Major Nagpal - 7 books and stories free download online pdf in Gujarati

મેજર નાગપાલ - 7





સવાર ના જ ફોન કરીને ઈ.રાણા એ આખી ઘટના મેજર નાગપાલ ને જણાવી રહ્યા હતા.

એવામાં ત્યાં જ રાજન સેલ્યુટ મારી તેમની સામે ઊભો રહ્યો. રાણા એ મેજર સાથે વાત પૂરી કરી ને કહ્યું કે, "રાજન વન્સ અગેઇન કોન્ગ્રેચ્યુલેશન. પેન્ડા લાવ્યો છે ને તું."

"હા સર, પણ પહેલાં મારે તમને ગઇકાલ વિશે ની વાત કરવી છે."રાજન બોલ્યો.

રાણા એ કહ્યું કે "ચિંતા ના કરો. બને કયારેક એવું. આખરે પોલીસ માણસ જ છે ને."

રાજન બોલ્યો કે, "સર મારી આ વાત ગઈકાલે બનેલી ઘટના થી રિલેટડ છે. પણ તે મારી સાથે હોસ્પિટલમાં બનેલી છે."

રાણા એ આંખોમાં આશ્ચર્ય આવી ગયું ને પૂછયું "શું થયું તું હોસ્પિટલમાં?"

રાજને ગઈરાતે હોસ્પિટલમાં બનેલી ઘટના વિશે જણાવ્યું. રાણા તો સ્તબ્ધ થઇ ગયા.

એમનું તો મગજ ચકરાવે ચડયું કે તે માણસો એક પુલીસકર્મીને, તેના પરિવાર સુધી પહોંચી ગયા.

ખતરનાક છે આ લોકો ને તેમનાથી સાવધાન રહેવું પડશે, એમ વિચારી ને રાજન ને કહ્યું કે " રાજન તારી વાઈફ ને ડોટર, માતા-પિતાને ગામડે મોકલી દે. હા ત્યાં જે પોલીસ સ્ટેશન નજીક હોય ત્યાં તું એમનું ધ્યાન રાખવાનું કહી દે. એ વ્યવસ્થા વહેલા માં વહેલી તકે કરી દે."

તરતજ પેલા બે કોન્સ્ટેબલ ને બોલાવી ને પૂછયું કે "શું પ્રોગ્રેસ?"

"સર, વધારે તો કંઈ નહીં પણ તેમને મોકલનાર બોસ નું નામ શાહજી છે. એટલું જ બોલ્યા છે." એક કોન્સ્ટેબલે જવાબ આપ્યો.

"ટોમી ને કેમ કાઢવા માગતાં હતાં તે કહ્યું?" રાણા એ પૂછયું.

"સર એતો પૈસા લઈ કામ કરનાર છે કયા કારણ થી એ લોકો ટોમીને કાઢવા માગતાં હતાં. એની તેમને પણ ખબર નથી." બીજા કોન્સ્ટેબલે જવાબ આપ્યો.

"સારું તમે બંને જાવ ને તમારું કામ કરો." કહી બંને ને તેમના જગ્યાએ મોકલી ને મેજર ને ફોન કરી બધી જ પરિસ્થિતિ થી માહિતગાર કર્યા.

મેજર મોહનને કેસની વિગતો રેકોર્ડ તૈયાર કરવાનું કહીને કલબમાં ગયાં.

વિગતો વ્યવસ્થિત કરતો હતો ત્યાં મોહનના ધ્યાનમાં એક વાત આવી કે બધી જ વિગતો માં વિલિયમ વિશે તો કોઈ માહિતી જ નથી. હજી સુધી તો કેથરીન ની હત્યા શાહજી કે ટોમી એની જ તપાસ ચાલે છે. કદાચ વિલિયમ પણ શંકાના ઘેરાવામાં આવે તો છે. મેજર જોડે આ વાત કરીશ. વિચાર ને વિચારમાં જ તેને ઊંઘ આવી ગઈ.

