Ek Umeed - 12 books and stories free download online pdf in Gujarati

એક ઉમ્મીદ - 12

આકાશનું મન જાણે ઉછળી ઉછળી ને કહેતું હતું કે હજુ હિંમત રાખ ઘણું સેહવાનું બાકી છે.......આકાશના ચ્હેરા પર ચિંતાની લકિરો બનતી જતી હતી....એકબાજુ પ્રિયજનને પડખે મળતી શાંતિ ને બીજી બાજુ અંતરમાં ઉઠતા તુફાન વચ્ચે આકાશ ફસાયો........

લાગણી અને મનોમંથનના સંગ્રામની વચ્ચે સમય સરતો જતો હતો. રાતના અંધારપટમાં મોજાની ભાવભરી ઉછળ-કૂદ સાથે પૂર્ણ ચંદ્રની રોશનીમાં ખીલી ઉઠતા દરિયાનો ઘૂઘવાટ હવે મંદ પડ્તો હતો..... સૂર્યદેવતાના આગમન સાથે રંગબેરંગી ચૂંદડી ઓઢીને વ્યોમ ખીલી રહ્યું હતું. આવું અદ્દભૂત દ્રશ્ય આંખોમાં કેદ કરવા મથતી મનસ્વી ઉભી થઈને કિનારે જતી રહી......રેતી અને પાણીના મિશ્રણમાં તૃપ્ત થતા પગ મગજને કઈક અંશે શાંતિ બક્ષી રહ્યા હતા. આંખો બંધ કરી આત્માના આલિંગનને માણતી મનસ્વીની તંદ્રા આકાશના અચાનક કરેલા સંવાદે તોડી....

" જઈએ હવે ? " આકાશે મનસ્વીની નજીક જઈ પૂછ્યું.

" કાકી...." મનસ્વી આગળ બોલે એ પેહલા જ આકાશ એની દુવિધા કળી ગયો.

" હું છું ને....ચિંતા નહીં કર...." આકાશે સમજાવટના સૂરમાં કહ્યું.

" પણ....." મનસ્વીનું વાક્ય ફરી અધૂરું રહ્યું.

" ખબરદાર જો હવે કઈ બોલી છે તો.... તારે મારી સાથે મારા ઘરે જ આવવાનું છે સમજાય ગયું....." આકાશએ ઓર્ડર આપ્યો. બદલામાં મનસ્વી માત્ર હા માં માથું ધુણાવ્યું. ઘરે પોહચી આકાશ અને મનસ્વી બંને વારાફરથી ફ્રેશ થયા. મનસ્વીએ નાસ્તો બનાવી આપ્યો. બંને પોતપોતાની જગ્યા પર બેસી નાસ્તો માણતા હતા......

" આકાશ... તારે ઓફીસ નથી ? " અચાનક મનસ્વીએ પ્રશ્ન મુક્યો.

" લિવ " આકાશે જમતા જમતા જ ઉત્તર આપ્યો.

" અચ્છા.....તું ક્યાં ગયો હતો ? " મનસ્વીના આ સવાલથી આકાશનો કોળિયો ગાળામાં જ અટક્યો. થોડી ઉધરસ પછી ગળાને પાણીની ઠંડક થઈ ત્યાં સુધીમાં સવાલ પણ ગરકાવ થઈ ગયો. આકાશનું મગજ ફરી ચકરાવે ચડ્યું......

" તું ઠીક તો છે ને ? " મનસ્વીએ સવાલો ચાલુ જ રાખ્યા....

" હં... હા....હા કેમ ? " આકાશે ઉત્તર આપ્યો.

" કઈ નહીં....તું બહુ અજીબ લાગે છે ....અમ.... છોડ. " મનસ્વી અટવાય.

નાસ્તો પતાવ્યો ત્યાં નક્કી કર્યા મુજબ કાકા મનસ્વીને મળવા આવ્યા. આકાશે એમને આવકાર્યા. ત્રણેય જણ વાતચીત કરવા શિફ્તથી ગોઠવાયા......

" કાકી ઠીક છે ને ? " મનસ્વીએ કાકાને પૂછ્યું.

" હા બેટા. તું ચિંતા નહિ કર. તારી તબિયત ઠીક છે ને ? કાલ માટે મને માફ કરજે બેટા હું તારી માટે કંઈ જ ન કરી શક્યો....." કાકા એ અફસોસની લાગણીઓ વરસાવી.

" ના ના.....તમારો કોઈ વાંક જ નથી. માફ ભલા કરવા વાળી હું કોણ.... તમે પ્લીઝ આમ નહીં કહો....." મનસ્વી એ કાકાને કહ્યું.

