Re jindagi - 15 books and stories free download online pdf in Gujarati

રે જિંદગી !!!! - 15


રે જિંદગી

Season 1

ભાગ 15

આગળના ભાગ મુજબ વિહાન મિશાલીનીને કોઇ વાત કેહવાનો હોય છે...

ગતાંકથી ચાલુ...

" મિશું, મારે તને કંઈક કહેવું છે. " વિહાન ધ્રુજતા અવાજે બોલ્યો.

" શું ?" મિશાલીની પોતાનાં ભાઈ મૃગેશને ડ્રગ્સ લેતો જોઇ ગઈ ત્યારથી થોડી અસ્વસ્થ દેખાતી હતી.

વિહાનને થયું આજે જ બધી મુસીબતનો પાર આવી જાય તો કેટલું સારું. એમ વિચારી ઉતાવળથી એક એવું પગલું ભર્યુ જે આવનારી ક્ષણોને પળવારમાં બદલી શકે એમ હતું. કદાચ વિહાન મિશાલીનીને ખોઇ બેસે એવું થાય, પણ વિહાન એ જોખમ લેવાં તૈયાર હતો કારણ કે એ હવે અસત્યનાં સાગરને સહારે મિશાને પ્રેમ આપવાં જ નોહતો માંગતો. થોડું અટકીને વિહાને હળહળતું સત્ય બોલી નાખ્યું," મિશા મારાં મારી સેક્રેટરી સાથે લગ્નેતર સંબંધ હતા. " વિહાન ના હોઠ હજીય ફફળતાં હતાં.

મિશાલીની ઘડીભર ફાટી આંખે વિહાનને જોઇ જ રહી. એ કંઈ બોલી જ રહી નોહ્તી. મિશાલીનીએ ધીમેથી પુછ્યું," હતાં ને વિહાન !? કે હજીય..." મિશા વાક્ય પુરું ના કરી શકી...

" બિલકુલ નથી અત્યારે મિશા. તારાં સાથે એક જોડાણ થયાં પછી વિચાર્યુ જ નથી મેં કોઇ બીજા વિશે. તને જ્યારથી પ્રેમ કરવાં લાગ્યો મિશા ત્યારથી મારાં પ્રેમની, મારી હકદાર માત્ર તું અને તું જ છે. મિશા પ્લીઝ માફ કરી દે મને. હુ..હું તને ખોવા નથી માંગતો. "

" માણસની આંખો ક્યારેય જુઠું નથી બોલી શકતી વિહાન. અને સત્ય શું છે એ હું તમને કહું." વિહાનનાં ચહેરાં પરનાં આંસુ લૂછીને એ બોલી," હું આ કડવું સત્ય ક્યારનુંય ઘોળીને પી ગઈ છું. મને તમારાં સંબંધ વિશે ખબર હતી. અને નિશિતને પણ કદાચ ખબર છે."

" તને ખબર હતી ?" એની ભ્રમરો ઉંચી કરીને પુછ્યું.

" હા. આપણા સંબંધનું સત્ય છે આ વિહાન. આપણે લગ્નથી જોડાઈ ગયા, તનથી જોડાઈ ગયાં પણ મન... એતો એમનું એમ જ પડી રહ્યું હતું, ઉઝરડાથી ભરેલું, ઘવાઈ ગયેલું અને સાવ તરસ્યું. એક સબંધની શરુઆત મનનાં જોડાણથી થાય છે. તમારે પેલી સાથે સંબંધ તો હતાં પણ માત્ર તનથી હતાં. આપણી જિંદગીએ જ્યારે આપણું જોડાણ કર્યુ ત્યારે તન અને મન બંનેથી કર્યુ. ભલે મોડું હતું પણ સાચું હતું. પ્રેમ મનથી થાય વિહાન. બાકી તનના ઉછકલાં દુનિયામાં ક્યાં છાંનાં રહ્યાં છે." પોતાનાં આંસુ લૂછીને એણે ઉમેર્યું," નવી શરુઆત કરી તો એને નવી રાખો. નાહકના પાછલી જિંદગીના ડાઘ સાથે લઈને ફરો છો તમે. મારાં સાથેના સંબંધ પછી તમે મારાં જ રહ્યાં છો. તમે મારાં પેલા શું કર્યુ એ મને દગો દીધો એમ થોડીને કહેવાય.!"