* * *
હવે અહીં મેજરના ઘરમાં બે માણસો એ પ્રવેશ કર્યો ત્યારે રાધાબેન શાક લેવા બજારમાં ગયેલા હતાં.

મોહન સ્ટડી રૂમમાંજ આંખ મળી ગયેલી હતી. ઘરમાં કોઈને ના જોઈને બંને બારીમાંથી ઘૂસ્યા. પહેલાં ટીના ના રૂમ શોધીને તેને પકડી લીધી.

ટીના તેમને જોઈને ડરી ગઈ ને તેના લીધે જ ટીના નો અવાજ ના નીકળ્યો. ટીના નું મોઢું બંધ કરીને તે માણસો ઘસડી ને લઈ જવા લાગ્યા. ટીના એ છૂટવા ઘણાં પ્રયત્નો કર્યા પણ તેની એક પણ કારી ફાવી નહીં.

એવામાં જ રાધાબેન બજારમાં થી આવ્યા ને આ જોઈને બૂમાબૂમ કરવા લાગ્યા.

આ બૂમરાણ થી મોહન ઝબકીને ઉઠ્યો. જેવો તે બહાર આવ્યો ત્યાં રાધાબેન એક માણસ ને પકડીને એક હાથે મારી રહ્યા હતા. બીજા હાથથી ટીના ને છોડવવા મથી રહ્યા હતાં. જયારે બીજો માણસ રાધાબેન નો ચોટલો ખેંચી ને પોતાના માણસને છોડવવા મથતો હતો. આ ઝપાઝપી માં ટીના ને ખાસ્સી જગ્યાએ વાગ્યું હતું. ટીના પણ છૂટવાની મથામણ કરી રહી હતી.

મોહને આ બધું જોઈને જે માણસે ટીના ને પકડી હતી તેના માથામાં ફલાવર વાઝ ફટકારી દીધું.

પોતાના માણસને બેભાન થયેલો જોયો ને મોહન ને જોતાં જ બીજો માણસ ભાગી ગયો.

મોહને સૌથી પહેલાં રાધાબેન ને ટીનાને સોફા પર બેસાડયા ને પાણી આપ્યું. પછી મેજર ને ફોન કરી બધી વાત જણાવી. તરતજ મેજર ઘરે આવી ગયા ત્યાં સુધી માં તો મોહને ટીના ને પાટા પીન્ડી કરી દીધી.

મેજરે બંનેને પૂછયું કે "કેવી રીતે થયું?"

ટીના ની કંઈ પૂછવું જ બેકાર હતું. રાધાબેન ની સામે જોયું તો રાધાબેન જે દેખેલુ તે જણાવ્યું. ટીના ને ઘસડેલી હોવાથી તેને મેજરે આરામ કરવાનું કહ્યું.

કંઈક વિચારી ને મેજરે રાણા ને ફોન કર્યો ને કહ્યું કે " રાણા આજે ઘરે જતાં પહેલાં મને મળીને જજે."

રાણા ને ખબર હતી કે એમનેમ મેજરે ફોન નથી કરતો. તેથીજ અધીરાઈ થી પૂછયું કે "એવરીથીન્ગ ઓ.કે. કંઈ થયું છે? હાલ આવી જાવું."

મેજરે કહ્યું કે" રાત્રે વાત કરીએ" કહીને ફોન મૂકી દીધો.

રાત્રે મેજરે રાણા ને સવારે બનેલી ઘટના જણાવી પછી પૂછયું કે" તને શું લાગે છે ,રાણા?"

રાણા એ વિચારી ને બોલ્યાં કે" મારું માને તો એક ઉપાય કહું"

"હા, કેમ નહીં" મેજરે તેમની સામું જોઈને બોલ્યા.

ઈ.રાણાએ કહ્યું કે" હું એક કોન્સ્ટેબલ ને અથવા બોડીગાર્ડ સિક્યુરિટી માટે મુકી દઉં. સેફટી પણ રહેશે ને તું ફ્રી નો ફ્રી."

