Baani-Ek Shooter - 38 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 38

બાની- એક શૂટર

ભાગ : ૩૮



"શરતો શું...!! બાની હું બધું જ માનવા તૈયાર છું." એહાને કહ્યું.

"હમ્મ..!! મિસ્ટર એહાન યાદ છે તને પાંચ વર્ષ પહેલા તે શું કહ્યું હતું." મિસ પાહી એટલે કે બાનીએ યાદ અપાવતાં કહ્યું.

" યાદ છે મને બધું...!!" એહાને કહ્યું, " પણ બાની હવે તો હું તને પિછાણી જ ગયો છું તો તું મને મિસ્ટર એહાન કહેવાનું છોડી મૂક. મારી સાથે પ્રેમથી વાત તો કરી જ શકે ને બાની...આય લવ માય બાની!!" એહાને કહ્યું.

બાનીએ એહાનની વાતને ઇગ્નોર કરી અને પોતાની વાતને ચાલુ રાખી, " પહેલી શર્ત એ છે કે આ ચહેરા પાછળનું રાજ હું તને સમય આવવા પર બતાવીશ જો તમે મારી બીજી શર્ત પર અમલ કરી તો.....!!"

"ઓકે. તો બીજી શર્ત શું છે?" એહાને પૂછ્યું.

" બીજી શર્ત એટલી જ કે તારી ઈમાનદારીને થોડી ડગમગાવી પડશે. કારણ એટલું જ કે પાંચ વર્ષ પહેલાં તું તારી ઈમાનદારીના માટે તારી વાત પર અડગ હતો. જેનાથી મને ભારે નુકશાન ઉઠાવવું પડ્યું." બાનીએ કહ્યું.

પછી ધીમે સ્વરે જે પોતાને જ સંભળાય એવી રીતે એકીટશે બાનીએ દીવાલ ભણી જોતાં કહ્યું, " આ પાહી રૂપ ધારણ કરવાનું પણ કારણ તું જ છે કદાચ....!!"

બાનીને તેમ જ એહાનને એ વીતી ગયેલા પાંચ વર્ષો યાદ આવી ગયા......!!

****

પાંચ વર્ષ પહેલાં:

"એહાન....!! મારે જાસ્મિનનાં ખૂનનો બદલો લેવો છે."બાનીએ વિચલીત મને કહ્યું.

"બાની...!! તારી સ્થિતીથી હું વાકેફ છું. તું તારી બેસ્ટ ફ્રેન્ડને ખોઈ ચૂકી છે. તારા દિલ દિમાગ પર એની શું અસર થઈ છે એ હું સારી રીતે જાણું છું." એહાને શાંત સ્વરે ઉત્તર આપ્યો.

"એહાન.... એહાન....!! હું મારી પરિસ્થિતિનું રડવા નથી આવી તારી પાસે...!! મારો જે સવાલ છે એનો ફક્ત જવાબ આપ. મારે મારી જેસ્સના ખૂનનો બદલો લેવો છે." બાનીને ખીજ ચડી.

"બાની...!! એનાથી શું થશે ?? જેસ્સ તને મળી જશે??" એહાને પૂછ્યું.

"જેસ્સી મને ક્યાંથી મળે??" એને તો મને મળવાનું જ ક્યાં હતું. જો ને ફક્ત એ ઍરપોર્ટ પર મને છોડવા આવેલી એટલી જ અમારી આમનેસામને લાસ્ટ મુલાકાત હતી. હું એબ્રોડથી સીધી એને મળવા આવી ત્યાં તો એ મને મળી જ નહીં...!!" બાનીના આંખમાં આંસુ આવી ગયા.

"બાની...!!" એહાન ગુસ્સાથી ચિલાવ્યો, "હું તારા આંસુ જોઈ નથી શકતો." પછી ધીમેથી બાનીના ગાલ સહેલાવતા પ્રેમથી કહ્યું, "પ્લીઝ તું આમાંથી જલ્દી જ નીકળી શકશે...સમય સાથે બધું ! સારું થશે..!"

