Major Nagpal - 5 in Gujarati Detective stories by Mittal Shah books and stories PDF | મેજર નાગપાલ - 5

મેજર નાગપાલ - 5તે મને કેમ રોકયો? પેલી છોકરી ને આટલાં બધાં ભેગા થઈ ને આપણે બચાવી લેત. મોહન બરાડી ઉઠયો.

બચાવી ને તું શું કરત? તારો ને બધાં ના જીવ જોખમમાં મૂકતો. પછી તું જીવે જ નહીં તો તારા પરિવાર ની જીદંગી ખરાબ થઈ જાત સમજયો. છગન ઉદાસ મન થી બોલ્યો.
તને ખબર છે આ બધું જોઈને મને પણ નથી ગમતું પણ થાય શું? આપણો પણ પરિવાર હોય કે નહીં.

મોહન શાંત થઇ ગયો ને પોતાની ઉતાવળ પર અફસોસ થયો ને છગન ની માફી માંગી ને કહ્યું કે આ છોકરી કોણ હતી? તે માણસે તેને પકડીને કયાં લઈ ગયો.

છોકરી વિશે ની તો ખબર નથી પણ તેને કયાં લઈ ગયા એ ખબર છે. અહીં આવતી દરેક છોકરી સાથે પહેલાં શાહજી ને પછી ત્યારે નો ખાસ માણસ શમ્મી સાથે રાત ગુજારવી પડે છે, છગન બોલ્યો.

મોહને પૂછ્યું, તેની મરજી ના હોય તો પણ? ને આમ કોઈ ની જીદંગી બરબાદ કેમ કરી શકાય?

અહીં આવેલી દરેક સ્ત્રી ની જીદંગી બરબાદ નહીં પણ નરક કરતાં પણ બદતર કરવામાં આવે છે. શાહજી ને શમ્મી દરેક સ્ત્રી ને કોલગર્લ બનાવે ને જે વિરોધ કરે તેને બીજા દેશોમાં અમીરો ને વહેચી દેવામાં આવે, છગન બોલ્યો.

આપણે પોલીસ ને જાણ કરી દઈએ તો? મોહને પૂછયું.

અહીં થી પોલીસ ને તો હપ્તા મળે છે. આપણાં નામ ની ખબર પડે તો પરિવાર ને પણ મારી નાખતાં આ લોકો વાર નથી કરતાં, છગને જવાબ આપ્યો. એટલે જ કહું છું દોસ્ત શાંત થઇ જા.

મોહન ને છગન ઉદાસ મનથી છૂટા પડ્યા. મોહન ના મનમાં ઉચાટ લઈને એસ.પી. રાઘવ ને મળવા ગયો. તેને બનેલી ઘટના ની વાત કરી ને કહ્યું કે, તમે આમાં કોઈ એકશન ના લઈ શકો?

રાઘવ બોલ્યો કે લઈ તો શકું પણ હાલ આપણે જે કામ કરવા માગીએ છીએ તે ના થાય. છગન ની વાત સાચી છે માટે મોહન તું વ્યથિત ના થા. હાલ તું ત્યાં ચાલતા ગોરખધંધા ની માહિતી મેળવ પછી જોઈશું કરવું શું છે ?

મોહન રાઘવ ની વાત માનીને રૂમ પર ગયો. મેજર ને બધી વાત કરી.

બીજા દિવસે ફેકટરીમાં શમ્મી નો માણસ મોહન ને બોલાવી કહ્યું કે કાલે તે શું દેખી લીધું હતું?

મોહને ના પાડી તો સાચેજ! તેમ બોલી ને તેને માપતો હોય તેમ તેને બે મિનિટ જોઈ રહ્યો પછી બોલ્યો કે એક જ્ગ્યાએ માલની ડીલીવરી કરવાની છે તે તું કરી આવ.

મોહને હા પાડી તો વધારે પરીક્ષા કરવા માટે તેને કહ્યું કે,આમાં ડ્રગ્સ છે તો ગભરાતો નહીં. જા સપ્લાય કરી આવ.

મોહન ચૂપચાપ સપ્લાય કરી આવ્યો. દિવસ વીતી ગયો ને મોહને મેજર ને બધી વાત કરી.

મેજરે વિચાર કરી ને પાછા આવી જવાનું કહ્યું. રાઘવ ને જગ્ગુ જોડે મારી વાત કરાવી દેજે.

* * *
પછીના દિવસે મોહન એસ.પી. રાઘવ ના જગ્ગુ ખબરી ને બધી વાત જણાવી.

મેજરે રાઘવ ને જગ્ગુ ને જે ઈન્ફ્રમેશન મળે તો પોતાના નંબર આપી ને જણાવા નું કહ્યું.

મોહને જયાં તેણે ડ્રગ્સ સપ્લાય કર્યો હતો તેનું એડ્રેસ એસ.પી.રાઘવ ને આપ્યું. ને પાછો આવવા નીકળ્યો.

* * *
મોહન નાગપુર આવી ને ટીના ને મળ્યો ને તબિયત વિશે પૂછી. મેજર ને મળવા ગયો સર, એક વાત આ કેસ ના રિલેટડ છે. કેથરીન ની હત્યા ભલે ટોમી કે શાહજી ગમે તેને કરી હોય પણ એનું કારણ કોઈ છોકરી છે. મને લાગે છે કે તે છોકરી આ ટીના છે.

હમમમ, તને કેમ એવું લાગે છે. તે વધારે તપાસ કરી હતી. મેજરે પૂછયું.

