Mann nu chintan - 10 in Gujarati Moral Stories by Pandya Ravi books and stories PDF | મન નું ચિંતન - 10

મન નું ચિંતન - 10

પ્રકરણ 10 : મન નું ચિંતન

લેખક : રવિ પંડયા

મિત્રો , એક નવા જ પ્રકારની સિરીઝ ચાલુ કરી તેના લગભગ 9 પ્રકરણો તમારી સમક્ષ પ્રસ્તુત થઇ ચુકયા છે.આ સિરીઝમાં તમારો ભરપુર સહયોગ મળી રહયો છે. હજી પણ આગળના પ્રકરણોમાં મળતો રહેશે તેવી આશા રાખું છું. હવે વધુ વાતો નથી કરતો,પણ એટલે જરુરથી કહીશ.જો પસંદ આવે તો અભિપ્રાય આપજો.જો ના પસંદ આવે તો સુચન જરૂર કરજો.


આજનો શબ્દ : ઇર્ષા

મિત્રો , આજે ઇર્ષા શબ્દ વિશે થોડી વાત કરવી છે.આ શબ્દ આપણા જીવનમાં ચર્ચિત છે.કયાંક ને કયાંક સાંભળતા જ હોય છીએ.

આપણા કોઇ નવી વસ્તુ લઇને આવ્યા હોય.એટલે પાડોશી અથવા તો ધરના પરિવારને તમારી અદેખાઇ આવશે.અદેખાઇ આવે એટલે ઇર્ષા તો થવાની છે.

પહેલાના જમાના ઇર્ષાનું પ્રમાણ સાવ સામાન્ય હતું.જયારે આજે તો આનું પ્રમાણ કલ્પના પણ કરી શકાય તેમ નથી.દિનપ્રતિદિન વધતું જ રહેશે તેમાં પણ કોઇ બેમત નથી.
આ વિષય પર મંથન કરવાની આવશ્કતાઓ ઉભી થવાની જ છે.આજે નહી તો કાલે ? કેમ આવું બની રહયું છે ? આપણા સમાજના લોકોમાં શું ઘટે છે ? ઇર્ષાનું પ્રમાણ આટલું બધું વધી ગયું.

ઇર્ષા એ એક રોગ બની ગયો છે તેમ કહીએ તો પણ ખોટું તો નથી જ . એક નાનું એવું ઉદાહરણ જોઇ લો કોઇ પણ કોલેજમાં જઇને ઝીણી આંખે અને સરવે કરીએ તો પ્રોફેસરોના રૂમમાં થોડાક કલાકો ગાળજો. જે પ્રોફેસરો તેજસ્વી અને ઓજસ્વી હોય તેની અદેખાઇ બાકીના પ્રોફેસરો કરતા હશે. જયાં પ્રોફેસરો આવું કરતાં હોય તો બાળકો તો કરવાના જ છે.

इर्षा समाज का सबसेे बड़ा दूषण है
उस दूषण को दुरना करना है !

( ઇર્ષા એ સમાજનું સૌથી મોટું દુષણ છે, એ દુષણ ને દુર કરવાનું કામ સમાજના લોકો કરવું પડશે )
એક નાનકડી એવી વાત કરીશ.

એક સોસાયટી હતી , ત્યાં ધણા બધા પરિવારો હતા.તેમાંથી એક પરિવાર હતો.તે બધા ની દષ્ટિ ખુબ જ ધનિક પરિવાર.ત્યાં રહેનારા પરિવારની દષ્ટિએ ધનિક.બધી જ રીતે સુખી સંપન્ન પરિવાર.

તે પરિવાર સોસાયટીમાં ઉજવાતા ઉત્સવોમાં ભાગ લે.એ ઉત્સવોનું હેન્ડલીંગ કરતું.એટલે ધણા બધા લોકોને તે પરિવારની અદેખાઇ આવે.બીજા લોકો તે પરિવાર ની ખટપટ કરે.આ પરિવાર વાતો પર ધ્યાન ના આપે.

તેમાં નવરાત્રિનો ઉત્સવ આવ્યો , પહેલું નોરતું આવ્યું.તે દિવસે તે પરિવારે BMW Car લીધી.એટલે ત્યાં ના પરિવારો વાતો કરવા લાગ્યા કે , બે નંબરના પૈસા આવી ગયા લાગે છે.એટલે લીધી છે. ગમે તેમ કરીને લોકો તે પરિવાર ની ઇર્ષા કરવાનું છોડતા ના હતા.

અહી ગુજરાતી સાહિત્યના કટાર લેખક ગુણવંત શાહનો એક લેખ છે. જેમાં મને ગમતી એક વાત ખુબ ગમી તે અહી મુકું છું . સીતા માટે વાલ્મીકિએ બે વિશેષણો પ્રયોજ્યાં છે: ૧. વરારોહા (શ્રેષ્ઠ નિતંબવાળી) અને ૨. તનુમધ્યમા (પાતળી કમરવાળી). સીતા જો અતિસુંદર સ્ત્રી ન હોત, તો એનું અપહરણ થયું હોત ખરું? જો અપહરણ ન થયું હોત, તો રામ-રાવણ યુદ્ધ થયું હોત ખરું? ના, ના, ના ઇર્ષાનું મનોવિજ્ઞાન સમજવામાં ત્રણ બાબતો યાદ રાખવી પડે:
૧. ઇર્ષા સરખે સરખા વચ્ચે પેદા થાય છે.
૨. ઇર્ષા અસામર્થ્યનું પરિણામ છે.
૩. ઇર્ષા મનુષ્યની અપર્યાપ્તતાનું બીજું નામ છે.

અહી ત્રણ વાતો આપી છે.તેના પર વિચાર કરીએ તો આપણા જીવનમાં ધણા ફેરફારો આવી શકે.જો જીવનમાં ફેરફાર આવે તો ઇર્ષા કરનારા લોકોની સંખ્યા ધટતી જશે.ઓલ ઓવર જોઈએ તો ઇર્ષા નું પ્રમાણ વધે છે તે ધટવું જોઇએ.તો જ સમાજમાં તંદુરસ્તી જોવા મળશે.


આભાર

અસ્તુ

આ સિરીઝમાં પહેલે થી છેલ્લે સુધી જોડાયેલા રહેજો.આ સ્ટોરી કેવી લાગી તેનો પ્રતિભાવ ચોકકસ થી આપશો.

Rate & Review

Meera Soneji

Meera Soneji Matrubharti Verified 3 years ago

Dr Hina Darji

Dr Hina Darji Matrubharti Verified 3 years ago

Parth Kapadiya

Parth Kapadiya Matrubharti Verified 3 years ago

Urvashi Trivedi

Urvashi Trivedi Matrubharti Verified 3 years ago

Pandya Ravi

Pandya Ravi Matrubharti Verified 3 years ago