Baani-Ek Shooter - 25 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 25

“બાની”- એક શૂટર

ભાગ : ૨૫

બાની પોતે વિચારમાં પડી ગઈ કે હું તો સમયના પહેલા જ જાસ્મીનને સરપ્રાઈઝ આપવાં આવી ગઈ પણ આ જાસ્મીનની બચ્ચી જ ઘરમાં નથી. બાની બેક ટુ બેક ફોન લગાડતી ગઈ પણ નોટ રીચેબલ જ સંભળાવા મળ્યું. ખાસ્સો અડધો કલાક વીતીને પોણો કલાક થવા આવ્યો હતો. બાની અકળામણ અનુભવવા લાગી.

ત્યાં જ ચુનીરામે બાનીના હાથમાં એક ઈન્વીટેશન કાર્ડ થમાવતાં કહ્યું, “ જાસ્મીન મેડમને બોલા થા કી બાની કો દે દેના.”

બાનીને કશું જ સમજાતું ન હતું કે શું બની રહ્યું છે એણે અવઢળમાં જ પૂછ્યું, “ શું છે ? શાદી હૈ ક્યાં જાસ્મીન કી ?” ત્રણ વર્ષ બાદ આજે ફરી એના મોઢામાં સતત ગાળો આવી રહી હતી પણ ક્યાંક ને ક્યાંક એનું મન એણે રોકતું હતું.

બાનીના પ્રશ્ન પૂછવાથી ચુનીરામ ચુપચાપ ખડો હતો. ચુનીરામના ચહેરા પરથી કળી શકાતું હતું કે તે આ ઈન્વીટેશન કાર્ડ વિષે કશું જાણતો ન હતો.

બાની બીજી દસ મિનીટ રાહ જોઈને આખરે ચુનીરામને કહ્યું, “ જાસ્મીન આવે એટલે મેડમને કોલ કરવાં કહેજો.” કહીને એ ઊભી થઈ. એણે ચુનીરામના ચહેરા ભણી જોયું પછી હાથમાં ધરેલું એ ઈન્વીટેશન કાર્ડને આમતેમ ફેરવતાં જોયું તો ફક્ત કવર પર ગોલ્ડન કલરમાં કર્સ્યું રાઈટીંગમાં 'ઈન્વીટેશન' લખ્યું હતું. એણે પોતાની બ્રાઉન રંગની સ્ટાઈલીશ પર્સમાં એ કાર્ડ રાખી દીધું અને દરવાજો ખોલીને એ લિફ્ટમાં પહોંચી. એણે મન થઈ આવ્યું કે એ ઈન્વીટેશનને અત્યારે જ ખોલે પણ એણે થોડી ધીરજ રાખી. લિફ્ટમાંથી નીકળી એ બિલ્ડીંગના મેઈન ગેટની બહાર નીકળી. એણે આજુબાજુ જોયું. એણે સતત હવે એમ લાગી રહ્યું હતું કે કોઈ તો એના પર નિગરાની રાખી રહ્યું છે. એણે પોતાના પર્સને થોડી કસીને પકડી. પોતાની ગાડી સુધી આવી. ફરી એણે શંકાસ્પદ નજરે આમતેમ જોયું.

પાંચ મિનીટ સુધી પોતાની ગાડીના દરવાજે ઊભી રહીને જાસ્મીનને કોલ લગાવ્યો. નોટ રીચેબલ. ત્યાં જ એહાનનો પણ ફોન આવ્યો. એ ગાડીમાં બેસી ગઈ અને કાચ ચઢાવ્યા. પછી જ એહાન સાથે વાત કરવાં લાગી. એણે એહાનને બનેલી ઘટના કહી સંભળાવી. તેમ જ ચુનીરામે આપેલું એ ઈન્વીટેશન કાર્ડ વિષે પણ જણાવ્યું.

“બાની. યાર હવે મને અહિયાં મન લાગવાનું નથી. પણ હું મારા કામને આમ અધવચ્ચે મુકીને પણ નહીં આવી શકું. ઓહ્હ બાની મને તારી ચિંતા થવા લાગી છે હવે..તારું ધ્યાન રાખજે પ્લીઝ.” એહાને ચિંતા દર્શાવતા કહ્યું. બીજી બધી વાતો કરી બાનીએ ફોન મુક્યો. એણે સાવચેતીથી પોતાની ગાડીના લોકરમાં એ પર્સ મૂકી દીધી. જાણે એણે છુપાવતી હોય તેમ એના આગળ એક વાંચવાનું મેગેઝીન પણ મુક્યું અને લોક કર્યું. એણે ઘરે જવા માટે ગાડી સ્ટાર્ટ કરી. એ રફતારમાં ગાડી લઈને પોતાના બંગલે પહોંચી અને કાર પાર્ક કરી. એમાંથી એ અગત્યનું ઈન્વીટેશન રાખેલું પર્સ લઈને પોતાના બેડરૂમમાં આવી. દરવાજો બંધ કર્યો. ઈન્વીટેશન વાંચવા માટે એણે અધીરાઈથી પર્સ ખોલી ત્યાં જ જાસ્મીનનો કોલ આવ્યો, “ બાની..!! પ્લીઝ હેલ્પ મી. એક સેકેંડ પણ લેટ ના કરતી. મારા ઘરે..” એટલું કહી ફોન કટ થઈ ગયો. બાનીનું માથું ભમવા લાગ્યું. હાથમાં લીધેલું પર્સને ધ્યાનથી જોયું ન જોયું અને કંઈ પણ વિચાર કરવાં પહેલા એણે એ પર્સ પોતાનાં કબોર્ડમાં નાંખ્યું અને એ બેડરૂમનો દરવાજો ખોલીને ભાગી. કારને બંગલાની બહાર કાઢી. એ સ્પીડમાં જાસ્મીનનાં ઘર તરફ કાર મારી મૂકી ત્યાં જ.......બાનીના કારનું એક્સીડેન્ટ....!!

