Baani-Ek Shooter - 28 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 28

“બાની”- એક શૂટર

ભાગ : ૨૮


“ મીરાંનું મોત કેવી રીતે થયું?” મેં એને ફરી પ્રશ્ન પૂછ્યો.

મારો સવાલ પૂછવાથી એ મને એકીટશે જોતી રહી. એના મનમાં કોઈ યુદ્ધ ચાલતું હોય તેમ એ ઝટથી ઊઠી. પાણીનો ગ્લાસ ઉંચક્યો. પીધું. ગ્લાસ ટેબલ પર મુક્યો અને ચાલતાં જ એણે કહ્યું, “ મારું કામ તને આશ્વસ્ત કરવાનું હતું. તમે માસૂમ છોકરીઓ ધ્યાન રાખજો તમારું.” એટલું કહી એણે મોઢા પર બુરખો નાંખીને ચાલતી પકડી.

મેં એનો હાથ પકડ્યો, “ તમે મારો જવાબ આપતા જાવ.” મેં એનો હાથ કસીને પકડ્યો. એણે પકડેલા હાથ તરફ જોયું અને ધીમેથી છોડ્યો. એના પછી એણે જે કીધું હું પોતાની જાતને જ એ પ્રશ્ન પૂછતી રહી ગઈ.

એણે કહ્યું, “ હું સબુત સાથે એના મોતનું કારણ કહીશ. પૂરી ઘટના કહીશ. શું તું અમન સાહેબને ફાંસીના માંચડે લઈ જવા માટે લડવાની છો?”

મારો જવાબ શું હોઈ શકે...!! એ સમજી ગઈ હોય તેમ ફક્ત એટલું જ કહી ગઈ, “ આવા અમીરો સામે લડવા માટે પણ જ્યારે પોતાનું ગયું હશે ત્યારે જીગર જોઈએ.”

એ એટલું કહીને જતી રહી પણ મને ઉચાટ થતો રહ્યો. એની વાતો બાદ મેં અમન સાથે મળવાનું ઘણું કમી કરી દીધું હતું. પણ અમન મને મળવા માટે કોઈ પણ બહાનું કાઢીને સેટ પર કે મેકઅપ રૂમમાં મળીને જતો. મને ફોન કરીને કે મેસેજ પર એ હવે અવારનવાર કહેતો કે આપણે ફ્રેન્ડશીપથી આગળ વધીએ તો..? હું એના જવાબો આપવાનું ટાળતી. હું સંતોષ સાહેબને ઘણી માનતી. કેમ કે એના દ્વારા જ મને ફર્સ્ટ બ્રેક મળ્યો હતો. એના અસીસ્ટેન્ટે મને ફોન કરીને બોલાવી હતી કે એ બંગલે છે અને તમને મળવા માંગે છે. હું ગઈ પણ ત્યાં જ અમન એ કમરામાં હતો. હું અંદર પહોંચી કે એણે દરવાજો બંધ કરી દીધો.

“જાસ્મીન, હું કેટલા દિવસથી તને મળવાનો પ્રયત્ન કરું છું. મેં તારી પાસે જવાબ માંગ્યો. પણ તને આપવો નથી.” એણે નરમાશથી કહ્યું.

“જવાબ આપી ચૂકી છું. દોસ્ત છે દોસ્તો જેવા રહીશું.” મેં કડક શબ્દોમાં કહ્યું.

“મને જે જોઈએ છે. એના વિષે હું વધારે વિચાર નથી કરતો. લઈને રહું છું. પણ તને પૂછવું પડી રહ્યું છે. જે મારા સ્વભાવનાં વિરુદ્ધ છે.” અમને કહ્યું હતું.

“તારા સ્વભાવનો તું ગુલામ હશે. હું નહીં. આજથી જેટલી આપની ફ્રેન્ડશીપ હતી એણે હું તોડી રહી છું. ગુડબાય મિસ્ટર. અમન.” એટલું કહીને હું જવા લાગી. એણે મારું બાવડું પકડ્યું અને મને બેડ પર ફેંકી, “ મારા શાંત મગજનો ફાયદો ના લે. તને મારી બનવા માટે કોઈ રોકી શકે નહીં.” એ મારા પર બળજબરી કરવાં લાગ્યો. પણ એણે લાત અને ઘૂસો આપી મેં સીધી જ પોલીસ સ્ટેશન ગઈ............”