"ઓહ એહાન....!! મને મારી જાસ્મિનનાં ખૂનનો બદલો લેવો છે." બાનીએ ફરી એ જ વાક્ય ધોહરાવ્યું.

"બાની....!! બચપના છોડી દે. શું જાસ્મિનનાં ખૂનનો બદલો લેવો છે?? તાંરુ લોહી ભલે ઉકળી ઉઠ્યું હોય જાસ્મિનનાં મૌતથી એનો મતલબ એ નહીં કે તું પણ ખૂની બની જાય...!!" એહાને સમજાવ્યું.

"તને શું ફક્ત જેસ્સીનું મૌત થયું છે એ દેખાઈ રહ્યું છે?? એહાન...!! જાસ્મિનનું મર્ડર થયું છે મર્ડર.... એને ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે!!" બાની ઝઝૂમી ઊઠી.

"બાની...!! તો એની શોધખોળ કરવાનું કામ પોલીસના હાથમાં છે. એના ગુનેગારને કાનૂન સજા આપશે. તું નહીં આપી શકે..!!" એહાન સમજાવતો જતો હતો.

"એહાન એ બધું જોઈ લીધું મેં..!! એ ડાયરી સોંપ્યા બાદ જ ઈન્સ્પેક્ટર જૈસ્વાલનું મૌત...!! આ સાજીશ નહીં તો શું છે!! આ ચક્રવ્યૂનો અંત એટલા જલ્દી આવવાનો નથી...!! ના તો એના સુધી પહોંચી વળવા હજુ કોઈ પગલાં લેવાયા છે...!! જેને ડાયરી સોંપાઈ એનો પણ ખાતમો કરવામાં આવ્યો..!! આ બધું ક્યાં સુધી બનતું રહેશે...!!" બાનીએ કહ્યું.

"કંઈ ડાયરી??" એહાને પૂછ્યું.

"જાસ્મિન દ્વારા લિખિત ડાયરી. જેમાં એના ગુનેગારોનો ઉલ્લેખ તો નહીં પણ સંકેત જરૂર આપેલો છે." ક્યારનો ચૂપચાપ બાની અને એહાનનો વાર્તાલાપ સાંભળી રહેલો ટિપેન્દ્રએ વચ્ચે જ ઝંપલાવતા કહ્યું.

"જે પણ હોય પણ બાની તું કાનૂન પર બધું છોડી દે." એહાને મક્કમતાથી કહ્યું.

"એહાન...!! મને મારી જાસ્મિનનાં ખૂનનો બદલો લેવો છે. તું મને સાથ આપી શકશે કે નહીં એટલું ફક્ત કહી દે." બાનીએ અંતિમ પ્રશ્ન પૂછ્યો.

" બાની...!! હું કાયદા કાનૂનમાં માનનારો આદમી છું. કાનૂનની વિરોધ તું કશું કામ કરવા માંગતી હોય તો સોરી હું તારા આ ખોટા કામમાં સાથ આપી શકું નહીં." એહાને મક્કમ મને કહ્યું.

"ઠીક...!!" બાનીએ નાક ફુલાવતા કહ્યું.

"ટિપેન્દ્ર...!! તું બાનીને આડા માર્ગે કેમ લઈ જઈ રહ્યો છે..!?" એહાન ટીપી પર ભડક્યો.

"એ માર્ગ મેં જ ડીસાઈડ કર્યો છે. ટીપીએ નહીં...!! તને પણ હક છે તારો નિર્ણય લેવાનો!!" બાનીએ કહ્યું.

એહાન બાની તરફ વળ્યો. એના બાવડાં પકડતાં કહ્યું, " બાની...!! ઠંડા દિમાગથી વિચાર...!! બદલો લેવાનું એટલે શું?? તું ખૂની છે..!! નું કાયમના માટે કલંક લાગશે તારા માથે...!!" એહાને સમજાવ્યું.

"બાનીએ સમજી વિચારીને જ નિર્ણય લીધો હશે ને...!!" ટિપેન્દ્ર ફરી વચ્ચે પડ્યો.