****

"મશહૂર મોડેલ અભિનેત્રી જાસ્મીનનું મૌત..!!" લગાદાર ટીવીના ન્યુઝ ચેનલો પર બ્રેકીંગ ન્યુઝ ચાલી રહ્યાં હતાં.

****

બાની પાગલ થઈ ચૂકી હતી. જાસ્મીન વિશેના સમાચાર જોઈને...સાંભળીને..!!"હોસ્પિટલમાંથી નીકળીને બાનીને જાસ્મીનને જોવું હતું...મળવું હતું...ડેથ બોડીને..!! માંડ માંડ દાદા દાદીના સથવારેથી એમાંથી નીકળીને થોડું સ્વસ્થ થવાનો પ્રયત્ન કરવા લાગી.

****

“પણ દાદા સાંભળો તો ખરા જેસ્સી મને કશી ઈમ્પોટેન્ટ વાત કરવાની હતી એટલે જ મને ઘરે બોલાવી. હું એના ઘરે ગઈ તો એ ત્યાં ન હતી. પણ એના નોકરે મને અગત્યનું પાર્સલ થમાવ્યું હતું. એણે હું મારી પર્સમાં રાખ્યું અને ગાડીના લોકરમાં મુક્યું. હું આપણા ઘરે આવતી હતી ત્યાં જ મારું અચાનક એક્સીડેન્ટ થઈ ગયું....અને બે દિવસ બાદ સાંભળું છું તો જેસ્સીના મૃત્યુના સમાચાર ટીવીમાં ચાલી રહ્યાં છે. ઓહ્હ ગોડ શું થઈ રહ્યું છે મારી સાથે...” એટલું કહીને બાની પોતાનું માથું ટેકીયા સાથે અડાવીને બંધ આંખોમાં આંગળીઓ દબાવતી રહી ઊંડો વિચાર કરતી રહી અને તરત જ બોલી પડી, “ એક મિનીટ, મારું એક્સીડેન્ટ થવું એ આકસ્મિક નથી એ પણ રીતસરની સાજિસ સાથે સંકળાયેલું છે. યેસ...મારું એક્સીડેન્ટ કરવામાં આવ્યું છે.”

“દાદા મારી ગાડી ક્યાં છે અત્યારે...? મને એ પાર્સલ જોઈએ છે અત્યારે. નાવ.... એ પાર્સલમાં જ જેસ્સીએ કોઈ રહસ્ય રાખ્યું હોય...હોઈ શકે કદાચ કોઈ લેટર કે બીજું કશુંક!!”

"ઓહ્હ મને જરા પણ યાદ આવતું નથી. શું બની રહ્યું છે મારી સાથે...!!"

“પાર્સલ...!!” દાદીએ પૂછ્યું.

“પણ તારા ગાડીમાંથી પોલીસને તો કોઈ ચીઝ હાથમાં નથી આવી. સિવાય તારો મોબાઈલ..!!” દાદાએ કહ્યું.

“પણ એ પાર્સલ ક્યાં ગયું..!!” બાનીએ પોતાનું મગજ કસતાં પૂછ્યું.

“બાની ધ્યાનથી વિચાર. કોઈ પાર્સલ હોય તો મળે ને..!!” દાદીએ કહ્યું.

બાનીએ પોતાના મગજ પર જોર કર્યું. એ ખૂબ જ ઊંડાણપૂર્વક વિચારવા લાગી. એક પછી એક ઘટનાને એ ધોહરાવા લાગી. અને સડન્લી એણે યાદ આવતું ગયું કે, “ ઇન્ડિયા આવીને એક કલાકમાં જ એ જાસ્મીનને પોતાની કાર લઈને મળવા ગઈ હતી....જાસ્મીનનો વફાદાર નોકર ચુનીરામે એણે કાર્ડ આપ્યું હતું. યેસ કોઈ પાર્સલ નહીં. એ ઈન્વીટેશન કાર્ડ હતું જે એણે પોતાની પર્સમાં રાખ્યું હતું. એ પર્સને એણે પોતાના બેડરૂમના કબોર્ડમાં નાંખ્યું હતું. એના પછી જાસ્મીનનો કોલ આવ્યો હતો. ‘ડમી કોલ?!’. મારું સાજીસથી એક્સીડેન્ટ કરવાં માટે...” બાની એક પછી એક વાતોને ગોઠવીને તાળો આપતી રહી. એણે ખાસ્સો સમય લાગ્યો આ બધું જ વિચારવા માટે અને આગળ શું કરવાનું છે એ પણ વિચારું લીધું કેમ કે એણે ખબર હતું કે પોલીસની નજર એના પર પણ હવે ચોવીસ કલાકની રહેશે..!!

“દાદા પ્લીઝ મને આજે જ હોસ્પિટલમાંથી કાઢો. ઘરે લઈને જાઓ. મને ઘરે આરામ કરવું છે. પ્લીઝ દાદા એટલું મારા માટે કરો.” બાનીએ રડીને કહ્યું.

બાનીના ડેડની લાગવગથી ઘરે જ સારવાર થશે એમ કહી બાનીને ઘરે લાવવામાં આવી.

(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)