Major Nagpal - 1 books and stories free download online pdf in Gujarati

મેજર નાગપાલ - 1

( આ નવલકથા નો કોન્સેપ્ટ મારી કોલેજ લાઈફમાં હું ને મારા મિત્રએ વાતવાતમાં ચર્ચા કરી હતી. ત્યારે હું લખવા વિશે ગંભીર નહોતી. તો હું એ જ કોન્સેપ્ટ પર લખવા જઈ રહી છું.તો મને ફોલો ચોક્કસ કરજો. )

એક ઘનઘોર અંધારી રાત હતી. શિયાળાની એવી કડકડતી ઠંડી કે માણસનાં ગાત્રો તો શું પણ રસ્તાઓ પણ થીજી જાય. જયાં પશુ-પક્ષી જ બહાર ના નીકળે, ત્યાં માણસની તો વાત જ કયાં આવે.એવામાં તમરા નો અવાજ એ સૂમસામ રસ્તા ને વધારે ને વધારે ભેકાર ને ડરામણો કરી રહ્યા હતા. આવાં સૂમસામ રસ્તા, ભયાનક અવાજ, અને કડકડતી ઠંડી જોઈને ભૂત પણ ડરીને ભાગી જાય ત્યાં એકલદોકલ માણસની તો વાત જ શી કરવી.

એક પીન પડે તો પણ ખબર પડે એવાં જ સમયે આ ભયાનક ને ડરામણી, નીરવ શાંતિ ભરેલી રાત ને ચીરતી હોય તેમ એક ઘાયલ છોકરી, જેના કપડાં પણ જીરણ થઈ ગયા છે ને કયાંક ફાટી ગયા છે. છતાંય તે લગાતર દોડે જતી હતી. એની પાછળ દસ-બાર લોકો નું ટોળું બૂમ-બરાડા પાડતું દોડી રહ્યું હતું.એના લીધે વાતાવરણ માં નીરવ શાંતિ નો ભંગ થયો હોય, ને કૂતરાં ની ઊંઘ માં ખલેલ પડયો હોય તેમ કૂતરા ઓ ભસવા લાગ્યા. ને જાણે એ સૂમસામ રસ્તો અવાજ થી ભરાઈ ગયો.

એ ઘાયલ છોકરી કેટલાય દિવસ ની ભૂખી હતી. ઘણી થાકી ગઈ હતી, ના તો તેના શરીરમાં જોમ હતું કે ના હામ, તેમ છતાં એ ગુન્ડાઓ થી બચવા લગાતાર દોડે જતી હતી. ના એ પોતાનો એ ચડેલા શ્વાસ ને પણ હેઠો બેસવા દીધા વિના, પાછળ જોયાં વગર દોડયા જ કરતી હતી. એની દોડવાની કે ચાલવાની તાકાત પુરી થઈ ગઈ હતી. ને આ ભૂખ ને થાક થી બેહોશ થવાની અણી પર હતી.

એ બેહોશ થઈને પડે તે પહેલાં જ એક ઘરની લાઈટ ચાલુ થઈ ને દરવાજો થોડોક ખુલ્લો થયો. એમાંથી એક હાથ બહાર નીકળ્યો ને એ છોકરી કંઈ સમજે કે તે વિશે વિચારે કે તે આ હાથોમાં તે સેઈફ છે કે નહીં તે પહેલાં જ એ બહાર નીકળેલા હાથે અચાનક તેને એ દરવાજા ની અંદર ખેંચી લીધી.ને લાઇટ પણ બંધ થઇ ગઇ.

એ યુવતી પોતાની તાકાત એકઠી કરી ને ચીસ પાડવા જતી હતી ત્યાં જ જેણે અંદર ખેંચી લીધી હતી એણે તેના મોઢા પર હાથ રાખી ને ચીસ દબાવી દીધી.

