Contemplation of the mind - 5 books and stories free download online pdf in Gujarati

મન નું ચિંતન - 5

નામ : મન નું ચિંતન 5
લેખક : રવિ પંડયા

મિત્રો , આજ થી એક નવા જ પ્રકારની સિરીઝ લઇને આપ સમક્ષ પ્રસ્તુત થઇ રહયો છું.તેમાં તમે ચાર ભાગ વાંચ્યા હશે , જો ના વાંચ્યો હોય તો વાંચી લો. આશા છે કે આ સિરીઝમાં તમારો ભરપુર સહયોગ મળશે.હવે વધુ વાતો નથી કરતો,પણ એટલે જરુરથી કહીશ.જો પસંદ આવે તો અભિપ્રાય આપજો.જો ના પસંદ આવે તો સુચન જરૂર કરજો.

આજનો શબ્દ : સુખ

આજે સુખ વિશે થોડી વાત કરવી છે.માત્ર બે જ અક્ષર છે.સંસારની અંદર બે ચક સતત ચાલ્યા કરે છે , એક સુખ અને બીજું દુ:ખ.જીવનમાં સુખ આવે છે અને દુખ પણ આવે છે.સુખ હોય ત્યારે કયારેય છકી ના જવાય.સુખને પણ પચાવતા શીખવું જોઇએ.સુખને પચાવતા શીખીએ તો આપણને આત્મસંતોષની પ્રાપ્તિ થાય.કોઇને પહેલા સુખ હોય તો પછી દુ:ખ આવે.પહેલા દુ:ખ હોય તો પછી સુખ આવતું હોય છે.

કો 'ક ના સુખે સુખી

જીવન એ જીવવા માટે હોય છે.તેમાં બે ચક ચાલતા હોય છે, સુખ અને દુ : ખ. સુખ માણસ માટે આશાસ્પદ બાબત છે.સુખ મેળવવા માટેની ઝંખનામાં સતત ને સતત મશગુલ રહેતો હોય છે.તે પણ જાણે છે.સુખ મળશે કે નહિ તે પણ એક પ્રશ્ર ઉભો થાય છે.

માણસને સુખ થવાની ઇચ્છા કેમ થતી હોય ? કયારેય તમે કોઇ સાંભળ્યું કે માણસ.દુ: ખી થવા માટે ઇચ્છા વ્યકત કરી ? કેમ કે , માણસે સતતને સતત કાંઇકને કાંઇક મેળવવું હોય છે.જેનાથી પોતાની જિંદગી સરસ રીતે ચાલી શકે. પોતાના જીવનમાં બદલાવ આવે તે માટે વિચારતા હોય છે.

માણસ એવું વિચારે છે કે જો પોતે સુખી હશે., તો પોતાના પરિવારે સુ ખી કરી શકશે.બીજા ને પણ સુખી કરવાના પ્રયત્નો કરી શકે.

એક કથા અહી પ્રસ્તુત કરુ છું.

એક સંયુકત કુટુંબ રહેતું હતું.સંયુકત કુટુબમાં લગભગ 15 જેટલા સભ્યો હતા.ઘરના લગભગ 6 જેટલા સભ્યો આર્થિક ઉપાજન કરતા હતા.આર્થિક ઉપાજન માટે અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા હતા.


કુટુંબમાં વધુ સભ્યો હોવાથી ઘરમાં ધણી બધી આર્થિક સંકમણ ઉભું થતું હતું.પણ બધા સમજદાર હતા.એટલે એવું કાંઇ થાય એટલે થોડો એડજેસ્ટ કરી નાખે. આમ ને આમ તમનું ચાલતું હતું.

ઘણી બધી સમસ્યાઓ આવતી હતી , પણ તેઓ બધા સુખી હતા.સુખે થી રહેતા હતા.ધણા લોકો ના મનમાં પ્રશ્ર હતા કે તમે આટલા બધા લોકો સાથે રહો છો કોઇ પણ જાત દુખ વગર કઇ રીતે રહી શકો છો ? આટલા લોકો રહેતા હોય એટલે બધાના વિચારો પણ અલગ હોય.


બધાના વિચારો અલગ હોય છતાં પણ બધું બેલેન્સ કરવું ખુબ જ સરળ હતું.તેઓમાં કયારેય કોઇ પ્રોબ્લમ આવ્યો હોય ત્યારે બેસીને યોગ્ય નિર્ણય કરતા એટલે વાંધો ના આવતો હતો. એક દિવસ તેમના ઘેર મહેમાન આવ્યા.

જે મહેમાન આવ્યા .તેના ઘરમાં પૈસા ખુબ હતાં.પણ તેઓ સુખી નહોતા.તેઓ અહી રહયા તો તેમને જોયું કે અહી તો પૈસા પણ નથી છતાં પણ બધા ખુબ જ સુખી રહી શકે છે.એ મહેમાન પુછયું કે તમે બધા સાથે રહો છો છતાં પણ સુખે થી રહી શકો છો તેનું કોઇ રાજ છે ?


આ પરિવારના તમામ સભ્યો કહયું કે અમારે લોકોને કોઇ સમસ્યાઓ આવે તે તેને બધા સાથે શેર કરીએ છીએ.અને બધા સાથે મળીને ઉકેલ મેળવવા માટેના પ્રયત્ન કર્ય છીએ.બધા સમજણ કેળવીએ છીએ.એટલા માટે અમે બધા સુખે થી રહી શકીએ છીએ.


મિત્રો.મનનું ચિંતન ની નવા શબ્દો અને નવા વિચારો વાંચવા માટે છેલ્લે સુધી જોડાયેલા રહેજો.

આભાર.