વધારે માહિતી મેળવું એ પહેલાં આ બધું બની ગયું. હા કેથરીન ના પાડોશીઓ માંથી કોઇએ પણ પહેલાં આ છોકરી જોઈ નહોતી. ચાર-પાંચ મહિના પહેલાં જ તે ત્યાં રહેવા આવી હતી ને કયાંથી આવી એ કોઈને ખબર નથી. ટીના કેથરીન ના ઘરે આવ્યા પછી જ શાહજી વારંવાર ઘરે આવતો હતો. શાહજી આવે ત્યારે તેને રૂમમાં પૂરી દેવામાં આવતી હતી. ટીના તો કોઈ પાડોશી જોડે વાત નહોતી કરતી. એટલે જ મને લાગે છે અને તે સાંભળી શકતી નથી. મોહને કહ્યું.

મેજરે કહ્યું કે તે બહેરી તો નથી જ. મને એવું લાગે છે કે તે નાટક કરે છે. સારું તું આરામ કર.

એવામાં ફોન ની રીગ આવતાં મેજરે ફોન ઉપાડયો તો સામે થી રાણા બોલ્યા કે નાગપાલ તે મને ટોમી વિશે ની,તેના પરિવાર ની માહિતી મેળવવા ની કહી હતી તે મળી ગઈ છે.

સરસ, મેજર બોલ્યા.

કાલે તારે ત્યાં ડીનર પર મળીએ ને તેના વિશે વાત કરીએ નાગપાલ, ઈ.રાણા એવું કહ્યું.

મોસ્ટ વેલકમ, રાણા. મેજરે બોલી ને ગુડ નાઈટ વિશ કરીને ફોન મૂક્યો.

* * *
સવારે નાસ્તો કરીને મેજરે રાધાબેન ને બોલાવી ને કહ્યું કે ઈ.રાણા રાત્રે ડીનર પર આવવાનાં છે. તો તેને ભાવતું મેનુ બનાવજો.

ઈન્સ્પેક્ટર નું નામ સાંભળીને ટીના ડરી ગઇ ને મોહન ને સામે જોયું તો મોહન બોલ્યો કે, ઈ.રાણા ને સર તો બાળપણ ના મિત્રો છે. તે અવારનવાર ડીનર પર આવે છે.

મોહન ની વાત સાંભળી ટીના માની તો લીધું પણ તેની આંખો માં ભય યથાવત હતો.
મોહન સ્ટડી રૂમમાં જઈને કેસ સ્ટડીઝ કરવા લાગ્યો.

આવો રાણા સર, બહુ દિવસે ડીનર પર આવ્યા, સાંજે ઈ.રાણા ડીનર કરવા બેઠા ત્યારે રાધાબેન બોલ્યા.

ઈ.રાણા જવાબ આપતાં કહ્યું, હા રાધાબેન તમારી ભાભી પિયર ગઈ છે એટલે જ તો તમારા હાથ ની રસોઈ જમવા ડીનર પર આવી ગયો.

ડીનર પુરુ કરીને રાણા ટીના ને મળ્યાં ને તબિયત વિશે પૂછીને મેજર ને ઈ.રાણા સ્ટડી રૂમમાં જઈ બેઠા.

મોહન રાધાબેન ને મદદ કરતો હતો ત્યાં જ તેને એવું લાગ્યું કે કોઈ બારી માંથી જોઈ રહ્યું છે. પહેલાં તો થયું કે માંગનાર હશે. રાધાબેન ને પૂછી વધેલી રસોઇ આપી દઉં વિચારી ને રસોડામાં જતો હતો ત્યાં જ તે માણસ ની હરકતો થી વિચારમાં પડયો. મોહન જોવા ગયો તો તેને પાસે આવતો જોઈ તે દોડયો. એવો તો તે દોડયો કે મોહન પણ પકડી ના શકયો.

મેજર ને રાણા સરે પહેલાં તો ઔપચારિક
વાતો કરતાં હતાં ત્યાં જ મોહન સ્ટડી રૂમમાં આવીને મેજર ને બધી વાત કરી.

વાત સાંભળીને રાણા એ પૂછયું કે તે ટીના ને શોધતો તો નહોતો ને ?

મોહન બોલ્યો કે મને પણ એવું જ લાગે છે કારણકે તે વારેઘડીએ ઘરમાં ચારે બાજુ જોતો હતો. જાણે તે અંદર આવવા માટે ની તક શોધતો હોય એવું લાગતું હતું. પહેલાં તો સમજ ના પડી પણ તે દોડયો એટલે ખબર પડી રાણા સર.

મેજર સારું કહી ને તેને ત્યાં થી જવાનો ઈશારો કરતાં મોહન જતો રહ્યો. પછી મેજરે રાણા ને પૂછ્યું કે, કાલે જે માહિતી તને મળી ગઈ એ મને કહે રાણા. ટોમી એ માહિતી આપી ખરી.

હા, મેજર. આપી તો છે પણ ટીના વિશે ની નથી મળી. ટીના નો ફોટો જોઈને તેણે જાણે પોતાનું મોઢું સીવી દીધું હોય તેમ ચૂપ થઈ જાય છે. ઈ.રાણા બોલ્યા.

તે માણસ કોણ હશે? શું તે ખરેખર ટીના ને શોધતો આવ્યો હતો?
ટોમી એ શું માહિતી આપી?
મેજર કેવી રીતે કેસ સોલ્વ કરશે?
જાણવા માટે ફોલો કરતાં રહો મને.

કોમેન્ટ અવશ્ય કરજો.


Rate & Review

Bhimji

Bhimji 2 years ago

SMIT PATEL

SMIT PATEL 2 years ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 2 years ago

Rajiv

Rajiv 2 years ago

Parash Dhulia

Parash Dhulia 2 years ago