My Education Journey part 2 in Gujarati Social Stories by Jagruti Vakil books and stories PDF | મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર - ભાગ 2 નાગીન

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર - ભાગ 2 નાગીન


ઓએસીસની સફર સાથે મારી શિક્ષણ યાત્રાના ૨ દાયકાની સફરે...

પરોક્ષ રીતે પ્રતિકભાઈ થકી સંજીવભાઈને વિચારોમાં મળવાનું થતું.એમ થયું કે બસ આ જ ધ્યેય હતું...આવું જ કૈક કરવું છે.વ્યક્તિગત જીંદગીમાં તો કર્મો છેડો મુકે એમ નહોતા.એ જ સમયે સખત પછડાટ ખાધી.આ ચળવળ કરતા કરતા શિક્ષક તરીકે અને ફેસીલીટેટર તરીકે કડવા અનુભવો થયા.આપણા સમાજની આદત મુજબ એમ પણ સાંભળવા મળ્યું કે તારા પોતાનામાં એટલી શક્તિ છે કે તું ઘણું કાર્ય કરે છે અને કરી શકીશ..એમાં કોઈ બેનર હેઠળ શા માટે કાર્ય કરે છે? પણ હમેશ મારો એક નિયમ રહ્યો છે કેસાંભળવું બધાનું પણ કરવું માત્ર સ્વયંના મન અને દિલનું.એ મુજબ કાર્ય કરતી રહી...જીવનમાં કોઈ પણ કાર્ય કરવું સહેલું છે પણ વિચારવાલાયક અને અલ્પવિરામ ત્યારે જ આવે એ કામમાં કે જયારે આપણે આપણા સિદ્ધાંતો સાથે બાંધછોડ કર્યા વગર એ કરવું હોય....બીજું કે દરેક નવા કાર્યનો પ્રથમ વિરોધ જ થવાનો....દુનિયામાં નેગેટીવીટીનું પ્રમાણ હમેશ વધુ રહેવાનું જ.પણ એનાથી બચીને બહુ ઓછી માત્રામાં રહેલી છતાં જે આપણામાટે યોગ્ય છે એવી પોઝીટીવીટીને ગ્રહણ કરીએ તો જ આગળ વધાય.એમ હમેશ વિચારતી અને એ અપનાવતી હું અંગદના પગ ની જેમ દ્રઢતાથી મારું નક્કી કરેલ કાર્ય કરતી રહી...શ્રી પ્રતિકભાઈ જેવા સેવાના ભેખધારી જો પોતાના કુટુંબ સહીત સહુથી દુર રહી,સ્વયં અનેક વિટંબણાઓ સહન કરી (ભલે તેઓને એ વિટંબણા નથી લગતી, દેશ દાઝથી અને બાળ પ્રેમથી કરી રહ્યા છે એ હું જાણું છું.) આ કાર્ય કરી રહ્યા હોય,ત્યારે મારે પણ આવી નાની મુશ્કેલીઓને અવગણવી જ જોઈએ એવી પ્રેરણા મળતી રહે છે.શાળામાં ભણતું બાળક (ભલે એ મારી હોય કે બીજી)તો આખરે આપણી શિક્ષણપ્રણાલીથી ત્રસ્ત થયેલું જ છે.ભાર વિનાના ભણતરની વાતો કરતા આપણા બાળકો દફતરના પોટલા ઉચકતા અને કદાચ પેલા રોજકામ કરતા લોકો કરતા પણ વધુ વજન ઉચકતા શારીરિક તો ખભે થી બેવડ વળી જ ગયું છે,,,પણ... અગાઉ વાત કરી એમ વાલીના,શાળા મેનેજમેન્ટ કે ટ્યુશન મેનેજમેન્ટના અપેક્ષાના પોટલા ઉચકી માનસિક એવું તો બેવડ વળી જાય છે કે સાચું અને ખોટું જોવાની તાકાત જ નથી રહેતી એની પાસે અને નથી રહેતી અંદરની હિંમત કે સ્વયંને શું બનવું છે એ નક્કી કરે...અથવા જો નક્કી કરે તો એને દ્રઢતાથી વળગી રહે કે વાલીની સાથે એકત્વ ન સધાતું હોય તો સ્વયમ આત્મવિશ્વાસ દ્વારા એ રજૂઆત કરે અને સ્વયં સ્વપ્ન પુરા કરવા આગળ વધે....એ વાત તો શક્ય જ નથી બનતી.....આ સંજોગોમાં ઘરનું વાતાવરણ, સામાજિકતા અને ટીન એજની અસરને કારણે ક્યારેક ખોટા કે લોભામણા પણ નુકસાનકારક માર્ગ તરફ દોરાઈ જાય છે.એકલતા અનુભવે છે.

