Major Nagpal - 8 books and stories free download online pdf in Gujarati

મેજર નાગપાલ - 8



મેજરે રાઘવ ને આઈ.જી.પી. કમલનાથ નો નંબર મોકલવાનું કહીને ફોન મૂકયો.

વિલિયમ ની હત્યા કેમ, કેવી રીતે થઈ અને કોણ એની પાછળ? વિચાર કરતાં મગજ ચકરાવે ચડી ગયું. આખરે મેજરે ટોમીની એકવાર મુલાકાત લેવી જ પડશે એમ વિચારી ઊંઘી ગયા.

સવારમાં જ ઈ.રાણા મેજરને પોલીસ સ્ટેશનમાં જોઈ નવાઇ પામ્યા. ના રહેવાતા પૂછી લીધું કે "કેમ મેજર? એવરીથીન્ગ ઈઝ ઓ.કે."

મેજરે કહ્યું કે "હા, કેમ મારા લંગોટીયા મિત્ર ને મળવા ના આવી શકું?"

ઈ.રાણા બોલ્યા કે "કેમ નહીં? પણ કયારેય નહીં ને એટલે આજે જોઈને નવાઈ લાગી."

મેજરે કહ્યું કે, "મારે ટોમી જોડે વાત કરવી છે. એટલે જ આવ્યો છું. તો મળી શકું."

"કેમ નહીં" કહીને રાણા ઊભા થયા.

મેજર તરતજ બોલ્યા કે "મારે એકલાએ વાત કરવી છે."

"સ્યોર" કહીને ઈ.રાણાએ મેજરને પરવાનગી આપી.

મેજરે ટોમીની કોટડીમાં ગયાં ને કહ્યું કે," જો ટોમી તું ખોટો હત્યા ના કેસમાં ફસાયો છે. એ મને ખબર છે. છૂટવા માંગતો હોય તો મને બધી વાત કર. તારી, તારી સાથે ભાગેલી છોકરી વિગેરે વિશે."

ટોમીએ મેજરની સામે ધૃણાભરી રીતે જોયા કર્યું.

આખરે મેજરે બોલ્યા કે, " તારા મૌન ની કિંમત ખબર છે તને. ઈ.રાણા તને હત્યાના કેસમાં સંડોવીને આરોપી સાબિત કરીને મૃત્યૃદંડની સજા અપાવી દેશે."

ટોમીનો જવાબ ના મળતાં મેજરે પૂછયું કે,
" બીજું કંઈ ના કહેવું હોય તો કંઈ નહીં પણ એટલું તો કહીશ ને કે કિલોપેટ્રિયા કયાં છે?"

ટોમી સજળ આંખે એટલું જ બોલ્યો કે,
" બોમ્બે-મીરાં રોડ"

ઓ.કે. કહીને મેજર પોલીસ સ્ટેશનથી બહાર નીકળ્યા ને ઘરે પહોંચ્યા.

એટલામાં જ ફોનની રીન્ગ વાગી ને મેજરે ફોન ઉપાડયો ત્યાં એક લેડીઝ નો અવાજ સાંભળ્યો કે "તમે મેજર નાગપાલ છો?"

મેજરે કહ્યું કે, "હા, તમે કોણ?"

એ છોકરી બોલી કે, " તમારાં ઘરમાં રહેલી છોકરીને અમારે હવાલે કરી દો."

મેજર બોલી ઉઠયા કે, "હું ના પાડું તો. એની વે, એ છોકરી નું નામ શું છે?"

બીજી સાઈડ પર રહેલી છોકરી બોલી કે,
" સ્માર્ટનેસ રહેવા દો, મેજર. એ છોકરી જો અમારા હવાલે ના કરી તો પછી તમને પડતી દરેક તકલીફો ના જવાબદાર તમે હશો?"

