Major Nagpal - 3 books and stories free download online pdf in Gujarati

મેજર નાગપાલ - 3

મેજર આર્મી કલબમાં પહોંચ્યા, ને પત્તાં રમતાં રમતાં મેજર રામ કહ્યું કે અરે, નાગપાલ તારા માં ડીટેકટીવ ને જગાડે એવો એક કેસ કહું.

હા, કેમ નહીં મેજર નાગપાલ કહ્યું.

મારો ભત્રીજા ના એરિયામાં એક 45 વર્ષની મહિલાને મારી તેમનો પુત્ર તેના ઘરની કેરટેકર સાથે ભાગી ગયો છે.મેજર રામ બોલતાં હતાં ત્યાં જ.

મેજર ગુપ્તા એ કહ્યું આ તો સિમ્પલ કેસ છે. આ માં ડીટેકટીવ ની શું જરૂર?

તમે આખો કેસ સાંભળ્યો જ કયાં છે?મેજર ગુપ્તા."એકચ્યુઅલી એ માણસ કોઈ ને મારી શકે એવો નહોતો. ને તે મહિલા નું મોત થયું ત્યારે પ્રખ્યાત સ્ત્રી તસ્કરી કરનારો શાહજી નામનો માણસ એ દિવસે એનાં ઘરે આવેલો. પછી તે મહિલા નું મોત, ને નોકરાણી ની સાથે પુત્ર નું ભાગી જવું. એ નવાઈ વાત હતી." વળી પોલીસ ને હત્યા માં શાહજી નો હાથ છે. પણ એ આ બધી કેસ ની થિયરી છે. પણ હજી પોલીસ આ થિયરી ફાઈલ પર જ છે. તે થિયરી સાચી કે ખોટી સાબિત નથી કરી શકયા. મેજર રામ બોલ્યા.

મેજરે પૂછયું કે આ ઘટના કયાં બની?

ગોવામાં, મેજર રામ બોલ્યા.મારો ભત્રીજો ગોવા માં એસ.પી. છે. મને એવું લાગે છે તું આ કેસ સોલ્વ કરી શકીશ.

મેજર કહ્યું કે આઇ ટ્રાય માય બેસ્ટ. હા, એસ.પી. નું નામ શું છે?

મેજર રામે કહ્યું કે, એસ.પી. રાઘવ.

બધાં પત્તાં રમીને પોતાના ઘરે જવા નીકળ્યાં ને મેજર નાગપાલ પોલીસ સ્ટેશન જઈ પહોંચ્યા. ઈ.રાણા એ તેમને આવકારી ને તે છોકરી ની તબિયત વિશે પૂછયું.

તેની તબિયત વિશે જણાવીને કહ્યું કે તેનું નામ ટીના છે, મેજર નાગપાલ બોલ્યા.

આખરે તે બોલી ખરી. તેને પોતાના વિશે શું શું જણાવ્યું? ઈ.રાણા ઉત્સાહિત થઈ ને બોલ્યાં.

એ તો હજીયે બોલતી જ નથી.પણ મોહને વાત કરવા ની આસાની રહે એટલા માટે જ આ નામ આપ્યું છે, મેજરે કહ્યું.

ઈ.રાણા બોલ્યાં કે, ઓ.કે. કંઈ કામ હતું મેજર કે એમ જ આ બાજુ આવ્યાં છો.

મેજર કહ્યું કે હા, કામે જ આવ્યો છું. પણ એ પહેલાં કહો કે ટોમી પાસેથી કંઈ જાણવા મળ્યું.

ઈ.રાણા કહ્યું કે ના મેજર, ઘણાં પ્રયત્ન કર્યા, ઘણો ઠમઠર્યો તેને પણ તે કંઈ બોલતો જ નથી. ખબરી પાસેથી જાણવા એટલું મળ્યું કે તે થોડાં દિવસ પહેલા જ ગોવા થી ભાગી ને આવેલો છે. કદાચ તે કોઇ ની હત્યામાં સંડવાયેલો પણ છે. મને તો આ ટોમી ને ટીના બંને એક સરખા જ લાગે છે.