એટલામાં મોહન વાત સાંભળી બોલી ઉઠયો કે" આજના બનાવ પછી તે વિચારવું પડે ને કે તે ફૂટી ગયો તો?"

રાણા હસીને કહ્યું કે" બોડીગાર્ડ ની ખબર નથી પણ ગોવિંદ એક વફાદાર કોન્સ્ટેબલ છે તો મોહન ચિંતા ના કર."

મેજર બોલ્યા કે "સારું એમ કર"

મોહન બોલ્યો કે"સર, સવારે એક વાત નો મને વિચાર આવ્યો હતો કે આપણે વિલિયમ વિશે તો કંઈ તપાસ જ કરી નથી."

રાણા પણ બોલી ઉઠયાં કે" રાઈટ મોહન, વિલિયમ ને કેથરીન બંને વચ્ચે લીવ ઈન રિલેશન, ધંધામાં ભાગીદારી હતી. આ વાત તો ખરેખર ધ્યાન બહાર રહી ગઈ."

મેજરે શાંતિ થી બોલ્યા કે," પણ મારા ધ્યાનમાં હતી. એના માટે એસ.પી. રાઘવ ને તપાસ કરવાનું કહી દીધું છે. અને રાણા ટીના ની સેફટી માટે કોન્સ્ટેબલ ગોઠવી દેજે."

ઓ.કે. કહી ને રાણા એ વિદાય લીધી. મોહન પોતાના કામે લાગ્યો.

મેજર ખાસ્સા સમય સુધી કેસ વિશે વિચારતા બેસી રહ્યા હતા. કંટાળીને તે ઊભા થયા ત્યાં જ ફોન આવ્યો. ઉપાડી ને મેજર બોલ્યા કે "હેલો!"

સામે ના છેડે એસ.પી.રાઘવ બોલ્યાં કે," મેજર નાગપાલ, હું રાઘવ બોલું છું"

મેજરે ઉત્સાહ પૂર્વક બોલ્યા કે" હા રાઘવ બોલો"

"સર, એક ખરાબ સમાચાર છે." રાઘવ બોલ્યો.

"શું ?" મેજરે પૂછયું.

"સર, જગ્ગુ ખબરી ને છગન ની હત્યા થઈ ગઈ છે" રાઘવે કહ્યું.

"કેવી રીતે ?" મેજરે પૂછયું.

"મોહન ના નાગપુર પાછો આવ્યો પછી શમ્મી ની નજરમાં છગન હતો. એવામાં એક છોકરીને બચાવવા માટે પોલીસને ફોન કરી માહિતી આપી તેમાં છગન પકડાઈ ગયો.

છગન ને ટોર્ચર કરીને જગ્ગુ નું નામ જાણી લીધું. પછી બંનેને મારી નાખ્યા." રાઘવ બોલ્યો.

મેજરે દુઃખી મનથી પૂછ્યું કે" હમમ. બીજા કોઈ સમાચાર?"

"હા, સર વિલિયમ ની પણ હત્યા થઇ ગઇ છે. એ પણ બોમ્બે માં." રાઘવ બોલ્યો.

"બોમ્બે? તે તો દિલ્હીમાં હતો. કેવી રીતે થઈ?" મેજરે પૂછયું.

"એતો ખબર નથી પડી. પણ બોમ્બે માં મારા સિનિયર આઇ.જી.પી. પોસ્ટ પર કમલનાથ છે તેમનો નંબર તમને મોકલું છું. તમે વાત કરશો તો તે મદદ કરશે." રાઘવ બોલ્યો.

મેજર બોલ્યા કે," ઓ.કે. નંબર મોકલ."

વિલિયમ ની હત્યા કેવી રીતે થઈ?
એનો હત્યારો કોણ શાહજી કે ટોમી?
શું કોન્સ્ટેબલ ફૂટી જશે કે નહીં?
આઇ.જી.પી. કમલનાથ મેજર ને મદદ કરશે કે નહીં?
જાણવા માટે ફોલો કરતાં રહો.

કોમેન્ટ અવશ્ય કરજો.