મેજર હસતાં હસતાં બોલ્યા કે, " મેમ તકલીફો સાથે મારો પુરાનો નાતો છે. પણ મારા લીધે તમને યા તમારા બોસને પડતી તકલીફો માટે સોરી. બાય ધ વે, તમારું નામ શું? અને તમારા બોસનું નામ શું?"

છોકરી બોલી ઊઠયા કે, " મેજર તમે ઓવર સ્માર્ટ થઈ રહ્યા છો."

મેજર ગંભીર થઈને કહ્યું કે "ના, આ ઓવર સ્માર્ટનેસ નથી. આ તો તમને શોધીને તમારા બોસના ગુસ્સાથી બચાવવા માટે પૂછી રહ્યો છું. પણ તમે જવાબ ના આપ્યો. બોસ કોણ એટલું તો કહો? શાહજી કે કિલોપેટ્રિયા?"

છોકરી એ ધડામ કરીને ફોન મૂકી દીધો. મેજર હસવા લાગ્યા, ત્યાં જ મોહન આવ્યો ને આશ્ચર્ય થી મેજર ને જોઈ રહ્યો.

ના રહેવાતા મોહને પૂછ્યું કે," શું થયું?"

"કંઈ નહીં, સસલાં ને દાંત આવી ગયા છે." મેજર બોલ્યા.

મોહન પૂછ્યું કે," હું સમજયો નહીં"

મેજર બોલ્યા કે," તને ખબર છે ને કેટલાય સમય પછી કોઈ ની સામે બાથ ભીડવા મળશે.
એક કામ કર તું ટેલિફોન એકસચેન્જ માં જઈને હાલ ફોન કોનો આવ્યો? ને કયાંથી? તપાસ કરી આવ."

મોહન તપાસ કરવા ગયો ને મેજરે આઈ.જી.પી. કમલનાથ ને ફોન લગાડયો.

મેજર બોલ્યાં કે, "હેલો સર, હું મેજર નાગપાલ બોલું છું. શું તમે આઈ.જી.પી. કમલનાથ બોલો છો?

સામેથી જવાબ આપ્યો કે, "હા, હું કમલનાથ છું. બોલો"

મેજર બોલ્યા કે, "મારા વિશે તમને એસ.પી. રાઘવે વાત કરી હશે."

"હા, પણ તમે એ જ મેજર નાગપાલ છો જેના કારગિલ બોર્ડર પર બોમ્બ વિસ્ફોટ માં બધાં સૈનિકો ને બચાવ્યા હતાં. એના લીધે પગ કાપવો પડયો હતો." કમલનાથ બોલ્યા.

"હા, હું એ જ છું. પણ મારા વિશે આટલી બધી ખબર. હું તો તમને ઓળખતો પણ નથી." મેજર બોલ્યા

"સર, તમને યાદ હોય તો એક દેહરાદુન માં પંદર દિવસ ઓર્ગેનાઈઝ કરેલો તેમાં તમે ને મેજર સહાય કેપ્ટન હતા ને સૈનિકો વિશે ની માહિતી ને ટ્રેનિંગ આપેલી. ત્યારબાદ હું પોલીસ માં ભરતી થયો. આ દેશસેવા કરવા મળી તેના માટે તમે તો મારી પ્રેરણા છો, સર."કમલનાથ બોલ્યા.

મેજર બોલ્યા કે, ગુડ આઈ.જી.પી. કમલનાથ એન્ડ થેન્ક યુ "

કમલનાથ બોલ્યા, "બોલો સર, હું તમારી શું સેવા કરી શકું?"

મેજરે પૂછ્યું કે, "મારે વિલિયમ ની હત્યા કેવી રીતે થઈ? તે જાણવું છે."

કમલનાથ બોલ્યા કે, "સર તેની તપાસ ચાલુ છે. તપાસ પુરી થાય પછી જણાવું."

મેજર બોલ્યા કે, "ઓ.કે. મને કિલોપેટ્રિયા વિશે માહિતી મળી શકશે."