સેશન દરમ્યાન બહુ સ્પષ્ટપણે અમુક બાળકોએ કહ્યું કે અમારા નહિ, માતાપિતાના સેશન લો.કે અમને ટેન્શન ન આપે,બિનજરૂરી રોકટોક ન કરે અને ખાસ અમને ક્યારેક(!) તો સાંભળે! અમારું પણ મન છે..ઈચ્છા છે અપેક્ષા છે,સ્વયમની જિંદગીના સ્વપ્ના છે....આટલી વાતને એ સમજે...તેઓ એમના સ્વપ્ન મુજબ આગળ ન વધી શક્યા એ અમારામાં પુરા કરવાની ફરજ ન પડે કે આગ્રહ ન કરે...કેમ કે એમનામાં જે શક્તિ છે ,એમનો જે રસ તે અમારામાં નથી.....અને એટલું જ સાચું કે અમારામાં જે શક્તિ છે,અમારો જે રસ છે તે એમનામાં નથી.

બાળકોને સાંભળવાથી ખુબ જાણવા મળ્યું....શિક્ષણ પ્રણાલી જ એવી છે કે અભ્યાસક્રમ (માત્ર પુસ્તકનો)પૂર્ણ કરવો અને પરીક્ષાઓ લેવી એવી જબરદસ્ત પેક પરિસ્થિતિમાં બાળકને સાંભળવાનું કે એના પ્રશ્નો,મૂંઝવણને સાંભળી,ઉકેલ લાવવાનો સમય કદાચ નથી જ મળતો....શિક્ષક પક્ષે એ જીવ જરૂર બળતો જ હતો ત્યારે આ ચળવળમાં જોડાયા પછી એ પ્રયત્ન કરવાની વધુમાં વધુ કોશિશ કરી.એ પહેલા અનેક નાનામોટા પ્રયોગો મારા વર્ગમાં કરતી જ રહી છું.કેળવણી અને શિક્ષણમાં એકસાથે ડગલા ભરવાની કોશિશમાં ખુબ સહન કરવાનું આવ્યું.મેનેજમેન્ટ,સ્ટાફ,વાલી પક્ષે ક્યાંક સમજાવવામાં સફળ રહી,ક્યાંક અસફળ...પણ મારા મિશનમાં તો સફળ જ રહી...એનો અંતરનો રાજીપો.