મનસ્વીને આટલા આદર થી બોલતી જોઈ આકાશને નવાઈ લાગી. પોતે મંદ મંદ હાસ્ય વેરતા આકાશને જોઈ મનસ્વીએ આંખોથી જ પૂછ્યું " શું ? "

" તમે.......( આકાશ જોરથી બોલ્યો. ) મનસ્વી તમે....ચા પીશો ? " મિનિકીચેન તરફ જતા આકાશે પૂછ્યું.

" ના......." વાતને સ્પષ્ટ સમજી ગયેલી મનસ્વીએ કહ્યું.

થોડીવાર જુદી જુદી વાતચીત પછી આકાશે મનસ્વીની કહાની કાકાને કહી સંભળાવી.....એકસાથે કાકાની અંદર મનસ્વી માટે આદર અને કરુણા ની લાગણી થઈ આવી. એક નાની દીકરી તરીકે મનસ્વીને જોતી કાકાની આંખો હવે એના રૂપમાં એક સ્પષ્ટ, સમજદાર અને હિંમતવાન સ્ત્રીને જોઈ રહી હતી. કાકાની આવી શિથિલ નજર પોતાની તરફ છે એ સમજ પડતા જ મનસ્વીએ સન્માન આપતું સ્મિત કાકાને આપ્યું. ચા-પાણી સાથેની વાતચીતમાં બપોર ક્યારે પડી એ કોઈના ધ્યાને જ ન ચડ્યું એવામાં રૂમના દરવાજે ટકોર થઈ.....

" કેમ ? જમવું નથી ? " કાકીએ કાકા સામે જોઈ ને કહ્યું.

" હા હા ચાલો ચાલો હું આવતો જ હતો " કાકાને સમયનું ભાન થતા ઉભા થઇ કાકી સાથે જવા લાગ્યા. જતા જતા કાકી ફરી પાછળ ફર્યા.....

" કેમ ? તમને બંને ને જુદું આમંત્રણ આપવું જોઈશે ? " કાકીએ આકાશ અને મનસ્વી સામે વારાફરથી જોઈને કહ્યું. કાકીમાં આવેલા આ પરિવર્તનથી સૌ અવાચક થઈ ગયા. કાકીની વાત માની લો એવા કાકાના મુકપદ્ધતિએ મળેલા ઓર્ડર પછી આકાશ અને મનસ્વી પણ એમની પાછળ દોરવાયા. બધા કાકાના બહુ મોટા નહિ પણ માપસરના હોલમાં પડેલા ડાઇનિંગ પર ગોઠવાયા. કાકી સૌ કોઈને ગરમાગરમ રોટલી પીરસતા જતા હતા. મનસ્વીએ ઘણા પ્રયાસો કર્યા કે કાકીની જગ્યા પર પોતે કામ કરે જેથી એ શાંતિ થી જમી શકે પણ કાકી તો કાયમ માફક ન જ માન્યા.

" કાકી.....કાલે આકાશ તમારા પર બહુ ગુસ્સે થયો હશે એના બદલે હું તમારી માફી માંગુ છું. " ગરમાગરમ રોટલી આકાશને પીરસતા કાકીને મનસ્વીએ કહ્યું.

" વાંધો નહિ....વાંક તો મારો જ છે ને મારે પેહલા આકાશની રાહ જોવી જોઈતી હતી વાત શુ છે એ ખ્યાલ જ નહતો ને હું...." કાકીના સ્વરમાં અફસોસનો રણકો સાંભળી કાકા ખુશ થયા અને આકાશે પણ ખરાબ રીતે વર્તન કરવા બદલ કાકીની માફી માંગી.....

ભોજન પતાવી કાકાની મદદ કર્યા બાદ મનસ્વી ઉપર ગઈ તો રૂમમાં અંધારું કરી એક ખૂણે વિચારમગ્ન મુદ્રમાં બેઠો આકાશ દેખાયો....મનસ્વીને આ દ્રશ્ય જોઈ નવાઈ લાગી એને લાઈટ ઓન કરી. અચાનક પોતાની ચોરી પકડાઈ ગઈ હોય એમ આકાશ થોડો ડગી ગયો.....મનસ્વી એની નજીક જઇ એકદમ સામે બેઠી...આકાશનો હાથ પોતાના હાથમાં લીધો....." શું થયું છે આકાશ ? " મનસ્વીએ ચિંતિત થયેલા આકાશને પૂછ્યું.......
To be continued