love trejedy - 24 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ - 24

હવે આગળ,
દેવ અને ભાવેશ આઇટીઆઈમાં જતા રહે છે જ્યારે કાજલ તેની ફ્રેન્ડ સાથે કૉલેજ માં જતી રહે છે દેવ પણ હવે કાજલ સાથે વાત થવાથી થોડો ખુશ હોય છે. બીજી બાજુ કાજલ પણ દેવ સારો એવો છોકરો છે અને તેની સાથે મિત્રતા થઈ તે પણ તેને ખુશનસીબ સમજે છે .બંને હવે ભણવામાં ધ્યાન આપે છે બેય એકબીજાના વિચાર માંથી બહાર આવે છે કોલેજમાં લેકચર શરૂ થાય છે તો બીજી બાજુ દેવ પણ કાજલને યાદ કર્યા વગર ભણવામાં ધ્યાન આપે છે . ભણવામાં સમય ક્યાં જતો રહે છે ખબર જ નથી પડતી .અને રિશેષ પડે છે દેવ અને ભાવેશ આઇટીઆઈની કેન્ટીનમાં જઈને નાસ્તો કરે છે સાથે સાથે કાજલને યાદ પણ કરે છે દેવ. ભાવેશ અને દેવ નાસ્તો કરીને ક્લાસ રૂમ તરફ પરત ફરે છે ને લેક્ચરમાં બેસે છે .લેકચર ચાલુ થાય છે દેવ અને ભાવેશ ભણવામાં ધ્યાન આપ્યું . બપોરના 12 કેમ વાગી ગયા તે ખબર જ ન પડી દેવ અને ભાવેશ લેક્ચર પૂરો થતાં બાઇક લઈને બસ સ્ટોપ પર જવા નીકળે છે. દેવ અને ભાવેશ બસ સ્ટોપ પર પહોચી પ્લેટફોર્મ ન. 5 ઉપર જોવે છે તો તેની અને કાજલની નજર મળે છે એકબીજા આંખો આંખો માં ઈશારા કરે છે .બંને આંખોથી વાત કરવા લાગે છે . થોડી જ વાર માં પ્લેટ ફોર્મ ન. 5 ઉપર કાજલની બસ આવે છે અને કાજલ બસ તરફ ચાલવા લાગે છે દેવ પણ કાજલને બસમાં જતી જોઈ રહે છે .દેવના મનમાં શુ વિચાર આવે છે તે ચાલીને સીધો કાજલની બસમાં જઈને બેસી જાય છે આમ પણ તેની પાસે બસનો પાસ તો છે જ તે બસમાં બેસી જાય છે અને કાજલની બાજુની સીટ પર જઈને બેસી જાય છે .

આપણે આગળ જોયું કે દેવ કાજલની બાજુની સીટ પર જઈને બેસી જાય છે દેવ હજી ઓણ સપના માં હોય તેવું તેને લાગે છે તે કાજલ સાથે વાત કરતા હજી પણ ડરી રહ્યો છે.કેમ કે કાજલ એવી છોકરી છે જે કોઈ પણ પ્રેમની વાત તેની સામે કરે તો તેને પસંદ નથી જ્યારે દેવ તો તેને પામવાના સપના જોવે છે દેવ બાજુમાં બેસીને વાત કરવાની કોશિશ કરે છે પણ આગળ કાઈ બોલી શકતો નથી એમ જ બેસી રહે છે કાજલ પણ દેવની આવી હરકતથી થોડી અચંબિત થાય છે કાજલ તો જાણે જ છે કે કોઈ પણ છોકરા સાથે વાત કરીએ એટલે આગળ શું કરશે એટલે કાજલ દેવને સમજી જાય છે કાજલ જ વાતની શરૂવાત કરતા બોલે છે,
કાજલ: દેવ, કેમ આજે આ બસમાં તું ?
દેવ: બસ એમ જ તારી સાથે થોડો સમય આપીને તને સમજી શકું અને તારી સાથે વાત કરી શકું.
કાજલ : પણ આમ અચાનક કેમ અને તારું ભણવાનું શુ?
દેવ : એ તો હું બુક વાંચીને પણ ભણી શકું ને ?
કાજલ: દેવ મને આ બધું પસંદ નથી કે મારી પાછળ તું તારું ભણવાનું છોડીને મને મુકવા માટે આવે ,હું તને જે કહું છું તે તું સમજી શકે છે ને.
દેવ : હા સમજી શકું છું પણ તારી સાથે હું કોલ કે મેસેજ માં વાત પણ નથી કરી શકતો એટલે .
કાજલ : જરૂરી થોડું છે કે વાત કરીયે તો જ સમજી શકીએ .એમ પણ સમજી સકિયે ને .તું પણ અહીં તારું કોઈ સપનું લઈને ભણવા માટે આવ્યો હશે અને હું પણ .
દેવ : હા મારુ સપનું તો છે જ .પણ સાથે સાથે મારા મિત્રો ને લઈને પણ ચાલુ છું.
કાજલ : હા હું પણ એક મિડલ કલાસ માંથી આવું છું દેવ તું સમજ ને ? જો મારી ઘરે ખબર પડશે તો હું તારી સાથે આટલી પણ વાત નહીં કરી શકું. તું ના તો મને જોઈ શકીશ અને મારા લગ્ન બીજે કરાવી આપશે અને મારું ભણવાનું એમ જ એક સપનું બની રહી જશે.એટલે તું બીજીવાર તું આ બસમાં ના આવે તે જ સારું છે તારા અને મારા માટે પ્લીઝ સમજજો મને .
દેવ : હા બસ બીજી વાર નહીં આવું આ બસમાં પણ તું સવાર ની બસમાં તો આવીશ ને ?
કાજલ : હા સવાર માં મને કોઈ પ્રોબેલ્મ નથી પણ ત્યારે તું ધ્યાન રાખજે મને બધા વચ્ચે ના બોલાવતો.
દેવ : હા નહીં બોલવું તારા માટે રોજ બસમાં મારી બાજુની સીટ ખાલી જ હશે તું આવીને બેસી શકે છે .
કાજલ : હા વાંધો નહીં.
આમ વાત કરતા કરતા ક્યારે કાજલનું ગામ આવી ગયું ખબર જ ના પાડી આજે કાજલ બસ ઉભી રહેતા નીચે ઉતરી ચાલવા જ લાગી પાછું ફરીને એકપણ વાર તેને જોયું નહીં અને ઘરે જ જતી રહી આ વર્તનથી દેવ પણ અચંબામાં મુકાયો.