મન નું ચિંતન - 2 in Gujarati Moral Stories by Pandya Ravi books and stories PDF | મન નું ચિંતન - 2

Featured Books
  • અસવાર - ભાગ 3

    ભાગ ૩: પીંજરામાં પૂરો સિંહસમય: મે, ૨૦૦૦ (અકસ્માતના એક વર્ષ પ...

  • NICE TO MEET YOU - 6

    NICE TO MEET YOU                                 પ્રકરણ - 6 ...

  • ગદરો

    અંતરની ઓથથી...​ગામડું એટલે માત્ર ધૂળિયા રસ્તા, લીલાં ખેતર કે...

  • અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 16

    અલખની ડાયરીનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ ૧૬          માયાવતીના...

  • લાગણીનો સેતુ - 5

    રાત્રે ઘરે આવીને, તે ફરી તેના મૌન ફ્લેટમાં એકલો હતો. જૂની યા...

Categories
Share

મન નું ચિંતન - 2

નામ : મન નું ચિંતન 2
લેખક : રવિ પંડયા

મિત્રો , આજ થી એક નવા જ પ્રકારની સિરીઝ લઇને આપ સમક્ષ પ્રસ્તુત થઇ રહયો છું.તેમાં તમે પહેલો ભાગ વાંચ્યો હશે , જો ના વાંચ્યો હોય તો વાંચી લો. આશા છે કે આ સિરીઝમાં તમારો ભરપુર સહયોગ મળશે.હવે વધુ વાતો નથી કરતો,પણ એટલે જરુરથી કહીશ.જો પસંદ આવે તો અભિપ્રાય આપજો.જો ના પસંદ આવે તો સુચન જરૂર કરજો.

આજનો શબ્દ : સંધર્ષ

મિત્રો , ચાલો આજે સંધર્ષ શબ્દ પર થોડી વાતો કરીએ , અને સમજીએ કે સંધર્ષ ખરેખર શું છે.

માણસો જયારે ગર્ભમાં હોય ત્યાર થી તે યેનકેન પ્રકારે સંધર્ષ કરતો હોય છે.જીવન થી લઇને મૃત્યુ સુધીની સફરમાં સંધર્ષ કરતો જ હોય છે.માણસો અટકી શકે પણ સંધર્ષ તો ના જ અટકે.

સંધર્ષ ધણા બધા પ્રકારે થતા હોય છે.કોઇને આર્થિક ઉપાજન માટે કરવો પડતો હોય , કોઇને શારીરિક શ્રમ માટે કરવો પડતો હોય.કોઇને સામાજિક ક્ષેત્રે કરવો પડતો હોય છે.

જો માણસો સંધર્ષ ના કરવો પડે તો તેઓ આળસુના પીર બની જતા હોય છે.આળસુ માણસો ગેમાર જવા હોય .તેઓ ગમે ત્યાં સુતા રહે .તેેને કાંઇ ચિંતા જ નહી.


એક પંકિત અહી પ્રસ્તુત કરૂ છું
જીને કે લિયે જજબ્બાત હોના ચાહિયે ,

કુછ કરને કે લિયે સંધર્ષ હોના ચાહિયે.


જીવન માં હર ક્ષણે કોઇને કોઇ મુશ્કેલીઓ તો આવતી જ હોય છે આપણે તેની સામે ઝુઝવાનું જ હોય છે.ઝુઝમુની જ જીત મેળવવાની હોય છે.આ જીત તમારા દ્રારા કરાયેલ સંધર્ષો ની જીત છે.નસીબના સહારે મળેલી નથી.


એક બોધ કથા પ્રસ્તુત કરુ છું

એક રામપુર નામનું ગામ . ગામમાં આશરે 500 થી 700 વસ્તી માંડ હશે.તે ગામ આમ તો સુંદર હતું. ગામની અંદર વિકાસોના કામો થતા નહોતા.સરપંચ પણ બહુબલી હતો એટલે તેની સામે કોઈ બોલતું નહી.બોલે તો તેને ડરાવી - - ધમકાવી ને ચુપ કરાવી દીધો.

તે જ ગામમાં રામસિંહ ભાઇ રહેતા હતા , રામસિંહે તેના દીકરાને બહાર ભણવા માટે મોકલ્યો હતો.આ વખતે જયારે તે ઘર પર આંટો દેવા આવ્યો , ત્યારે તેને જોયું કે ગામની આવી હાલત.

તે તેના પપ્પા સાથે આ બાબતે ચર્ચા કરે છે , તેના પપ્પા કહે છે . સરપંચ બાહુબલી છે તેની સામે ના બોલાઇ . બોલે તો આપણે ને ધમકી આપશે.આપણા આમાં કાંઇ બોલાઇ નહી.આ વાત તેના દીકરાએ માની નહી. કહયું કે અન્યાય ચલાવી લેવાઇ નહી.

તે ભણેલો ગણેલો હતો , તેને એક અરજી લખી અને જવાબ માંગ્યો.આ વાતની જાણ સરપંચ થઇ , એટલે તે તો આવ્યો રામસિંહના ઘરે.કહયું કે તારા છોકરાને સમજાવી દે .નકકર બહુ ભારે પડશે.


છોકરાને આ વાતની જાણ થતા તેને એક નવો વિચાર કર્યો.અને તેના મિત્રોનો સંપર્ક કર્યો. મિત્રોને સમજાવ્યા અને તેને પોતાની સાથે જોડયા. ઘીમે ઘીમે લોકોને જોડતા ગયા અને સમજાવતા ગયા.હવે સરપંચના પગ નીચે થી જમીન સરકવા લાગી.

રામસિંહ નો છોકરો હવે મજબુત દાવેદાર બન્યો.બધાને પોતાની સાખથે જોડતો ગયો.ઇલેકશન આવ્યું અને સરપંચ ની ભુંડી હાર થઇ.રામસિંહનો છોકરો જીતી ગયો.રામસિંહના છોકરા પહેલા તો સરપંચના ચાપલુસી કરતા અધિકારીઓની બદલી કરાવી નાખી.

( બોધ : સરપંચ સામે લડવા લોકોમાં વિશ્વાસનો ભાવ પેદા કર્યો અને એ માટે તેને ખુબ સંધર્ષ કરવો પડયો. )

સંધર્ષ કરશે તો અવશ્ય જીત મેળવશો.કદાચ સમય લાગશે , પણ વિજય તમારો હશે.સંધર્ષ કરવા સહેલા નથી , તેના માટે મન ને કઠઠણ પથ્થર જેવું બનાવું પડે છે.

હંમેશા સંધર્ષિત બનો
ઔર દુસરો કો ભી બનાવો.