સહુથી અગત્યની વાત આવી કે શાળા સમયે કે મારા ગોઠવાયેલા શિક્ષણના તાસમાં આ કાર્ય ન કરી શકું......પ્રથમ વિચાર આવ્યો કે શું કરવું ? પણ બાળક તો બાળક છે એ મારી શાળાનું કે બીજી શાળાનું કે ટ્યુશન ક્લાસનું....એવું યાદ આવતા મંડી પડી દરેક બાળક સાથે આ જ વાત કરવા જ્યાં મળે જે મળે એની સાથે આ જ વાતો...સહુથી અગત્યની વાત મારા ૪૦ મીનીટના તાસનો હું રાજા....એમાં પણ વાઈસ તાસ મળી જાય તો ઓર મજા....બાળકોને સાંભળવા લાગી...ધ્યેય વિષે,જિંદગી વિષે...શાળા વિષેની વાતો કરતા કરતા.....એક્ષામ શબ્દ એ પહોચીને બાળકની વાતોમાં અલ્પવિરામ આવી જતું...તેમાં મૂંઝવણ,પરેશાની અને શિક્ષણપ્રણાલી,પરીક્ષાને લગતી વાતોમાં પૂર્ણવિરામ જ ના આવ્યું....આવી વાતો સાંભળતા જાગૃતિબહેન બહુ ગમવા લાગ્યા...અરે અને એ તો ઠીક મને પણ ત્યારે ખબર પડી કે આ બાળમાનસ એટલું વિચારે છે...બિચારું કેટલું મૂંઝાય છે....પહેલા હું દરરોજ તાસમાં પ્રથમ ૫ મિનીટ દરેક બાળક કૈક વાત કરે એ સાંભળતી...એમાં જોક્સ,ઉખાણું,કોયડો,વાર્તા,બોધવાર્તા.વર્તમાન સમાચાર ...એવું કઈ પણ....જેના આધારે એમની રસ,રૂચી ખ્યાલ આવતો....પણ એ પછી શું? એમાં એ આગળ વધી શકશે કે નહિ?એની રસ રૂચી મુજબ આગળ વધવામાં એ કેટલો મુંઝાયેલો છે એ વાતો ન કરી શકતી,,,અલબત્ત કોઈ બાળક વ્યક્તિગત આવે અને સમય મુજબ માર્ગદર્શન અપૂ એ અલગ વાત છે પણ એ તો ૨૫૦ માંથી માત્ર ૨કે ૫ ..!! જયારે આ વાતો દ્વારા શક્ય તેટલા વધુ બાળકોને સાંભળી,સમજી,યોગ્ય દિશા સુચન કરવાનો મોકો મળ્યો....બાળક પક્ષે લાભ થવાની સાથે શિક્ષક જીવને સંતોષ મળતો ગયો અનેક બાળકોના માતાપિતા અને બાળક વચે કડી બનવાનો મોકો મળ્યો તો અમુક બાળકોની ઝીંદગી બચાવવાનો પણ મોકો ઈશ્વરે આના થાકી આપ્યો.ધોરણ ૯ અને ૧૦ માં આવતી દીકરીઓ એવા મુગ્ધાવસ્થાના ગાળામાંથી પસાર થતી હોય અને જીવનનો લપસણો ચઢાવ શરુ થતો હોય તે સમયે એને જાળવી જાળવીને પગ મુકવા,યોગ્ય યોગ્ય દિશા ચિંધવામાં શિક્ષક કરતામાના સ્વરૂપમાં રહેવું પડે.એક આંખમાં પ્રેમ અને એક આંખમાં ગુસ્સો હમેશ રાખ્યો છે.જેના પરિણામે અનેક દીકરીઓને સાચો રાહ ચીન્ધવો કે જિંદગી ટુંકાવતી અટકાવી કે ખાસ તો ડિપ્રેશનમાં જતી અટકાવવી કે જો જતી રહી હોય તો પ્રેમાળ હૂફ આપી હાથ પકડી બહાર લાવી....એના માર્ગે સ્વયં આગળ વધતા શીખવવાનો મોકો કુદરતે આપ્યાનો રાજીપો છે. અગાઉના અનેક અનુભવો છે એ પછીથી કહીશ.

શિક્ષક પક્ષે બાળકને સાંભળો અને એના દિલ સુધી પહોચો.તો વાલીપક્ષે બાળકને રોજ થોડો સમય માત્ર આપો.ભૌતિક સુખસુવિધા આપવા કરતા માતાપિતા સાથે ગાળેલો સમય એના માટે ખુબ કિમતી છે. એવો અત્યારનો અનુભવ કહું તો

