Mann nu chintan - 1 in Gujarati Moral Stories by Pandya Ravi books and stories PDF | મન નું ચિંતન - 1

મન નું ચિંતન - 1

નામ : મન નું ચિંતન
લેખક : રવિ પંડયા

મિત્રો , આજ થી એક નવા જ પ્રકારની સિરીઝ લઇને આપ સમક્ષ પ્રસ્તુત થઇ રહયો છું.મને આશા છે કે આ સિરીઝમાં તમારો ભરપુર સહયોગ મળશે.હવે વધુ વાતો નથી કરતો,પણ એટલે જરુરથી કહીશ.જો પસંદ આવે તો અભિપ્રાય આપજો.જો ના પસંદ આવે તો સુચન જરૂર કરજો.


આજનો શબ્દ : સમય

મિત્રો, આજે સમય શબ્દ પર મારા મનમાં જે રહેલું ચિંતન છે.તેમને તમારા સમક્ષ પ્રસ્તુત કરીશ.

સમય ચલા ટીક ટીક
તુમ ચલો ઠીક ઠીક

આપણા જીવનમાં સૌથી મહત્વનું જો કોઇ શબ્દ હોય તો છે, સમય . આમ પણ આખી દુનિયા પર તો સમય પર ચાલે છે.સમયનું ચક સતત ફરતું રહે છે તે કયારેય પણ રોકાતું નથી.તેને રોકી શકે તેવા સાધનો પણ બની શકે તેમ નથી.સમય માણસો માટે લાભદાયક પણ છે અને નુકશાનકારક પણ છે.

સમયનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે લાભદાયક બની શકે,જો સમયનો દરઉપયોગ કરો તો તમારા માટે નુકસાનકારક પણ બની શકે, અને તમને મુશ્કેલીમાં પણ મુકી શકે છે.

સમયનું કામ કાજ પંખીઓની પાંખ જેવું છે.સમય એ કોઇની રાહ જોતો નથી.સમય સાથે ચાલતા તમારે શીખવું પડે.જો ા ચાલી શકો તો કાંઇ નહી પણ તે માટેનો પ્રયત્ન તો કરવો જ પડે.

સમય તમે ઉપર આકાશમાં પહોંચાડી શકો અને નીચે જમીન પર લાવી શકે.સમયનું મહત્વ બધામાં માટે ખુબ છે.એટલે આપણે ધણી વાર બોલતાં સાંભળ્યા હોય છે કે મારી પાસે સમય જ નથી.

એક ઉદાહરણ દ્રારા સમયનું વધુ મહત્વ સમજીએ

1
એક નગર હતું, નગર બહુ મોટું હતું. નગરની વસ્તી 10000 ની આસપાસની હશે.નગરના રાજા ખુબ જ હોશિયાર , ચતુર , શાતિર તેની બહાદુરીઓની દાદ દેવી પડે.તેના બહાદુરીઓના કિસ્સા પણ ખુબ જ.

નગરમાં રાજા નો મોટો કિલ્લો , તે કિલ્લામાં રાજ દરબાર ભરાઇ.નગરના લોકોને કોઇ ફરિયાદ હોય તો તે ફરિયાદને સાંભળવામાં આવે અને યોગ્ય ન્યાય મળે એ રીતના નિર્ણયો લેવાય.

એક દિવસ રાજ દરબાર ભરાય છે , દરબારની અંદર ચર્ચા થાય છે કે બાજુ ના નગર પર કોઇ ચિંતામણી નામના રાજાએ કબજો કર્યો છે , અને તેની નજર હવે આપણા નગર પર છે.આ વાત સાંભળતા રાજા આંચકો લાગ્યો. મારા નગર પર તેની નજર બગાડવાની હિંમત .

મંત્રીને આદેશ આપ્યો કે , આપણા સૈન્યને સાવચેત , સચેત કરો.લડવા માટેના તમામ હથિયારોની બહાર જાયજો લો.
ગમે તે પરિસ્થિતી થાય તેની હરાવી ને જ રહીશ.

રાજા તો તૈયાર હતો , પરંતુ જે રાજા નગર પર કબજો કરવા માંગે છે, તે રાજાને જાણ થઇ ગઇ કે હવે અહી કબજો કરવો અધરો છે, પણ તેના સેનાપતિ બાંયો ચડાવે છે.કહે છે આપણી સેના પણ તૈયાર છે.ગમે તેવી હાલતમાં પહોંચી વળવા.રાજા જોમ આવ્યો.એક અઠવાડિયા સુધી શાંત થઇ ગયો.

અઠવાડિયા પછી ચડાઇ કરી ,સામા પક્ષે ફુલ તૈયારીમાં જ હતા.બંને બાજુઓથી સૈનિક મરવા લાગ્યા.હવે થોડા સૈનિકો બચ્યા હતા.પહેલા નગરનો રાજા બહુ ઉત્સાહી હતી હરાવવા માટે.

આ રાજા છેલ્લે પીછે હટ કરવી પડે.

(બોધ : પહેલા નગરના રાજાનું સમયસરનું આયોજન તેના જ તે જીતી શકયો )

પહેલા લોકો સમયને વધુ મહત્વ આપતા, જયારે આજના યુવાનો સમય તો આપે છે , પણ ખોટી જગ્યાએ , સમયનો દુરઉપયોગ બહુ કરે છે, મોબાઇલોમાં ગેમ રમીને , કલાકો સુધી ચેંટિંગ કરીને.

સમય કોઇનો થયો નથી અને થાશે પણ નહી.સમય આગળ રાજા હોય કે રંક બંને એકસમાન છે.તમારે સમય સાથે ચાલતા શીખવું પડે.જો શીખી ગયા તો આ દુનિયા જીતી ગયા.

એક પંકિત અહી મુકું છું


સમય કે સાથ ચલોગેં તો
બડેં ફાયદો મેં રહોગે.

જો લક્ષ સુધી પહોંચવું હોય તો પહેલા Goal Time Managment = Success .તો જ લક્ષ સુધી પહોંચી શકો .


Rate & Review

પ્રકૃતિ
Indu Talati

Indu Talati 2 years ago

Pandya Ravi

Pandya Ravi Matrubharti Verified 3 years ago

Parth Kapadiya

Parth Kapadiya Matrubharti Verified 3 years ago

Dhanvanti Jumani _ Dhanni

👌👏👍