"બાની તું આ ટિપેન્દ્રના કહેવા પર અંધ ની જેમ બધું માન નહીં. એ તને ખાડામાં નાંખી દેશે...!!" એહાન ચિલાવ્યો.

"તું ટીપીને વચ્ચે કેમ લાવી રહ્યો છે...!!"બાનીએ કહ્યું અને વાત બગડવા લાગી.

"કેમ કે ટીપી તને ઉત્સાવી રહ્યો છે. ટીપીનું પોતાનું પણ આમા લાભ જ હશે એટલે એ તને ગેરમાર્ગે દોરી રહ્યો છે." એહાન ટિપેન્દ્રને ડોળા કાઢતો ગુસ્સેથી કહી રહ્યો હતો.

"એહાન તને ડર છે ને?? કે બાની ખૂની કહેવાશે તો લોકો તારી આબરૂના ધજીયા ઉડાવશે કે એહાને પ્રેમ કર્યો તો એક ખૂની સાથે...!! લો આજે એ રિલેશનશિપ પણ હું થોડી રહી છું. તારા અને મારા વચ્ચે કોઈ પ્રેમસંબંધ પણ હતો એ આજ ઘડીએ પૂર્ણ થાય છે. હું તને ઓળખતી નથી અને તું મને...!!" બાની એક પછી એક નિર્ણયો લેતી જતી હતી.

"બાની ટિપેન્દ્રએ તારું બ્રેન વોશ કરી નાખ્યું છે. આ ધૂર્તૅ આદમીથી દૂર રહે બાની....!! એ તારી જિંદગીને નષ્ટ કરી નાંખશે બાની...!!" એહાન ચિલ્લાવતો રહ્યો.

"મિસ્ટર એહાન શાહ...!! તારો અને મારો સંબંધ અહીં જ પૂરો થાય છે." બાની એટલું કહીને ત્યાંથી જવા લાગી.

"ઠીક છે. મારી પણ વાત કાન ખોલીને સાંભળ...!! જ્યાં સુધી એહાન જીવતો હશે ત્યાં સુધી બાની તારા અને ટિપેન્દ્ર નાં કોઈ પણ પ્લાનને હું કામયાબ થવા નહીં દઉં. આ સોંગદ પણ બાની હું તારી જ લઉં છું. હું તને કોઈ ગેરકાયદેસરનું કામ કરવા નહીં લઉં...!!"

બાનીએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને ત્યાંથી ટિપેન્દ્ર સાથે સડસડાટ નીકળી ગઈ.

"બાની.....!!" એહાન જોરથી ચિલાવ્યો...!!

****

"યાદ છે ને મિસ્ટર એહાન...!! પાંચ વર્ષ પહેલાનું તારું વર્તન..!!" બાનીએ પાંચ વર્ષ પહેલાની એ સ્પષ્ટ યાદોને યાદ અપાવતાં કહ્યું.

"બાની એ બધું જ મને યાદ છે. અને એ પણ એટલું જ સત્ય છે કે હું બાનીને ચાહું છું. પ્રેમ કરું છું." કહીને એહાન બાનીની નજદીક સર્યો.

"મિસ્ટર...!! પાંચ વર્ષ પહેલાની બાની....!! અને આજની બાનીમાં જમીન આસમાનનો ફરક છે. તમે જવાબ મેળવવા માટે આવ્યા હતાં....એ જવાબ મળી ગયો. પાહી જ બાની છે...!! હવે તમે જઈ શકો છો." બાનીએ કહ્યું.

"એ હતું જ પણ બાની મને એક જ જવાબ આપી દે... શું તું મને હજું પણ ચાહે છે??" એહાને ખૂબ જ પ્રેમથી પૂછ્યું.

"ચાહવું....?!!" બાનીએ મિશ્ર લાગણીથી કહ્યું.

"મારું દિલ કહે છે કે તું મને હજું પણ ચાહે છે." એહાન બાનીના વધુ નજદીક ગયો.


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)