eksham..નું સેશન લીધા પછી એક દીકરી મને મળવા આવી...વર્ગમાં એ હમેશ શાંત અને શાંત કરતા કૈક ખોવાયેલી, કૈક અંદરથી ચિડાયેલી અને ખિજાયેલી વધુ લગતી.. ખબર નહિ ક્યાં મૂંઝાતી તી...લેશન સમય પર ન કરવું,શિક્ષક વઢે કે કઈ પૂછે તો ચુપ જ રહેવું,અને ખાસ આગળના વર્ષો કરતા ઉતરોતર પરિણામ નીચું જતું જવું...મારા માટે પ્રશ્નાર્થ બની રહી હતી.બોર્ડનું વર્ષ હોવાથી કદાચ હોઈ શકે કે ટેન્શનમાં હોય એમ વિચારી બધા સાથે એને પણ સામાન્ય બનાવવાની કોશીશ કરતી હું જયારે એની મનની અંદરની વાત સાંભળી ચોકી ગઈ.હૃદય દ્રવી ઉઠ્યું.જો કે પ્રથમ તો મારી કડક છાપને કરને કોઈ વાત શેર કરવા તૈયાર જ ન થઇ.(અહી સ્પસ્ટતા જરૂર કરું કે હું ગણિત વિષયની શિક્ષિકા હોવાથી થોડું કડક તો મારે રહેવું પડે.અને શિસ્તની આગ્રહી હોવાને કરને મારી છાપ થોડી કડક...પણ એવા વિદ્યાર્થીઓમાં જ કે જે અનિયમિત હોય કે શાળાનું શિસ્ત ડહોલતા હોય.) ઘણી જ વાતો પ્રેમ થી કર્યા પછી માંડ એનો વિશ્વાસ જીતી શકી...થોડું થોડું ખુલતા એ દીકરીની મનની વાત આવી હતી...એક તો મન પર ખુબ ઊંડો ઘાવ હતો કે મમ્મી મારા કરતા ભાઈને વધુ મહત્વ આપે છે, મમ્મી બહુ ટોકે છે લેસન કરવા માટે...જેવી અનેક વાતો કરી અને હવે એ બળવાખોર થઇ ગઈહતી...કહેવાય કે દબાવેલી સ્પ્રિંગ વધુ ઉછળે એમ હવે જે ઘરના કહે એ કરતા ઊંધું જ કરવું....એવું ઘણું બધું....પણ માત્ર બળવાખોર હતી એવું નહોતું,સેન્સીટીવ પણ વધુ બનતી જતી હતી,દુખી પણ વધુ બનતી જતી હતી,આત્મવિશ્વાસ પણ ખોતી જતી હતી અને જે બધા કરતા સહુથી મોટી અસર મન પર અને પછી અભ્યાસ પર પડતી જતી હતી.મને ખુદ કહે કે બેન મને એ જ ખબર નથી પડતી કે આટલા વર્ષોમાં હું કદી નાપાસ નથી થઇ એ આ વર્ષે નાના મૂલ્યાંકનમાં કે પ્રથમ પરીક્ષામાં કેમ ઓછા ગુણ મેળવું છું? બેન મને કઈ જ ગમતું નથી...!! ..વિચાર કરજો મિત્રો કે એ બાળમાનસ પર કેવી અસર થઇ છે કે એ સ્વયં આવતા ફેરફાર જુવે છે છતાં સમજી નથી શકતી.મૂંઝાય છે.ક્યાંક અટવાય છે.આ તો એના પક્ષની વાત થઇ,પણ હવે અગત્યની અને કપરી વાત હતી કે એના મમ્મીને મળવું અને સાચી વાત જાણવી.પણ એમને કઈ રીતે બોલાવવા? બહુ શાંતિથી આ પ્રશ્ન હલ કરવો પડે એવું હતું.બાળમાનસને સમજવા સાથે વાલી પક્ષે પણ કૈક સાંભળવું જરૂરી છે.કઈ પરિસ્થિતિમાંથી એ બંને પસાર થાય છે એ સમજવું જરૂરી છે. ....એમને બોલાવવા માટે કૈક વિચારી રહી હતી એ દરમ્યાનમાં એ દીકરીને મળવાનું અને સમજવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો.