Reva - 12 books and stories free download online pdf in Gujarati

રેવા..-ભાગ-૧૨


અને રેવા ફરી સતત એની સાસુના ખ્યાલમાં ખોવાયેલી રહી.. અને રાત્રે સાગર જોડે કલાક સુધી વાત ચાલતી હોવાથી રેવાએ હવે પાર્લરની જોબ છોડી દીધી અને એ પોતાના શરીરનું વધુ ધ્યાન રાખતી થઈ ગઈ કારણકે સાસુએ કહ્યું માટે રેવાના મનમાં એ વાત ઘર કરી ગઈ હતી..
"અને બે દિવસ પછી ફરી રેવાએ સાગરને ફોન પર પૂછ્યું સાગર તું અને મમ્મી હવે કયારે અહીં આવવાના છો ?
"રેવાની વાતનો જવાબ આપતાં સાગરે કહ્યું રેવા મમ્મીએ હમણાં આવવા માટે ના કહી છે. કારણકે હવે નવરાત્રીને પંદર દિવસની વાર છે તો મમ્મીએ કહ્યું આપણે નવરાત્રી પર જઈએ તો રેવાને દશેરા પણ અપાઈ જાય અને લગ્નની તારીખ પણ નક્કી થઈ જાય માટે બસ થોડા દિવસની વાર છે પંદર દિવસ પછી મળીશું જ."

આમ રેવા સાગર સાથે ફોન પર દરરોજ વાત કરતી રહી અને નવરાત્રી પણ આવી પહોંચી. અને પહેલે નોરતે સવારમાં સાગર એનાં વિજય મામાને સાથે લઈ આવી પહોંચ્યો.

"અને સાથે લાવોલો સામાન રેવાના મમ્મીના હાથમાં આપતાં કહ્યું મમ્મીએ રેવા માટે મોકલ્યું છે."
આટલું કહી સાગર અને વિજય મામા સોફા પર વિનયભાઈ સાથે બેઠાં."

"વાતવાતમાં રેવાના પપ્પાએ સાગરને પૂછ્યું સાગર તમારા મમ્મી આવવાનાં હતાં સાથે એ કેમ ન આવ્યા..??"
"વિનયભાઈને જવાબ આપતા સાગરે કહ્યું હા..પપ્પા મારી મમ્મી જ આવવાની હતી પણ સવારે એને બીપી લો થઈ ગયું એટલે મારી સાથે મામાને મોકલ્યા."

"આટલું કહી સાગરે બેગ ખોલી એમાંથી એક કાગળ કાઢી વિનયભાઈનાં હાથમાં આપતાં કહ્યું મારી મમ્મીએ કહ્યું આમાંથી લગ્નની કોઈ તારીખ નક્કી કરીને કહો"
"સાગર હવે હું શું કહું તમે અગિયાર ડિસેમ્બર ફિક્સ કરી છે તો એ ફાઇનલ.. અને મમ્મીને કહેજો અગિયાર ડિસેમ્બરે જાડેરી જાન જોડી સમયસર આવી જજો. અને કહેજો તબિયત સાચવે.."

"સારું પપ્પા હું મમ્મીને જણાવી દઈશ ચાલો ત્યારે હું નીકળું મામાને ઉતાવળ છે એટલે અમને રજા આપો પપ્પા"
"અરે..!! સાગર આમ થોડું જતું રહેવાય હજું તો આવ્યાં એને અડધો કલાક થઈ ખાલી આમ ચા પી થોડું જતું રહેવાય બપોરે તમે જમી આરામથી નીકળી જજો પછી હું નહીં રોકું તમને વિનયભાઈ બોલ્યા."

"ના..પપ્પા નેક્સ્ટ ટાઈમ હું પાકું રોકાઈશ બસ... પણ અત્યારે મને રજા આપો."
આટલું કહી સાગર તેના મામા સાથે રેવાના ઘરથી રવાના થઈ ગયો,ન તો રેવાને મળ્યો અને ઉતાવળમાં ઘરેથી નીકળી ગયો.
અને બીજી રેવા સાગરને સતત ફોન કરી રહી હતી સાગરનો સ્વીચ ઓફ આવી રહ્યો હતો.અને રાત્રે અગિયાર વાગ્યે છેક સાગરને ફોન લાગ્યો."

"સાગરે ફોન ઉપાડ્યો અને બોલવાનું શરૂ કરી દીધું.
સાગર આ શું ચાલી રહ્યું છે તું મને મળ્યાં વગર કેમ જતો રહ્યો.? જો તને અને મમ્મી આ સગપણથી કોઈ પ્રોબ્લમ હોય તો જણાવી દે. જ્યારથી સગાઈ કરી ગયાં ત્યારથી મમ્મી મારી જોડે સરખી વાત પણ નથી કરતાં. શું હું મમ્મીને નથી ગમતી ?
અને તે પણ આજે સવારનો ફોન સ્વીચ ઓફ રાખ્યો અહીં મને કેટલાં ખરાબ વિચારો આવી રહ્યાં હતાં."

"રેવાની વાત સાંભળી સાગર બોલ્યો.. અરે..!!પાગલ તું સમજે છે એવું કંઈ નથી ખરેખર મમ્મીની તબિયત આજે થોડી ખરાબ હતી અને મારો ફોન ખરાબ થઈ ગયો હતો અને તારા મનમાં તો ઘણા સવાલો ઉઠી ગયાં ચાલ હવે હું થાકી ગયો છું કાલે વાત."

નવરાત્રી ચાલુ હોવાથી રેવા અને એની મમ્મીએ લગ્નની તૈયારી પણ શરૂ કરી દીધી . આજે સારું મૂરત જોઈ રેવા માટે લગ્નનની ખરીદીની શરૂવાત કરી દીધી.
અને સમય કેમ પસાર થઈ ગયો ખબર ન પડ
(વધુ આવતા અંકે)