Premi pankhida - 5 books and stories free download online pdf in Gujarati

પ્રેમીપંખીડા - ભાગ - 5

ભાગ 4 મા આપણે જોયું કે, મન અને માનવી ને કોલેજમાં દોઢ વર્ષ થઈ જાય છે અને મન માનવી ને પ્રેમ કરવા લાગે છે પરંતુ માનવી માટે મન હજી મિત્ર જ છે. હવે આગળ.....
__________________________________________

બંનેની મિત્રતા દિવસે દિવસે ગાઢ બનતી હતી. બંને કોલેજમાં પણ સાથે ભણતાં ને સાથે જ રહેતા. મનના મનમાં માનવી માટે લાગણી હોવા છતાં , તે માનવી સાથે મિત્રની રીતે રહેતો . આ બે વર્ષમા માનવી અને મન એકબીજાને ખૂબ જ સારી રીતે જાણી ગયા હતા અને વગર કહ્યે એકબીજાની વાતો પણ સમજી જતાં.

માનવી પહેલાં ઊઠે કે મન બંને એકબીજાને ગુડ મોર્નિંગ કહેતા. બંનેની સવાર એકબીજાથી જ થતી હતી . બંને પછી રોજની જેમ કોલેજમાં મળે છે . પ્રથમ લેક્ચર શરૂ થાય છે અને પ્રથમ લેક્ચરમા સર અનાઉન્સમેન્ટ કરે છે કે આવતા અઠવાડિયે દિલ્હી પ્રવાસ ગોઠવવામાં આવ્યો છે જે માત્ર બીજા વષૅના વિધૉથીઓ માટે છે તો જેને જોડાવવાની ઈચ્છા હોય તે બે દિવસ માં પાંચ હજાર રૂપિયા (૫૦૦૦) મારી પાસે જમા કરાવી દે. પ્રવાસ પાંચ દિવસનો રહેશે.

બધાં સ્ટુડન્ટ્સ ખુશ થઈ ગયા . મનને પણ આ પ્રવાસમાં જવાની ઈચ્છા હતી . બાકીના લેક્ચર પણ પૂણૅ થયા. કોલેજ પછી મનએ માનવીને પૂછયું , તું આ પ્રવાસમાં આવીશ?? મને તો જવાની ખૂબ જ ઈચ્છા છે . માનવીએ કહ્યું , મને નથી લાગતું કે મારા પપ્પા હા કહેશે . માનવીએ કહ્યુ ચિંતા કેમ કરે છે.હું આજે જ તારા ઘરે આવી અંકલ સાથે વાત કરીશ તે હા જ કહેશે. તને ખબર જ છે અંકલ તો મારા મિત્ર છે.
મન અને માનવીનું કુટુંબ તેમની મિત્રતાને કારણે એકબીજાને હવે ખૂબ સારી રીતે ઓળખતું હતું . બંનેના કુટુંબ પણ ખુલ્લા વિચારોવાળા હતાં . મન માનવી સાથે તેના ઘરે આવે છે. માનવીના મમ્મી પપ્પા બંને ઘરે હતાં . માનવીની મમ્મીએ મન ને કહ્યું આવ દિકરા આવ . મન અને માનવી બંને અંદર પ્રવેશે છે . માનવીની મમ્મી એ બંનેને નાસ્તો આપ્યો . બંને એ નાસ્તો કર્યો. મન એ પ્રવાસની વાત કરી.

મન એ કહ્યું અંકલ પ્રવાસ ગોઠવાયું છે, કોલેજમાં એ પણ દિલ્હી , ને પાછું પાંચ દિવસ માટે અમારા બધાં મિત્રો જવાના છે.

માનવીના પપ્પા એ કહ્યું તો???

મન ધીમેથી બોલ્યો તો અમે પણ જઈ શકીએ?

માનવીના પપ્પા એ કીધું , તો મને કેમ પૂછે છે તારા પપ્પાને પૂછ, તારે જવું છે તો.