કમલનાથ બોલ્યા કે, "કિલોપેટ્રિયા એક કોલગર્લ હતી. હવે એને મીરાં રોડ પર સેન્ટર બનાવી દીધું છે. વિલિયમ ની થયેલી હત્યામાં તેનું નામ શંકાસ્પદ છે. તમને એના વિશે કેમ માહિતી જોઈએ છે?"

"હમમમ" મેજર બોલ્યા.બધી વાત કરી.

કમલનાથ બોલ્યા કે, "સર મારું એક સઝેશન છે કે તમે અહીં આવી જાવ. રૂબરૂ માહિતી વધારે આપી શકીશ. મે બી આપણી વચ્ચે થયેલી વાત ખબર પડી જાય."

મેજર બોલ્યા કે, "ઓ.કે. બહુ જલદી આપણે મળીએ." કહીને ફોન મૂકયો.

એટલામાં મોહન આવ્યો અને બોલ્યો કે, "સર આવેલો ફોન બોમ્બે મીરાં રોડથી આવેલો. ફોન કરનાર નું નામ ખબર નથી પડી પણ જયાંથી ફોન આવેલો તે કોઈક 'બ્યુટી સેન્ટર' છે."

મેજરે કહ્યું કે, "મારી માટે બોમ્બે ફલાઈટ ની ટિકિટ બુક કરી દે. મોહન"

મોહન બોલ્યો કે, "હું જઈ આવું. એકદમ જ કેમ બોમ્બે?"

મેજર બોલ્યા કે, "ના મોહન, મને લાગે છે કે ટીના ને ટોમી બંનેનું કનેક્શન બોમ્બે થી જ છે. ત્યાં જ મને એમના વિશે જાણવા મળશે. વળી, જેને મને ધમકી આપનારની રૂબરૂ મુલાકાત પણ કરવી છે. તું અહીં નું ધ્યાન રાખજે. કંઈપણ હોયતો ઈ.રાણાની મદદ લેજે. હું વાત કરી દઈશ."

"સારું" કહીને મોહને ટીકીટ બુક કરી દીધી. મેજરને કહ્યું કે, "સવારે પાંચ વાગ્યા ની ફલાઈટ છે."

"ઓ.કે." કહીને મેજર બોલ્યા કે "એક બીજું પણ કામ કર મારી માટે દિલ્હી જતી ટ્રેન ની ટિકિટ પણ બુક કરી દે."

મોહને તે પણ કરી દીધું.

પછી મેજરે ઈ.રાણા ને ફોન કર્યો કે, " રાણા હું કાલ સવારે બોમ્બે જાવ છું. તું એક તારો ઓળખીતો બોડીગાર્ડ પણ મારા ઘરે મુકી દે. મોહનના કોન્ટેક્ટ માં રહેજે."

ઈ.રાણા બોલ્યા કે, "બોડીગાર્ડ શું કામ? ગોવિંદ છે ને."

મેજર બોલ્યા કે, "મને ભીતિ છે કે હું હાજર ના હોવ તો શાહજી કે તેના માણસો વધારે ભેગા થઈ ને આવી જાય તો."

"સારું, તારું ધ્યાન રાખજે." કહીને રાણાએ ફોન મુકયો.

મેજરે જવાની તૈયારી કરવા ઊભા થયા ત્યાં યાદ આવ્યું કે એક વાર ટીના જોડે વાત પણ કરવી પડશે. કદાચ તે બધું કહી દે.



મેજર બોમ્બે જાય છે સાંભળીને ટીના નું રિએક્શન કેવું હશે?
શું ટીના કહેશે ખરી?
મેજર ને ધમકી આપનાર કોણ હશે? તે મારા જર ને મળશે ખરી?
મેજરે કેમ ટ્રેન ને પ્લેન બંન્નેની ટિકિટો કરાવી?
જાણવા માટે ફોલો કરતાં રહો.

કોમેન્ટ અવશ્ય કરજો.