એટલું વાંચીને બાનીએ એ મીની ડાયરીના પાના ફેરવ્યા. મીની ડાયરીમાં નાના અક્ષરોથી લખેલ લેટર વાંચતા વાંચતા એના કપાળે પરસેવો બાઝ્યો હતો. અને આંખમાંથી આંસુ સરતા હતાં.

“ક્મ્બક્ત છોકરી. એટલું બધું થયું પણ મને કહ્યું નહીં..!! બાની મનમાં જ બબડી.

એ ડાયરીને એણે જીવ સરખી સંભાળી લીધી. એણે પાના ફેરવ્યા ફરી ફરીને. પણ કશું લખેલું દેખાયું નહીં. એણે મનમાં જ કીધું, “ કદાચ એણે એટલો જ લખવાનો સમય મળ્યો હોય...એના પછી શું થયું હશે...કોને કહું આ બધી વાત...પણ મારી પાસે સમય ઘણો કમી છે. હું શું કરી શકું? આ બધી વાતને કોને શેર કરું? પોલીસ ને....!!”

બાનીએ ફરી એ ડાયરીના પેજ ઝડપથી ફેરવ્યા. અચાનક વચ્ચેનાં પેજમાં કશુંક અટકી પડ્યું હોય તેમ ફીલ થઈ રહ્યું હતું. બાનીએ સાવચેતીથી એ પેજ ઊંઘાડયું. પેજ પર રબર બેંડ હતી. ચીપકી ગયેલી. એ રબરબેન્ડ જાણી પહેંચાની લાગી રહી હતી. બાનીને તરત જ યાદ આવ્યું. આશ્ચર્યથી એના મોઢામાંથી નીકળી ગયું, " આ હૈરબેન્ડ તરીકે એક જ કલર એને ગમતો. એ હંમેશા આ જ રબરબેન્ડ પોતાનાં વાળમાં મારતો....!!"

ત્યાં જ દાદીએ દરવાજો ખટખટાવ્યો. બાનીએ ઝડપથી એ ડાયરીને ટેકીયા પાછળ મૂકી દીધી.

“દાદી આવો.” બાનીએ બૂમ મારી. તે સાથે જ દાદી સાથે બાનીના બધા ફ્રેન્ડોનું ગ્રૂપ એક સાથે આવી પહોચ્યું. હની, રહેમાન, ક્રિશ, માનીતો ફ્રેન્ડ ટીપેન્દ્ર આવી પહોંચ્યા. એ બધાને મુકીને દાદી ધીમેથી ચાલતાં થયા. બાનીએ ઈશારાથી દરવાજો ટીપેન્દ્ર પાસે બંધ કરાવ્યો.

બધા ફ્રેન્ડો બાનીનાં આજુબાજુ ગોઠવાઈ ગયા. ફક્ત ઈવાન જ મળવા આવ્યો ન હતો.

“અરે યાર યે સબ કૈસે?” હમે તો પતા ભી નહીં? તું એબ્રોડ સે કબ આયી. ઔર જેસ્સી કી ડેથ...” હનીએ કહ્યું. બીજા બધા ફ્રેન્ડોના આંખમાં ઘણા બધા પ્રશ્નો દેખાતાં હતાં પણ કોઈ કંઈ કહેતું ન હતું.

પરંતુ બધા જ ફ્રેન્ડો જોઈ સકતા હતાં કે બાની તકલીફમાં હતી. મુંઝવણમાં જ જીવી રહી હોય તેવું સાફ દેખાતું હતું.

બાનીને અત્યારે વાત જ કરવી ન હતી. કેમ કે એની પાસે ખૂબ જ ઓછો સમય હતો. એણે એનું દિમાગ આગળના પ્લાનિંગ કરવામાં દોડાવાનું હતું. એણે ટીપેન્દ્ર તરફ આશાની નજરથી જોયું. ટીપી પણ શાનમાં બધું જ સમજી ગયો હોય તેમ બધા ફ્રેન્ડોને કહેવાં લાગ્યો, “ અબે ચલો બે. આપણું કામ તો ફક્ત બાનીને જોવાનું હતું ને? ચાલો જઈએ આરામ કરવા દે બાનીને..!!”