સાદી વાત કહી કે બેટા, એક મસ્ત ગીફ્ટ જોઈએ તારી પાસે ...તારે ખાલી રોજ આવીને મને મસ્ત સ્માઈલ આપવું. એનાથી મારો દિવસ મસ્ત બની જશે. અને લેશન થોડું થાય તો કરીને બતાવવા આવવું નહિ તો આવીને મસ્ત સ્માઈલ સાથે એમ કહેવું કે બેન આજે લેશન ન કર્યુ.બસ...એટલું કરીશ મારી માટે?એ દીકરી ખુશીથી એ માટે તૈયાર થઇ.શરૂઆતમાં અમુક દિવસો આવતી અને અમુક દિવસો ન આવતી.પછી નિયમિત આવતી થઇ.થોડું હસતા શીખી,શેરીંગ કરતા શીખી.એટલે ધીમે ધીમે ખુલતી,પણ બધું ન કહેતી.મારી સમજ મુજબ હું એને જેટલું સમજી એ પરથી મેં કહ્યું કે બેટા એવું થઇ શક એક મમ્મી આપણને જે વાતમાં ટોક ટોક કરતી હોય એ બાબત આપણે પહેલેથી જ કરી દઈએ તો?મમ્મીને ફરીયાદનો કોઈ મોકો જ ન આપીએ તો?ભીના વખાણ કરે છે મમ્મી તો તું પણ એવું કૈક ભાઈ જેવું કરી બતાવ ને કે મમ્મી બેય ભાઈ બહેનના વખાણ કરે.ને હા ખાસ ભાઈને તો પોતાની બહેન પ્રત્યે કેટલો પ્રેમ હોય ને? તો આપણને ન આવડતું હોય તો એની પાસે જ શીખી લેવું કેટલું સારું ને?આમ ભાઈ બહેન વચે દુરી દુર કરવાનો પ્રયત્ન કર્યો.. પછી થોડા દિવસ પછી સમજાવ્યું કે બેટા મમ્મી આખો દિવસ સર્વિસ પર જઈને આવે તો કેવા થાકી જાય નહિ? આપણે થોડું હેલ્પ કરીએ તો કેવું?કઈ નહિ તો એ આવે ત્યારે ખાલી પાણીનો ગ્લાસ લઇ આપીએ તો? એ સાંભળે બહુ ધ્યાનથી પણ કઈ બોલે નહિ...ઘરે જઈને એ કર્યું કે નહિ એ હું બીજા દિવસે પૂછું નહિ અને એ મને કહે નહિ...પછી તો હું કહેતી કે બેટા હમણાં લેશન બહુ હોય તો મારું લેશન ન થાય તો ચાલશે.પણ હસીને પૂરું કરીને જ આવે અને રોજ સવારમાં પહેલા હોશે હોશે બતાવવા આવે.હું ખુબ ખુશ હતી.ત્યાં થોડા દિવસમાં એની મમ્મીનો સામેથી કોલ આવ્યો મને (મારા વર્ગમાં હું બધી દીકરીઓને મારા મોબાઈલ નંબર કાયમ આપી રાખું.અને કહેલું હોય કે જયારે પણ જરૂર લાગે કે વાત કરવી છે તો કરવાનો.એનો વ્યક્તિગત ખુબ ફાયદો થયો છે દીકરીઓની નજીક આવવામાં.)મને એમનું નામ કહ્યું અને મળવા માટે સમય માંગ્યો.મારી મૂંઝવણ દુર થઇ ગઈ એ કે મારે એમને બોલાવવાના જ હતા પણ કઈ રીતે બોલવું એ. શાળામાં રીસેસ દરમ્યાન મળવા આવ્યા..મને બરાબર યાદ છે કે એ અગાઉ મને મળવા આવ્યા હતા ત્યારે તેમની દીકરીના ૩ વિષયમાં નબળા પરિણામ માટે બોલાવ્યા હતા અને એ અમારા પર ખુબ ગુસ્સામાં હતા અને મને કહી ગયા હતા કે મારી દીકરી ભણવામાં નબળી નથી પણ તમે શાળામાં જ ક્યાંક કચાશ છે વગેરે..આ વખતના એ બહેન કૈક અલગ જ હતા.