કઈ જાતની બની હતી મિશાલીની. એક એવી વાત જે કદાચ બંને વચ્ચે દિવાલ સમી ઉભી થઈ જાત એને આ છોકરીએ કેટલી સાહજીકતાથી નિપટાવી લિધી. ના કોઇ શબ્દોની મારામારી ના તો લાગણીને આંચ આવી.

" મિશા, તું એવી રીતે વાત કરે છે જાણે કોઇ નાની વાત કહી દીધી મેં. અને તે એનો ઉકેલ લાવી દીધો." વિહાન વિસ્ફરિત આંખે મિશા સામે જોઇ રહ્યો.

" વિહાન, હું બીજાની જેમ નથી. હું દુનિયાને અલગ નજરથી જોવાં લાગી છું. આમાં ઝગડો કરીને શું કરું? તારો વાંક જ નથી એમાં. તે મને દગો આપ્યો જ નથી એ હકીકત છે. તું પણ સ્વીકારી લે. જેમ મેં સ્વીકારી લિધી હતી. ભુલી જા એ ભુતકાળને નકામું યાદ ના કર. " આટલાં ગંભીર સમયે પણ નાનકડી સ્માઈલ ચહેરા પર લાવી, " મારે બસ તારી સાથે હવે જીવવું છે. બહું સહ્યું છે મેં મારાં દાદાને લીધે. હવે તું બસ તારી મરજી થાય એમ જીવ મારી સાથે. મરતી વખતે હું કહિ શકુંને કે " રે જિંદગી તું બડી કમાલ થી..." અને મિશા ખડખડાટ હસી પડી.

" તારી સાથે હસું કે પસ્તાવામાં રડું યારર..."

" ચલ પાગલ...હસી લે રે જિંદગી ના મિલેગી દોબારા.."

" પણ તોય મને માફ કરજે. તને સમજવામાં ઘણો સમય બગાડી નાખ્યો મેં. "

" વત્સ, જા તને માફ કર્યો. " આશીર્વાદ આપતી હોય એમ ઉભી રહીને એણે કહ્યું.

" જોકે એક વાત તો છે હોકે મિશું. દુનિયાનો સૌથી સૌભાગ્યશાળી માણસ છું હું. તારા જેવી પત્ની તો એવાં ને જ મળે ને. "

" અચ્છાજી " મિશાના સવાલમાં વિહાન એને વળગી પડ્યો. એટલું કડીને ભેટ્યો કે જાણે એ મિશાને વર્ષો પછી મળ્યો હોય.

થોડીવાર રહીને મિશાએ ધીમેથી વિહાનને કાનમાં કહ્યું, " શ્વાસ તો લેવા દે હવે."

અને વિહાને એને છોડી.

" ઘરે જઈશું હવે? રાતના 3 તો થઈ જ ગયા છે. "

" હા ચાલ..."

મિશાલીની અને વિહાન એકબીજાનો હાથ પકડીને બાઇક પાસે પોહ્ચ્યાં. ત્યાં અચાનક વિહાન ઉભો રહી ગયો.

" હવે શું થયું વિહાન?"

અને વિહાને મિશાને જોરથી એના તરફ ખેંચી લે છે.

" વિહાન આ આપણું ઘર નથી. રોડ છે. " વિહાનની બાહોથી નિકળવાનો પ્રયાસ કરતાં મિશા બોલી. પણ વિહાન જવાબ આપવાંના મૂડમાં હતો જ નહિં. એને તો બસ મિશાના હોઠ દેખાતા હતાં. અમદાવાદના રોડ પર રાતના ત્રણ વાગ્યે વિહાન અને મિશાલીની એકબીજા સાથે વ્યસ્ત હતાં. પણ આ રોમાંચક પળોને કોઇ નિહાળી રહ્યું હતું. એણે પોતાનો કેમેરો કાઢયો અને આ ઐતિહાસિક પળોને કેમેરામાં કેદ કરી લીધી. ઉન્માદ અને ઉત્સાહથી એકબીજામા ઓતપ્રોત થયેલાં વિહાન અને મિશાલીનીને જરાય અંદાજો હતો જ નહિં કે કોઇ પાસે એમની આવી તસવીર ગઈ છે.

ક્રમશ...




નોંધ : આ મેં પોતે લખેલી નવલકથા છે. હજી શીખું છું છતાંય મારું જ લખાણ લખું છું.