એ જ વખતે ત્યાં એ લોકો ઘર આગળ આવીને ઊભા રહી ગયા. એમનો અવાજ ઘરમાં બંને જણા સંભાળી શકતા હતા. તે લોકો આ યુવતીને ના જોતાં જ હેરાન થઈ ગયા.

ને એક માણસે બીજા માણસ ને પૂછ્યું કે અરે, આ ગઈ કયાં? આ બાજુ કે પેલી બાજુ?

ત્યાં જ બીજો માણસ બોલ્યો કે મને નથી ખબર કે આ ગઈ કયાં? એને જોઈને લાગતું હતું કે તે હમણાં થાકી જશે ને પકડી લઈશું. આમ પણ તેણે કેટલાય દિવસ થી ખાધું નહોતું. પણ ખબર નથી પડતી કે તેને ધરતી ગળી ગઇ.આસમાન ગળી ગયું. દીવાલ માં સમાઈ ગઈ.કે પછી જ રસ્તો ખાઈ ગયો. એ જ ખબર નથી પડતી.

ત્યાં જ પહેલો વ્યક્તિ બોલ્યો કે એને ગમે તેમ કરીને શોધો નહીં તો બોસ આપણને મારી નાખશે. ખબર છે ને કે એમણે તેની કેટલી તકેદારી રાખવાનું કહ્યું છે. એટલે ગમે તેમ કરીને એને શોધવી પડશે. એમ કહી ને તે માણસને બીજા લોકો આગળ દોડવા લાગ્યા.

એ લોકો ના પગલાં નો અવાજ ધીમે ધીમે ઓછો થયો. ને લાગ્યું કે તેઓ દૂર જતાં રહ્યા છે.

એ પછી ફરી એ ઘરની લાઈટો ચાલુ થઈ. ને એ વ્યક્તિ પોતાનો હાથ એ છોકરી પર થી હટાવી લીધો. એ છોકરી ડર ની મારી તો પહેલાં જોઈજ રહી પણ કંઈપણ સમજી ને તે કંઈપણ બોલે કે તે વ્યક્તિ કંઈ બોલે કે પૂછે તે પહેલાં જ તે વ્યક્તિ ના હાથ પર બેભાન થઇ ગઇ .તે વ્યક્તિ એ તેને ખૂબ ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પણ તેનો થાક ને તેની કમજોરી ના હિસાબે તેને હોશ જ ના આવ્યો.

આખરે તે વ્યક્તિ એ પોતાની ઘરમાં જ રહેતી કેરટેકર ને ઉઠાડી ને એ છોકરી ને સોપી કહ્યું કે, રાધાબેન આના કપડાં બદલી દો ને તેને ગેસ્ટરૂમ માં સૂવાડી દો અને હા,એની સાથે સૂઈ જજો. જેથી તેનું ધ્યાન રાખી શકાય. ને તે પોતે સ્ટડી રૂમમાં જઈને બેઠો.

રાધાબેને એ કહ્યા પ્રમાણે કરી અને ગેસ્ટરૂમ માં સૂવાડી ને તેની જોડે નીચે પથારી કરી ને સૂઈ ગઈ.અહીં તે વ્યક્તિ પણ સ્ટડી રૂમમાં જ સૂઈ ગયો.

બીજા દિવસે સવાર પડી. ઘરમાં રહેતાં લોકો ઊઠીને પોતાના નિત્યક્રમ પતાવી ને ચા નાસ્તો કરવા ડાઈનીંગ ટેબલ પર બેઠા. નાસ્તો પત્યા પછી તે વ્યક્તિ એ રાધાબેન ને સ્ટડી રૂમમાં આવવાનું કહ્યું. રાધાબેન ને સ્ટડી રૂમ માં આવેલાં જોઈને એ વ્યક્તિ પૂછ્યું કે રાધાબેન પેલી છોકરી ઊઠી. તેની તબિયત કેવી છે?