આંખમાં આંસુ સાથે મને ભેટી પડ્યા !! કહે કે બહેન તમે શું જાદુ કર્યો મારી દીકરી પર ?છેલ્લા ૬ મહિનાથી હું મારી દીકરીના ચહેરા પર હાસ્ય જોવા માટે તડપી રહી હતી અને છેલા ૬ દિવસથી એ સવારે ઉઠતા વેત હશે છે,એટલું જ નહિ આખો દિવસ પ્રેમ થી રહે છે,હું સર્વિસથી આવું એ પહેલા લેસન પૂરું કરી લઇ,હું આવું એટલે મને પહેલેથી બતાવી દે છે. પહેલા હું આવું તો એ મો ચડાવી બેસી રહે કે બહાર જતી રહેતી એની બદલેહવે પાણી આપે મને અને લેશન બતાવી કહી દે કે જો મમ્મી મારું કામ પૂરું છે હો હવે તું મને જે કરવું છે એ કરવા દેજે હો.ટક ટક ન કરતી.. પણ હવે ભાઈ સાથેનો વ્યવહાર પણ સુધરી ગયો. મને મારી અસલ દીકરી પછી મળી ગઈ.એટલું જ નહિ,ધીમે ધીમે પરિણામમાં સુધારો થયો. હું બહુ જ ખુશ થઇ..પછી એની મમ્મી સાથે સ્વાભાવિક વાતો કરતા કરતા જાણ્યું કે એમના ઘર ના સંજોગો એવા બન્યા કે એમને પ્રથમ દીકરો આવ્યો ત્યારે એને પૂરું ધ્યાન અને સમય આપી શક્ય હતા,ઘરમાં એવી પરિસ્થિતિ આવી કે આ દીકરી આવી ને થોડા સમયમાં એમને સર્વિસ શરુ કરવી પડી.જેથી નાનપણથી દીકરી એના દાદીમાં પાસે ઉછરી.એટલે માતા અને પૂરો સમય ન ફાળવી શકતા એ ખાલીપો નાનપણથી એ બાળ માણસને ઘેરી વળ્યો.સમય જતા સમાજ આવી,ભાઈ સાથે થતી સરખામણી કે ભાઈને અપાતું વધુ મહત્વ એ સહુથી દુર જવામાં અને ખાલીપામાં ઉમેરો કરવા કારણભૂત બની. વધુમાં દીકરીને ભાવતી વસ્તુ બનાવી હોય પણ જો ભૂલથી એ એક ચમચી ભરી ભૈનાથાલીમાં મુકાઇ જાય તો એ દીકરી પછી અખો દીવસ મનગમતી વસ્તુ તરફ નજર પણ ન કરે!! માં નો જીવ બળે ઘરમાં બધા સમજાવે પણ નહિ....મિત્રો ...આપણને કેટલી નાની વાત લાગે છે પણ બાળકના મનમાં એ કેટલી મોટી છે?! ભાવના સમજો બાળકની...એ નાની વાત બળવાના સ્વરૂપે બહાર આવે,સ્વને નુકસાન કરવાના સ્વરૂપે બહાર આવી, એટલેથી નહિ અટકતા એ ભાઈથી પણ ઈર્ષ્યાભાવ અને પોતની જાતથી નફરત કરતી થઇ જાય.!એ બહેને જાતે કબુલ કર્યું એ એમના જ શબ્દોમાં કે બહેન,આટલી મોટી દીકરી છે પણ મને રજા હોય તો મારા પાલવ પકડી આખો દિવસ મારી પાછળ ફરે અને બોલ બોલ કર્યા કરે.એ છેલ્લા ૨ વર્ષથી બંધ થઇ ગયું હતું જે હવે ફરી ચાલુ થયું.ખાસ તો ગયા વર્ષે જ મારી સામે રહેતા એક વિદ્યાર્થીએ ધો.૧૦મા નાપાસ થવાની બીકે અને વાલીની ટક ટકથી કંટાળીને આત્મહત્યા કરી લીધી.એ જોઇને મારા સાસુએ મને કહ્યું પણ ખરું કે જોજે આપણી દીકરી પણ આવું ન કરી લે હો..તું એના પર ધ્યાન આપ,ટક ટક બંધ કર.પણ બહેન હું સમજી નહિ...