ મા મજા કરે છે , આમ ને આમ અડધો દિવસ પૂણૅ થાય છે અને બધાં બપોર નું ભોજન લે છે .

ભોજન જમી પાછા બધાં પાછા ફરવાં લાગે છે. આમને આમ સમય પસાર થાય છે,અને છેલ્લે પ્રોફેસર કહે છે કે , હવે આપણે કલાકમાં અહીથી નિકળવાનું છે . મન અને માનવી છેલ્લે કાર રાઈડીંગ મા બેસે છે, જેમા બંને ને ખૂબ જ મજા આવે છે.

સાંજ થતા બધાં બસમાં બેસી પાછા હોટલ આવે છે અને આવીને જમી બધા સૂઈ જાય છે અને બીજા દિવસની રાહ જોવે છે, રાહ જોવે જ ને બધાને ફરવાની મજા જ પડી હતી.

બીજા દિવસે બધાં દરરોજની જેમ વહેલા ઊઠીને ભેગા થાય છે . પ્રોફેસર રોજની જેમ સૂચનાઓ આપે છે અને જણાવે છે કે આજે તેમણે આજે આગ્રામાં તાજમહેલ જોવા જવાનું છે અને તે અહીથી 100 કિલોમિટર દૂર છે તો આજે આપણે લાંબી યાત્રા કરવા ની છે . પણ તમને તાજમહેલ જોવાની મજા પણ આવશે . બધાં સવારે સાત વાગ્યે બસમાં નિકળી જાય છે . મન અને માનવી પણ બસમાં બેઠાં બેઠાં તાજમહેલ નીજ વાતો કરતા હોય છે.

દસ વાગ્યે તો બધાં તાજમહેલ પહોંચી જાય છે . મન અને માનવી એ તાજમહેલ વિશે સાંભળ્યું તો ઘણું હોય છે પરંતુ જોવાની તક તો આજે જ મળી હતી , બધાં સ્ટુડન્ટ્સ ખૂબ જ ઉત્સાહથી તાજમહેલ ની મુલાકાત લે છે . ત્યાનો એક ગાઈડ બધાં સ્ટુડન્ટ્સ ને તાજમહેલ નો ઈતિહાસ કહે છે અને કહે છે કે ,આ તાજમહેલ પ્રેમની નિશાની છે અને શાહજહા એ તેની પત્ની મુમતાઝની યાદમાં બનાવવામાં આવ્યો છે.

બધા સ્ટુડન્ટ્સ ને આ સ્થળે મુલાકાત લઈ ખૂબ જ આનંદ આવ્યો અને આ રીતે દિવસ પૂણૅ થયો. બધાં હોટલ પહોંચી જમીને સૂઈ ગયા . આમ બધા સ્ટુડન્ટ્સએ વિવિધ સ્થળોએ પાંચ દિવસની મુલાકાત લીધી . હવે બીજા દિવસે બધા એ પાછા ફરવાનું હોય છે . બધા માટે આ પાંચ દિવસ ખૂબ જ યાદગાર બની જાય છે . સૌથી વધુ યાદગાર તો મન માટે હતું કારણ કે તેને પોતાના પ્રેમ સાથે આટલો સમય વિતાવ્યો હતો , એ વાત અલગ હતી કે માનવી માટે તો મન માત્ર મિત્ર હતો.

મન અને માનવી બસમાં બેસી શાંતિથી એકબીજા સાથે વાતો કરે છે અને ઘરે જઈ પોતાના માતાપિતાને કહેશે બધું વિચારે છે . માનવી અને મન આ પ્રવાસથી ખૂબ જ ખુશ હોય છે.

રાત્રે બધાં સ્ટુડન્ટ્સ પોતપોતાના ઘરે પહોંચી જાય છે. માનવી પણ ઘરે પહોંચી તેના માતાપિતા ને પ્રવાસની દરેક વાત કહે છે અને મન એ તેનું ખૂબ જ ધ્યાન રાખ્યું તે પણ કહે છે. માનવી પ્રવાસથી આવીને ખુશ હોય છે અને સૂઈ જાય છે.

હવે મન અને માનવીને બીજા દિવસથી દરરોજની જેમ કોલેજ જવાનું હોય છે. હવે આ પ્રવાસ પછી મન અને માનવીના જીવનમાં શું પરિવર્તન આવશે માનવીને મન સાથે પ્રેમ થશે કે નહીં તે ભાગ 7 માં જોઈશું.

આભાર
_Dhanvanti jumani (Dhanni)