રાધાબેને કહ્યું કે ના સાહેબ, તે હજી સુધી તો ઊંઘેલી જ છે. તેની તબિયત તો સારી છે. અને હા, તે બેહોશી માં "ટોમી તું મને અહીં થી લઈ જા, પ્લીઝ" વારંવાર બબડતી હતી.

રાધાબેન ઓ.કે. ને તમે તેનું ધ્યાન રાખજો. ભાનમાં આવે એટલે મને કહેજો. તે વ્યક્તિ એ કહ્યું.

આટલું કહીને તમે પોતાના સ્ટડી રૂમમાં ગયો. ને મેઈલ ચેક કરવા લાગ્યો.

એ છોકરી ભાનમાં આવી એવી જ ગભરાઈ ગઈ. તે એક અજાણ્યા ઘરમાં એક રાત થી હતી.જયારે એ છોકરી ભાનમાં આવતી રાધાબેન પોતાના સાહેબને બોલાવા ગયા. આ છોકરી ડરની મારી વિચારવા લાગી કે, તે સેઈફ જગ્યાએ છે કે પછી પહેલાં કરતાંય મોટી જાળમાં સપડાઈ ગઈ છે કે શું? આવા વિચાર આવતાં જ ડર ની મારી ફરી થી બેહોશ થઈ ગઈ.

જયારે એ વ્યક્તિ જોવા આવ્યો ત્યાં આ છોકરી બેભાન થયેલી જોઈને તેણે પોતાના મિત્ર એવાં ડોક્ટર શર્મા ને બોલાવ્યા.

ડોકટરે કહ્યું કે લાગે છે કે તેણે કેટલાય દિવસ થી કંઈજ ખાધું નથી લાગતું. ભૂખ ને ડર ની મારી તે બેહોશ થઈ ગઈ છે. એક ગ્લુકોઝ ની બોટલ ચડાવીશુ ને એકાદ દિવસ ના આરામ થી તે ઓ.કે. થઈ જશે. પ્રિસ્ક્રિપ્શન આપું એ સામાન મંગાવી દે.

બોટલ ચડાવવાનો સામાન મંગાવી ને બોટલ ચડાવી દીધી.

ડોકટરે બહાર આવી ને પોતાના મિત્ર ને આના વિશે પૂછયું. તો તે વ્યક્તિ એ રાતે બનેલી ઘટના જણાવી.ડોક્ટરે હોસ્પિટલ જતાં પહેલાં કહ્યું ડોન્ટ વરી ,કંઈ કામ હોય તો કહેજે. હા એકાદ દિવસ આરામ કરવા દેજે ને પછી પૂછતાછ કરજે.

એ છોકરી એક દિવસ આરામ કરી ને કંઈક જવાબ આપી શકશે.એવું લાગતાં એ દિવસે તો કંઈજ ના પૂછયું પણ બીજા દિવસે ચા નાસ્તો કરીએ ત્યારે પૂછીશ વિચારી એ આખો દિવસ જવા દીધો. અહીં આ છોકરી પણ આરામ કરી ને તે સલામત છે એવું લાગતાં તે પણ રીલેક્સ થઈ જશે.

ડોક્ટરે કહ્યા પ્રમાણે એક દિવસ એને આરામ કરવા દેવાનો હોવાથી તેનું ધ્યાન રાખવાનું રાધાબેન ને મોહનને કહ્યું. ને કંઈ ઈમરજન્સી હોય તો ફોન કરજે. હું કલબમાં જઉં છું. કહીને તે કલબ માં જતાં રહ્યા.

રાતે જયારે કલબમાં થી પાછા આવીને તે છોકરી વિશે રાધાબેન ને પૂછયું. તેની તબિયત સારી છે એમ કહી ને રાધાબેન કામે વળગ્યા. અને પોતે પોતાના સ્ટડી રૂમમાં જઇને પોતાની ચેર પર બેઠો.