માહોલને ન્યાય આપી બધા મિત્રો વારાફરતી જતા રહ્યાં. પણ ટીપી બધા ફ્રેન્ડોને બહાર મુકીને ફરી આવ્યો. ત્યાં સુધી દાદી પણ જતા રહ્યાં હતાં.

ટીપીને આવતા જોતા જ ધીમેથી બાનીએ કહ્યું, “દરવાજો..!!” અને ટીપીએ બારણું ધીમેથી વાસ્યું.

"તું ટીવી કેમ નથી ચાલું કરતી?? ન્યુઝમાં જો શું આવી રહ્યું છે?" ટીપીએ કહ્યું અને બેડની થોડે દૂર દીવાલ પર લટકાવેલું ટીવીને રીમોટથી ઓન કર્યું.

બ્રેકીંગ ન્યુઝ: "મશહૂર બિઝનેસમેનનો દીકરો ઈવાનનાં લગ્ન બાની સાથે થવાના હતાં...!!"

"પણ આશિક બન્યો હતો ઈવાન જાસ્મીનનો..!!"

"દો હિરોઈન એક હીરો..!!"

"ક્યાં યે ચાહત કા મામલા હો સકતા હૈ..!!"

"ક્યાં યે મશહૂર અભિનેત્રી જાસ્મીન કી મૌત કે પીછે બાની કા હાથ તો નહીં!!"

"મશહૂર અભિનેત્રી જાસ્મીનની ડેથ બોડીને પોસ્ટ મોટમ માટે લઈ જવામાં આવ્યું છે."

રિમોટથી ટીપેન્દ્ર અલગ અલગ ચેનલો ફેરવતો રહ્યો. બધા જ ન્યુઝ ચેનલ પર અલગ અલગ ન્યુઝ ચાલી રહી હતી. બાનીની આંખો પહોળી થઈ ગઈ હતી. એનું તો દિમાગ જ ચાલી રહ્યું ન હતું. સરસ્વતી બંગલામાં ભૂંકપ આવી ગયો હોય તેમ ઉથલપાથલ થઈ રહી હતી. બાનીના મોમ, દાદા દાદી નોકરો બધા જ ન્યુઝ જોવામાં પડ્યાં હતાં. જ્યારે બાનીના ડેડ વકીલ માટેની ફોન પર જ પળોજણ કરી રહ્યાં હતાં.

"બાની, તને પૂછપરછ કરવા માટે પોલિસો આવતાં જ હશે. મિડિયાવાળાની પણ લાઈન લાગી જ જશે...!!" ટીપીએ કહ્યું.

“ટીપી મને તારી હેલ્પ જોઈએ છે. જો મારી પાસે સમય ખૂબ જ ઓછો છે. તું પહેલા એહાનને કોલ કરીને ઈન્ડિયા બની શકે તો જલ્દી આવવા માટે કહી દે.” એટલું કહી એણે જાસ્મીનવાળી ડાયરી ટીપેન્દ્રનાં હાથમાં થમાવી. એક સેકેંડ માટે તો ટીપેન્દ્રનાં જાડા કાચની અંદરથી દેખાતી એણી મોટી આંખો વધુ પહોળી થઈ ગઈ એ વિચારથી કે મામલો શું હશે?

હોશિયાર ટીપેન્દ્રએ ઝટકાથી વાંચી લીધી ડાયરી. બાની જાણતી હતી કે દિમાગથી હોનહાર ટીપી જ એણે આ બધા જ મામલામાં મદદ કરી શકે..!! ટીપીએ વાંચીને ઉપર ચહેરો કર્યો. કશુંક બોલવા જાય એ પહેલા જ બાનીએ કહ્યું, “ નાં કશું પણ પૂછ નહીં. મને જાસ્મીનનું ખૂનનું રહસ્ય જાણવું છે. એના ગહન તળે પહોચવું છે. તું મદદ અંતિમ સુધી કરવાનો હોય તો જ આગળ શું કરવું છે એ બક જે..”

“તને મારા પર જ તો ટ્રસ્ટ છે ને. એટલે જ મારી મદદ માંગે છે. એમાં એટલા લેકચર..”ચશ્માં સરખા કરતા કહ્યું.

“ટીપી મારું દિમાગ નથી ચાલી રહ્યું અત્યારે !! તું આગળ બોલ..મારી પાસે સમય નથી.” બાનીએ ધીમેથી પણ ગુસ્સાથી કહ્યું.

(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)