મેજરે આશ્ચર્ય થી એની સામે જોયું. તરતજ ઈ.રાણા બોલ્યા કે અરે, એટલા માટે બોલ્યો કારણ કે બંને જણા બોલતાં જ નથી. ખરેખર તે બહેરા તો નથી ને. મને તો એવું જ લાગે છે.

શું હું ટોમી જોડે વાત કરી શકું? મેજરે કહ્યું.

ઈ રાણા પહેલાં તો આશ્ચર્ય થી મેજર ને જોઈ રહ્યા. હા પાડી ને કહ્યું કે નાગપાલ તું મારો બાળપણ નો મિત્ર છે એટલે ના નથી કહેતો.

મેજર બોલ્યા કે રાણા ચિંતા ના કર.પણ મારે તેની સાથે એકલા જ વાત કરવી છે.ડોન્ટ વરી

ઈ.રાણા એ કોન્સ્ટેબલ ને ટોમી કયાં છે તે બતાવવાનું કહ્યું, ને મેજર ને કહ્યું કે સાવચેતી થી વાત કરજે. કદાચ જો તે રીઢો ગુનેગાર પણ હોઈ શકે.આમ કહી ને પોતાના કામે વળગ્યા.

મેજર ટોમી ની જગ્યાએ જઈને પહેલાં તો નજરથી જ તેનો કયાસ કાઢ્યો.

* * *
ટોમી ની પાંચ- આઠ ની હાઈટ, 42 કીલો માંડ વજન, આંખો પર થી માંખ ઉડાડી ના શકે એવો માંયકાગલો હતો. જોનાર ને એવું જ લાગે કે આ પોતાની માતાનો ખૂની કેવી રીતે હોઈ શકે, સ્ત્રી તસ્કરી કરે એવો પણ નહોતો લાગતો.

ટોમી એ તેની સામે ધૃણા થી જોયું. મેજરે પહેલાં સવાલે જ ધડાકો કર્યો કે તું તારી પ્રેમિકા સાથે ભાગીને ગોવા થી આવેલો છે ને?

ટોમી નવાઈ ભરી નજરોથી મેજર ને જોવા લાગ્યો. પણ બોલ્યો કંઈ જ નહીં.

મેજરે તેને પૂછયું કે તું મને તારા વિશે જણાવ. હું તને તારી પ્રેમિકાને શોધવામાં મદદ કરીશ. તું શાહજી ને ઓળખે છે. તે તને કયારેય મળેલો. તું તેના સ્ત્રી તસ્કરી ના ધંધામાં સાથીદાર છે.

ટોમી ફકત તેમને જોઈજ રહ્યો. મેજરે યેનકેન પ્રકારે પ્રયત્ન કર્યા પણ ટોમી ને બોલાવી ના શકયા. આખરે તેમણે ધડાકો કરતાં કહ્યું કે તે તારી માતાને મારી નાખી છે ને.

ટોમી બરાડી ઉઠ્યો કે ના મેં મારી માતા ને નથી મારી નાખી. અને તે મારી માતા પણ નથી. તે તો મારી આન્ટ છે. અને હું તેને બહુ નફરત કરું છું. એમ બોલીને તે ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગ્યો.

મેજર તેને રોતો છોડી ને રૂમમાં થી બહાર નીકળી ગયા. ઈ.રાણા જોડે આવી ને બેઠા.

ઈ. રાણા એ પૂછયું કે શું થયું ?

બોલ્યો તો ખરો પણ હાલ તારા માટે એ બધું જાણવું કંઈ કામ નથી. પણ હાલ તે બહુ જ દુઃખી છે, મેજર કહ્યું.