મન એ કહ્યું એમ નહી અંકલ માનવી પણ આવે?
​માનવીના પપ્પા એ કહ્યું તો એમ સીધેસીધું કહેતો કેમ નથી.
મન એ કહ્યું અંકલ એ.... તો.....
માનવીના પપ્પા હસ્યા અને કહ્યું કે જાઓ ભલે બંને પણ સાચવીને ધ્યાનથી.
​ મન અને માનવી બંને ખુશ થઈ ગયા હતા. થાય કેમ નહી !! માનવીને પ્રવાસ માટે હા પાડી દીધી તેના ​પપ્પા એ અને મનને તો હા જ હતી.
​બીજા દિવસે બંને કોલેજ ગયા અને બધા ​મિત્રો ને જણાવ્યુ કે અમને તો પ્રવાસ માટે રજા મળી જેવા સર આવ્યા સરે પૂછે , કે કોણ કોણ પ્રવાસ મા ​જોડાવા માંગો છો . ઘણા સ્ટુડન્ટ્સ એ ઉત્સાહ સાથે ​હા પાડી . પ્રોફેસરે બધા પાસેથી ફી ઉઘરવી અને ​નામ નોધ્યાં બધા ખુશ થઈ ગયા કે , કોલેજ ના એક ​વષૅ પછી પ્રવાસ જવાના છે.
​પ્રોફેસરે સ્ટુડન્ટ્સ ને બધી સૂચનાઓ ​આપી અને ત્યાથી જતા રહ્યાં . હવે બધા સ્ટુડન્ટ્સ ને ​તો માત્ર એમ હતું કે ક્યારે પ્રવાસ લઈ જાય ને ક્યારે​ તે બધા ફરે . દરરોજની જેમ મન અને માનવી કોલેજ ​બાદ થોડી વાર વાત કરતા અને પછી પોતપોતાના ​ઘરે જતાં. આજે બંને માટે ચચાઁ નો વિષય હતો કે, પ્રવાસમા શું શું લઈ જવું ?? ત્યાં જઇને આપણે શું શું કરશુ??બંનેની ખૂબ જ ઉત્સુક હતા.
​આખરે પ્રવાસ માટે માત્ર એક જ દિવસ ​હોય છે. મન અને માનવી બંને પ્રવાસ ના પેકિંગ કરવા​માં વ્યસ્ત હતા . મન એ વિચારી ખુશ હતો કે આ પાંચ ​દિવસના પ્રવાસમા તે માનવી સાથે સમય પસાર કરશે ​અને તેની સાથે ફોટા પડાવશે. મન માનવી ને ખૂબ જ ​પ્રેમ કરતો હતો પણ, તે ક્યારેય તેની પર આ પ્રેમ ના ​કારણે તેના પર દબાણ કરવા માગતો ન હતો. મન તો​માનવીની મિત્રતાથી પણ ખુશ હતો. હવે બંનેને બીજા દિવસ પ્રવાસ માટે સવારે સાત વાગ્યે કોલેજ પહોચવા​નું હતું .
​ મન તો આદત મુજબ વહેલો આવી જાય છે, પણ માનવી તો સમય પર જ આવે . માનવી પણ આવી ગઈ. મન બોલ્યો, ક્યા રહી જાય છે તું? પ્રવાસ ના દિવસ તો વહેલી આવ.આમ ભલે સમયસર આવે . ચાલ હવે, આપણે બંને જોડે જ બેસીશું. મન બસમા ચડી જાય છે અને માનવી પણ પાછળ પાછળ જાય છે.

મન બારી વાળી સિટ પર બેસી જાય છે.

માનવી એ કહ્યું તુ અહીં કેમ બેઠો??

મન એ કહ્યું , મને તો બારી પાસે જ બેસવું ગમે છે. તુ મારી પાસે બેસી જા.

માનવીએ મોઢું ફુલાવી કહ્યુ મારે પણ બારી પાસે જ બેસવું છે, મને ત્યાં જ ગમે છે.