* * *
આ ઘરમાં ત્રણ વ્યક્તિ રહેતા હતા. જેને એ છોકરી ને ઘરમાં ખેંચી હતી એ વ્યક્તિ એટલે મેજર અર્જુન નાગપાલ.એક રિટાયર્ડ આર્મી ઑફિસર .6 ફીટ ની હાઈટ ,ખડતલ શરીર,
આર્મીમાં મેજર પદ પર નિયુક્ત હતાં. એક બોમ્બ બ્લાસ્ટ માં એક પગ કપાવવો પડયો હોવાથી ફરજિયાત પણે 45 વર્ષે નિર્વૃત્ત થવું પડયું હતું. પોતાનો કાપેલો પગ ની જગ્યાએ ખોટો પગ બેસાડવા માં આવ્યો. ગર્ભશ્રીમંત હતાં, કંઈ કમાવું પડે એવું નહોતું તેથી પોતાનું પેન્શન ને ધીરાણ પર મૂકેલા પૈસા ના વ્યાજ માં આરામ થી ઘર ચાલતું હતું. પહેલે થી જ દેશ સિવાય કયારેય બીજું વિચાર્યું નહોતું એટલે લગ્ન પણ નહોતાં કર્યા.તેથી પરિવાર પણ નહોતો.

વળી આમ તો તે પોતાના આર્મી ફ્રેન્ડ કલબમાં બીઝી રહેતો. પણ કયારેક કયારેક પર્સનલી કે પોલીસ થી સોલ્વ ના થઇ શકેલ કેસ પર જાસૂસી કરીને સોલ્વ કરતો. આમ તે પાર્ટ ટાઈમ ડીટેકટીવ પણ હતો. પિતા તો તેના રિટાયર્ડ થયાના બે વર્ષ પછી મરી ગયાં હતાં.

એ આર્મીમાં હતો ત્યારે પિતાએ એક 10 વર્ષના અનાથ બાળક મંદિરેથી મળ્યો હતો. તેને પોતાની પાસે રાખીને ભણાવ્યો હતો. તેનું નામ તેના પિતાએ મોહન પાડયું હતું. તેણે કોલેજ પુરી કરી ને એકાઉન્ટ તરીકે પ્રાઈવેટ માં જોબ કરતો હતો. પાછળ થી તે પણ તેની જોડે આસિસ્ટન્ટ ડીટેકટીવ તરીકે ની કામગીરી માં તેની સાથે જોડાઈ ગયો હતો.

એક રાત્રે મેજર કલબમાં થી પાછો ઘરે આવતો હતો. ત્યાં રસ્તા પર 50 વર્ષ ના રાધાબહેન ને તેના પરિવાર ના લોકો એ રસ્તા પર ફેંકી દીધેલાં મળ્યાં હતાં.તે વિધવા હતાં, એટલે દીકરા એ ફોસલાવી ને પ્રોપર્ટી પોતાના નામે કરી ને મારી મારી ને રસ્તા પર ફેંકી દીધા ત્યારે જ મેજર નાગપાલ ની ગાડી નીચે આવતા બચી ગયા. તેમની આપવીતી જાણીને મેજરે પોતાના ઘરમાં આશ્રય આપ્યો. ને તે મેજર નાગપાલ ના ઘરમાં કોઇ લેડીઝ નહોતી એટલે તે કેરટેકર બની ને ત્યાં રહી ગયા.

આજ સુધી નાગપુર માં આવું ના તો કયારેય બન્યું નહોતું કે સાભળ્યુ હોય એવું યાદ પણ નહોતું. આ ઘટના આગળ શું શું કરાવશે તે મેજર કે કોઈ ને ખબર નહોતી. વધારે વિચારયા વગર તે નિદ્રાધીન થઈ ગયા.