કદાચ આ સમયે તમે એને ન સાચવી હોત તો મારી દીકરી પણ..... ચોધાર આંસુએ રડતા એ માં પર દયા સાથે મને ગુસ્સો પણ આવ્યો,મેં કહ્યું કે બેન આટલું બધું તમારી નજર સામે જ બને છે તો પણ તમારી આંખ ન ખુલી? ત્યારે એમણે કબુલ કર્યું કે બહેન મારો વાંક છે.પણ તમે મને મારી દીકરી પાછી આપી દીધી.કદાચ બોર્ડ પરીક્ષા પહેલા જ એ કૈક કરી લેત તો હું મારી જાતને માફ ન કરી શકત જિંદગીભર....! એ જ સમયે એ દીકરીને ખબર પડી કે મમ્મી આવ્યા છે શાળામાં તો એ દોડતી આવી.પણ હજી મનમાં થોડો દર કે ગુસ્સો હતો મમ્મી માટે કે એ મારી ફરિયાદ જ કર આવ્યા હશે.પણ મેં કહ્યું કે બેટા મમ્મી તો તારા વખાણ કરવા આવ્યા છે.મમ્મીની આંખમાં આંસુ જોઈ દીકરી જરા ઢીલી પડી.મેં કહ્યું બેટા એ તો હર્ષના આંસુ છે કેમકે મેં કહ્યું કેદીકરીનું પરિણામ સુધારા પર છે.અને મેં એ માતાને કહ્યું કે તમારી દીકરી તો મારી પાસે તમારા ખુબ વખાણ કરતી હોય અને કહે કે મને દુનિયામાં મારી માં થી વધુ વહાલું કોઈ નથી...ત્યારે બેય એકબીજા સામે આશ્ચર્યથી જોવા લાગ્યા અને ભેટી પડ્યા ..માં દીકરીના એ (ભાવનાત્મક અનુસંધાનના)પુનર્મિલનને હર્ષાશ્રુ સાથે મેં પણ વધાવ્યું...કુદરતનો એ કમાલ મારા માટે જિંદગીભરનું સંભારણું બની રહ્યું..બીજી કસોટીના પરિણામ પછી ફરી એક વહેલી સવારે એ બહેનનો ફોન આવ્યો આભાર માનવા કે બહેન પરિણામ ખુબ સારું આવ્યું,મારી દીકરી પાસ થઇ ફુલ્લી પાસ. હવે તમે મને મળવા નહી બોલાવો પણ મારે તમને મળવું છે...બીગ થેક્યું કહેવા.હવે સાચા અર્થમાં સમજાયું કે સરકારે તમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ કેમ આપ્યો છે..અમારા ત્રણેયની ખુશીમાં સામેલ થવા પૂર્વમાં સુરજદાદા પણ જાણે નવી સવાર નવી તાજગી લઇ હસતા હતા... ઉનાળાની સવારના તપતા સુરજમાં પણ એક શિક્ષક જીવ ખુબ શાતા પામ્યો એ દિવસે.!!


Rate & Review

Somnath Creations Dilip Pethani
Jagruti Vakil

Jagruti Vakil Matrubharti Verified 2 years ago

શિક્ષણ યાત્રાના મધુર સંભારણા.

Nitaben Bharatkumar Gandhi

khub j saras jo avu dhyan badhaj vali &Teachers balko sathe rakhe to kadach koi studunt atmhtya nkare well don jagurtiben

Kishor Dave

Kishor Dave 2 years ago

Win the faith n love then say or expect from others the result will be quite different U have established such teacher student relationship Best wishes for such ongoing process

Smita Parikh

Smita Parikh 2 years ago