મન એ માનવીનું આવું નાનું બાળક જેવું જિદ્દી રૂપ પહેલી વાર જોયું હતું . મન વિચારવા લાગ્યો કે,, આજે હેરાન કરું થોડું માનવીને . મન એ કીધું મને પણ બારી પાસે ગમે છે અને હું પહેલાં અહી બેઠો તો તુ હવે બાજુમા બેસ, હુ તો અહીં જ બેસીશ. 😝😝

માનવી થોડી ગુસ્સે થઈ અને કહ્યું સારૂ હુ મારી મિત્ર સાથે બેસું છું તુ એકલો બેસ 😡

મન એ તરત માનવીને રોકી અને કહ્યું અરે માનવી મજાક કરૂ છું તુ જ બેસ બારી પાસે બસ પણ મારી સાથે જ બેસ.

માનવી બોલી, હા એમ 😁😎

મન માનવીને બીજે બેસવા કેવી રીતે દેતો?? એ પોતે માનવી સાથે સમય વિતાવવા તો આવ્યો હતો ને પ્રેમ પણ કરતો હતો તો જીદ તો પૂરી કરશે જ ! ! બંને પાસ -પાસે બેસી ગયા. બસ ઉપડી ગઈ. બધા જ સ્ટુડન્ટ્સ ​ખૂબ જ ખુશ હતા . મન અને માનવી પણ એકબીજા સાથે વાતો કરતા હતા.
​મન એ વાત કાઢી ને માનવી ને પૂછયું કે , તું પ્રેમમા માને છે માનવી એ કહ્યું મારા માટે તો આ બધી ​નકામી વાતો છે . મારા માતાપિતા જ્યા કહેશે ત્યાં હું ​લગ્ન કરી લઈશ. મને નથી લાગતું કે મને કોઈ સાથે પ્રેમ ​થશે.
​મન બોલ્યો અને જો થઈ ગયો તો??
​માનવીએ કહ્યું તુ પણ શું કંઈ પણ બકવાસ કરે ​છે. તને વળી શાનું અત્યારે પ્રેમ યાદ આવે?? કોઈ ગમી ​ગઈ લાગે કોલેજમાં,,સાચુ કે કોણ ગમી, કે કે.... આમ ​માનવી મન ને ખિજાવવા લાગી.
​મન એ કહ્યું , તુ પણ માનવી, હુ તને હેરાન કરતો હતો ને તુ મારી જ મજાક કરે છે.
​ મન એ કીધું સારૂં માનવી ચાલ એક પ્રશ્ન પૂછું ​તેનો સાચો સાચો જવાબ આપજે. તને લગ્ન માટે કેવો​ છોકરો ગમે??
​માનવીએ કહ્યું ,તુ પણ આજે શું લઈ બેસી ગયો છે, ગાંડા 😂
​મન એ કહ્યું, કે ને પ્લીઝ ,મારે જાણવું છે🙏
માનવીએ કહ્યુ તુ આ બધું જાણી શું કરીશ?
​ મન બોલ્યો અરે તુ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. આટલું ​પણ જાણી ન શકું હું??સારું ના કહીશ જા ☹️☹️
​ માનવીએ કહ્યું નોટંકી ના કર કહું છું મને ખબર ​એમ પણ તું જાણ્યા વગર રહીશ નહી 😒
​ મને કહ્યું હા 😁 કે હવે.
માનવીએ કહ્યુ કે, હું પ્રેક્ટિકલ માણસ એટલે સામે છોકરો ઓછો દેખાવડો હશે તે ચાલશે પણ તે​ કમાવતો હોવો જોઈએ . મારી કાળજી રાખે, મને પ્રેમ ​કરે તેવો હોવો જોઈએ. બંને આમ જ વાતો કરે છે ​અને માનવીને ઊંઘ આવે છે તો તે બારી એ મોઢું રાખી ​સૂઈ જાય છે. મન માનવી ના સામે જ જોઈ રહે છે ​અને વિચારે છે કે, માનવીને જેવો છોકરો ગમે તેવો જ​હું બનીશ અને માનવીનું દિલ જીતીશ.
​રાત્રે બધાં દિલ્હી પહોંચે છે અને હોટેલમાં ​જ્યાં રોકાયા હોય છે ત્યાં જાય છે અને પ્રોફેસર કહે ​છે કે તમે બધાં આરામ કરો કાલ સવારથી આપણે ફરીશું

હવે આગળ શું થશે તે પ્રકરણ 6 મા જોઈશુ.

આભાર. 🙏

Dhanvanti jumani _Dhanni