ઓ.કે. પણ એક મુસીબત છે કે કાલે ટોમી ને કોર્ટમાં હાજર કરવાનો છે. એક પણ કેસ તેના વિરુદ્ધ નથી તો તે આસાનીથી છૂટી જશે, ઈ.રાણા બોલ્યા.

એમ કરને તેના પર હાલ પુરતો હત્યાનો કેસ લગાવી દે. રાણા કદાચ ભગવાન કરે ને તો તે સાબિત થઈ જશે, મેજર બોલ્યાં. અરે, હા મારે કમિશનર જોડે વાત કરવી છે.

ઈ.રાણા એ નંબર લગાવી ને મેજર ને આપ્યો.

મેજરે ફોન પર કમિશનર ની ખબર અંતર પૂછીને કહ્યું કે સર, આ ટોમી વાળો કેસ મને હેન્ડલ કરવા દો.

કમિશનર હા પાડી ને કહ્યું કે પણ આ કેસ ની કંઈપણ માહિતી સીધી મને જ આપજો. હા, કંઈ મદદ ની જરૂર હોય તો ઈ.રાણા ની મદદ લઇ લેજો.

મેજરે હા પાડી ને ફોન મૂક્યો. ઈ.રાણા ને પૂછયું કે ગોવામાં કોઈ ઓળખાણ છે. અંડરવર્લ્ડ ને પોલીસ માં બંને જગ્યાએ.

ઈ.રાણા એ હા પાડી ને એડ્રેસ આપ્યાં ને ફોન કરી ને તમને મદદ કરવાનું કહી દેશે. કોણ ગોવા જવાનું છે એ કહો એટલે એનાં વિશે ની માહિતી આપી દઈશ.

મોહન ગોવા જશે .મેજરે એટલું કહીને ઈ.રાણા ની વિદાય લઈ ને ઘરે આવ્યાં.

મેજરે મોહન ને બોલાવી ને ટીના વિશે પૂછયું.

મોહન કહ્યું કે સવાર ના જેમ જ છે

મેજરે કહ્યું કે મોહન ગોવા જવાની ફલાઈટ ની ટિકિટ બુક કરાવી લે.તારી રહેવા ની સગવડ થઈ ગઈ છે.

મોહન ને મેજર ની કામ કરવાની, કોઈપણ વાત ને ચોકસાઇ કરાવવાની આદત ખબર હતી. તેથી બીજું કંઈપણ વિચારયા વગર મોહને હા પાડી ને પૂછયું કે ત્યાં મારે જઈને શું કરવાનું છે?

ત્યાં તારે ટોમી ના કેસ વિશે માહિતી મેળવવા ની છે. તેનું સત્ય શોધવાનું ને ટીના વિશે ની, શાહજી વિશે ની માહિતી મેળવવાની છે, મેજરે કહ્યું.

મોહન બોલ્યો કે ટીના વિશે ની? તે ગોવા ની છે. ને આ શાહજી કોણ છે?

હા, કદાચ. આ શાહજી કોણ તે તો મને પણ ખબર નથી. એટલે જ તો તેના વિશે ની માહિતી મેળવવા ની છે. જયાં સુધી મારી પાસે ની માહિતી માં તો તે સ્ત્રી તસ્કરી માં સંડવાયેલો છે. પણ તેનો કાળો ચિટ્ઠો ઘણો લાંબો છે. ને તે જ તો શોધવાનો છે. હા, કંઈ વધારે તપાસ ની જરૂર લાગે તો એસ.પી. રાઘવ ને મળજે, મેજરે કહ્યું.

આ હત્યા કોણે કરી, શાહજી કે ટોમી એ?
મોહન ને શાહજી વિશે ની માહિતી મળશે?
ટોમી ને ટીના ની વચ્ચે સંબંધ છે ખરો?

જાણવા માટે મને ફોલો કરતાં રહો.

વાર્તા ગમે તો કોમેન્ટ અવશ્ય કરજો.