* * *
બીજા દિવસ ની સવારે ચા-નાસ્તો બધાં કરવા બેઠા. પછી તે છોકરી ને સ્ટડી રૂમમાં મોહનને લઈને આવવાનું કહીને મેજર સ્ટડી રૂમમાં જઈને શું પૂછવું કે ના પૂછવું તે વિચારવા લાગ્યો.

એ વખતે જ મોહન તે છોકરી ને લઈને આવ્યો. તેને ને મોહનને ખુરશી પર બેસવાનું કહ્યું.તે છોકરી 17-18 વર્ષ ની હતી. દૂબળી , કેટલાય દિવસ થી ખાધું પીધું ના હોય. ઊંચી હોવાથી વધારે પડતી પાતળી, કેટલાય સમયથી દુઃખ સિવાય કંઈજ જોયું ના હોય તેમ તેની આંખો નીચેના ખાડા બતાવતા હતાં. તે મનથી હારી ને ડરી ગઈ હોય તેમ નજર માં હજી પણ ભય વર્તાતો હતો. તેને હજી પણ મેજર કે ઘરનાં લોકો પર વિશ્વાસ નહોતો, તેથી તેની આંખો ચકળવકળ ફર્યા કરતી હતી.

મેજરે પહેલાં તેને બરાબર ધ્યાનથી જોઈને તેના મનમાં શું ચાલે છે તે સમજવા નો પ્રયત્ન કર્યો. તે તેના સવાલો થી ગભરાઈ ના જાય તેમ તેની સાથે ની વાતચીત શરૂ કરી.

સૌથી પહેલાં પૂછ્યું કે તમારી તબિયત કેવી છે?

પણ આશ્ચર્ય વચ્ચે તેણે કંઈજ જવાબ ના આપ્યો. જાણે તેને કંઈજ ખબર ના પડી હોય તેમ તેમના સામું જોયાજ કર્યુ.મેજર કે મોહન કંઈ સમજી જ ના શકયા એટલે મેજરે પોતાનો સવાલ રિપીટ કર્યો. પણ તેણે પહેલાં જેવું જ વર્તન કર્યું.

મેજરે બીજો સવાલ પૂછયો કે તારું નામ શું છે?

આ સવાલ પર પણ આગળ ના જેવું જ વર્તન કર્યું.

મેજરે:તેને તે કયાં રહે છે?
તેના ઘરમાં તેના સિવાય કોણ છે?
તે શું ભણેલી છે?

દરેક પ્રશ્નો ના જવાબ આગળ ની જેમજ વર્તન કર્યાં કર્યું. મેજર નાગપાલ અકળાઈ ગયો. અકળાઈ ને બોલી ઉઠયો કે શું તું મૂક-બધિર છે? કે તને સંભાળતુ નથી?

છતાંય તે કંઈજ ના બોલી મેજર સામે તાક્યા જ કર્યું. જાણે તેને કંઈજ સમજ નહોતી પડતી.

મેજર તેના આવા વર્તન થી વધારે ને વધારે અકળાઈ ગયો. અકળામણ ને અકળામણ માં જ તે બોલી ઉઠયો કે રાત્રે તમારી પાછળ તે ગુન્ડાઓ કેમ પડયાં હતાં? તે કયાં રહે છે?

મેજર ની અકળામણ, ગુસ્સો જોઈને કે તેના સવાલો થી ગભરાઈ ને તે ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગી.

કંટાળેલા મેજરે મોહનને તે છોકરી ને ગેસ્ટ રૂમમાં લઈ ને જવાનું કહ્યું.

આ છોકરી કોણ છે?
તે દસ બાર ગુન્ડાઓ કોણ છે? કોના માણસો છે?
શું મેજર નાગપાલ ને પોતાના સવાલો ના જવાબ મળશે? ને કેવી રીતે?
શું તે છોકરી મૂક-બધિર છે?

જાણો આગળ ના પ્રકરણમાં અને ફોલો કરતાં રહો.

કોમેન્ટ અવશ્ય કરજો.